Questions only Hinduism can Answer (Vedic Lesson Book 1)

Who am I? What to do? What is the Purpose of life? Does God exist? If yes, why did (S)he create me? Which religion

112 95 799KB

Gujarati Pages 162 [148] Year 2017

Report DMCA / Copyright

DOWNLOAD FILE

Polecaj historie

Questions only Hinduism can Answer (Vedic Lesson Book 1)

  • Commentary
  • decrypted from 1FA6BE0AB99DFC67755B0735923A4738 source file

Table of contents :
BM33
BM3
BM11
BM19
BM12
BM13
_GoBack
પ્રસ્તાવના
ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી
ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી
જીવાત્મા પરની પ્રશ્નોત્તરી
શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી
કર્મના સિધ્ધાંત પરની પ્રશ્નોત્તરી
મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી
લેખક પરિચય
અગ્નિવીર પરિચય

Citation preview

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

1

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ કોપીરાઈટ © ૨૦૧૮ અગ્નિવીર

અગ્નિવીરની લેખિત અનુમતિ વિના આ પુસ્તકના કોઈપણ ભાગનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરી નહીં શકાય. નહીં કોપી કરી શકાય, ન રે કોર્ડીંગ, ન કમ્પ્યુટર કે અન્ય મદયમ દ્વારા સ્ટોર કરી શકાય.

વધુ માહિતી માટે

[email protected]

પુસ્તક આકાર અને સંયોજન : રોનક ત્રિવેદી

પ્રથમ સંસ્કરણ : માર્ચ ૨૦૧૮

: લેખક :

સંજીવ નેવર : અનુવાદ :

રોનક ત્રિવેદી

હું કોણ છું?

પ્રસ્તાવના

મારા જીવનનો ઉદ્દે શ શો છે ? શું ઈશ્વરની સત્તા છે કે નહીં? ઈશ્વરે આપણને કે મ બનાવ્યાં? મારે કયો ધર્મ અનુસરવો? દરે ક બાળકના મનમાં આ પ્રશ્નો ઉઠતા હોય છે . પણ ઈશ્વરનિંદાના સખત કાયદાઓએ ઘણાં બાળકોના મો બંધ કરી દીઘા છે . કારણ કે કે ટલાંક ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નો પૂછવા એટલે ઈશ્વરનું અપમાન કર્યું ગણાય છે . આ ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નોનું સ્થાન રૂઢીવાદી માન્યતાઓને લઇ લીધું છે . સત્ય શોધની ઈચ્છાશક્તિનું સ્થાન ઈશ્વરનિંદાની સખત સજાના ડરે લઇ લીધું છે . પણ જ્યારે કોઈ આવાં ભયભીત વાતાવરણમાં ફસાયેલું હોય છે , ત્યારે હિન્દુધર્મ તેની રક્ષાએ આવે છે . અન્ય ધર્મ સંપ્રદાયોમાં ઈશ્વરને પ્રશ્ન કરી શકાતો નથી. પણ હિન્દુધર્મમાં પ્રશ્ન પૂછવાથી જ ઈશ્વરની સાચી સમજ કે ળવાય છે . હિન્દુધર્મમાં ઈશ્વરનિંદાની કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાની કોઈ સજા નથી. હિન્દુધર્મમાં તમે ઈશ્વરને સ્વીકારી પણ શકો છો અથવા તો તેને નકારી પણ શકો છો. અન્ય કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમે ઈશ્વરના ‘ગુલામ’ છો. પણ હિન્દુધર્મમાં તમે ઈશ્વરના ‘સંતાન’ છો. કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમને હંમેશા નર્ક નો ડર સતાવતો રહે છે . આ સંપ્રદાયોમાં તમારે નર્ક ની બીકે કામ કરવું પડે છે . પણ હિન્દુધર્મમાં ઈશ્વરના પ્રેમ માટે કર્મ કરવાના હોય છે . હિન્દુધર્મનો ઈશ્વર એટલે આપણી માતા! આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂછવાના! અને જ્યારે થાકી જઈએ ત્યારે માતા આપણને ઉચકી લે. જ્યારે આપણેને મુજવણ થાય ત્યારે માતા તે મુજવણનું સમાધાન પણ કરે ! બીજા ધર્મ સંપ્રદાયો જે પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે .

i

આ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે..... સંજીવ નેવર નવી દિલ્હી, ભારત

ii

અનુક્રમણીકા પ્રસ્તાવના................................................................... i

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી.............................. 1 ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી............................... 40 જીવાત્મા પરની પ્રશ્નોત્તરી................................... 56 શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી................................ 70 કર્મના સિધ્ધાંત પરની પ્રશ્નોત્તરી............................ 89 મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી......................... 102 લેખક પરિચય......................................................... 139 અગ્નિવીર પરિચય .................................................... 140

iii

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

1

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: ઈશ્વર શું છે ? ઈશ્વરને ઘણી બધી રીતે વ્યાખ્યાંકિત કરી શકાય છે . પણ ઈશ્વર સર્વવ્યાપી, અનંત અને પાંચ ઇન્દ્રિયોની પકડની બહાર હોવાથી માત્ર થોડા શબ્દો કે વચનોમાં ઈશ્વરનો અર્થ સમજવો ઘણો મુશ્કે લ છે . ઈશ્વરના કે ટલાંક દિવ્ય ગુણો નીચે પ્રમાણે છે : ઈશ્વર સચ્ચિદાનંદ છે . તે નિરાકાર છે . તે સર્વશક્તિવાન છે . તે સર્વજ્ઞ છે . તે ન્યાયકારી છે . તે દયાળુ છે . તે અજન્મા છે . તે અનંત છે . તે નિર્વિકાર છે . તે અનાદી છે . તે અનુપમ છે . તે સર્વાધાર છે . તે સર્વેશ્વર છે . તે સર્વવ્યાપક છે . તે સર્વાંન્તરયામી છે . તે અજર છે . તે અમર છે .

2

સંજીવ નેવર

તે અભય છે . તે નિત્ય છે . તે પવિત્ર છે . તે શ્રુષ્ટિકર્તા છે . પણ ઈશ્વરના આ દિવ્ય ગુણોની સમજ મેળવવી એ બીજો તબક્કો છે . પહે લાં તો આપણાં માટે એ સત્યને સમજી લેવું અનિવાર્ય બને છે કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનું સંચાલન કે વી રીતે કરે છે . હવે અહીં પ્રશ્ન થાય કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનો સંચાલક છે તે સત્યનું પ્રમાણ શું? આ સત્યનું પ્રમાણ મેળવવા માટે ની શ્રેષ્ઠત્તમ રીત છે “અવલોકન અને વિશ્લેષણ”! જયારે આપણે આપણાં જીવન અને શ્રુષ્ટિમાં કામ કરતા અપરિવર્તનશીલ નિયમો અને શ્રુષ્ટિની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વરના શ્રુષ્ટિ સંચાલક હોવાનું પ્રમાણ મળે છે . પછી જેમ જેમ આપણે જીવન રચના, શ્રુષ્ટિના અપરિવર્તનશીલ નિયમો અને તેની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણની કળા શીખી તેમાં કુ શળ બનતા જઈએ છીએ, તેમ તેમ ઈશ્વરના અન્ય દિવ્ય ગુણો આપમેળે જ આપણી સમજમાં આવતા જાય છે . ઋગવેદ ૧.૧૬૪.૩૯: જે સર્વ દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવ અને વિધ્યાયુક્ત છે , જેમાં પૃથ્વી, સુર્ય આદિ લોક સ્થિત છે , જે સર્વવ્યાપક અને સર્વ દેવોનો દેવ છે , જે એક માત્ર નિત્ય આનંદનો સ્ત્રોત છે , તેવા પરમેશ્વરને જે મનુષ્ય જાણતો નથી અને તેનું ધ્યાન કરતો નથી, તે મનુષ્ય સદા દુઃખસાગરમાં ડૂ બેલો રહે છે . પણ જે મનુષ્ય પરમેશ્વરને અનુભવે છે તે સદા સુખ અને આનંદમાં રહે છે . પ્રશ્ન: વેદોમાં કે ટલાં ઈશ્વર છે ? અમે સાભળ્યું છે કે વેદોમાં અનેક ઈશ્વર વિષે કહે વામાં આવ્યું છે . વેદ સ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે . વેદોમાં એકપણ એવો મંત્ર નથી કે જેનો અર્થ એ સૂચવે છે કે ઈશ્વર એક કરતાં વધારે છે . માત્ર એટલુ જ નહીં, વેદમાં આપણી અને ઈશ્વરની વચ્ચે એજન્ટ તરીકે 3

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

કામ કરતાં દેવદૂત, પેગંબર કે પછી દિવ્ય અવતારનો પણ સંપૂર્ણ નિષેધ છે . સરળ અનુરૂપતા: વૈદિક ઈશ્વર = ઈસાઈ ધર્મના ઈશ્વરમાંથી “ટ્ રીનીટી નો સિધ્ધાંત” અને “જીજસને તાબે થવાની જરૂરીયાત” ની બાદબાકી વૈદિક ઈશ્વર = ઇસ્લામ ધર્મના ઈશ્વરમાંથી “અંતિમ પેગંબર મોહંમદ” ની બાદબાકી બીજા શબ્દોમાં કહીએ તો, જો ઇસ્લામમાં શહાદાનો પહે લો ભાગ, “લા ઇલાહા ઈલ્લલ્લાહ” (અલ્લાહ જ એક અને માત્ર એક ઈશ્વર છે ) રાખીને બીજો ભાગ, “મુહમ્મદુર સરુલલ્લાહ” (મોહંમદ એ અલ્લાહનો પેગંબર છે ) ને છોડી દેવામાં આવે તો આ વૈદિક ઈશ્વરની કલ્પના પ્રમાણે છે . ઇસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય બીજા કોઈની પણ પૂજા કરવી એ શિર્ક (મહાપાપ) છે . પણ જો તમે આ સિધ્ધાંતને આગળ વધારી અલ્લાહ સિવાય કોઈ મોહંમદ કે ગબ્રેઈલને માનવાનો ઇનકાર કરો તો, વેદ અનુસાર તમે શિર્ક થી (મહાપાપ) બચી શકો છો. પ્રશ્ન: વેદોમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એના વિષે તમે શું કહો છો? ૩૩ કરોડ દેવતાઓ વિષે તમારું શું કહે વું છે ? જે દિવ્ય ગુણયુક્ત હોય છે તેને “દેવતા” કહે વામાં આવે છે . જે પદાર્થ – જડ કે ચેતન – આપણને ઉપયોગી બને છે તેને “દેવતા” કહી શકાય. ઈશ્વરમાં અનંત દિવ્યગુણ હોવાથી તેને પણ “દેવતા” કહે વામાં આવે છે . પણ એનો અર્થ એ નથી કે “દેવતા” કહે વાતા દરે ક જડ અને ચેતન પદાર્થને “ઈશ્વર” માની તેની પૂજા-ઉપાસના કરવી જોઈએ. આમ માનવું એ મોટી ભૂલ છે . વેદોમાં એવું ક્યાંય નથી લખ્યું કે આપણે આ દેવતાઓની ઉપાસના કરવી જોઈએ. ઈશ્વર દેવોનો દેવ હોવાથી તે “મહાદેવ” પણ કહે વાય છે . ઈશ્વર “મહાદેવ” એટલા માટે પણ કહે વાય છે કે તે જ સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલાયકર્તા, ન્યાયાધીશ અને અધિષ્ઠાતા છે . આથી માત્ર ઈશ્વર જ “ઉપાસ્ય દેવ” છે અને માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ. વેદોમાં ૩૩ કોટી(કરોડ) દેવતાઓની નહીં પણ ૩૩ પ્રકારના દેવતાઓની વાત છે . (સંસ્કૃ તમાં “કોટી” શબ્દનો અર્થ “પ્રકાર” થાય છે .) શતપથ

4

સંજીવ નેવર

બ્રાહ્મણમાં બહુ સ્પષ્ટપણે ૩૩ પ્રકારના દેવતાઓની જે વ્યાખ્યા કરવામાં આવી છે , તે આ પ્રમાણે છે . • આઠ વસુ – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય, અને નક્ષત્ર. આ આઠ સર્વ શ્રુષ્ટિના નિવાસ સ્થાન હોવાથી “વસુ” કહે વાય છે . • અગિયાર રુદ્ર – પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂ ર્મ્મ, કૃ કલ, દેવદત્ત, ધનંજય અને જીવાત્મા. આ અગિયાર જ્યારે શરીર છોડે છે ત્યારે રડાવનારા બને છે આથી તેઓ “રુદ્ર” કહે વાય છે . • બાર આદિત્ય – સવત્સરના ૧૨ મહિના. આ બાર બધાંની આયુંને લેતા જાય છે આથી તેઓ “આદિત્ય” કહે વાય છે . • એક વિદ્યુત -વિદ્યુતચુંબકીય બળ કે જે આપણને અત્યંત ઉપયોગી છે . • એક યજ્ઞ – મનુષ્યો દ્વારા નિરંતર કરવામાં આવતા નિ:સ્વાર્થ સત્કર્મોને યજ્ઞ કહે વામાં આવે છે . યજ્ઞને “પ્રજાપતિ” પણ કહે વામાં આવે કારણ કે યજ્ઞથી વાયુ, વૃષ્ટિ, જળ, ઔષધિઓની શુદ્ધિ, વિદ્વાનોનો સત્કાર વગેરે થવાથી પ્રજાનું પાલન થાય છે . આ ૩૩ પદાર્થો તેમના ઉપયુક્ત ગુણોને કારણે દેવ કહે વાય છે . પરમાત્મા આ બધાંનો સ્વામી અને સર્વથી મોટો હોવાથી “મહાદેવ” કહે વાય છે . શતપથ બ્રાહ્મણના ચૌદમાં કાંડમાં પરમાત્માને “ઉપાસ્ય દેવ” કહ્યો છે . ૩૩ દેવતાઓનો વિષય પોતાનામાં જ એક મોટી શોધનો વિષય છે . આ દેવતાઓની યથાયોગ્ય સમજ મેળવવા માટે ગહન અભ્યાસ અને અધ્યયનની જરૂર રહે છે . પણ વૈદિક ગ્રંથોમાં એ વાત તો સ્પષ્ટપણે કહી છે કે આ ૩૩ દેવતાઓ ઈશ્વર નથી અને આથી તેમની પૂજા ન કરવી જોઈએ. ઈશ્વર અનંત ગુણયુક્ત છે . પણ અજ્ઞાનતને કારણે મનુષ્ય ઈશ્વરના વિભિન્ન ગુણોને વિભિન્ન ઈશ્વર માની બેસે છે . સમાચાર પત્રોમાં ક્યારે ક મોદી વિષે લખવામાં આવે છે તો ક્યારે ક નરે ન્દ્ર વિષે લખવામાં આવે છે . પણ એનો અર્થ એ નથી કે ભારતમાં “નરે ન્દ્ર” અને “મોદી” નામના બે પ્રધાન મંત્રીઓ છે .

5

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: વેદોમાં એવા કે ટલા મંત્રો છે જે એક અને માત્ર એક ઈશ્વર હોવાનો દાવો કરે છે ? વેદમાં એવા ઘણાં મંત્રો છે કે જે સ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે અને ઈશ્વરને જીવ સાથે સંપર્ક કરવા માટે કોઈ સહાયક, એજન્ટ, પૈગંબર કે અવતારની જરૂર નથી. ઉદાહરણ તરીકે : યજુર્વેદ ૪૦.૧ હે મનુષ્ય! પ્રકૃ તિથી લઈને પૃથ્વી સુધી જે કંઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત છે . આ સમગ્ર જગત ઈશ્વરમાં સમાયેલું છે અને તેનું સંચાલન એક અને માત્ર એક ઈશ્વર દ્વારા થઇ રહ્યું છે . આથી તું જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ક્યારે ય અન્યાયથી કોઈના ધનની આકાંક્ષા ન કર. તું અન્યાયનો ત્યાગ કરી ન્યાયપૂર્ણ ધર્મનું આચરણ કરીને ઈશ્વરના નિત્ય આનંદને પ્રાપ્ત કર. અંતે તો ઈશ્વર જ પરમ આનંદનો સ્ત્રોત છે ! ઋગવેદ ૧૦.૪૮.૧ હે મનુષ્ય! ઈશ્વર સર્વથી પૂર્વ વિદ્યમાન અને સર્વ જગતનો પતિ છે . ઈશ્વર જ આ સમગ્ર સંસારનું મૂળ કારણ અને સર્વને વિજય આપનાર છે . સંતાન પોતાના પિતાને જેમ પોકારે છે તેમ સર્વ જીવોએ ઈશ્વરને પોકારાવો જોઈએ. ઈશ્વર જ સર્વ જીવોને સુખ આપનાર અને સર્વ જીવોનું પાલન પોષણ કરનાર છે . ઋગવેદ ૧૦.૪૮.૫ ઈશ્વર પરમૈશ્વાર્યવાન્ સૂર્યની જેમ સર્વ જગતનો પ્રકાશક છે . ઈશ્વર ક્યારે ય પણ પરાજય કે મૃત્યુને પ્રાપ્ત થતો નથી. ઈશ્વર જ જગતરૂપ ધનનો નિર્માતા છે . સર્વ જગતની ઉત્પત્તિ કરનાર ઈશ્વર જ છે . હે જીવો! ઐશ્વર્ય પ્રાપ્તિનો યત્ન કરતાં કરતાં તમે વિદ્યારૂપી ધન ઈશ્વર પાસે માંગો અને ઈશ્વરની મિત્રતાથી અલગ ન રહો. ઋગવેદ ૧૦.૪૯.૧ સત્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારને ઈશ્વર જ સનાતન જ્ઞાનનું ધન આપે છે . ઈશ્વર જ બ્રહ્મજ્ઞાન એટલે કે વેદજ્ઞાનનો સ્ત્રોત અને પ્રકાશક છે . ઈશ્વર જ સર્વના જ્ઞાનને વધારનાર, સત્પુરુષોનો પ્રેરક, યજ્ઞ કરનારનો ફળદાતા, અને

6

સંજીવ નેવર

આ વિશ્વમાં જે કાંઈ છે , તે સર્વ કાર્યને બનાવનાર અને ધારણ કરનાર છે . આથી ઈશ્વર સિવાય અન્ય કોઈને તેના સ્થાને ન પૂજો, ન માનો કે ન જાણો. યજુર્વેદ ૧૩.૪ હે મનુષ્યો! ઈશ્વર જ શ્રુષ્ટિની પૂર્વે સર્વ તેજવાળા લોકોનું ઉત્પત્તિ સ્થાન, આધાર અને જે કાંઈ ઉત્પન્ન થયું હતું, થયું છે અને થશે, તેનો સ્વામી હતો, છે અને રહે શે. તે પૃથ્વીથી લઈને સૂર્યલોક પર્યન્ત શ્રુષ્ટિને ધારણ કરનાર છે . તે સુખ સ્વરૂપ પરમાત્માની જ ભક્તિ કરવી જોઈએ. અથર્વવેદ ૧૩.૪.૧૬-૨૧ એ ન તો બે છે , ન ત્રણ છે , ન ચાર છે , ન પાંચ છે , ન છ છે , ન સાત છે , ન આઠ છે , ન નવ છે , ન દસ છે . તે એક અને માત્ર એક જ છે . તેના સિવાય બીજા કોઈ ઈશ્વરની સત્તા નથી. સર્વ દેવતાઓનો ઈશ્વરમાં નિવાસ છે અને ઈશ્વર જ તેઓનું નિયંત્રણ કરે છે . આથી માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ, અન્યની નહીં અથર્વવેદ ૧૦.૭.૩૮ એક માત્ર ઈશ્વર જ સર્વથી મહાન છે અને ઉપાસ્યદેવ છે . તે જ સમસ્ત જ્ઞાન અને સર્વ ક્રિયાઓનો આધાર છે . યજુર્વેદ ૩૨.૧૧ ઈશ્વર શ્રુષ્ટિના કણ-કણમાં વ્યાપ્ત છે . કોઈપણ સ્થાન ઈશ્વર વિનાનું નથી. ઈશ્વર સ્વયંભૂ છે અને તેને તેનું કામ કરવા માટે કોઈ એજન્ટ, દેવદૂત કે અવતાર ધારણ કરવાની જરૂર પડતી નથી. જે જીવાત્મા ઈશ્વરનો અનુભવ કરી તેને પ્રાપ્ત કરી શકે છે , તે જીવાત્મા મોક્ષરૂપી પરમ આનંદને માણે છે . વેદોમાં આવાં ઘણાં મંત્રો છે જે એક અને માત્ર એક જ ઈશ્વરનું વર્ણન કરે છે અને બીજા કોઈપણ દેવતા, પયગંબર કે અવતારને પૂજ્યાં વિના માત્ર ઈશ્વરને જ પૂજવાનો નિર્દેશ કરે છે . પ્રશ્ન: પણ આપણે શા માટે ઈશ્વરમાં માનવું જોઈએ? એ જ કારણોથી કે જે કારણોથી આપણે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અણુ, પરમાણુ, ઉષ્મા, વીજળી વગેરેમાં માનીએ છીએ. આપણે અવલોકન અને વિશ્લેષણની સુનિયોજિત પ્રક્રિયા દ્વારા તત્વોના અસ્તિત્વનું પ્રમાણ મેળવી 7

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

તેમનો સ્વીકાર કરવો જોઈએ. અને જે તત્વોનું અસ્તિત્વ નથી તેનો અસ્વીકાર કરવો જોઈએ. આમ આપણે અસત્યનો ત્યાગ કરતાં રહી નિરંતર સત્ય તરફ આગળ વધતા રહે વું જોઈએ. કારણ કે જીવનનો મૂળ સિદ્ધાંત છે , સત્ય = આનંદ = મુક્તિ. આમ સત્ય એ જ મુક્તિનો માર્ગ છે . પ્રશ્ન: પણ હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકું છું. તો પછી મારે ઈશ્વરમાં માનવાની શી જરૂર છે ? હા એ વાત સાચી છે કે આપણે ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકીયે છીએ. આપણે વીજળીના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકીયે છીએ. ઉદાહરણ તરીકે જગ ં લમાં રહે તા આદિવાસીઓ. પણ આપણે વીજળીના અસ્તિત્વમાં માનવું જોઈએ કે જેથી કરીને આપણે વીજળીના ગુણધર્મો અને ઉપયોગીતાને સમજીને જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ અને આપણી સુખ સગવડોમાં (આનંદમાં) વધારો કરી શકીએ. હવે કોઈ વ્યક્તિ એ તર્ક પણ કરી શકે છે કે મનુષ્યને વીજળીના આવિષ્કારની જાણ ન થઇ હોત તો પણ તે આનંદિત તો રહી જ શકત! આમ જો કોઈ વ્યક્તિ ઈશ્વરની સત્તાને નકારે તો પણ તે આનંદ પ્રાપ્ત કરી શકે છે . આથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર એ જ આનંદ પ્રાપ્તિનો એક માત્ર માર્ગ છે તે વાત ખોટી! પણ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ સમજુ વ્યક્તિ વીજળીનો ઉપયોગ ન કરી, સગવડોને છોડી, અગવડો વેઠવાનું પસંદ કરશે? નહીં કરે . કારણ કે વીજળીનો ઉપયોગ કરવાથી મળતો આનંદ, વીજળીનો ઉપયોગ ન કરવાથી મળતા આનંદની સરખામણીમાં ઘણો વધારે છે . આવી જ રીતે ઈશ્વરીય જ્ઞાનયુક્ત વ્યક્તિનું જીવન ઈશ્વરની સત્તાને નકારનાર વ્યક્તિના જીવન કરતાં વધુ આનંદમય હોય છે . જેમ વીજળીના અસ્તિત્વનો સ્વીકાર કર્યા બાદ આપણને તેનાથી થતા લાભનું જ્ઞાન થયું અને આથી આપણું જીવન વધુ સુખમય અને આનંદી બન્યું, આવી જ રીતે ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરવાથી ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવનું જ્ઞાન થાય છે . અને આ જ્ઞાન જીવનને વધુ આનંદમય બનાવવામાં ખુબ જ ઉપયોગી નીવડે છે . જીવનના મૂળભૂત નિયમ પ્રમાણે, જ્ઞાનપ્રાપ્તિથી શક્તિ અને સામર્થ્ય મળે 8

સંજીવ નેવર

છે . આ શક્તિ અને સામર્થ્ય વધુ આનંદ આપે છે . આથી કોઈ સમજુ અને વિવેકી માણસ માટે જ્ઞાનપ્રાપ્તિ એ જ સાર્થક જીવન જીવવા માટે નો એક માત્ર ઉત્તમ માર્ગ હોય શકે . આથી જો માત્ર વિદ્યુત ઉર્જાના અસ્તિત્વ અને તેના ઉપયોગનું જ્ઞાન આપણને આટલો બધો આનંદ આપી શકતું હોય તો, જરા કલ્પના કરો કે , બધી જ ઉર્જાના સ્ત્રોત એવા ઈશ્વરના અસ્તિત્વને સમજી, તેમાંથી જ્ઞાનરૂપી શક્તિ મેળવવાથી આપણેને કે ટલો આનંદ પ્રાપ્ત થઇ શકે ! પ્રશ્ન: કોઈએ ક્યારે ય ઈશ્વરને જોયો નથી. તો પછી ઈશ્વરના અસ્તિત્વને કે વી રીતે પ્રમાણિત કરી શકીએ? કોઈએ કદી વીજળી, ઉષ્મા, અણુ કે પરમાણુ જોયા નથી. કોઈએ કદી ફોટોનને જોયા નથી. કોઈએ કદી પ્રકાશ કે ઉષ્માના વિકિરણોને પણ જોયા નથી. આમ છતાં આપણે આવી નરી આંખે ન દેખાતી વસ્તુઓના અસ્તિત્વને કે મ સ્વીકારીએ છીએ? આપણે ફોટોનને જોઈ નથી શકતા. પણ તેના અસ્તિત્વને કારણે ઉત્પન્ન થતી અસરને જોઈ શકીએ છીએ. આમ ફોટોનની દેખીતી અસર ફોટોનના અસ્તિત્વનું પ્રમાણ આપે છે . આવી જ રીતે વીજળી, અણુ કે પરમાણુ, પ્રકાશ કે ઉષ્માના તરંગો દેખાતા ન હોવા છતાં, તેમના દ્વારા ઉત્પન્ન થતી અસરોથી તેમના અસ્તિત્વનું પ્રમાણ મળે છે . આવાં પ્રમાણને “પરોક્ષ” પ્રમાણ કહે છે . આમ વસ્તુઓની આવી દેખીતી અસરને કારણે આપણે માની લઈએ છીએ કે આ વસ્તુનું અસ્તિત્વ છે . આંખ તો વસ્તુઓના અસ્તિત્વની અનુભૂતિ કરવાનું એક સીમિત સાધન માત્ર જ છે . આપણે જે આંખો (સાધન) દ્વારા નથી જોઈએ શકતા તે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ શકીએ છીએ. પણ અતિ સૂક્ષ્મ અણુ કે પરમાણુઓ તો સૌથી શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. પણ એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. આંખ જેવી બીજી જ્ઞાન ઇન્દ્રીયોની (ગંધ, સ્પર્શ વગેરે) બાબતમાં પણ આમ જ છે . આખું આધુનિક વિજ્ઞાન વસ્તુની અસરને પકડી તેના અસ્તિત્વનું અનુમાન લગાવવા પર જ આધારિત છે . આધુનિક વિજ્ઞાન ઘટનાઓની અસરોને વિવિધ પ્રકારના યંત્રો દ્વારા પકડી તેને સમજાવવા જુ દં ા-જુ દં ા માળખાઓ રચે છે . પણ આવાં માળખાઓની પરે , બીજી એવી વાસ્તવિકતા છે જેને આધુનિક વિજ્ઞાનનો કોઈપણ સિદ્ધાંત સમજાવી શકતો નથી. આવી વાસ્તવિકતાઓ અને વાસ્તવિકતાઓના કારણને સમજવા કે સમજાવવા માટે ઈશ્વરના 9

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અસ્તિત્વનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. પ્રશ્ન: યંત્રો દ્વારા જે પકડી અને માપી શકાય છે તેના જ અસ્તિત્વનો સ્વીકાર આધુનિક વિજ્ઞાન કરે છે . પણ ઈશ્વર તો પકડી કે માપી શકતો નથી. તો પછી આપણે તેના અસ્તિત્વનો સ્વીકાર કે વી રીતે કરી લઈએ? આ એક બહુ મોટો ભ્રમ છે . ઈશ્વરને માપવાની વાત તો બહુ દુરની છે . પહે લાં તો આપણે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું જોઈએ. ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ પહે લાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષ અવલોકનથી મળે છે . હવે કોઈપણ વસ્તુનું પ્રત્યક્ષ અવલોકન અને તેના માપનો આધાર તે વસ્તુનું અવલોકન કરવા માટે વાપરવામાં આવતા યંત્રો કે સાધનોની કાર્યક્ષમતા પર રહે લો છે . ઉદાહરણ તરીકે , આપણે એમ ન કહી શકીએ કે ન્યુટને ટે લીસ્કોપનો આવિષ્કાર કર્યો તે પહે લાં જયુપીટરના ચંદ્રોનું અસ્તિત્વ ન હતું! અને જો કોઈ આમ કહે તો તે મૂર્ખ જ ગણાય! જ્ઞાન ઇન્દ્રિયો અને અતિ આધુનિક યંત્રોની મર્યાદિત ક્ષમતાને કારણે વૈજ્ઞાનિકો માત્ર આકાર અને કદ ધરાવતી સુક્ષ્મ વસ્તુઓનું જ અવલોકન કરી તેને માપી શકે છે . પણ ઇશ્વર તો તરંગો કે અતિ સુક્ષ્મ અણુઓથી પણ સુક્ષ્મ છે . ઈશ્વર નિરાકાર છે . આથી જ્ઞાન ઇન્દ્રિયો કે અતિ આધુનિક યંત્રો ઈશ્વરનું અવલોકન કરી શકતા નથી. આમ જેમ ટે લિફોન મારફતે ભારતમાં બેઠા બેઠા અમેરિકામાં રહે લા ગુલાબના ફૂલને સુંઘવાનો પ્રયાસ મૂર્ખતા છે , તેમ કોઈ ભૌતિક યંત્રો દ્વારા ઈશ્વરનું અવલોકન કરવાનો કે તેને માપવાનો પ્રયાસ પણ મૂર્ખતા અને સમયની બરબાદી જ છે . પણ સત્ય તો એ છે કે આ શ્રુષ્ટિમાં અને આપણાં જીવનમાં ઈશ્વરની સત્તાને કારણે ઉત્પન્ન થતી અસરોનું અવલોકન કરી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું ખુબ જ સરળ છે . પ્રશ્ન: પણ જો આમ જ હોય તો પછી આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને કે મ નકારે છે ? આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને નકારતું નથી. પણ આ વિષય આધુનિક ભૌતિક વિજ્ઞાનની પકડની બહાર છે . જો તમે ન્યુટન, આઈનસ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોના જીવન વિષે વાંચશો તો ખ્યાલ આવશે કે તેઓએ ઈશ્વરની સત્તાને ક્યારે ય નકારી ન હતી. ઉલટાનું, તેઓને ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ હતો. આધુનિક વિજ્ઞાન ઈશ્વરની એવા ગુણોને નકારે છે કે જે ગુણો હોવાનું કારણ

10

સંજીવ નેવર

તેઓ બીજાને સમજાવી શકતા નથી, અથવા તો જેનું અવલોકન કરી શકતા નથી, અથવા તો જેના પર પ્રયોગશાળામાં શોધખોળ કરી શકતા નથી. આગળ વધતા પહે લાં આપણે આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિનો જે ઇતિહાસ છે તેના વિષે થોડું જાણી લઈએ. આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિ યુરોપમાં બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતની વિરુદ્ધ પ્રતિક્રિયા રૂપે થઇ હતી. જેમ જેમ આના પર વધારે અને વધારે શોધખોળ થતી ગઈ, તેમ તેમ સદીઓ જૂ ની બાઈબલની અવૈજ્ઞાનિક અને રૂઢીવાદી માન્યતાઓ ખોટી પુરવાર થતી ગઈ. આમ થવાથી ઈશ્વર-શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે ભારે લડાઈ ચાલી. આધુનિક વિજ્ઞાને તેની નિરંતર ચાલતી શોધખોળોના પરિણામોને આધારે બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતને નકાર્યો. અને આમ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર આધુનિક વિજ્ઞાનમાં પ્રચલિત બન્યો. આજે આધુનિક વિજ્ઞાન સૌથી વધુ પ્રતિરોધ રૂઢિચુસ્ત ઈસાઈ અને ઇસ્લામ ધર્મ તરફથી મેળવે છે . અને આથી જ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એ આધુનિક વિજ્ઞાનની ખાસિયત બની ચુકી છે . સરળ શબ્દોમાં કહીએ તો, જે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં તે ઈશ્વરને આધુનિક વિજ્ઞાન નકારે છે . પણ આધુનિક વિજ્ઞાન સર્વવ્યાપી ઈશ્વરના અસ્તિત્વને નકારતું નથી, અને નકારી પણ ન શકે . પ્રશ્ન: “જે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં તે ઈશ્વરને આધુનિક વિજ્ઞાન નકારે છે ” તેનો શો અર્થ છે ? આધુનિક વિજ્ઞાન એ ઈશ્વરને નકારે છે કે જે: ૧. ઈશ્વરમાં મનુષ્ય જેવાં દોષો - ઈચ્છા, ક્રોધ વગેરે – હોય. ૨. સર્વવ્યાપી નથી. ૩. મનુષ્યજાતિની રોજીંદા જીવનની સામાન્ય બાબતોમાં દખલ કરે છે . ૪. સમયાંતરે ચમત્કારો કરતો રહે છે . ૫. તેના અનુયાયીઓના પાપ માફ કરતો ફરે છે . ૬. આપણને સ્વર્ગ કે નર્ક માં મોકલે છે . ૭. અવતાર લે છે અથવા તો તેના કોઈ દેવદૂતને મોકલે છે .

11

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

૮. પોતે જ ઘડે લા નિયમો બદલાતો રહે છે . ૯. ચોથા કે સાતમાં આકાશમાં રહે છે . ૧૦. પોતે લખેલા ધાર્મિક ગ્રંથને ન માનનારને સજા કરે છે . ૧૧. શ્રુષ્ટિના વિનાશ પછી નિર્ણાયક દિવસની રાહ જુ વે છે . ૧૨. આ શ્રુષ્ટિનું સર્જન થોડા દિવસો કે કલાકોમાં જ કરે છે . ૧૩. દેવદુત કે પરીઓનું સર્જન કરે છે . ૧૪. શેતાનની સામે લડે છે . વગેરે.... આવાં અપરિપૂર્ણ અને દોષયુક્ત ઈશ્વરનું અસ્તિત્વ નથી. આવાં ઈશ્વરનું અસ્તિત્વ હોવા પાછળ કોઈ તર્ક કે કારણ ન હોવાથી વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આવાં ઈશ્વરને નકારે છે . પ્રશ્ન: આપણે ઈશ્વરના દિવ્ય ગુણોને કે વી રીતે સમજી શકીએ? ચાર અલગ-અલગ પાસાઓના ગહન “અવલોકન અને વિશ્લેષણ” થી ઈશ્વરના દિવ્ય ગુણોને સમજી શકાય છે . પ્રશ્ન: તો આમાંનું પહે લું પાસું શું છે ? શ્રુષ્ટીના અપરિવર્તનશીલ નિયમો: જરા વિચાર કરો. નિયમ કોને કહે વાય? નિયમ એટલે એવી ઘટના કે જેનું પુનરાવર્તન કોઈપણ પ્રકારની ખામી વગર અવિરતપણે થતું રહે તું હોય. જેમાં સમયાંતરે કોઈપણ પ્રકારનો ફે રફાર કે બદલાવ ન આવતો હોય. હવે પ્રશ્ન એ થાય છે કે આ નિયમો ઘડી તેને કાર્યરત બનાવનાર કોણ છે ? જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત-ચુંબકીય બળ, શક્તિ અને નબળા અણુકે ન્દ્રીય બળો, જેવા શ્રુષ્ટિને નિયંત્રણમાં રાખતા ચાર મૂળભૂત બળોની ઉત્પત્તિનું કારણ શું છે ? ભૌતિકશાસ્ત્રીઓ આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે . તેઓ એવો દાવો કરતાં ફરે છે કે એક દિવસ તો તેઓ આ પ્રશ્નનો જવાબ મેળવીને જ રહે શે. સરળતા ખાતર આપણે આ બળોને “એકીકૃ ત બળો” એવું નામ પણ આપ્યું છે . પણ તેમ છતાં મારો પ્રશ્ન એ છે કે “આ એકીકૃ ત બળોની ઉત્પત્તિનું

12

સંજીવ નેવર

કારણ શું છે ?” વાસ્તવિકતા તો એ છે કે આ બળોની હાજરી જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપે છે . ઈશ્વર અણુઓને એવી સુનિશ્ચિત રીતે ગતિ આપે છે કે જેથી કરીને આપણે તેને માપી શકીએ અને નિયમ તરીકે ઓળખી શકીએ છીએ. આમ ઈશ્વર જ આ શ્રુષ્ટિનું સંચાલન કરે છે . પ્રશ્ન: તો આમાંનું બીજુ ં પાસું શું છે ? ચેતના: ઈશ્વરના ગુણોનો ખ્યાલ ચેતનાના રહસ્ય પરથી આવે છે . આધુનિક વિજ્ઞાન ચેતાનાના સ્ત્રોતને શોધવામાં નિષ્ફળ નીવડ્યું છે . તેઓ જાણે છે કે મનુષ્ય/પ્રાણી શરીર એક અદભૂત સ્વયમ સંચાલિત પ્રણાલી છે . પણ “આ પ્રણાલી અસ્તિત્વમાં કે વી રીતે આવી અને આ પ્રણાલીનું સંચાલન કોણ કરે છે ?”, એ પ્રશ્ન તેમને મુંઝવતો રહે છે . મોટે ભાગે બધી જ દૈહિક ક્રિયા-કલાપો થવા પાછળનું મૂળ કારણ સુખ અને દુ:ખની ઉત્પત્તિ છે . પણ સુખ અને દુ:ખની ઉત્પત્તિના સ્ત્રોતને પકડવામાં કે તેને માપવામાં આધુનિક વિજ્ઞાન નિષ્ફળ નીવડ્યું છે . કારણ કે વૈજ્ઞાનિક ઉપકરણો અતિ સુક્ષ્મ અણુથી સુક્ષ્મ નથી. અને આથી ચેતના વૈજ્ઞાનિક ઉપકરણોના પકડની બહારની વાત છે . “ચેતનાને કોઈ રસાયણિક પ્રક્રિયાથી સમજાવી ન શકાય.” તમે ચેતનાના વિષય પર કોઈ પણ પુસ્તક વાંચશો તો ખ્યાલ આવી જશે કે ચેતના આધુનિક વિજ્ઞાનના વિષય બહારની વસ્તુ છે . આધુનિક વિજ્ઞાન કહે છે કે ચેતના મગજમાં કોઈ ખાસ સ્થાને ન હોતા મનુષ્ય શરીર પ્રણાલીમાં પ્રસરે લી છે . પણ આમ છતાં મનુષ્યો/પ્રાણીઓમાં મજ્જાતંતુઓની પ્રતિક્રિયા અને સુખ અને દુ:ખની અનુભૂતિ કોણ કરે છે તે આધુનિક વિજ્ઞાન સમજી શકતું નથી. આપણું મગજ કે વી રીતે કામ કરે છે ? વિદ્યુત સંકેતોનું કાર્યમાં કે વી રીતે પરિવર્તન થાય છે ? આપણે લાગણીઓ કે મ અનુભવીએ છીએ? કોણ લાગણી અનુભવે છે ? આ બધાં પ્રશ્નોનો જવાબ આધુનિક વિજ્ઞાન પાસે નથી. “બી.બી.સી હ્યુમન બોડી – માઈન્ડ પાવર” નામની એક ડોક્યુંમેન્ટરીમાં ન્યૂરોસર્જન એ વાતનો સ્વીકાર કરે છે કે જેને આપણે ચેતના કહીએ છીએ એ બીજુ ં કંઈ નહીં પણ “જીવાત્મા” જ છે . વેદ અનુસાર જે સત્તા સુખ અને દુઃખ અનુભવે છે તે “જીવાત્મા” છે . અને બધી જ જીવાત્માઓ અને જડ વસ્તુઓનો સંચાલક અને કર્તાહર્તા ઈશ્વર છે . ઈશ્વર જીવાત્માઓ અને જડ પદાર્થોનું સંચાલન કરતો હોવાથી ઈશ્વર પણ “ચેતન” છે .

13

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ઈશ્વર અને જીવાત્મા નિરાકાર છે . આથી તેઓ અવિનાશી છે . અને આથી જ તેઓ અજન્મા અને અમર છે . અને આ જ કારણોથી ઈશ્વર અને જીવાત્માને જોઈ શકાતા કે માપી શકાતા નથી. પ્રશ્ન: ત્રીજુ ં પાસું શું છે ? કારણ-અસર: આધુનિક વિજ્ઞાને ઘણાં નિયમો અને સિદ્ધાંતો વિકસાવ્યા હોવાં છતાં વિજ્ઞાન આ બધાં નિયમો અને સિદ્ધાંતોને કારણ અને અસરના રૂપમાં એક સૂત્રમાં જોડી શકતું નથી. ઉદાહરણ તરીકે , વિજ્ઞાને ચાર મૂળભૂત બળોની સમજ તો મેળવી લીધી પણ આ બળો પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા કરી અતિ જટિલ એવા મનુષ્ય શરીર અને બ્રહ્માંડનું સર્જન કરવામાં કે વો ભાગ ભજવે છે તે આધુનિક વિજ્ઞાન માટે તો એક રહસ્ય જ છે . એક બાજુ બ્રહ્માંડના તારાઓની આયુ તેમાં થતી પ્રતિક્રિયાના બદલાવના દર પરથી માપવામાં આવી અને બીજી બાજુ રે ડ-શિફ્ટ દ્વારા બ્રહ્માંડની આયુ માપવામાં આવી, તો તારાઓની આયુ બ્રહ્માંડની આયુ કરતાં વધુ છે તેમ સાબિત થયું. આમ તારાઓ બ્રહ્માંડ કરતાં જુ ના છે તેવો નિષ્કર્ષ નીકળ્યો. એટલે કે બાળક તેના માતા-પિતા કરતાં મોટો છે ! આમ આધુનિક વિજ્ઞાન યોગ્ય રીતે બ્રહ્માંડના રહસ્યો પર પુરો પ્રકાશ પાડી શક્યું નથી. આધુનિક વિજ્ઞાન અવલોકન પરથી વિવિધ પ્રકારના બળોના અસ્તિત્વનું પ્રમાણ તો મેળવી શક્યું, પણ તે નીચેની હકીકતો સમજવામાં નિષ્ફળ નીવડ્યું. • આ બળો દ્વારા શ્રુષ્ટિનું સર્જન • મનુષ્ય અને પ્રાણીઓમાં ચેતના • જીવોની સામાજિક અને સ્વાભાવિક વર્તણુંક • પ્રાણીઓમાં પણ આત્મરક્ષણ અને પોતાના બાળકોનું બીજા પ્રાણીઓથી રક્ષણ કરવાની જન્મજાત સહજ વૃત્તિ પ્રશ્ન: અને ચોથું પાસું શું છે ? માતાના ગર્ભમાં બાળકનું સર્જન: બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે શ્વાસ પણ લઇ શકતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન બાળક નાભી રજ્જુ દ્વારા પોષણ મેળવે છે . અને બાળક જયારે ગર્ભની બહાર આવે છે ત્યારે તેમાં

14

સંજીવ નેવર

શ્વાસોશ્વાસની પ્રક્રિયા, હૃદયનું ધબકવું, જેવી સ્વયમ સંચાલિત પ્રણાલીઓનો વિકાસ થઇ ચુક્યો હોય છે . કોઈ સર્વ વ્યાપી અને સર્વ શક્તિશાળી ચેતન સત્તા સિવાય આવી જટિલ પ્રણાલીઓનું સર્જન અને સંચાલન બીજુ ં કોણ કરી શકે ? આપણાં જીવન અને શ્રુષ્ટીના કોઈપણ પાસાનું ગહન અવલોકન કરવાથી એ વાતનો ખ્યાલ આવી જશે કે આ બધું આયોજનક્રમ વગર થતી કોઈ રસાયણિક પ્રક્રિયા ન હોય શકે . આની પાછળ સર્વશક્તિમાન ચેતન શક્તિ હોવી જ જોઈએ. એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ હોવું જ જોઈએ. પ્રશ્ન: ઈશ્વરનું અસ્તિત્વ છે તેનો ખ્યાલ આવી ગયો. પણ ઈશ્વરનું અસ્તિત્વ કંઈ રીતે સિદ્ધ કરી શકાય? પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રમાણો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. પ્રશ્ન: પણ ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ મળવું શક્ય નથી. તો પછી પ્રત્યક્ષ પ્રમાણના અભાવમાં ઈશ્વરનું અસ્તિત્વ કે વી રીતે સિદ્ધ થાય? પ્રમાણ એટલે કે ઈન્દ્રીયો દ્વારા ગ્રહણ કરવામાં આવેલું સ્પષ્ટ અને નિર્ભ્રાંત જ્ઞાન. પણ એ વાતની નોંધ લો કે ઈન્દ્રીયો અને મનથી માત્ર “ગુણોનું જ પ્રત્યક્ષ થાય છે , ગુણીનું નહીં.” ઉદાહરણ તરીકે , જયારે તમે આ પુસ્તક વાંચો છો ત્યારે તમને અગ્નિવીરના હોવાનું જ્ઞાન થતું નથી. પણ આ પાના પર કે ટલાંક શબ્દો અને વાક્યો દેખાય છે . આ શબ્દો અને વાક્યોને સમજી તમે તેનું અર્થઘટન કરો છો. અને પછી તમે એવા નિષ્કર્ષ પર આવો છો કે આ પુસ્તકનો કોઈ ને કોઈ લેખક હોવો જ જોઈએ. આમ તમને અગ્નિવીરના હોવાનું પ્રમાણ મળે છે . વાસ્તવમાં આ “અપ્રત્યક્ષ” પ્રમાણ છે , ભલેને તમને “પ્રત્યક્ષ” લાગતું હોય. આ જ પ્રમાણે આ શ્રુષ્ટિ, કે જેના ગુણોને આપણે જ્ઞાનઈન્દ્રીયો દ્વારા અનુભવીએ છીએ, તે ઈશ્વરના અસ્તિત્વ તરફ સંકેત કરે છે . કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક અને મન ઇન્દ્રિયોનો અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સુખ-દુ:ખ જેવા વિષયો સાથે સંબંધ સ્થાપિત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “પ્રત્યક્ષ” કહે વાય છે . આ સબંધને આપણે “પ્રત્યેક્ષ પ્રમાણ” કહીએ છીએ. ઉદાહરણ તરીકે જયારે તમે કે રી ખાઓ છો ત્યારે તમે મીઠાશનો અનુભવ કરો છો. મીઠાશને તમે કે રી સાથે જોડો છો. અહીં મહત્વની વાત એ છે કે તમે આવાં “પ્રત્યક્ષ પ્રમાણ” ને માત્ર ત્યારે જ 15

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

કોઈ ચોક્કસ ઇન્દ્રી સાથે જોડી શકો છો, કે જયારે એ ખાસ ઇન્દ્રીનો એ ખાસ વિષયનો અનુભવ કરવા માટે પ્રયોગ થયો હોય. આમ ઉપરના ઉદાહરણમાં તમને કે રીનું “પ્રત્યક્ષ પ્રમાણ” કાન દ્વારા નહીં પણ માત્ર “જીભ”, “નાક” કે “ચક્ષુ” દ્વારા જ મળી શકે . વાસ્તવમાં આ પણ “અપ્રત્યક્ષ પ્રમાણ” જ છે . ભલે ને સમજવામાં સરળતા રહે તે માટે આપણે તેને “પ્રત્યક્ષ પ્રમાણ” કહે તા હોઈએ. હવે જયારે ઈશ્વર અતિ સુક્ષ્મ સત્તા હોવાથી, કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક જેવી સ્થૂળ ઈન્દ્રીયો દ્વારા ઈશ્વરનું “પ્રત્યક્ષ પ્રમાણ” મેળવવું શક્ય નથી. ઉદાહરણ તરીકે , આપણે ખુબ જ શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ અત્યંત સુક્ષ્મ અણુઓને જોઈ શકતા નથી. આપણે અત્યંત લઘું કે ઉચ્ચ આવૃત્તિવવાળા તરંગોને સાંભળી શકતા નથી. આપણને પ્રત્યેક અણુના સ્પર્શનો અનુભવ થતો નથી. બીજા શબ્દોમાં કહીયે તો, જેમ કે રીનું “પ્રત્યક્ષ પ્રમાણ” કાન દ્વારા મળવું શક્ય નથી અને જેમ કોઈપણ ઇન્દ્રિ દ્વારા અત્યંત સુક્ષ્મ પરમાણુઓ અનુભવી શકાતા નથી, તેમ ઈશ્વરનું પ્રત્યક્ષ પણ કોઈ સ્થૂળ કે શુદ્ર ઇન્દ્રિય દ્વારા થવું શક્ય નથી. પ્રશ્ન: તો પછી ઈશ્વરની અનુભૂતિ કે વી રીતે શક્ય છે ? “માત્ર મન જ એક એવી ઈન્દ્રી છે કે જેના દ્વારા ઈશ્વરની અનુભૂતિ શક્ય છે .” જયારે મનની ખલેલને (અનિયંત્રિત વિચારો) શાંત કરી મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવે છે અને જ્યારે અભ્યાસ અને અધ્યયન દ્વારા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે , ત્યારે આપણી બુદ્ધિ દ્વારા ઈશ્વરનું “પ્રત્યક્ષ પ્રમાણ” ઠીક એવી જ રીતે મળે છે જેવી રીતે સ્વાદથી કે રીનો અનુભવ થાય છે . ઈશ્વર અનુભૂતિ અને ઈશ્વર પ્રાપ્તિ એ જ આપણાં જીવનનું અંતિમ લક્ષ્ય છે . વિભિન્ન પ્રકારના ઉપાયોથી યોગી આ લક્ષ્યને પામવાનો પ્રયત્ન કરતાં રહે છે . આ ઉપાયોમાં અહિંસા, સત્યનો સ્વીકાર, અસત્યનો પરિત્યાગ, સર્વ જીવ પ્રત્યે દયા-કરુણાની ભાવના, સર્વના કલ્યાણ માટે પ્રયાસ, નૈતિકતાપૂર્ણ અને ચરિત્રસંપન્ન જીવન, અન્યાય સામે લડાઈ, જનએકતા માટે પ્રયાસ, વગેરેનો સમાવેશ થાય છે . જો આપણે ધ્યાન આપીએ તો આપણને આપણાં દૈનિક જીવનમાં ઈશ્વરના અસ્તિત્વનો પ્રત્યક્ષ સંકેત મળતો જ રહે છે . જયારે આપણે ચોરી, 16

સંજીવ નેવર

ક્રુ રતા, છે તરપીંડી જેવા કોઈ પાપકર્મો કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તે જ ક્ષણે આત્માની અંદરથી ભય, લજ્જા, શંકા ઉઠે છે , અને જયારે આપણે પરોપકાર જેવા સત્કર્મો કરીએ છીએ ત્યારે આત્માની અંદરથી આનંદ, નિર્ભયતા, સંતોષ, ઉત્સાહ ઉઠે છે . “આત્માનો આ અવાજ જીવાત્મા તરફથી નહીં પણ પરમાત્મા તરફથી છે .” પણ વારંવાર આપણે આ અવાજને આપણી મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓથી દબાવી દઈએ છીએ. પણ જ્યારે આપણે શાંત હોઈએ છીએ ત્યારે આપણને જીવાત્માના અવાજની તીવ્રતા વધેલી હોવાનો અનુભવ થાય છે . જયારે જીવાત્મા માનસિક ખલેલ દૂર કરી, શુદ્ધ થઈને પરમાત્માનો વિચાર કરવામાં તત્પર રહે છે ત્યારે તે સ્વયં તથા ઈશ્વરનો પ્રત્યેક્ષ અનુભવ કરે છે . આમ પ્રત્યક્ષ અને અપ્રત્યેક્ષ એમ બંને પ્રમાણોથી ઈશ્વરનો એટલો જ સ્પષ્ટ અનુભવ થાય કે જેટલો સ્પષ્ટ અનુભવ આપણે આપણી સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા અન્ય પદાર્થોનો કરીએ છીએ. પ્રશ્ન: ઈશ્વર ક્યાં વસેલો છે ? ઈશ્વર સર્વવ્યાપી હોવાથી આ શ્રુષ્ટિના કણકણમાં વસેલો છે . ઈશ્વર જો કોઈ નિશ્ચિત સ્થાને જેમ કે આકાશમાં કે કોઈ ખાસ સિંહાસન પર રહે તો હોત, તો ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, શ્રુષ્ટિસર્જક, શ્રુષ્ટિસંચાલક કે પ્રલયકર્તા ન હોય શકે . કારણ કે આપણે જે સ્થાન પર હાજર ન હોઈએ તે સ્થાન પર કાર્ય ન કરી શકીએ! પ્રશ્ન: પણ જેમ સૂર્ય આકાશમાં એક સ્થાન પર રહી સમસ્ત સંસારને પ્રકાશિત કરે છે અને જેમ રીમોટ-કંટ્ રોલ દૂરથી ટીવી ને સંચાલિત કરે છે , તેમ ઈશ્વર પણ કોઈ દૂરના સ્થાનેથી સમગ્ર સંસારનું નિયંત્રણ કે મ ન કરી શકે ? તમારું આ તર્ક યોગ્ય નથી. કારણ કે સૂર્યથી સંસારનું પ્રકાશિત થવું અને રીમોટ-કંટ્ રોલથી ટીવીનું સંચાલન થવું, આ બંને કામ અવકાશમાં પ્રવાસ કરતાં કિરણોત્સર્ગ તરંગો મારફતે જ થાય છે . અવકાશમાં પ્રવાસ કરતાં આ કિરણોત્સર્ગ તરંગોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ “સંસાર અને સૂર્ય” અને “ટીવી અને રીમોટ-કંટ્ રોલ” એકબીજાથી દૂર હોવાં છતાં આ અદ્રશ્ય તરંગો દ્વારા જોડાયેલા રહે છે . આમ વાસ્તવમાં રીમોટ કંટ્ રોલ (દૂરથી વસ્તુનું સંચાલન) જેવું કશું હોતું જ નથી. “ઈશ્વરનું કોઈ વસ્તુનું નિયંત્રણ કરવું સિદ્ધ કરે છે કે ઈશ્વર તે વસ્તુમાં વિદ્યમાન છે .” વધુમાં, જો ઈશ્વર સર્વવ્યાપી હોય તો તે એક સ્થાને સીમિત કે મ રહે ?

17

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ઈસાઈ સંપ્રદાય કહે છે ગોડ ચોથા આકાશમાં છે . ઇસ્લામ કહે છે અલ્લાહ સાતમાં આકાશમાં છે . અને આ બે સંપ્રદાયોના અનુયાયીઓ પોતાને સાચા પુરવાર કરવા માટે કાયમ લડતા રહે છે . તો શું ગોડ અને અલ્લાહએ અલગ અલગ આકાશમાં એટલા માટે રહે વાનું નક્કી કર્યું હશે કે જેથી તેઓ પણ પોતાના અનુયાયીઓની જેમ લડવાનું શરું ન કરી દે? વાસ્તવમાં તો આ બધી બાળબુદ્ધિની વાતો છે . ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરતો હોવાથી, તેના માટે કોઈ એક નિશ્ચિત સ્થાનમાં સીમિત થઇ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. અને છતાં પણ જો ઈશ્વર આમ કરે તો તે સર્વશક્તિમાન ન કહે વાય. પ્રશ્ન: શું એનો અર્થ એ છે કે ઈશ્વર મળમૂત્ર જેવી અપવિત્ર વસ્તુઓમાં પણ છે ? સમગ્ર સંસાર ઈશ્વરમાં છે . કારણ કે ઈશ્વર આ બધી વસ્તુઓની બહાર છે પણ ઈશ્વરની બહાર કાંઈ જ નથી. આથી સંસારના પ્રત્યેક કણમાં ઈશ્વર વ્યાપ્ત છે . આ સત્યને આપણે એક ઉપમા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ઈશ્વરની અંદર એવી જ રીતે છે કે જેમ કપડાનો ટુ કડો પાણી ભરે લા ટબમાં હોય છે . આ સ્થિતિમાં પાણી કપડાના ટુ કડાની બહાર, કપડાના ટુ કડાની આજુ બાજુ અને કપડાના ટુ કડાની અંદર પ્રસરે લું હોય છે . કપડાનો ટુ કડાનો કોઈપણ ભાગ પાણીથી ભીંજાયા વગરનો રહે તો નથી. પણ કપડું અને પાણી બંને અલગ જ રહે છે . કોઈ વસ્તુ પવિત્ર છે કે અપવિત્ર તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણાં માટે તે વસ્તુ કે ટલી મહત્વની છે . જેમ કે અણુઓના સંયોજનથી સ્વાદિષ્ટ કે રી બને છે . પણ કે રી ખાધા પછી તેના અણુઓનું જ્યારે વિઘટન અને અન્ય રસાયણો સાથે પ્રક્રિયા થયા બાદ મળમૂત્રમાં પરિવર્તન થાય છે ત્યારે તે આપણાં માટે અપવિત્ર બની જાય છે . પણ કે રી અને મળમૂત્ર વાસ્તવમાં પ્રકૃ તિના વિવિધ અણુઓના સંયોજનથી બનતા બે પદાર્થો છે . આપણાં સૌનું આ સંસારમાં ઉદ્દે શય છે . આ કારણે આપણે સૌ દરે ક વસ્તુને આ ઉદ્દે શ્ય તરફ આગળ વધવાની દ્રષ્ટિથી જોઈએ છીએ. જે વસ્તુઓ આ ઉદેશ્યને પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોય તેને આપણે પવિત્ર અને ઉપયોગી ગણી સ્વીકારીએ છીએ અને બાકીની બિનઉપયોગી વસ્તુઓનો અપવિત્ર ગણી ત્યાગ કરીએ છીએ. પણ ઈશ્વરને આવો કોઈ ઉદ્દે શ્ય ન હોવાથી તેના માટે કોઈપણ વસ્તુ પવિત્ર કે અપવિત્ર નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેના માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી! ઈશ્વરનું કામ

18

સંજીવ નેવર

તો ન્યાયપૂર્ણ રીતે જીવોને કર્મફળ આપી તેઓને મુક્તિ આપવામાં સહાય કરવાનું છે . આમ આ સમગ્ર સંસારની એક પણ એવી વસ્તુ નથી કે જે ઈશ્વરથી અસ્પૃશ્ય હોય. આ જ વાત બીજા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર કોઈ એવો સમાજસેવક નથી કે જે પોતાની વાતાનુકૂલિત ઓફીસમાં બેઠો બેઠો યોજનાઓ તો બનાવતો રહે અને જ્યાં ખરે ખર સામાજિક કાર્ય કરવાની જરૂર છે તેવા ઝૂંપડપટ્ટી જેવા ગીચ અને ગંદકીવાળા સ્થાને જવાનું ટાળે. ઉલટાનું, હિન્દુધર્મનો ઈશ્વર બધી જ જીવાત્માઓના કલ્યાણ માટે સંસારની અત્યંત અપવિત્ર વસ્તુમાં રહીને પણ તેને નિયંત્રિત કરતો રહે છે . આમ ઈશ્વર પરિપૂર્ણ હોવાથી, તે સર્વ પદાર્થોમાં વ્યાપ્ત હોવાં છતાં અને સર્વ પદાર્થ ઈશ્વરમાં હોવાં છતાં, તે સર્વ પદાર્થોથી ભિન્ન અને પૃથક છે . પ્રશ્ન: શું ઈશ્વર દયાળુ અને ન્યાયકારી છે ? ઈશ્વર દયા અને ન્યાયનો સાક્ષાત દ્રષ્ટાંત છે . પ્રશ્ન: ન્યાય એટલે કર્માનુસાર ન અધિક કે ન ઓછું સુખ દુઃખ પહોચાડવું. જ્યારે દયા એટલે અપરાધીને વિના દંડ કરે છોડી દેવો. આમ દયા અને ન્યાય આ બંને તો પરસ્પર વિરોધી ગુણ છે . તો આ બંને વિરોધી ગુણ ઈશ્વરમાં એક સાથે કે વી રીતે સંભવી શકે ? દયા અને ન્યાયમાં નામ માત્રનો જ ભેદ છે . કારણ કે ન્યાયથી જે પ્રયોજન સિદ્ધ થાય છે , તે જ દયાથી થાય છે . દયાનો અર્થ એ નથી કે અપરાધીને દંડ ન ફટકારી તેને માફ કરી દેવો. જો દયાના નામે અપરાધીને માફ કરી છોડી મુકવામાં આવે તો ભવિષ્યમાં બીજા ઘણાં નિર્દોષ અને સજ્જન લોકો તેના અપરાધના ભોગ બને. બીજા શબ્દોમાં કહીએ તો, જો અપરાધીને દંડ ફટકારી ન્યાયની સ્થાપના કરવામાં ન આવે તો બીજા નિર્દોષ મનુષ્યો સાથે દયાપૂર્ણ વર્તન નહીં થાય. વધુમાં, જો અપરાધીને દંડ ન કરી તેના પર દયા કરવામાં આવે તો અપરાધી ભવિષ્યમાં વધુ ગંભીર અપરાધ કરતો અટકશે નહીં અને દુઃખને પ્રાપ્ત થશે. આમ તેની સાથે ન્યાય પણ નહીં થાય. ઉદાહરણ તરીકે , એક અપરાધી લૂંટારાને છોડી મુકવાથી તે હજારો સજ્જન લોકોને દુઃખ પહોચાડશે. આમ જો એક લૂંટારાને છોડવાથી, હજારો લોકોને દુઃખ પ્રાપ્ત થતું હોય તો તે દયા કે વી રીતે હોય શકે ? લૂંટારાને જેલમાં પૂરી તેને 19

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ભવિષ્યમાં પાપ કરવાથી બચાવી લેવો તે લૂંટારા પર દયા છે . એક લૂંટારાને મારી નાખવાથી નિર્દોષ લોકોને થતું નુકશાન અટકાવાવું એ નિર્દોષ લોકો દયા છે . આમ ઈશ્વરના ન્યાયમાં જ સર્વ માટે દયા રહે લી છે . વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન છે “દયા” અને આ પ્રયોજનને સિદ્ધ કરવાની રીત છે “ન્યાય”. જયારે ઈશ્વર કોઈ અપરાધીને તેના દુષ્કર્મ માટે દંડ કરે છે ત્યારે વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન તે અપરાધીને ભવિષ્યમાં દુષ્કર્મ કરતાં અટકાવવાનું હોય છે . આમ કરી ઈશ્વર અપરાધીના અત્યાચારથી નિર્દોષ લોકોની રક્ષા કરી તેમના પર દયા કરે છે . આમ ન્યાય દ્વારા દયાનું પ્રયોજન સિદ્ધ થાય છે . વેદો અનુસાર અને વ્યવહારિક અવલોકન અને નિરીક્ષણ પરથી એ જ્ઞાત થાય છે કે બધાં જ દુઃખોનું મૂળ કારણ અજ્ઞાનતા છે . આ અજ્ઞાનતા જ દુષ્કર્મોને જન્મ આપે છે , કે જેને આપણે અપરાધ કહીએ છીએ. આથી જ્યારે જ્યારે જીવ દુષ્કર્મ કરે છે ત્યારે ઈશ્વર જીવની દુષ્કર્મ કરવાની સ્વતંત્રતાને બાધિત કરી નાખે છે . આમ કરી ઈશ્વર જીવને તેની અજ્ઞાનતા અને દુ:ખ દૂર કરવાની તક આપે છે . અપરાધ માટે માત્ર માફી માંગી લેવાથી ઈશ્વર જીવને માફી નથી આપતો. પાપ અને અપરાધનું મૂળ કારણ અજ્ઞાનતા હોવાથી, જ્યાં સુધી જીવની અજ્ઞાનતાનો નાશ થતો નથી, ત્યાં સુધી જીવ અનેક જન્મો સુધી તેના સત્કામો કે દુષ્કર્મોનું ફળ નિરંતર ભોગવતો જ રહે છે . ઈશ્વરની આ ન્યાય વ્યવસ્થા પાછળનું પ્રયોજન દરે ક જીવને મોક્ષ આપી તેના પર દયા કરવાનું છે . પ્રશ્ન: તો શું આનો અર્થ એ છે કે ઈશ્વર મારા પાપકર્મો બદલ મને ક્યારે ય માફ નહીં કરે ? તો પછી ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વધારે સારા છે . જો હું મારા પાપોને કબુલ કરું અને માફી માંગુ તો ભૂતકાળના મારા બધાં પાપોનો રે કોર્ડ ભુંસાઈ જશે અને મને નવેસરથી જીવવાની તક આપવામાં આવશે. ઈશ્વર તમારા પાપકર્મોને માફ કરી તમારા પર દયા કરે છે . ઈશ્વરની આ દયા તમારા પાપકર્મોના ન્યાયપૂર્ણ ફળમાં રહે લી છે અને નહીં કે ભૂતકાળના પાપોનો રે કોર્ડ ભૂંસી નાખવામાં. જો ઈશ્વર તમારા ભૂતકાળના પાપોનો રે કોર્ડ ભુંસતો હોય તો ઈશ્વર નિર્દય અને અન્યાયકારી બને. કારણ કે આવી સ્થિતિમાં, ભલેને તમે પહે લી કક્ષામાંથી આગળ જવાની યોગ્યતા ન મેળવી હોય તો પણ ઈશ્વર તેમને બીજી

20

સંજીવ નેવર

કક્ષામાં બઢતી આપે છે . આ ઉપરાંત જો ક્ષમા માગી લેવાથી ઈશ્વર તમારા પાપકર્મોનો રે કોર્ડ ભુંસી નાખે તો ઈશ્વર અન્ય જીવો સાથે પણ અન્યાય કરે . ક્ષમાનો અર્થ છે કે આનંદ પ્રાપ્તિ માટે જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક આપવી અને નહીં કે જ્યાં તમે ૦% ની જ યોગ્યતા ધરાવતા હોય ત્યાં તમને ૧૦૦% અંક આપી દેવા. વાસ્તવમાં ઈશ્વર દ્વારા આપવામાં આવતું જીવાત્માના પાપકર્મનું ફળ જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક છે . યાદ રાખો કે તમારી યોગ્યતા એક જ ક્ષણમાં અથવા તો એક શબ્દ “સોરી” કહે વાથી વધી જતી નથી. યોગ્યતા વધારવાની પ્રક્રિયા નિરંતર અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થ માંગી લે છે . માત્ર આળસું વ્યક્તિઓ જ અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થનો માર્ગ ત્યજી ૧૦૦% અંક મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં રહે છે . ઈશ્વર પાપકર્મોને માફ કરી દેશે તેવી લાલચ આપી જે વિષાણુંઓ ધર્માંતરણમાં સક્રિય ભૂમિકા ભજવે છે તેઓ વાસ્તવમાં પોતાને અને બીજાઓને મુર્ખ બનાવે છે . કારણ કે માનીલો કે કોઈ વ્યક્તિને ડાયાબીટીસ છે . તો શું તેના આ રોગનો ઉપચાર માત્ર “સોરી” કહે વાથી થઇ જશે? જયારે શારીરિક રોગનો ઉપચાર માત્ર “સોરી” કહે વાથી થતો નથી તો મન કે જે સંસારનું અતિ જટિલ તંત્ર છે તેનો ઉપચાર માત્ર “સોરી” કહે વાથી કંઈ રીતે થઇ શકે ? વાસ્તવમાં આવી વિચારસરણી અને સિદ્ધાંતોમાં એક દેખીતો દોષ છે . તેઓ માત્ર એક જ જન્મમાં માને છે અને પુનઃજન્મમાં માનતા નથી. આથી તેઓ લોકોને આકર્ષવા માટે આ જ જન્મમાં ઈશ્વર સુધી જલ્દી પહોચવા માટે ના ખોટા નુસ્ખાઓ વાપરે છે . વૈદિક દર્શન અત્યંત સહજ, વૈજ્ઞાનિક, વાસ્તવિકાને અનુરૂપ અને તર્ક સંગત છે . વૈદિક દર્શનમાં એવું કોઈ નર્ક નથી કે જ્યાં માતા સમાન પ્રેમાળ અને દયાળુ ઈશ્વર તમને હંમેશને માટે નર્ક ની આગમાં બળવા માટે નાંખી દે. આ ઉપરાંત, જીવોની સત્કર્મ અને પુરુષાર્થ દ્વારા યોગ્યતા વધારી આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં વૈદિક ઈશ્વર ક્યારે ય અવરોધ બનતો નથી. આનાથી વધુ સંતોષજનક બીજુ ં શું હોય શકે ? (૧) ખોટા પ્રમાણપત્ર દ્વારા મેળવેલો પહે લો નંબર? કે જ્યાં આપણને ખબર છે કે પરિશ્રમ ન કર્યો હોવાથી વાસ્તવમાં આપણને શૂન્ય જ મળ્યો છે . કે પછી (૨) સખત પરિશ્રમથી મેળવેલો પહે લો નંબર? કે જ્યાં આપણને ખબર છે કે વિષયના નિષ્ણાંત બનવા માટે આપણે બનતો બધો જ પ્રયત્ન કરી ચુક્યાં છીએ. આમ વેદોમાં ઈશ્વર પ્રાપ્તિનો (પરમાનંદ કે મોક્ષ) કોઈ લાંબો કે ટૂં કો માર્ગ 21

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

નથી. પુરુષાર્થ દ્વારા સત્યને ધારણ કરી અસત્યનો પરિત્યાગ કરતાં રહે વું એ જ એક માત્ર માર્ગ સાચો માર્ગ છે ! પુરુષાર્થ કરી સત્યના માર્ગ (વૈદિક સિદ્ધાંતો) પર ચાલવાથી આપણને જે વિશુદ્ધ આનંદ મળી શકે છે તે આનંદની તો કલ્પના ભ્રમણાઓ અને વહે મો પેદા કરનારા બીજા ટૂં કા માર્ગો પર ચાલવાથી કરી શકાતી નથી. પ્રશ્ન: ઈશ્વર સાકાર છે કે નિરાકાર? વેદમાં ઈશ્વરને નિરાકાર કહ્યો છે . પણ તર્ક અને સામાન્ય બુદ્ધિના પ્રયોગથી પણ આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે ઈશ્વર નિરાકાર છે . આકારવાળી કોઈપણ વસ્તુની કોઈ ને કોઈ પરિસીમા હોય છે . આથી જો ઈશ્વરને આકાર હોય તો ઈશ્વર તેના આકારની પરિસીમાની બહાર ન હોય શકે . એટલે કે ઈશ્વર સીમિત બની જાય. અને જો આકારને કારણે ઈશ્વર સીમિત બની જતો હોય તો પછી ઈશ્વર સર્વવ્યાપી ન હોય શકે ! જો ઈશ્વર શુક્ષ્મ ન રહી સ્થૂળ હોય તો જ ઈશ્વરના આકારને જોવો સંભવ બને. પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો, જે પદાર્થ પરથી પ્રકાશના તરંગો પરાવર્તિત ન થતા હોય તે પદાર્થને જોવો સંભવ નથી. વેદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઈશ્વર સૂક્ષ્મત્તમ છે અને સર્વ જગતમાં કોઈપણ અવકાશ વિના વ્યાપક છે . (યજુર્વેદ ૪૦.૮) આથી ઈશ્વર સાકાર ન હોય શકે . જો ઈશ્વર સાકાર હોય તો એનો અર્થે એ થાય કે ઈશ્વરના આકારનું કોઈએ સર્જન કર્યું હોવું જોઈએ. પણ તે શક્ય નથી. કારણ કે ઈશ્વરે સર્વનું સર્જન કર્યું છે તો પછી ઈશ્વરનો કોઈ સર્જક કે વી રીતે હોય શકે ? હવે જો એમ માની લઈએ કે ઈશ્વરે પોતે જ પોતાના આકારનું સર્જન કર્યું છે , તો એનો અર્થ એ થાય કે ઈશ્વર અગાઉ નિરાકાર હતો! જો તમે એમ કહો કે ઈશ્વરને સાકાર અને નિરાકાર બંને છે , તો એ શક્ય નથી. કારણ કે આ બે પરસ્પર વિરોધી ગુણ કોઈ એક જ પદાર્થમાં ન હોય શકે ! જો તમે કહો કે ઈશ્વર સમયાંતરે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે , તો પહે લાં તમે સ્પષ્ટ કરો કે કોનું દિવ્ય સ્વરૂપ? માનીલો કે ઈશ્વર મનુષ્યરૂપી દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે . તો પછી તમે ઈશ્વરીય પરમાણુઓની અને અનીશ્વરીય પરમાણુઓની સીમા કે વી રીતે નક્કી કરશો? હવે જયારે ઈશ્વર સર્વત્ર એક સમાન રીતે વ્યાપેલો છે તો પછી તમે મનુષ્યરૂપી ઈશ્વરને બાકીના સંસારથી કે વી રીતે અલગ પાડશો? અને જો ઈશ્વર સર્વત્ર એકરસ રીતે વ્યાપેલો હોય તો પછી આપણે સીમાઓ જોઈ જ કે વી રીતે શકીએ? 22

સંજીવ નેવર

આપણું આ મનુષ્ય શરીર વાસ્તવમાં દ્રવ્ય અને ઉર્જાનું શ્રુષ્ટિ સાથે નિરંતર ચાલતું વિનિમય છે . મનુષ્યશરીરના પરમાણુઓને સંસારના પરમાણુઓથી અલગ પાડવા શક્ય નથી. આથી માનવીય-ઈશ્વર શરીરને પણ અલગ પાડવું અશક્ય છે . ઉદાહરણ તરીકે , શું માનવીય-ઈશ્વર શરીરમાનાં થૂંક, મળ-મૂત્ર અને પરસેવો પણ દિવ્ય હશે? વેદોમાં ક્યાંય ઈશ્વરના સાકાર હોવાની વાત નથી. આ ઉપરાંત ઈશ્વર માટે એવું પણ કોઈ કાર્ય નથી કે જેના માટે ઈશ્વરે આકાર ધારણ કરવો પડે ! પ્રશ્ન: તો શું એનો અર્થ એ થાય કે શ્રીરામ અને શ્રીકૃ ષ્ણ ઈશ્વર નથી? જેને આપણે ઈશ્વરના સ્વરૂપ માનીએ છીએ તે શ્રીરામ અને શ્રીકૃ ષ્ણ વાસ્તવમાં ઈશ્વરના સ્વરૂપ નથી. કારણ કે ઈશ્વર નિરાકાર હોવાથી તેનું સ્વરૂપ હોતું નથી. આ મહાપુરુષો ઈશ્વર ભક્તિ અને પવિત્ર મનના ઉચ્ચત્તમ ઉદાહરણ હતા. તેઓ ઈશ્વર અને ઈશ્વરીય જ્ઞાન વેદની પ્રેરણાથી પ્રેરિત થઇ, કર્મ કરી, એટલી સિદ્ધિ મેળવી લીધી હતી કે તે સમયના સામાન્ય લોકોની દ્રષ્ટિમાં તેઓ ઈશ્વર સમાન બની ચુક્યા હતા. પણ વેદમાં ઈશ્વર સિવાય અન્ય કોઈપણની ઉપાસના કરવાનો નિષેધ છે . માત્ર ઈશ્વર જ ઉપાસ્ય દેવ છે . આથી આ મહાપુરુષોની પૂજા કરવાને બદલે, આપણે આપણાં જીવનમાં તેમના આદર્શોનું અનુકરણ કરવું જોઈએ. જેમે કે આપણે શ્રીરામની જેમ મર્યાદાપુરષોત્તમ અને શ્રીકૃ ષ્ણની જેમ યોગેશ્વર નબવું જોઈએ. અને જો આપણે આમ ન કરીએ તો આ સિવાયની બધી જ પૂજા પદ્ધતિઓ અને કર્મકાંડ વ્યર્થ છે . જો ઈશ્વર વાસ્તમાં અવતાર લેતો હોત અને અને આ ઈશ્વરીય અવતારની પૂજા કરવા માત્રથી જ મુક્તિનો માર્ગ ખુલ્લો થઇ જતો હોત તો વેદમાં આ વિષય પર જરૂરથી વિસ્તૃત વર્ણન હોત. પણ વેદમાં અવતારવાદનો સંકેત પણ નથી. પ્રશ્ન: તો શું આનો અર્થ એ થયો કે બધાં મંદિરો અને રામ, કૃ ષ્ણ, દુર્ગા, લક્ષ્મી વગેરેની પૂજા વ્યર્થ છે ? આને સમજવા માટે ઉદાહરણ તરીકે દૂર કોઈ ગામડામાં રહતી એક એવી માતાને જોઈએ કે જેના પુત્રને સાપ કરડી ગયો છે . તે નિસહાય માતા તેના બાળકનો જીવ બચાવવા માટે ઝાડ-ફં ૂ ક કરતાં કોઈ તાંત્રિકની પાસે જવા દોટ મુકે છે . તો શું આ માતા સાચું કરી રહી છે કે ખોટું ?

23

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

મોટાભાગના ઈશ્વરભક્તો, ભલે પછી તે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈ અન્ય ધર્મના હોય, આ જ પ્રકારના હોય છે . તેમની ભાવનાઓ સાચી છે અને સન્માનને પાત્ર છે . પણ અજ્ઞાનતાને કારણે તેઓ ઈશ્વરભક્તિનો ખોટો માર્ગ અપનાવે છે . તેઓની આ ચેષ્ટા એ વાતનું પ્રમાણ આપે છે કે ભલેને હિન્દુઓ વેદોને સર્વોત્તમ માને, પણ આજના સમયમાં ભાગ્યેજ કોઈ વેદોને જાણે છે . પૂર્વવર્તી મહાપુરુષો પ્રતિ કૃ તજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે તેઓના દિવ્યગુણોને જીવનમાં આત્મસાત્ કરી તે પ્રમાણેના ઉત્કૃષ્ટ કર્મો કરતાં રહે વું. ઉદાહરણ તરીકે , અત્યારે રાષ્ટ્ર ભરમાં દરે ક સ્થાને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ હાજર છે . પણ જો આપણે સંગઠિત થઈ ને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ પર વિજય મેળવીએ તો તે રામ, કૃ ષ્ણ, દુર્ગા, હનુમાન વગેરેને આપણી સાચી શ્રન્ધાંજલિ હશે! હું મારા જીવનમાં હનુમાનજીનો ભક્ત રહ્યો છું. મારી પાસે હનુમાનજી પ્રતિ કૃ તજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે હું મારું ઉચ્ચ ચરિત્ર જાળવી રાખું છું અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા માટે મારા શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવા સદૈવ પ્રયત્નશીલ રહું . જો આપણું શરીર નબળું અને પેટ મોટું અને મેદવાળું થઇ ગયું હોય અને આપણે આવાં રોગી શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન ન કરતાં હોઈએ તો હનુમાન ભક્તિનું નાટક કરવાનો શો અર્થ? જોકે ઈશ્વરભક્તિ પાછળની ભાવના સન્માનને પાત્ર છે અને કોઈપણ સંપ્રદાયના ઈશ્વરભક્તિની પવિત્ર ભાવનાઓ સામે હું નતમસ્તક છું, પણ તેમ છતાં અમારી કામના તો એ જ છે કે રામ અને કૃ ષ્ણએ પોતાના જીવનમાં ઈશ્વરભક્તિનો જે માર્ગ અપનાવ્યો હતો તે માર્ગ પર દરે ક ઈશ્વરભક્ત ચાલે! પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિમાન છે કે નહીં? હા ઈશ્વર સર્વશક્તિમાન છે . પણ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો એ અર્થ નથી કે ઈશ્વર જે ઈચ્છે તે મનફાવે કરતો રહે છે . પોતાની ઈચ્છાથી કાંઈપણ કરતાં રહે વું એ તો અનુસાશનહીનતાનું સુચન છે . આથી જો ઈશ્વર અનુસાશનહીનતા આચરે તો તે પરિપૂર્ણ અને ન્યાયી ન રહે . તેનાથી વિરુદ્ધ, ઈશ્વર સૌથી વધારે અનુસાશનપૂર્ણ છે . અહીં સર્વશક્તિમાનનો અર્થ એ થાય છે કે ઈશ્વર પોતાનું કામ એટલે કે , શ્રુષ્ટિની ઉત્પત્તિ, શ્રુષ્ટિનું પાલન, પ્રલય, વેદ જ્ઞાનનો પ્રકાશ અને સર્વ જીવોના પાપ-પુણ્યની યથાયોગ્ય વ્યવસ્થા, કરવામાં કદાપી કોઈપણની સહાયતા

24

સંજીવ નેવર

લેતો નથી. એટલે કે ઈશ્વર પોતાના અનંત સામર્થ્યથી જ પોતાનું બધું કામ પૂર્ણ કરી લે છે . પ્રશ્ન: શું ઈશ્વર આદિ છે કે અનાદિ? એટલે કે ઈશ્વરનો કોઈ આરંભ છે કે નહીં? ઈશ્વર અનાદિ છે . ઈશ્વરનો કોઈ આરંભ કે અંત નથી. એવો કોઈ સમય ન હતો કે જ્યારે ઈશ્વર ન હતો, અને એવો કોઈ સમય નહીં આવે કે જ્યારે ઈશ્વર નહીં હોય. ઈશ્વર હંમેશાથી હતો અને હંમેશા રહે શે. વધુમાં, ઈશ્વરના સર્વ ગુણો સર્વકાળે એક સમાન જ રહે છે . જીવાત્મા અને મૂળ પ્રકૃ તિ પણ ઈશ્વરની જેમ જ અનાદિ છે . પ્રશ્ન: ઈશ્વર શું ચાહે છે ? ઈશ્વર સર્વ જીવોનું કલ્યાણ ચાહે છે . ઈશ્વર ઈચ્છે છે સર્વ જીવ પોતાની યોગ્યતાને આધારે શ્રેષ્ઠત્તમ કર્મો કરી સુખ અને આનંદ પ્રાપ્ત કરે . પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ? એ વાત સાચી છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરે ક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ફળ તો ભોગવવું જ પડે છે . ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ થતો નથી. માત્ર આળસુ અને છે તરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવાં અનૈતિક માધ્યમનો સહારો લે છે . ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે , જેમ કે : • ઈશ્વર અને તેના દ્વારા રચાયેલ શ્રુષ્ટિને વધુ સારી રીતે સમજી શકાય છે . • ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે . • મનની શુદ્ધિ થાય છે . મન શુદ્ધ થવાથી આપણે “આત્માનો અવાજ” વધુ સ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ

25

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

માર્ગદર્શન મેળવી શકીએ છીએ. • આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે . આત્મબળ મળે છે અને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ. • અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં આપણે સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ. ધ્યાન રાખો કે પૂજાનો અર્થ યાંત્રિક મંત્રોચ્ચારણ કરવાનો કે મનને વિચારશૂન્ય કરવું એવો નથી. ઈશ્વરની પૂજા એ તો જ્ઞાન, કર્મ અને ઉપાસના દ્વારા જ્ઞાનને આત્મસાત કરવાની ક્રિયાત્મક રીત છે . પ્રશ્ન: ઈશ્વરને કોઈ અંગ કે ઇન્દ્રિયો નથી તો ઈશ્વર પોતાના સર્વ કાર્ય કે વી રીતે કરે છે ? ઈશ્વર બધા કામ પોતાના સામર્થ્યથી કરે છે . પરમેશ્વરના હાથ નથી, પણ પોતાના શક્તિરૂપી હાથથી સર્વનું રચન અને ગ્રહણ કરે છે . છે .

ઈશ્વરને પગ નથી, પણ ઈશ્વર સર્વવ્યાપક હોવાથી સર્વથી અધિક વેગવાન

ઈશ્વરને આંખ નથી, પણ ઈશ્વરની આંખો આકાશમાં પ્રત્યેક બિંદુમાં હોવાથી ઈશ્વર સર્વને યથાવત જુ એ છે . ઈશ્વરને કાન નથી, પણ ઈશ્વર સર્વવ્યાપી હોવાથી સર્વને સંભાળે છે . ઈશ્વરને અંતઃકરણ નથી પણ તે સર્વજ્ઞ હોવાથી સર્વેને જાણે છે . આ શ્લોક ઉપનિષદમાં આવે છે . ઇશોપનિષદ પણ આનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે . પ્રશ્ન: શું ઈશ્વરને તેની સીમાઓનું જ્ઞાન છે ? ઈશ્વર સર્વજ્ઞ હોવાથી બધું જ જાણે છે . એનો અર્થ એ થયો કે ઈશ્વર જે સત્ય છે તે બધું જ જાણે છે . ઈશ્વર અસીમિત છે તે સત્ય છે આથી ઈશ્વર જાણે છે કે તે અસીમિત છે . આથી ઈશ્વર તેની સીમા જાણવાનો પ્રયત્ન કરે જ નહીં. અને જો કરે તો ઈશ્વર અજ્ઞાની પુરવાર થાય!

26

સંજીવ નેવર

પ્રશ્ન: ઈશ્વર સગુણ છે કે નિર્ગુણછે ? બંને! જે ગુણોથી સહીત છે તે સગુણ, અને જે ગુણોથી રહિત છે તે નિર્ગુણ કહે વાય છે . પોતપોતાના સ્વાભાવિક ગુણથી સહીત, અને બીજા વિરોધીના ગુણોથી રહિત હોવાથી દરે ક પદાર્થ સગુણ અને નિર્ગુણ છે . પરમેશ્વરમાં દયા, ન્યાય, અનંત જ્ઞાન, અનંત બળ, સર્જક, પાલનહાર જેવા ગુણો હોવાથી સગુણ છે . પરમેશ્વરમાં જડતા, ક્રોધ, મૂર્ખતા, જન્મ, મૃત્યુ જેવા દોષો ન હોવાથી તે નિર્ગુણ છે . પ્રશ્ન: કે ટલાંક વિદ્વાનો એવું કહે છે કે ઈશ્વર કર્મ કરતો નથી અને તેનાં કોઈ ગુણ કે લાક્ષણીકતાઓ પણ નથી. જે કંઈપણ થઇ રહ્યું છે તેને ઈશ્વર ખાલી જોતો જ રહે છે અને શ્રુષ્ટિનું સંચાલન ઈશ્વરે ઘડે લા નિયમો પ્રમાણે આપમેળે જ થતું રહે છે . ઈશ્વર નિષ્ક્રિય નથી. ઉલટાનું પરમાત્મા અનંત દિવ્યગુણોનો સ્વામી છે અને પરમાત્માને તુલ્ય કે પરમાત્માથી અધિક કાર્યશીલ બીજી કોઈ સત્તા નથી. પણ ઈશ્વરની ક્રિયાશીલતાનો અર્થ સ્વયં ઈશ્વરમાં પરિવર્તન આવતું રહે વું એવો થતો નથી. પરમાત્માની કાર્યશીલતાનો અર્થ તે બધી જ ક્રિયાઓનો સ્ત્રોત છે એવો થાય છે . ઈશ્વર કોઈપણ પ્રકારની ત્રુટી કે ખામી વગર પરિપૂર્ણતાથી નિરંતર ક્રિયાઓ કરતો રહે છે તેને આપણે “નિયમ” તરીકે જાણીએ છીએ. ઈશ્વર પરિપૂર્ણ હોવાથી તેની ક્રિયાઓ પણ પરિપૂર્ણ છે . અને આથી તેની કે ટલીક ક્રિયાઓને આપણે ગણિતીય સૂત્રોમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ. જ્યારે ઈશ્વરની નિરંતર ત્રુટી રહિતની પરિપૂર્ણ ક્રિયાઓને આપણે જોઈ તો શકીએ છીએ પણ આ ક્રિયાઓ કે વી રીતે થાય છે તે સમજી શકતા નથી, ત્યારે આપણે એ ક્રિયાઓને “નિયમ” તરીકે સ્વીકારી લઈએ છીએ. જેમ કે જન્મથી જ આંધળું અને બહે રું બાળક જ્યારે -જ્યારે રડે છે ત્યારે -ત્યારે તેની માતા નિયમિતપણે તે બાળકને ભોજન આપતી રહે છે . આથી તે બાળક એવું માની લે છે કે જયારે હું રડીશ ત્યારે મને ભોજન મળશે એ એક “નિયમ” છે ! કારણ વગર કોઈ કાર્ય થતું નથી. ઈશ્વર એ અંતિમ કારણ છે . ઈશ્વરનું કોઈ કારણ નથી. શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૮: પરમાત્માને પોતાનું કાર્ય કરવા માટે કોઈ સાધન કે સહાયની આવશ્યકતા નથી. પરમાત્માને તુલ્ય, પરમાત્માથી 27

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અધિક કે પરમાત્માથી ઉત્તમ બીજી કોઈ સત્તા નથી. ઈશ્વર સર્વશક્તિમાન છે . એટલે કે ઈશ્વરમાં અનંતબળ, અનંતજ્ઞાન અને અનંતક્રિયા છે . જો ઈશ્વર નિષ્ક્રિય હોત, તો તે જગતની ઉત્પત્તિ, સ્થિત અને પ્રલય ન કરી શકત. આમ ઈશ્વર ચેતન, સર્વવ્યાપી અને સર્વાધિક કાર્યશીલ છે . ઈશ્વર જે સ્થાને અને જે સમયે જે ક્રિયા કરવી ઉચિત હોય તે જ ક્રિયા કરે છે . ન વધારે કે ઓછી. કારણ કે ઈશ્વર પરિપૂર્ણ છે ! પ્રશ્ન: શું ઈશ્વર અવતાર લે છે કે નહીં? ના. કારણ કે વેદનું વચન છે કે ઈશ્વર નિરાકાર, અજન્મા અને અવિકારી છે . વેદો કહે છે કે ઈશ્વર તેની અપરિવર્તનશીલ ઓળખ જાળવી રાખી તેના દરે ક કાર્ય કરવા માટે દરે ક સમયે સક્ષમ છે . યજુર્વેદ ૩૪.૫૩ તે અજન્મા છે અને એકધારી ઓળખ જાળવી રાખે છે . યજુર્વેદ ૪૦.૮ તે અખંડ, નિરાકાર, શારીરિક અવસ્થા વગરનો, અવકાશ વગરનો અને અપરિવર્તનશીલ છે . પ્રશ્ન: શ્રી કૃ ષ્ણ જેવા ઈશ્વરના અવતાર વિષે તમારું શું? શ્રી કૃ ષ્ણએ ગીતા ૪.૭માં કહે છે કે જયારે જયારે ધર્મનો નાશ થશે અને અધર્મ વધશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતરીશ.

ચારે ય વેદોમાંનો એકપણ મંત્ર એવું કહે તો નથી કે ઈશ્વર અવતાર લે છે . માત્ર વેદો જ સર્વોપરી ગ્રંથો અને અંતિમ પ્રમાણ છે . આથી ગીતાનું અર્થઘટન ત્યાં સુધી જ સાચું માનવું જોઈએ કે જ્યાં સુધી તે વેદ સાથે એકમત છે . શ્રી કૃ ષ્ણ એક ઉત્તમ અને આદર્શ યોગી હતા. આથી આપણે શ્રીકૃ ષ્ણને યોગેશ્વર પણ કહીએ છીએ. ધર્મની રક્ષા કરવી અને અધર્મનો નાશ કરવો એ જ સાચા યોગીનું જીવન લક્ષ્ય હોય છે . નિ:સ્વાર્થપણું પણ આવાં યોગી મહાપુરુષોનો સહજ ગુણ હોય છે . આથી ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃ ષ્ણ વારંવાર જન્મ લેવા માંગતા હતા. આથી જ શ્રી કૃ ષ્ણ અમારા આદર્શ છે અને અમે કૃ ષ્ણના આવાં મહાન વિચારો સામે નતમસ્તક છીએ.

28

સંજીવ નેવર

પ્રશ્ન: પણ ઈશ્વરને તો રાવણ અને કંસ જેવા દૂરાચારીઓનો નાશ કરવા માટે અવતાર લેવો પડે છે . સર્વશક્તિમાન ઈશ્વર માટે વૈદિક સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી જન્મ લેવો એ કોઈ મોટી વાત નથી. જે ઈશ્વર સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે અને દરે ક જીવાત્માનું કર્મચક્ર ચલાવી શકે તે ઈશ્વરને આવાં સાધારણ કામ માટે શા માટે જન્મ લેવો પડે ? આમેય ઇશ્વર તો પહે લેથી જ રાવણ અને કંસમાં રહે લો છે અને તેમના દરે ક કાર્યનું નિયંત્રણ કરે છે . જયારે પણ ખરો સમય આવે ત્યારે ઈશ્વર તેમનો સરળતાથી નાશ કરી શકે છે . પ્રશ્ન: ઈશ્વર આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કરવા માટે અવતાર લે છે . આ વાત પણ ખોટી છે . કારણ કે આ શ્રુષ્ટિ અને જીવાત્મોનું શ્રેષ્ઠત્તમ રીતે સંચાલન કરીને ઈશ્વર પહલેથી જ આદર્શ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યો છે . આનાથી વધારે મહાન અને ઉત્તમ દ્રષ્ટાંત બીજુ ં કયું હોય શકે ? ઈશ્વર ભક્તો આના પરથી જ ઈશ્વરની મહાનતાની સમજ મેળવી લે છે . ઈશ્વર આપણને “આત્માના અવાજ” દ્વારા માર્ગદર્શન આપતો રહે છે . આ ઉપરાંત ઈશ્વર-પ્રેરિત એવા રામ અને શ્રીકૃ ષ્ણ જેવા દ્દષ્ટાંતરૂપ મહાપુરુષોના કર્મો આપણાં માટે વધુ માર્ગદર્શનરૂપ બને છે . ઈશ્વર ભુખ, તરસ, પીડા, સુખ, અજ્ઞાનતા, કર્મોના ફળ, જીવન, મૃત્યુ જેવી મર્યાદાઓથી પરે છે . જો તમે આવાં અવતારોની કથા વાંચશો, તો તમને ખ્યાલ આવી જશે કે આવાં અવતારો પર પણ એવી વૃત્તિઓની અસર થઇ હતી કે જેવી વૃત્તિઓ ખાલી જીવાત્માને જ અસર કરી શકે છે અને ઈશ્વરને નહીં. એવું માની લેવું કે ઈશ્વર પર પણ આવી નશ્વર વૃત્તિઓની અસર થાય છે તો આતો પરિપૂર્ણ અને સર્વશક્તિમાન ઈશ્વર અપમાન થયું ગણાય. પ્રશ્ન: કોઈ એવું કહે કે ઈશ્વર પર આવી નશ્વર વૃત્તિઓની અસર થતી નથી પણ ઈશ્વર મનુષ્ય સ્વરૂપમાં છે તે સાબિત કરવા માટે આવી વૃત્તિઓની અસર થવાનો ડોળ કરે છે ? આમ માનવું એ પણ ઈશ્વરનું અપમાન છે . કારણ કે ઈશ્વર પોતે જ સત્ય છે . તે કોઈ નાટકીય કલાકાર નથી કે ડોળ કરતો ફરે . ઉલટાનું, ઈશ્વર સત્ય હોવાથી તે આપણને ઢોંગથી (અસત્યથી) સત્ય તરફ દોરે છે .

29

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

હવે જો આપણે એવું માની લઈએ કે રામ અને કૃ ષ્ણ સ્વયં ઈશ્વર જ હતા, તો તેઓ એ તેમના જીવનમાં કોઈ મહાન સિદ્ધિ મેળવી ન કહે વાય. કારણ કે જે ઈશ્વર સમગ્ર શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે છે , તે ઈશ્વર માટે પૃથ્વી જેવા નાના ગ્રહ પરના કોઈ એક સામાન્ય મનુષ્યની હત્યા કરવી, અને એ પણ આટલી બધી પીડા, યાતના અને અસફળતાનો સામનો કર્યા બાદ, એ તો વાસ્તવમાં ઈશ્વર શક્તિની મશ્કરી કરી કહે વાય. પ્રશ્ન: તો રામ અને કૃ ષ્ણ વાસ્તવમાં કોણ હતા? રામ અને શ્રી કૃ ષ્ણને ઈશ્વર-પ્રેરિત શ્રેષ્ઠ મહાપુરુષો હતા. તેમણે જે સિદ્ધિ મેળવી હતી તે શ્રેષ્ઠ હતી અને આથી તેઓ આપણાં બધા માટે આદર્શ અને દ્રષ્ટાંતરૂપ છે . આપણે આપણું જીવન અને ચરિત્ર ઈશ્વરના સાચા ભક્તની જેમ કે વી રીતે ઘડવું જોઈએ તેના રામ અને કૃ ષ્ણ આદર્શ દ્રષ્ટાંતો છે . પ્રશ્ન: પણ ઈશ્વર અવતાર લે છે તે માની લેવામાં ખોટું શું છે ? વેદોમાં અવતારવાદને કોઈ સ્થાન નથી. ઈશ્વરના અવતારની ધારણા ઘણી નવી છે . અને જ્યારથી આપણે ઈશ્વર અવતાર લે છે તેમ માની બેઠા છે ત્યારથી આપણો સમાજ અને દેશ વધુ અને વધુ નબળો બનતો ગયો છે . વિશ્વગુરુ અને વિશ્વશાસકમાંથી આપણે એવા નીચા સ્તરે આવી ગયા કે જ્યાં હવે આપણને આપણાં જ દેશમાં પુરતા હક મળતા નથી. એ ખુબ જ શરમજનક વાત છે કે આપણે આ કાલ્પનિક ઈશ્વરીય અવતારોની પૂજા પાછળ કરોડો રૂપિયા વેડફીએ છીએ. પણ જેને આપણે ઈશ્વરના અવતાર ગણીયે છીએ એવા રામ અને કૃ ષ્ણ જેવા શ્રેષ્ઠ દ્રષ્ટાંતોને અનુસરીને ઈશ્વરની ખરી પૂજા કરવા માટે આપણે આપણી સાધન-સંપત્તિ અને ક્રિયાશક્તિ એકત્રિત કરતાં નથી. આથી જ આપણી ભાવના સારી હોવાં છતાં અને ઈશ્વર માટે સાચો પ્રેમ હોવાં છતાં આપણી ચારે બાજુ ઝનૂની ધાર્મિક સંપ્રદાયોના આક્રમણો થતા રહે છે . આપણે જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા, લૈંગિક ભેદભાવ, ભ્રષ્ટાચાર અને હિન્દુઓનું ધર્માંતરણ જેવી ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. આપણે અનૈતિકતાને પ્રસરતા રોકી શકતા નથી. ઉલટાનું, આ બધી ગંભીર સમસ્યાઓની સામે લડવાને બદલે આપણે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી શક્તિ અને સામર્થ્યને બિનજરૂરી પ્રવૃતિઓ પાછળ વેડફતા રહીએ છીએ.

30

સંજીવ નેવર

પ્રશ્ન: તપ પછી રામ, કૃ ષ્ણ, હનુમાન વગેરેને મહાપુરુષોને સન્માન કે વી રીતે આપી શકાય? રામ, કૃ ષ્ણ, હનુમાન વગેરેના ગણવાથી ગાવાથી, તેમના પર દૂધ, ફૂલ, પાણી વગેરે મુકવાથી અને તેમનું અભિવાદન કરતાં ગીતો ગાવાથી તેઓને આપણે સાચું સન્માન નહીં આપી શકીએ. પણ તેઓએ પોતાના જીવનમાં જેવા ઉત્તમ કર્મો કર્યા હતા તેવા કર્મો કરવાથી જ આપણે તેમને સાચું સન્માન આપી શકીશું. જેમ કે કસરત કરી શારીરિક શક્તિ વધારવાથી, શિસ્તબદ્ધ દિનચર્યા રાખવાથી, ધ્યાન અને ચિંતન કરવાથી, ઉચ્ચ ચરિત્ર જાળવી રાખવાથી, જ્ઞાનમાં વૃધ્ધિ કરવાથી, સાચો ધર્મ (વૈદિક ધર્મ) શું છે તે સમજવાથી, આપણી આજુ બાજુ ના રાવણ અને કંસ સામે લડવાથી, માતા સમાન સ્ત્રીના માનનું રક્ષણ કરવાથી અને ખરું રામ રાજ્ય સ્થાપિત કરવાથી આપણે આ મહાપુરુષોને ખરું સન્માન આપી શકીશું. આ જ ઈશ્વરની સાચી પૂજા છે અને આના માટે બીજો કોઈ ટૂં કો રસ્તો નથી. જે ધાર્મિક સંસ્થાઓ અને પંથો જોરશોરથી અવતારવાદનો બચાવ કરે છે તેઓને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ મુસલમાનો અને ઈસાઈઓ સાથે ચર્ચામાં ઉતરી તેમનો ચપળતાથી સામનો કરી સાચા દ્રષ્ટાંતો સ્થાપિત કરે . તેઓ ધર્મના બચાવના નામે મંદિરોમાં જે કરોડો રૂપિયા દાનરૂપે મેળવે છે તેમાંનો કે ટલોક ભાગ દલિતો અને અછૂતોના ઉત્થાન માટે , સાચા ધર્મ પરિવર્તનની ચળવળો પાછળ અને શુદ્ધિ આંદોલન જેવા મોટા કાર્યક્રમોના આયોજન પાછળ ખર્ચી રામ અને કૃ ષ્ણના સાચા અનુયાયીઓ બને. આદિ શંકરાચાર્યે પરા-પૂજામાં લખ્યું છે કે : આપણે આ સર્વવ્યાપી ઈશ્વરનું કે વી રીતે આહવાન કે વિસર્જન કરી શકીએ? એ ઈશ્વર માટે આસન કે સ્થાનની શું જરૂર છે કે જેણે પેહલેથી જ આપણને બધાને ધારણ કરી રાખ્યા છે ? જે ઈશ્વર શુદ્ધ છે તેના ચરણો અને મુખ પાણીથી ધોવાનો શો અર્થ? આપણે તેને કે વી રીતે સ્નાન કરાવી શકીએ? જયારે આખું બ્રહ્માંડ ઈશ્વરમાં છે , તો પછી આપણે તેને વસ્ત્રો કે વી રીતે પહે રાવી શકીએ? જે ઈશ્વર જાતિ અને વર્ણોથી પરે છે તે ઈશ્વરને આપણે જનોઈ કે વી રીતે પહે રાવી શકીએ? જે ઈશ્વર અખંડ, સર્વવ્યાપી, સર્વજ્ઞાની, સર્વશક્તિવાન, નિરાકાર, એક અને માત્ર એક જ છે , તે ઈશ્વરના શારીરિક સ્વરૂપની પૂજા કે વી રીતે કરી શકાય?

31

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: તો ઈશ્વર અવતાર લેવાને બદલે તેના કોઈ દેવદૂતને મોકલે છે . ખરું ને? દેવદૂતમાં માનવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે . ઉદાહરણ તરીકે , મુસ્લિમો માને છે કે અલ્લાહ સર્વશક્તિવાન છે . પણ અલ્લાહના દેવદૂત મોહમંદમાં માનવા સિવાય તેમને છુટકો નથી. આનો અર્થ એ થાય કે અલ્લાહ બધા જીવોને સીધું માર્ગદર્શન આપવા સક્ષમ ન હોવાથી અલ્લાહને પયગંબર જેવા કોઈ મારફતીયાની જરૂર પડે છે . હવે આપણે એ જોઈએ કે મુસ્લિમ અને ઈસાઈ ધર્મનો ઈશ્વર દેવદૂત દ્વારા જે કર્યો કરે છે તે કે ટલા ખામીભર્યા હોય છે . જીજસ એક દેવદૂત મનાય છે . પણ તે એક બાઈબલ પણ બરાબર લખી શકતો નથી. તેણે જે કંઈપણ કર્યું છે તે નિરર્થક છે કારણ કે મૂળ બાઈબલનું અસ્તિત્વ જ નથી. આ જ રીતે મોહમંદ પણ અલ્લાહનો દેવદૂત મનાય છે . પણ તે તેના જીવનકાળ દરમિયાન એક કુ રાન પણ વ્યવસ્થિત રીતે લખી શક્યો નથી. તેને એ પણ ખબર ન હતી કે આ પુસ્તક “કુ રાન” કહે વાશે. કુ રાનનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી ખુબ જ વિવાદાસ્પદ રીતે થયું હતું. આજે જૂ નામાં જૂ ની કુ રાન ૩૦૦ વર્ષ જૂ ની છે અને તે એ કુ રાનની નકલ છે કે જેનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી થયું હતું. દેવદૂતમાં માનતા પાખંડી ધર્મ સંપ્રદાયો આવાં જ બધા રસ્તાઓનો અપનાવે છે . પણ વૈદિક ઈશ્વર ખરે ખર સર્વશક્તિવાન છે . આથી તે કોઈપણ પ્રકારના દેવદૂતની મદદ લીધા સિવાય દરે ક જીવાત્મા સાથે સીધો જ સંબંધ સ્થાપે છે . તેણે વેદોનું જ્ઞાન માનવજાતિના ઉત્પત્તિ સમયથી જ આપ્યું હતું અને ત્યારથી આપણને તે નિરંતર માર્ગદર્શન આપી જ રહ્યો છે . વેદો, કે જે સૌથી પ્રાચીન ગ્રંથો છે , તેને સુરક્ષિત રાખવા માટે ઈશ્વરે આપણને પ્રેરણા આપી છે . જો આપણને વેદ ગ્રંથો ન મળી શકતા હોય તો પણ ઈશ્વર આપણને “આત્માના અવાજ” દ્વારા સતત માર્ગદર્શન આપતો રહે છે . જેમ માતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે તેમ ઈશ્વર પણ આપણું ઘ્યાન રાખે છે . વૈદિક ઈશ્વર આપણી સર્વત્ર અને આપણી અંદર વસેલો છે . આથી આપણને માર્ગદર્શન આપવા માટે તેને ત્રીજા મારફતીયાની જરૂર પડતી નથી. આથી માત્ર આ સર્વજ્ઞ, સર્વશક્તિવાન, સર્વવ્યાપી, અને ન્યાયકારી ઈશ્વરની જ પૂજા કરવી જોઈએ. આથી બધા જ દેવદૂતો ખોટા છે અને દેવદૂતોમાં માનવું એ ઈશ્વરની કીર્તિનું મોટું અપમાન છે . જો ઈશ્વર/અલ્લાહને આપણે સર્વશક્તિવાન માનતા હોય તો આપણે આ દેવદૂતોને તરત જ નકારવા જોઈએ.

32

સંજીવ નેવર

પ્રશ્ન: શું ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે ? હા, ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે . પણ માત્ર ‘ભવિષ્યના પાપ.’ ઈશ્વરની વૈદિક પૂજા કરવાથી આપણું મન અને બુદ્ધિ શુદ્ધ થાય છે . મન અને બુદ્ધિ શુદ્ધ થવાથી આપણે સાચા ખોટનો નિર્ણય વધુ સ્પષ્ટપણે લઇ શકીએ છીએ. અને તેથી આપણે ભવિષ્યમાં પાપ કર્મ કરતાં અટકીએ છીએ. ઈશ્વર પણ તેના તરફથી એ સુનિશ્ચિત કરે છે કે આ મનશુદ્ધિની પ્રક્રિયા સતત ચાલતી રહે . પણ ભૂતકાળમાં કરે લા પાપને ઈશ્વર ક્યારે ય માફ નથી કરતો. ઈશ્વર આપણાં કોઈ પણ કર્મનો રે કોર્ડ ડીલીટ નથી મારતો. ઈશ્વર આપણાં દરે ક સત્કર્મ અને પાપકર્મનું ફળ તો આપે છે . પણ ઈશ્વર એવું કર્મફળ આપે છે કે એ કર્મફળ આપાણને મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સહાયરૂપ બને. આમ કરવાનું કારણ ઈશ્વરની આપણાં માટે ની નિસ્વાર્થ દયા છે . આથી ઈશ્વરના દરે ક કર્મફળનો આપણે હસતા મોઢે સ્વીકાર કરવો જોઈએ. આમ પોતાના પાપ ઘોવા માટે જે લોકો ખાસ પ્રકારની ધાર્મિક વિધિઓ, વ્રત, તીર્થયાત્રા, હજ કે ગંગા સ્નાન કર્યા કરે છે , એ લોકો વાસ્તવમાં પોતાને જ મૂર્ખ બનાવતા હોય છે . તમે એ જોતા હશો કે દંભી નેતાઓ અને ફિલ્મના કલાકારો ઈશ્વરની ‘કંઈક વધારે જ નજીક’ જોવા મળે છે . આથી કોઈપણ હલકા સ્તરની ફિલ્મ કોઈ દેવતાના ફોટાથી કે કોઈ ધાર્મિક શ્લોકથી શરુ થતી હોય છે . આવાં લોકો મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે અને મંદિર કે મસ્જિદના વારંવાર આટા મારતા હોય છે . આમ કરવા પાછળનું કારણ માત્ર પોતાની પબ્લીસીટી કરવાનું જ નહીં પણ પોતાના રોજીંદા જીવનમાં તેઓ જે અનૈતિક કામો કરતાં રહે છે તે પાપકર્મોને ધોવાનું પણ છે . જેમ મોટાપાનું નિદાન ખાલી ગોળી ખાવાથી કે સોરી બોલવાથી થઇ જતું નથી, તેમ પાપવૃતિના સંસ્કારો પણ ક્ષણભરમાં જ ભુસાઈ જતા નથી. પાપવૃતિના સંસ્કારોને ભૂસવા માટે જ્ઞાનની વૃદ્ધિ અને સત્કર્મો કરતાં રહે વાની એક લાંબી નિદાન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે . અને જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ઈશ્વર પાસે આપણાં બધા જ કર્મોનો હિસાબ રહે છે . ઈશ્વર આપણાં કોઇપણ પાપકર્મને માફ કરતો નથી. ઈશ્વર ન્યાય કરવામાં પણ જરા મોડું કરતો નથી. આપણે જે ક્ષણે કર્મ કરીએ છીએ – સારું કે ખરાબ – ઈશ્વર તે જ ક્ષણે કર્મફળ આપવાનું શરુ કરી દે છે . આ કર્મફળની અસર આપણે તરત જ જોઈ શકીશું કે થોડા સમય પછી, તે આપણે કે વું કર્મ કર્યું છે અને આપણે કે ટલા સંવેદનશીલ છે તેના પર

33

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આધાર રાખે છે . જ્યારે આપણને કર્મફળની અસર જોવામાં વાર લાગે છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ ભૂતકાળમાં કરે લા કર્મોનું ફળ છે . પણ વાસ્તવમાં, આપણે જે ક્ષણે કર્મ કર્યું હતું, તે જ ક્ષણેથી કર્મફળ મળવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલી હોય છે . ઉદાહરણ તરીકે , ડાયાબીટીસ એક જ દિવસમાં થઇ જતો નથી. ડાયાબીટીસનો રોગ થવા પાછળ આપણે જીવનભર જે મીઠાઈઓ ખાધેલી હતી તે, નિયમિત વ્યાઆમનો અભાવ અને તણાવપૂર્ણ દિનચર્યા, આ બધા પરિબળો જવાબદાર હોય છે . અને અમુક ઉંમર થયા પછી આપણે ડાયાબીટીસની અસર જોઈ શકીએ છીએ. જો ઈશ્વર આપણાં ભૂતકાળના પાપનો રે કોર્ડ ભૂંસી નાંખતો હોય તો તે ન્યાયી ન કહે વાત. જો ઈશ્વર આપણાં ભૂતકાળના પાપનો રે કોર્ડ ભૂંસી નાંખતો હોત તો લોકો તરત જ પાપ કરવાનું શરુ કરી દેત અને પછી દંભી લોકોની જેમ “સોરી” કહી દેત. અને જો ઈશ્વર તેમનુ “સોરી” સાંભળે તો લોકોની આવી મૂર્ખતાને વધારે પ્રોત્સાહન મળે અને તેઓ વધારે અને વધારે પાપકર્મો કરે . ઉલ્ટાનું જે લોકો પાપ ન કરતાં હોય તે લોકો પણ પાપ કરવાનું શરુ કરી દે. આમ ઈશ્વર ન્યાયી અને દયાળુ હોવાથી આપણાં લાભાર્થ માટે આપણાં દરે કેદરે ક કર્મનું આપણને યોગ્ય ફળ – નહીં વધારે કે નહીં ઓછું - મળે એ વાતનું ધ્યાન રાખે છે . આથી એ બધા જ ધર્મ સંપ્રદાયો (ઇસ્લામ અને ઈસાઈ) કે જે પાપનો સ્વીકાર કરવાના અથવા તો તેમના દેવદૂતનો સ્વીકાર કરવાના બહાને પાપ માફ કરી દેવાની લાલચ આપીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તેઓ ઈશ્વરનું અપમાન કરે છે અને બીજાની સાથે સાથે પોતાની જાતને પણ મૂર્ખ બનાવે છે . બધા જ સમજુ લોકોએ આવાં દંભનો તરત જ અસ્વીકાર કરવો જોઈએ. પ્રશ્ન: અમે એવું સાંભળ્યું છે કે ઈશ્વર ભૂતકાળમાં જે બન્યું છે તે, વર્તમાનમાં જે થઈ રહ્યું છે તે અને ભવિષ્યમાં જે થવાનું છે તે બધું જ જાણે છે . આથી ઈશ્વર જે જાણે છે તે પ્રમાણે જ જીવાત્માએ કામ કરવું પડશે. આથી જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર નથી. તે ઈશ્વરના હાથની કઠપુતળી જ છે . અને તેમ છતાં ઈશ્વર જીવાત્માને સજા

આપી તેની સાથે અન્યાય કરે છે .

આ આક્ષેપ એવા ધર્મ સંપ્રદાયો માટે સાચો છે કે જેઓ એવું માને છે કે ઈશ્વરે અગાઉથી જ બધાનું ભાગ્ય લખી રાખ્યું છે . ઉદાહરણ તરીકે , કુ રાન અને હદીથમાં માનનારા ઘણાં મુસ્લિમોનું એવું માનવું છે કે અલ્લાહએ બધી

34

સંજીવ નેવર

જ ભવિષ્યની ઘટનાઓ લોહે મહફૂઝ નામની પુસ્તકમાં લખી રાખી છે . આમ કહી તેઓ અલ્લાહને એક અસ્થિર મગજવાળો સરમુખત્યાર સાબિત કરે છે કે જે પહે લાં જીવાત્માનું સર્જન કરે છે અને પછી તેની ધૂન પ્રમાણે જીવાત્માને કર્મ કરવા માટે દબાણ કરે છે . તે કે ટલીક જીવાત્માને પાપકર્મનો દંડ આપે છે , કે ટલીક જીવાત્માને પાપકર્મ કરવા માટે લાલચ આપે છે , તો કે ટલીક જીવાત્માની ખોટી રીતે ભલામણ કરે છે . જો આવું પુસ્તક વાસ્તવમાં હોય તો તે સર્વશક્તિમાન ઈશ્વરનું અપમાન છે . હવે જો અલ્લાહ બધું જ જાણતો હોય તો પછી એને એવું પુસ્તક લખવાની શી જરૂર છે કે જે પુસ્તક માત્ર અલ્લાહ જ વાંચી શકતો હોય? શું અલ્લાહ બધું ભૂલી જશે તેવી બીકે તેણે આ પુસ્તક લખ્યું? શું અલ્લાહ આ પુસ્તક લખશે એવું પણ આ પુસ્તકમાં લખ્યું છે ? આવી વાતો બાળકો જેવી, તદ્દન જુ ઠ્ઠી અને ખામીવાળી છે . આવી કલ્પનાઓનો વૈદિક ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી. ભૂતકાળ એને કહે વાય કે જે અગાઉ બની ગયું છે પણ હવે જેનું અસ્તિત્વ નથી. ભવિષ્ય એ છે કે જેનું અત્યારે અસ્તિત્વ નથી. ઈશ્વરનું જ્ઞાન એક સરખું, એકધારું અને સાચું જ રહે છે . બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરના જ્ઞાનક્ષેત્રમાં ન હોય તેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. ભૂતકાળ અને ભવિષ્ય માત્ર જીવાત્મા માટે જ હોય છે . ઈશ્વર આવી સમયની મર્યાદાથી પરે છે . જીવાત્માએ કરે લા કર્મોના સંબંધમાં એવું કહી શકાય કે ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણે છે . પણ ઈશ્વર આ બધું સહજ રીતે જાણતો નથી. એટલે કે જીવાત્મા શું કરે છે અને જીવાત્માએ કરે લા કર્મ બદલ તેને કયું યોગ્ય ફળ આપવું જોઈએ તે ઈશ્વર જાણે છે . પણ ઈશ્વરે તે માટે જીવાત્માએ કરે લા કર્મોનો ઇતિહાસ જાણવા માટે ભૂતકાળમાં જોવાની જરૂર પડતી નથી, કે પછી આગળ શું થશે તે જાણવા માટે ભવિષ્યમાં જોવાની જરૂર પડતી નથી. તે હંમેશા વર્તમાનમાં જ હોય છે અને જીવાત્માએ કરે લા કર્મો અને કર્મફળનું યોગ્ય જ્ઞાન તેની પાસે હંમેશા રહે છે . એ વાતની નોંધ લો કે જીવાત્મા વર્તમાનમાં કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે . આ સ્વતંત્રતા જીવાત્માએ ભૂતકાળમાં કરે લા કર્મોથી ઘડાયેલા તેના સંસ્કાર પર આધારિત છે . પણ કર્મોના ફળ માટે જીવાત્મા સંપૂર્ણપણે ઈશ્વર આધીન છે . ઈશ્વર એ વાતનું હંમેશા ધ્યાન રાખે છે કે આ કર્મોના ફળ એવા હોય કે જેથી જીવાત્મા તેના સંસ્કાર સુધારી શકે અને તેની મર્યાદિત સ્વતંત્રતાનો યોગ્યત્તમ ઉપયોગ કરી, તેની ઈચ્છા શક્તિ વધારી, શ્રેષ્ઠત્તમ 35

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આનંદ મેળવી શકે . આ ક્રિયા કોઈપણ પરકારના અવરોધ કે અંતરાલ વગર સતત ચાલતી જ રહે છે . યોગનું આખું ક્ષેત્ર આપણાં લાભાર્થ માટે ઈશ્વરના આ નિયમને સમજીને તેને ગ્રહણ કરવા પર આધારિત છે . પ્રશ્ન: શું જીવાત્મા બને ઈશ્વર છે ? અને મોક્ષ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વર બને છે ? અને નહીં તો અદ્વૈ ત શું છે ? જીવાત્મા એ ઈશ્વર નથી. જો જીવાત્મા ઈશ્વર હોય તો શા માટે આપણે ઈશ્વરની જેમ આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરવામાં અસમર્થ છીએ? શા માટે બધી જ જીવાત્માઓ ઈશ્વર હોવાં છતાં એક જીવાત્મા (ઈશ્વર) બીજી જીવાત્મા (ઈશ્વર) સાથે લડી રહી છે ? જો તમે એમ કહો કે આનું કારણ માયા કે અજ્ઞાનતા છે તો પછી એનો અર્થ એ થાય કે ઈશ્વર પણ અજ્ઞાન છે . આ વાત વેદ વિરુધ્ધ છે . કારણ કે વેદ સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર અજ્ઞાની નહીં પણ સર્વજ્ઞ – કે જેમાં બચી જ વિદ્યાઓનો સમાવેશ – છે અને અનંતકાળ સુધી સર્વજ્ઞ જ રહે શે. જો હું જ હોઉં તો પછી અત્યારે આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે ? જો તમે એમ કહો કે “મુખ્ય ઈશ્વર” કે જે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો છે તે એક સમુદ્રની જેમ છે અને હું તે સમુદ્રમાંના પાણીનું એક ટીપું છું, તો પછી એ વાતની શી ખાતરી કે આ “મુખ્ય ઈશ્વર” પર અજ્ઞાનતા કે પાપની કોઈ અસર થઇ નથી અને તે ભ્રષ્ટ રીતે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો નથી? છે વટે તો હું પોતે પણ ઈશ્વર જ છું અને મને ખબર છે કે હું અજ્ઞાની અને પાપી છુ! આવી વાતો માત્ર વિતર્ક તરફ લઇ જાય છે અને કદાચ કવિતાઓમાં જ સારી લાગે. આવી વાતોને તાર્કિક રીતે સાચી ન કહી શકાય. જીવાત્મા જ ઈશ્વર છે એવું વેદોમાં ક્યાંય કહ્યું નથી. પણ જીવાત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે એવું વેદો સ્પષ્ટપણે કહે છે . અદ્વૈ તનો સિદ્ધાંત એક અને માત્ર એક ઈશ્વર હોવાનું સૂચવે છે . એનો અર્થ એ છે કે ઈશ્વર એક કરતાં વધારે નથી અને માત્ર એ જ ઉપાસ્ય દેવ છે .

36

સંજીવ નેવર

પ્રશ્ન: જો આમ હોય તો શંકરાચાર્ય કે મ એવું કહે તા હતા કે ઈશ્વર અને જીવાત્મા એક જ છે ? શંકરાચાર્ય વેદોના વિદ્વાન હતા અને તેમનો જન્મ એવા યુગમાં થયો હતો કે જે સમયે નાસ્તિકતા ખુબ જ પ્રચલિત હતી. આથી શંકરાચાર્ય નાસ્તિકતાનું ખંડન એમ કહી કરતાં હતા કે , જે કાઈપણ નાસ્તિકવાદથી પુરવાર થાય છે તે જ જીવાત્મા અને ઈશ્વર એક છે એવું માનવાથી વધુ દ્રઢતાથી પુરવાર થાય છે . જો તેમણે આમ ન કર્યું હોત તો આપણે વૈદિક વિદ્વતાનું સંરક્ષણ ન કરી શક્યા હોત. તેમના આ મહાન કાર્ય માટે આપણે હંમેશા તેમના ઋણી રહે વું જોઈએ. જયારે શંકરાચાર્યનો જન્મ થયો હતો તે સમયે વેદોમાંથી વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવાની પ્રથા લગભગ લુપ્ત થઇ ગઈ હતી. વેદોને માત્ર ધાર્મિક વિધિઓ માટે ના પુસ્તકો તરીકે જોવામાં આવતા હતા. આથી શંકરાચાર્યએ પણ વેદો પર વધારે ધ્યાન કન્દ્રિત ન કરતાં એ સમયના પ્રચલિત એવા વેદાન્ત, ગીતા અને ઉપનિષદો જેવા પુસ્તકો પર વધારે ધ્યાન કે ન્દ્રિત કર્યું હતું. તમણે આ પુસ્તકોને તેમની બધી જ દલીલોનો આધાર બનાવી નાસ્તિકવાદનો વિરોધ કર્યો હતો. શંકરાચાર્યએ આવું ન્યાય દર્શન અનુસાર કર્યું હતું. ન્યાય દર્શન સામાજિક કલ્યાણ માટે હાનીકારક તેવી માન્યતાઓના ખંડન માટે વિતાંદ તર્ક નો થોડા સમય માટે ઉપયોગ કરવાની અનુમતિ આપે છે . એ વાતની નોંધ લો કે આવાં વિતાંદ તર્ક નો ઉપયોગ માત્ર તાર્કિક દલીલો પુરતો જ માર્યાદિત છે . આવાં તર્ક પોતાનામાં કોઈ સત્ય નથી. વિતાંદ તર્ક ના કે ટલાંક ઉદાહરણો નીચે પ્રમાણે છે : ૧. જે સ્વધર્મત્યાગી લોકો કે જેઓ ઇસ્લામનો ત્યાગ કરે છે અને ઇસ્લામ વિરોધી પ્રચાર કરે છે તે બધાની હત્યા કરી નાંખવી જોઈએ. - ઝાકીર નાઈક વિતાંદ તર્ક : એ સ્વધર્મત્યાગીના મત પ્રમાણે બાકીના બધા જ લોકોએ તેમના ધર્મનો ત્યાગ કર્યો છે અને તેઓ ઇસ્લામનો પ્રચાર કરે છે , આથી તે બધા જ લોકોની હત્યા થવી જોઈએ, મારી નહીં. ૨. પણ આ મુસ્લિમ બહુમતીવાળો દેશ છે , આથી જે સ્વધર્મત્યાગી છે તેમની જ હત્યા થવી જોઈએ, બાકીના લોકોની નહી. - ઝાકીર નાઈક વિતાંદ તર્ક : આ તર્ક પ્રમાણે તો મોહંમદની હત્યા સૌથી પહે લાં થવી જોઈતી હતી. કારણ કે તે સમયે ઇસ્લામને જાણનારો માત્ર એ એકલો જ હતો અને દેશના બાકીના લોકો ઇસ્લામને માનતા ન હતા.

37

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

એ વાતની નોંધ લો કે અમે એવું નથી કહે તા કે આ લોકોની હત્યા કરી નાંખવી જોઈએ કે પછી મોહંમદની હત્યા સૌથી પહે લાં થવી જોઈતી હતી. પણ મોટાભાગના અજ્ઞાન લોકોમાં પ્રચલિત આવાં મૂર્ખ વિવાદનો સામો જવાબ આપવા માટે જ અમે આવી દલીલ કરીએ છીએ. અદ્વૈ ત દલીલોની બાબતમાં પણ આમ જ છે . શંકરાચાર્યએ આવી દલીલોનો ઉપયોગ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપવા માટે અને નાસ્તિકવાદનો વિરોધ કરવા માટે કર્યો હતો. અને અંતે તેમણે બધી જ વૈદિક ધર્મ વિરોધી નાસ્તિક માન્યતાઓને ખોટી પુરવાર કરી હતી. પણ તે પોતાની તેજસ્વી બુદ્ધિ દ્વારા આપણને વધુ જ્ઞાન આપી શકે એ પહે લાં જ ૩૨ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. આથી શંકરાચાર્ય “જીવાત્મા = ઈશ્વર” તેવું માનતા હતા એ વાત ખોટી છે . વાસ્તવમાં, વેદાન્ત, ગીતા અને ઉપનિષદો ઉપર શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલા વ્યાખ્યાનોમાં એવા ઘણાં શ્લોકો છે કે જે એવું સુચન કરે છે કે જીવાત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે . પણ આ બૌદ્ધિક વાદવિવાદ કે ચર્ચાઓ પર ધ્યાન આપ્યા વિના, જરા વિચાર કરો કે આદિશંકરાચાર્ય આટલા ઓછા સમયમાં કે ટલી મોટી સિદ્ધિ મેળવી શક્યા. ગુરુકુ ળમાં પૂરતું જ્ઞાન મેળવવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષ તો લાગે છે . પણ ૩૨ વર્ષની ઉંમરે આપણી પાસે શંકરાચાર્ય જેવો એક એવો વિદ્વાન હતો કે જેણે આખો દેશ અને વિશ્વનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. આવાં તેજસ્વી પુરુષને અમે નમન કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમને પણ આવું તેજ અને બુદ્ધિ પ્રદાન કરે . પ્રશ્ન: શું ઈશ્વર રાગી – ભાવ અને લાલાશ યુક્ત - છે કે પછી વિરક્ત - બધી જ ઇચ્છાઓનો ત્યાગી - છે ? ઈશ્વર રાગી પણ નથી અને વિરક્ત પણ નથી. ઈશ્વર આવી વૃત્તિઓથી પરે છે . કારણ કે આપણને એ જ વસ્તુની ઈચ્છા હોય શકે કે જે વસ્તુ આપણી પાસે નથી. આપણે એ જ વસ્તુનો ત્યાગ કરી શકીએ કે જે વસ્તુ આપણી પાસે છે . પણ ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વજ્ઞ હોવાથી તેની પાસે બધુ જ છે આથી તેને કોઈ વસ્તુની ઈચ્છા નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તે બધી જ વસ્તુઓમાં છે . આથી તે કોઈ વસ્તુનો ત્યાગ કરી જ નશે. આમ ઈશ્વર વિરક્ત પણ નથી.

38

સંજીવ નેવર

પ્રશ્ન: ઈશ્વરમાં ઈચ્છા છે કે નહીં? ઈશ્વરને કોઈપણ પ્રકારની કોઈ ઈચ્છા હોતી નથી. જેની પાસે જે વસ્તુ ન હોય તે મળવવાની તેને ઈચ્છા હોય. આથી જીવાત્મા પાસે જે વસ્તુ નથી તે મેળવવાની ઈચ્છા તે કરે છે . પણ ઈશ્વર પાસે તો બધું જ છે . આથી ઈશ્વરને શાની ઈચ્છા હોય શકે ? તે પોતે જ આનંદનો સ્ત્રોત છે આથી તેને આનંદ મેળવવાની પણ ઈચ્છા નથી. ઈશ્વર જીવાત્માને આનંદ આપવા માટે શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરતો જ રહે છે . શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરતાં રહે વું એ ઈશ્વરની ઈચ્છા નથી પણ ઈશ્વરની “ઇક્ષના” એટલે કે ઈશ્વરનું નિષ્કામ કર્મ છે .

39

ઈશ્વર પ્રાર્થના પરની પ્રશ્નોત્તરી

40

સંજીવ નેવર

પ્રશ્ન: ઈશ્વર ઉપાસનાની વૈદિક પદ્ધતિ કંઈ છે ? વેદમાં ઈશ્વરને નિરાકાર કહ્યો છે . વેદ ઇશ્વરને મનુષ્ય અવરાતમાં જોતો નથી. વેદ ઈશ્વરની પૂજા માટે સમજ્યા કે વિચાર્યા વગરના કર્મકાંડ કરાવનું પણ કહે તો નથી. ઉલટાનું, વેદ યોગિક પદ્ધતિથી ઈશ્વરની ઉપાસના કરવાનું કહે છે . યોગિક ઉપાસના પદ્ધતિ શરીર, મન અને આત્મા માટે એક ટોનિક તરીકે નું કામ કરે છે . પણ યોગિક પદ્ધતિ એટલે આસન અને પ્રાણાયામ કરવા એવું નથી. આજે યોગના નામ પર આસન અને પ્રાણાયામ કરવા લોકો ગાંડા થયેલા છે . આસન અને પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે લાભકારી છે તે પણ સંપૂર્ણ યોગ નથી. ઈશ્વરની યોગિક પદ્ધતિથી ઉપાસના એ સ્વયમને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અને પ્રકૃ તિના અપરિવર્તનશીલ નિયમો સાથે એકલય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે . ઈશ્વરની ઉપાસનાની આ યોગિક પદ્ધતિ આપણાં આનંદ અને મનોબળમાં અનેક ઘણી વૃદ્ધિ કરે છે . પ્રશ્ન: પણ જો ઈશ્વર અપરિવર્તનશીલ નિયમો અનુસાર જ કર્મ કરતો હોય તો ઈશ્વરની ઉપાસના કરવાનો શો લાભ? ઈશ્વરની ઉપાસના કરનારને ઈશ્વર કોઈ ડિસ્કાઉન્ટ આપતો નથી. તેના અપરિવર્તનશીલ નિયમો અને તેની કાર્ય પદ્ધતિમાં જ તેની દયા રહે લી છે . આમ ઈશ્વરની ઉપાસના કરવાથી કર્મના સિધ્ધાંતનું ઉલ્લંઘન કે અવહે લના થતી નથી. ઈશ્વરની પ્રાર્થના કરવાથી આપણી ઈચ્છા શક્તિ અને આત્મબળ વધે છે . આથી સાચી દિશામાં સત્કર્મો કરવા માટે આપણે વધુ સક્ષમ બનીએ અને આથી આગળ પાપકર્મો કરતાં અટકીએ છીએ. પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ? એ સત્ય છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરે ક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભોગવવું જ પડે છે . ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ થતો નથી. માત્ર આળસુ અને છે તરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવાં અનૈતિક માધ્યમનો સહારો લે છે . ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે , જેમ કે : 41

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

૧. ઈશ્વર અને તેના દ્વારા સર્જિત શ્રુષ્ટિને વધુ સારી રીતે સમજી શકાય છે . ૨. ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે . ૩. મનની શુદ્ધિ થાય છે . મન શુદ્ધ થવાથી આપણી "આત્માનો અવાજ" વધુ સ્પષ્ટપણે સાંભળી શકાય છે અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકીએ છીએ. ૪. આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે , આત્મબળ મળે છે અને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ. ૫. આપણી અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ. ઈશ્વરની પૂજા કરવા માટે નું હું અહીં વધુ એક કારણ જોડું છું. ઈશ્વરે જગતમાં સર્વ પદાર્થો જીવોના સુખ માટે આપી આપણાં પર અપાર કૃ પા કરી છે . આગળ પણ તેની કૃ પા આપણાં પર નિરંતર વરસતી રહે શે. આથી આપણો ઈશ્વર પ્રતિ કૃ તજ્ઞભાવ એટલો જ સ્વાભવિક છે કે જેટલો કૃ તજ્ઞભાવ આપણને આપણાં માતા-પિતા પ્રતિ તેમના આશીર્વાદ બદલ હોય છે . મહામુર્ખ વ્યક્તિ જ ઈશ્વર પ્રતિ કૃ તજ્ઞભાવ ન રાખી, ઈશ્વરની ઉપાસના ન કરી, પોતાની જીવાત્મા અને અંત:કરણને પવિત્ર અને સત્યથી પૂર્ણ કરવાની તક ગુમાવશે. એ વાતનું ધ્યાન રાખો કે વૈદિક પૂજા માત્ર યાંત્રિક રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર કે પાઠ વાંચન નથી. વૈદિક પૂજાનો અર્થ વિચાર શૂન્યતા પણ નથી. વૈદિક પૂજા એ જ્ઞાન, કર્મ અને ચિંતન(મનન) દ્વરા વિદ્વતાને આત્મસાત કરવાની અસરકારક રીત છે . પ્રશ્ન: ઈશ્વરની પૂજા કે વી રીતે કરવી જોઈએ? જીવનના નિત્ય ક્રમ અને પ્રત્યેક કર્મમાં ઈશ્વરની પૂજા રહે લી છે . પણ ઈશ્વરની સાચી પૂજા તો “આત્માના અવાજ” ને નિરંતર અનુસરવામાં છે . જીવનની દરે ક ક્ષણે આત્માના અવાજને અનુસરનારનું જીવન “યજ્ઞ” કહે વાય છે . – યજ્ઞરૂપી જીવન એટલે કે ઉત્કૃષ્ટ ઉદ્દે શોને પૂર્ણ કરવા માટે સમર્પિત જીવન.

42

સંજીવ નેવર

આ પૂજાને કર્મો દ્વારા કરવામાં આવેલ પૂજા કહે વાય છે . પણ આ ઉપરાંત મનુષ્ય અધર્મયુક્ત કર્મો તરફ વળ્યાં વગર પોતાનું જીવન માત્ર ઉત્કૃષ્ટ હે તુ માટે નિ:સ્વાર્થ કર્મો કરતાં રહે વામાં જ વિતાવે એ માટે વૈદિક પૂજાના બીજા બે પાસાઓનો અભ્યાસ પણ કરવો જરૂરી છે . આ બે પાસાઓ છે : ૧. જ્ઞાન - જ્ઞાન પ્રાપ્તિ ૨. મનન – જ્ઞાનને આપણાં સંસ્કારોનો ભાગ બનાવવા માટે જ્ઞાન ગ્રહણ કર્યા બાદ તેના પર ચિંતન કરવું જ્ઞાન-મનન-કર્મ એક સમૂહ સ્વરૂપે એકબીજા સાથે હંમેશા જોડાયેલા રહે છે . તેમનો અલગ-અલગ અભ્યાસ નિરર્થક છે . પ્રશ્ન: ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય અંગ કયા છે ? ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય ત્રણ અંગ છે . ૧. સ્તુતિ – ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ સુધારવા. ૨. પ્રાર્થના – નિરાભિમાની થઈ ઈશ્વરમાંથી ઉત્સાહ અને સહાયતાની પ્રાપ્તિ થવી. ૩. ઉપાસના – ઈશ્વરની અનુભૂતિ અને સાક્ષાત્કાર થવો. પ્રશ્ન: સ્તુતિને વિગતવાર સમજાવો? ઈશ્વર અથવા કોઈ અન્ય સત્તાના ગુણ, કર્મ અને સ્વભાવનું સંપૂર્ણ સત્યભાવથી કથન, શ્રાવણ અને સત્યભાષણ કરવું એટલે સ્તુતિ. આમ કોઈની ખોટી મસ્કાબાજી કે પછી અનુચિત નિંદા સ્તુતિ નથી. ઈશ્વરની સ્તુતિ કરવાનો ઉદ્દે શ એ છે કે જેવા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ છે , તેવા પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ પણ કરવા. જેમ કે ઈશ્વર ન્યાયકારી છે તેમ પોતે પણ ન્યાયકારી થવું, જેમ ઈશ્વર દયાળુ છે તેમ પોતે પણ દયાળુ થવું, જેમ ઈશ્વર પુરુષાર્થી છે તેમ પોતે પણ પુરુષાર્થી બનવું. જે કે વળ ભાંડ સમાન ઈશ્વરનું ગુણ કીર્તન કરતો રહે છે અને પોતાનું ચરિત્ર નથી સુધરતો તેની સ્તુતિ વ્યર્થ છે . કારણ કે ઈશ્વર એ કોઈ અહમપ્રેમી તાનાશાહ નથી કે જેને પોતાના ગુણગાન સંભાળવામાં રસ હોય. પોતાના 43

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ગુણ, કર્મ અને સ્વભાવને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની જેમ ઉત્તમ કરવા એ જ ઈશ્વરની સ્તુતિનો એક માત્ર ઉદ્દે શ છે . પ્રશ્ન: સ્તુતિ કે ટલા પ્રકારની હોય છે ? સ્તુતિ બે પ્રકારની છે . પણ આ બે પ્રકારની સ્તુતિમાં અંતર માત્ર શબ્દાર્થના ફે રફારને લઈને જ છે અને નહીં કે મૂળભૂત સિદ્ધાંતને લઈને. સગુણ સ્તુતિ: ઈશ્વરમાં વિદ્યમાન હોય તેવા દિવ્યગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે સગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે , ઈશ્વર સર્વવ્યાપક છે , સનાતન છે , શુદ્ધ છે , સર્વજ્ઞ છે , આ સગુણ સ્તુતિ એટલે કે જે જે ગુણો સહીત પરમેશ્વરની સ્તુતિ કરવી તે “સગુણ સ્તુતિ” છે . નિર્ગુણ સ્તુતિ: ઈશ્વરમાં વિદ્યમાન ન હોય તેવા ગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે નિર્ગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે , ઈશ્વર અકાય છે , નિરાકાર છે , નિષ્પાપ છે , આ નિર્ગુણ સ્તુતિ એટલે કે જે જે રાગદ્વે ષાદી ગુણોથી પૃથ્થક માની પરમેશ્વરની સ્તુતિ કરવી તે “નિર્ગુણ સ્તુતિ” છે . પ્રશ્ન: ઈશ્વરની સ્તુતિ ગાતા કે ટલાંક વેદમંત્ર જણાવશો? વેદોનો મુખ્ય વિષય જ ઈશ્વર છે . આથી વેદમાં ઈશ્વરની સ્તુતિ ગાતા ઘણાં મંત્રો જોવા મળે છે . ઉદાહરણ તરીકે : યજુર્વેદ ૪૦.૮: સર્વમાં વ્યાપક, શીઘ્રકારી અને સર્વશક્તિમાન, શુદ્ધ, સર્વજ્ઞ, સનાતન, સર્વોપરી વિરાજમાન, સર્વાંન્તર્યામી, પરમેશ્વર પોતાની જીવરૂપ અનાદિ પ્રજાને પોતાની સનાતન વિદ્યાથી યથાવત અર્થોનો બોધ વેદ દ્વારા કરાવે છે . (આ સગુણ સ્તુતિ કહે વાય છે .) પરમેશ્વર અકાય છે , એટલે કે કદી શરીર ધારણ કરતો નથી કે જન્મ લેતો નથી, જેમાં છિદ્ર નથી હોતા. તે નાડી આદિ બંધમાં આવતો નથી, તે કદી પાપ કરતો નથી, જેમાં કલેશ, દુઃખ, અજ્ઞાન કદી પણ નથી હોતું. (આ નિર્ગુણ સ્તુતિ કહે વાય છે .)

44

સંજીવ નેવર

અથર્વવેદ ૧૦.૮.૧ અને ૧૦.૭.૩૨-૩૪: જે પરમાત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્યને પૂર્ણરીતે જાણનાર ત્રીકાળજ્ઞાની છે , જે સર્વ જગતમાં વ્યાપી રહે લો છે અને સર્વનો એ અધિષ્ઠતા અર્થાત સ્વામી છે , જે નિર્વિકાર અને કે વળ સુખસ્વરૂપ છે અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. જેના યથાર્થ જ્ઞાનનું સાધન ભૂમિ એટલે કે પૃથ્વી જેના પાદસ્થાની છે , અંતરીક્ષ એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સ્થાન જેના ઉદરસ્થાની છે અને સર્વથી ઉચ્ચ સ્થાનમાં સૂર્યથી પ્રકાશમાન આકાશને જેણે પોતાના શિર:સ્થાની બનાવ્યું છે , તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. જે સૂર્ય અને ચંદ્રમાને પ્રત્યેક કલ્પની આદિમાં નવા નવા બનાવે છે તે તેના ચક્ષુસ્થાની છે અને અગ્નિને મુખસ્થાને બનાવે છે , તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. બ્રહ્માંડના વાયુ જેના પ્રાણ અને અપાન વાયુ તુલ્ય છે , પ્રકાશક કિરણો જેના નેત્રવત્ છે , જેના વિના રૂપ ગ્રહણ થઇ શકાતું નથી, દશે દિશાનોને જેણે સર્વ વ્યવહારોની સિદ્ધિ કરનારી બનાવી છે એવો જે અનંત વિદ્યાયુક્ત સર્વ શ્રેષ્ઠ પરમાત્મા સર્વનો ઇષ્ટદેવ છે તે પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ. યજુર્વેદ ૨૫.૧૩: જે જગદીશ્વર પોતાની કૃ પાથી જીવમાત્રને વિદ્યાવિજ્ઞાન આપે છે , જે શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન થતા જીવાત્માને પુષ્ટ કરી ઉત્સાહ, પરાક્રમ તથા દ્રઢતાયુક્ત કરે છે , તેની જ સધળા વિદ્વાનો ઉપાસના કરે છે . જેના વેદ વિદ્યારૂપ અનુશાસનને વિદ્વાનો સ્વીકારી તે પ્રમાણે આચરણ કરે છે , જેની આશ્રયરૂપ છાયા અર્થાત કૃ પા મોક્ષનું કારણ છે , જેની અનાશ્રાયરૂપ છાયા અર્થાત અકૃ પા જન્મ-મરણના ચક્રમાં નાખનારી છે , એવા સર્વ સુખસ્વરૂપ તથા સર્વ પ્રજાના સ્વામી પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે સત્ય, પ્રેમ, ભક્તિ જેવા સાધનો વડે ઉપાસના કરી મોક્ષને પ્રાપ્ત થઈએ. પ્રશ્ન: પ્રાર્થનાને વિગતવાર સમજાવો? યોગ્ય પુરુષાર્થ પછી ઉતમ કર્મોની સિદ્ધિ માટે પરમેશ્વરની સહાયતા લેવી 45

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

તેને “પ્રાર્થના” કહે છે . યોગ્ય પુરષાર્થ કર્યા સિવાય કે હાનિકારક ઉદ્દે શ્યની પુરતી માટે કરવામાં આવતી પ્રાર્થના ઈશ્વર કદી માન્ય રાખતો નથી. આમ પ્રાર્થના આળસુ કે દુરાચારી વ્યક્તિ માટે નથી. મનુષ્ય જે વાતની પ્રાર્થના કરે છે તેણે પોતાના જીવનમાં તે પ્રમાણે વર્તવું જોઈએ. ઉદાહરણ તરીકે , જો મનુષ્ય પરમેશ્વર પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે તો, તેણે સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનાંથી બનતો પ્રયત્ન કરવો. એટલે કે યોગ્ય પુરુષાર્થ કર્યા બાદ પ્રાર્થના કરવાથી જ પ્રાર્થના સાર્થક નીવડે છે . જે ઈશ્વર સ્વયં પુરુષાર્થી છે તે ઈશ્વર પાસે પુરુષાર્થ કર્યા સિવાય પ્રાર્થના કરવી એ પ્રાર્થના કરનારની નહીં પણ ભિખારીની નિશાની છે . આમ પુરુષાર્થ બાદ જ પ્રાર્થના કરવી યોગ્ય છે . કોઈનું અહિત કરવાના ઉદ્દે શ્યથી ઈશ્વરને પ્રાથના કદી ન કરવી. આમ કરવાથી ઉલટા પરિણામો આવે છે . કારણ કે આમ કરવાથી પ્રાર્થના કરનારનું મન દુષિત થાય છે અને આથી ભવિષ્યમાં તેની દુર્ગતિ થાય છે . આવી પ્રાર્થના કદી ન કરવી જોઈએ કારણ કે ઈશ્વર પણ આવી પ્રાર્થનાનો સ્વીકાર કરતો નથી. ઉદાહરણ તરીકે , ઈશ્વર આવી પ્રાર્થનાને સ્વીકારતો નથી, જેમ કે : “હે પરમેશ્વર ! આપ મારા શત્રુઓનો નાશ કરો. મને સૌથી શક્તિશાળી બનાવો. સર્વે મારી જ પ્રતિષ્ઠા હોય અને સૌ મારે આધીન થઇ જાય.” કારણ કે જો તમારો શત્રુ પણ આવી જ પ્રાર્થના ઈશ્વરને કરે તો શું ઈશ્વર બંનેનો નાશ કરે ? જો કોઈ એમ કહે કે , જેમો પ્રેમ અધિક હોય તેની પ્રાર્થના સફળ થાય છે , તો પછી જેમો પ્રેમ ઓછો હોય તેના શત્રુનો ઓછો નાશ થવો જોઈએ. આ તો મૂર્ખતા જ છે . આવી જ મૂર્ખતાની પ્રાર્થના કરતાં કરતાં કોઈ એવી પ્રાર્થના કરે કે “હે પરમેશ્વર! આપ અમને રોટલી બનાવી ખવડાવો, મકાન ચોખ્ખું કરી આપો, વસ્ત્ર ધોઈ આપો, ખેતીવાડી પણ કરી આપો.” આ રીતે પરમેશ્વરને ભરોસે આળસુ બની બેસી રહે વું મહામુર્ખાતા છે . યજુર્વેદ ૪૦.૨ માં ઈશ્વર આજ્ઞા કરે છે કે : હે મનુષ્ય! તું ૧૦૦ વર્ષો પ્રયત્ન એટલે કે કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કર. આળસી કદી ન થા. જે મનુષ્ય ઈશ્વરની આ આજ્ઞાનું પાલન કરતો નથી અને કર્મ કરવાનું ટાળે છે તે મનુષ્ય કદી સુખ પ્રાપ્ત કરી શકતો નથી. ભલે ને તેમાં અન્ય ઘણાં સદ્દગુણો કે મ હોય! જીવનમાં પુરુષાર્થનો ગુણ અત્યંત મહત્વનો છે . જો મનુષ્ય પુરુષાર્થી ન 46

સંજીવ નેવર

હોય તો તેના બીજા ગુણો ભેગા મળીને પણ તેની ઉન્નતિ કરી શકતા નથી. ધર્મથી પુરુષાર્થી વ્યક્તિને જ ઈશ્વર સહાય કરે છે . આપણે પુરુષાર્થી મનુષ્યને જ કામ આપીએ છીએ, આળસી મનુષ્યને નહીં. જેને આંખો છે અને જોવાની ઈચ્છા છે તેને જ કશું બતાવી શકાય, આંધળાને નહીં. જે કોઈ ગોળ મીઠો છે , તેમ બોલ્યા જ કરે , તેથી તેને ગોળનો સ્વાદ કદી પ્રાપ્ત થતો નથી. પણ જે ગોળ મેળવવા માટે પ્રયત્ન કરે છે , તેને વહે લાં કે મોડાં ગોળ મળી જ જાય છે . આમ પરમેશ્વર પણ પુરુષાર્થ કર્યા બાદ સૌને ઉપકાર કરવાની પ્રાર્થનામાં સહાયક થાય છે , પણ હાનિકારક કર્મોમાં નહીં. પ્રશ્ન: ઈશ્વરની પ્રાર્થના કરતાં કે ટલાંક વેદમંત્રો જણાવશો? વેદોમાં ઈશ્વરની પ્રાર્થના કરતાં ઘણાં મંત્રો છે . “ઈશ્વરની પ્રાર્થના” એ અત્યંત સુખદાયક અનુભવ છે . પણ એ વાતનું સદા ધ્યાન રાખો કે પ્રાર્થના ત્યારે જ સાર્થક નીવડે છે કે જ્યારે તમે નિરંતર ઉત્સાહપૂર્વકના પ્રયત્નો કરતાં હો. યજુર્વેદ ૩૨.૧૪ હે અગ્ને અર્થાત પ્રકાશસ્વરૂપ તેજસ્વી પરમેશ્વર! આપની કૃ પાથી વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓએ જે બુદ્ધિ પ્રાપ્ત કરી છે , અને જે બુદ્ધિથી તેઓ તારી ઉપાસના કરે છે , વર્તમાન સમયમાં અમોને પણ તે જ બુદ્ધિથી યુક્ત કર. અમો નિસ્વાર્થભાવે અમારું સર્વસ્વ તને સમર્પિત કરીએ છીએ કારણ કે અમારી પાસે જે કાંઈપણ છે તેનો દાતા તું જ છે . યજુર્વેદ ૧૯.૯ આપ પ્રકાશસ્વરૂપ પરમેશ્વર છો, કૃ પા કરી અમારામાં પણ પ્રકાશ સ્થાપન કરો. આપ અનંત પરાક્રમયુક્ત છો, અમારામાં પણ પૂર્ણ પરાક્રમ આપો. આપ અનંત બળયુક્ત છો, તેથી અમોમાં પણ બળ આપો. આપ અનંત સામર્થ્યયુક્ત છો, અમોને પણ પૂર્ણ સામર્થ્ય આપો. આપ દુષ્ટ કામ અને દુષ્ટ ઉપર ક્રોધ કરનાર છો, અમોને પણ એવા જ

47

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

બનાવો. તું નિંદા, સ્તુતિને સહન કરનાર છે , કૃ પાથી અમોને પણ એવા જ બનાવી માત્ર લક્ષ્ય પર ધ્યાન કે ન્દ્રિત કરવાનું સામર્થ્ય આપ. અમોને દુષ્ટતાથી દુર લઇ જઈ ભલાઈ તરફ વાળ. યજુર્વેદ ૩૪.૧-૬ (શિવ સંકલ્પ મંત્રો) હે પ્રેમાળ અને દયાળુ ઈશ્વર! તારી કૃ પાથી મારું મન જાગ્રત અવસ્થામાં દૂર દૂર જાય છે તથા હંમેશા દિવ્યગુણયુક્ત રહે છે . તે જ મારું મન નિંદ્રા અવસ્થામાં દૂર દૂર જવા સમાન વ્યવહાર કરે છે . તારી કૃ પાથી મને મળેલું પ્રકશિત મન સદા શિવસંકલ્પ રહે . એટલે કે મારું મન પોતાને અને અન્ય પ્રાણીઓને અર્થે સદા કલ્યાણનો સંકલ્પ કરનારું થાય અને કોઈની હાનિ કરવની ઈચ્છાયુક્ત કદી ન થાય. હે સર્વજ્ઞ અને સર્વાંન્તરર્યામી પરમેશ્વર! જે મનથી ધૈર્યયુક્ત વિદ્વાનો લોક કલ્યાણ માટે સત્કર્મ કરે છે અને દુષ્ટો સામે યુદ્ધ કરે છે , જે મન અપૂર્વ સામર્થ્યયુક્ત છે અને જે મન સદા સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારું છે , તે મારું મન સદા ધર્માચરણ કરવાની ઈચ્છાયુક્ત થઈને અધર્મને સર્વથા છોડી દે. જે ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રદાતા છે , જે મારામાં સદા પ્રકાશયુક્ત છે , જે યોગ્ય નિર્ણય લેવામાં સહાયક છે , જેના વગર કોઈપણ કાર્ય સંપન્ન થઇ શકતું નથી, તે મારું મન સદા શુદ્ધ ગુણોની ઈચ્છા કરી દુષ્ટ ગુણોથી પૃથક રહે . હે જગદીશ્વર! જે મનથી યોગી લોક સર્વ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણી શકે છે , જે મન ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્તિ માટે અને જીવાત્માને પરમાત્મા સાથે મેળવવામાં સહાયભૂત છે , જે મન પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને જીવાત્માની સાથે મળી સત્કર્મો કરે છે , તે મારું મન સર્વદા શુદ્ધ અને લોક કલ્યાણમાં પ્રવૃત રહે . હે પરમ વિદ્વાન પરમેશ્વર! આપની કૃ પાથી મારા મનમાં ચાર વેદોનું (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) જ્ઞાન એવી રીતે પ્રતિષ્ઠિત થયેલું છે જેમ રથની મધ્યમાં ધરીની અંદર આરા લાગેલા રહે છે . જે મનની અંદર અને બહાર સર્વજ્ઞ, સર્વવ્યાપક અને ચેતન ઈશ્વરનો વાસ છે , તે મારું મન સર્વદા કલ્યાણકારી કર્મોમાં પ્રવૃત રહે . આમ કરી મારું મન વેદજ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ બને અને તેમાં સર્વદા અવિદ્યાનો અભાવ રહે અને તે વિદ્યાપ્રિય બન્યું

48

સંજીવ નેવર

રહે . હે સર્વનિયન્તા પરમેશ્વર! જે મન ઘોડાના નિયન્તા સારથીની સમાન મનુષ્યોને અહીં-તહીં ડોલાવે છે , જે હદયમાં પ્રતિષ્ઠિત ગતિમાન અને અત્યંત વેગવાળું છે , તે મારું મન મારી સર્વ ઇન્દ્રિયોને અધર્માચરણથી રોકી ધર્મપંથ પણ સદા ચલાવ્યાં કરે , એવી મારા પર કૃ પા કરો. યજુર્વેદ ૪૦.૧૬ હે આનંદ પ્રદાતા ! હે સ્વપ્રકાશસ્વરૂપ સર્વજ્ઞ ઈશ્વર ! આપ અમોને શ્રેષ્ઠ માર્ગથી સંપૂર્ણ બુદ્ધિયુક્ત કરો. અમોને અમારામાં રહે લ કુટિલ અને પાપાચરણરૂપ માર્ગથી પૃથક કરો. અમો તારી નમ્રતાપૂર્વક સ્તુતિ કરીએ છીએ છે કે આપ અમારા મન, વચન અને કર્મ પ્રવિત્ર કરો. યજુર્વેદ ૧૬.૧૫ હે રુદ્ર ! (દુષ્ટને પાપના દુઃખસ્વરૂપ ફળ આપીને રુદન કરાવનાર પરમેશ્વર!) અમોને અમારાથી નાના, અમારા વડીલો, અમારા માતા-પિતા, ગર્ભમાં રહે લ જીવ, અમારા પ્રિયજનો કે પછી કોઈપણ નિર્દોષ જીવોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોચાડવા પ્રેરિત કર. અમોને એવા માર્ગે ચાલવ કે જે માર્ગે ચાલી અમે તારા દંડને પાત્ર ન બનીએ. શતપથ બ્રાહ્મણ ૧૪.૩.૧.૩૦ અમે અસત્યનો પરિત્યાગ કરી સત્યને ગ્રહણ કરીએ. અમે અંધકારરૂપી અવિદ્યાને છોડીને વિદ્યારૂપી જ્યોતિને પ્રાપ્ત કરીએ. અમે મૃત્યુરોગથી પૃથક થઇ અમરત્વરૂપી મોક્ષને પ્રાપ્ત થઈએ. હે પરમેશ્વર! આમ થવા માટે અમોને પ્રેરણા આપ. યજુર્વેદ ૨.૧૦ હે સર્વઐશ્વર્યસંપન્ન ઈશ્વર! અમોને સ્વસ્થ શરીર, સર્વોત્તમ ઇન્દ્રીઓ અને મનમાં સ્થિર કર. અમારી સર્વ ઇન્દ્રિયો તથા મન ઉત્તમ થાય, અમોને ઉત્તમ પદાર્થ મળે અને સર્વ ઇન્દ્રિયો અને અવયવોનું પોષણ ઉત્તમ પ્રકારે થાય. અમોને સર્વ સદ્દગુણ યુક્ત કર. તું વિદ્યા, શક્તિ અને સમૃદ્ધિ આદિ ધનયુક્ત છે . અમારા રાષ્ટ્ર ને સામર્થ્યવાન, શક્તિમાન અને સમૃદ્ધ બનાવવામાં અમારી સહાય કર. અમારી ઈચ્છાઓ સદૈવ સત્ય થાય અને અમો સદા સત્કર્મો કરતાં રહીએ. અમારી ન્યાયપૂર્વકની ઈચ્છાયુક્ત ક્રિયાઓ સિદ્ધ થાય. અમે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ જેવા રાષ્ટના શત્રુઓનો નાશ કરી એક શક્તિશાળી 49

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ચક્રવર્તી અને ન્યાયી રાષ્ટ્ર ની સ્થાપના કરીએ. ઋગ્વેદ ૧.૩૯.૨ અમે સદા સશકત અને શક્તિમાન નબી રહીએ. અમારા શસ્ત્રો હંમેશા કાર્યક્ષમ સ્થિતિમાં ઉપલબ્ધ રહે . અમારા શસ્ત્રો અને શક્તિ નિર્દોષ લોકોની રક્ષામાં પાપી શક્તિઓને સદા પરાજિત કરતાં રહે અને પાપીઓની સેનાને સદા રોકી રાખે. અમારી શક્તિ, અમારું અદમ્ય સાહસ અને અમારી વીરતા, એક સમૃદ્ધ, શક્તિશાળી, ન્યાયી અને ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સહાયક બને. અમે ભ્રષ્ટાચાર, અન્યાય, દેશદ્રોહ જેવી પાપી શક્તિઓને પરાજિત કરતાં રહીએ. પણ આ પ્રાર્થના ત્યારે જ સાર્થક થઇ શકે કે જયારે આપણે સત્ય, ન્યાય, સદાચાર અને દયા માર્ગના પથિક હોઈએ. જે લોકા આવી પ્રાર્થના સફળ થવાની આશા રાખે છે પણ સ્વયં પ્રપંચી, અન્યાયી, કપટી અને પાપી છે તમને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભારે પરાજયનો સામનો કરવો પડે છે . આથી આપણે સદા સત્કર્મો જ કરતાં રહે વું જોઈએ. યજુર્વેદ ૩૮.૧૪ હે ઈશ્વર ! અમે સદા સત્કર્મો કરીએ. અમારી ઈચ્છાઓ શુભ અને ઉત્તમ તથા અમારા શરીર ઉત્તમોત્તમ તથા પુષ્ટિકારક અન્નથી બળવાન કર. અમે સદા કર્મશીલ બની રહીએ. અમે સદા વેદવિદ્યા અને વિજ્ઞાન ગ્રહણ કરી માનવમાત્રનું કલ્યાણ કરવામાં પ્રયત્નશીલ રહીએ. અમે બ્રાહ્મણવર્ણ જેવા ગુણ, કર્મ અને સ્વભાવયુક્ત થઇ વિદ્યા ગ્રહણ અને વિદ્યા પ્રચાર કરીએ. અમે દેશના આંતરિક અને બાહ્ય શત્રુઓનો નાશ કરી શક્તિશાળી ચક્રવર્તી રાષ્ટ્ર ની સ્થાપના અને સંચાલન કરે તેવા ક્ષત્રિય સ્વભાવવાળા થઈએ. જેમ પૃથ્વી, સૂર્ય, અગ્નિ જેવા પદાર્થોથી સર્વ જગતને પ્રકાશ અને ઉપકાર પહોંચે છે તેમ જ્ઞાન, વિજ્ઞાન, કલાકૌશલની સાથે વિમાન, વાહનો, યંત્રો અને અન્ય ઉપકારક ઉપકરણોને વિકસાવી સમાજ પર ઉપકાર કરીએ. હે ન્યાયકારી ઈશ્વર! જેમ તું ન્યાયકારી છે , તેમ અમો પણ ન્યાયકારી બનીએ. હે સર્વહિતકારક પરમેશ્વર! જેમ તું સર્વહિતકારક છે તેમ અમો પણ પરસ્પરના વેર ત્યજી, કોઈપણ જીવ પ્રત્યે શત્રુતાનો ભાવ ન રાખી, સર્વના મિત્ર અને સર્વહિતકારી બનીએ. હે ઈશ્વર! અમારું રાષ્ટ્ર સર્વ સામર્થવાન બને, અમે સમૃદ્ધિના શિખર પર પહોંચીએ અને અમે સદ્દગુણો સંપન્ન થઈએ. યજુર્વેદ ૧૮.૨૯ જે આ આખા જગતમાં વ્યાપી રહ્યો છે તે ઈશ્વર આપણો માતા-પિતા, 50

સંજીવ નેવર

ગુરુ અને પરમ મિત્ર છે . હે મનુષ્યો! તે ઈશ્વરની પ્રાપ્તિ માટે તમારું સર્વ આયુષ સમર્પણ કરો. અર્થાત મનુષ્યે પોતાનું જીવન તે ઈશ્વરની સેવામાં અને આજ્ઞા પાળવામાં જ ગાળવું. તે જ પ્રમાણે મનુષ્યે પોતાના પ્રાણ, જ્ઞાનેદ્રીઓ, મન, જીવાત્મા, સુખ, જ્ઞાન, સત્કર્મો, કર્મફળ, યજ્ઞ, સર્વ ક્રિયાઓની વિદ્યા, ન્યાયાચરણ, ભૂમિ આદિ રહે વાના સ્થાન, મહાન સિદ્ધિ આ સર્વ વસ્તુઓ ઈશ્વરને સમર્પણ કરી કૃ તજ્ઞ થવું. કારણ કે મનુષ્ય પાસે જે કાઈપણ છે તે સર્વ પદાર્થોનો સ્ત્રોત ઈશ્વર જ છે . આથી હે મનુષ્યો! ઈશ્વર પ્રાપ્તિ જ તમારા જીવનનો એક માત્ર ઉદ્દે શ હોય. ઈશ્વર સમર્પણ એ જ તમારો જીવન મંત્ર બને! આપણે ઈશ્વર સિવાય કોઈ વ્યક્તિ વિશેષ કે વંશને સ્વામી ન માનીએ. આપણે સદા ઈશ્વરના સનાતન નિયમો અનુસારનું વર્તન કરીએ. આપણે સદા ઈશ્વરની આજ્ઞા પાલન કરવામાં પ્રયત્નશીલ અને ઉત્સાહી બની રહીએ. ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધના માનવનિર્મિત નિયમોને ન માનીએ. આપણે સૌ એક થઇ એવી પાપી શક્તિઓનો નાશ કરીએ કે જે સાચા ઈશ્વરને નહીં પણ સ્વયંનો જ ઈશ્વર તરીકે સ્વીકાર કરવા આપણને બાધ્ય કરવાનો પ્રયત્ન કરે છે . બીજા શબ્દોમાં, આપણે સૌ એક થઈએ, ક્યારે ય એકબીજાનું અહિત ન ઈચ્છીએ. અને સદા મન,વચન અને કર્મમાં સત્યનું આચરણ કરતાં રહીએ. આપણે માત્ર અને માત્ર સર્વજ્ઞ ઈશ્વરને જ સ્વામી માની તેની આજ્ઞાનું પાલન કરતાં રહીએ, કોઈ અલ્પજ્ઞ વ્યક્તિ કે વંશની ઈશ્વર વિરુદ્ધની આજ્ઞાનું નહીં. પ્રશ્ન: ઉપાસનાનો અર્થ સમજાવશો? ઉપાસના શબ્દનો અર્થ “સમીપસ્થ” થવું છે . ઉપાસનાથી પરબ્રહ્મ સાથે મેળ અને તેનો સાક્ષાત્કાર થાય છે . જે કરવાથી ઈશ્વરના આનંદસ્વરૂપમાં પોતાના જીવાત્માને મગ્ન કરવામાં આવે છે , તેને “ઉપાસના” કહે છે . ઈશ્વરની આજ્ઞા અનુસાર આપણે મન, વચન અને કર્મમાં વ્યવહાર કરી શકીએ તે માટે ઈશ્વરને સમજવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને “ઉપાસના” કહે છે . પરમેશ્વરના સમીપસ્થ થવા માટે અને તેનો સાક્ષાત્કાર કરવા માટે જે જે કર્મ કરવા આવશ્યક છે તે બધાં જ કર્મો “ઉપાસના” કહે વાય છે . જે મનુષ્યે પોતાની અજ્ઞાનતાના બધાં જ બીજ નષ્ટ કરી દીધા છે , જેણે આત્મસ્થ થઇ પરમાત્મામાં ચિત્ત લગાડ્યું છે , તેને પરમાત્મા સાથેના યોગનું જે સુખ પ્રાપ્ત થાય છે , તે સુખનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. કારણ કે ઈશ્વરના આનંદને તો જીવાત્મા તેના અંત:કારણમાં ગ્રહણ કરે છે .

51

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: ઈશ્વર ઉપાસનાની વિધિ જણાવશો? ઈશ્વર ઉપાસના ઘણો લાંબો અને ગહન વિષય છે . ઈશ્વર ઉપાસના યોગ દર્શનનો મુખ્ય વિષય છે . આપણે આ પુસ્તકમાં ઈશ્વર ઉપાસના વિધિ પર ટું કી વિગત આપીશું. ઈશ્વર ઉપાસનાનો પ્રારંભ કરવા ઇચ્છનારને નીચે વર્ણિત ક્રિયાઓ સૌ પ્રથમ કરવી જોઈએ. એ વાતની નોંધ લો કે જ્યાં સુધી ઉપાસક ઉપાસનાના વિધિના આ પ્રથમ તબક્કામાં વર્ણિત ક્રિયાઓ કરવામાં સફળ થતો નથી ત્યાં સુધી ઉપાસનાની બાકીની વિધિ તેના માટે અસરકારક નીવડતી નથી. ઉપાસના વિધિના આ પ્રથમ તબક્કાના બે અંગ છે . – યમ અને નિયમ યમ અહિંસા – શરીર, વાણી, તથા મનથી દરે ક સમયે સમસ્ત પ્રાણીઓ પ્રતિ તિરસ્કાર કે દ્વે ષનો ભાવ ન રાખી પ્રેમપૂર્વક વ્યવહાર કરવો “અહિંસા” કહે વાય છે . સત્ય – જોયેલું, સાંભળેલું, વાંચેલું અને અનુમાન કરે લું જે જ્ઞાન મનમાં છે એવું જ જ્ઞાન વાણીથી બોલવું અને શરીરથી આચરણમાં લાવવું “સત્ય” કહે વાય છે . અસ્તેય – કોઈ વસ્તુના સ્વામીની આજ્ઞા વિના તે વસ્તુને ન તો શરીરથી લેવી, ના લેવા માટે કોઈને વાણીથી કહે વું, કે ન મનમાં તે વસ્તુને લેવાની ઈચ્છા કરવી “અસ્તેય” કહે વાય છે . બ્રહ્મચર્ય – મન થતા ઇન્દ્રિયો સંયમ રાખી વીર્ય આદિ શારીરિક શક્તિઓની રક્ષા કરવી, વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઈશ્વરની ઉપાસના કરવી “બ્રહ્મચર્ય” કહે વાય છે . અપરિગ્રહ – હાનીકારક કે અનાવશ્યક વસ્તુઓ અને હાનીકારક કે અનાવશ્યક વિચારોનો સંગ્રહ ન કરવો “અપરિગ્રહ” કહે વાય છે . નિયમ શુદ્ધિ – શુદ્ધિ બે પ્રકારની હોય છે . પહે લી બાહ્ય શુદ્ધિ અને બીજી આંતરિક શુદ્ધિ. શરીર, વસ્ત્ર, પાત્ર, ખાનપાન વગેરેને પવિત્ર રાખવું “બાહ્ય શુદ્ધિ” 52

સંજીવ નેવર

કહે વાય છે . વિદ્યા, સત્સંગ, સ્વાધ્યાય, સત્ય ભાષણ, ધર્માંચારણથી મન-શુદ્ધિ વગેરેથી અંત:કારણને શુદ્ધ કરવું “આંતરિક શુદ્ધિ” કહે વાય છે . આત્મસંતોષ – જ્ઞાન, વિદ્યા, બળ તથા સાધનોથી પૂર્ણ પુરષાર્થ કર્યા બાદ જેટલો પણ આનંદ, વિદ્યા, બળ, ધન ફળરૂપમાં પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહવું અને તેનાથી અધિક મળવાની ઈચ્છા ન કરવી “આત્મસંતોષ” કહે વાય છે . તપ – ધર્માચરણરૂપ ઉત્તમ કર્મો કરતાં કરતાં ભૂખ-તરસ, સર્દી-ગરમી, હાની-લાભ, માન-અપમાન આદિ ને પ્રસન્નતાપુર્વક સહન કરવા “તપ” કહે વાય છે . સ્વાધ્યાય – મોક્ષ પ્રાપ્તિ માટે વેદાદિ સત્ય શાસ્ત્રોનો અભ્યાસ અને મંત્રો જાપ તથા આત્મચિંતન કરવું એ “સ્વાધ્યાય” કહે વાય છે . ઈશ્વર પ્રણિધાન – શરીર, બુદ્ધિ, બળ, જ્ઞાન ધન આદિ સાધનોને ઈશ્વરપ્રદ્દ્ત માની તેમનો પ્રયોગ લૌકિક ઉદ્દે શ માટે નહીં પણ ઈશ્વર પ્રાપ્તિ માટે કરવો; તથા ઈશ્વર મને જોઈ, સંભાળી અને જાણી રહ્યો છે તે ભાવના સદા મનમાં બનાવી રાખવી “ઈશ્વર પ્રણિધાન” કહે વાય છે . જયારે આ મૂળ પ્રક્રિયા સમજાઈ જાય ત્યારે મનુષ્ય ઉપાસક બને છે . આખી ઉપાસના વિધિનું તત્વ આ બે અંગોમાં હોવાથી ઉપાસનાના આ બે અંગના અભ્યાસમાં નિપુણ બન્યા બાદ જ તમે ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ શરુ કરી શકો તેમ નથી. પણ ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ કરવા માટે ઉપાસનાના પ્રથમ બે અંગોને સમજી તેનો નિરંતર પ્રમાણિકપણે અભ્યાસ કરતાં રહે વાની જરૂર તો રહે જ છે . કદાચ શરૂઆતમાં તેમાં સંપૂર્ણ સફળતા ન મળે તો પણ વધુ દ્રઢ સંકલ્પ કરી યમ નિયમમાં નિપુણ બનાવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન: આપણે ઉપાસના કે વી રીતે કરવી જોઈએ? ઈશ્વર ઉપાસના પદ્ધતિ નીચે પ્રમાણે ક્રમાનુસાર કરવી જોઈએ. ૧. એકાંત અને શાંત સ્થાન શોધવું ૨. આસનમાં બેસવું અર્થાત ઈશ્વરનું ધ્યાન કરવા માટે એકાંત અને શાંત સ્થાન પર સુખપૂર્વક સ્થિર બેસવું.

53

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

૩. પ્રાણાયમ કરવું અર્થાત આસન પર સ્થિરતાપૂર્વક બેઠા પછી મનની અસ્થિરતા અને ચંચળતાને રોકવા માટે શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયંત્રણ કરવું. (એ વાતનું ધ્યાન રાખો કે આજકાલ રામદેવ બાબાની શિબિરોમાં જે યોગ શીખડાવવામાં આવે છે તે માત્ર એક શારીરિક કસરત જ છે અને તેનો સાચી યોગવિદ્યા સાથે કશો જ સબંધ નથી. સાચા અર્થમાં પ્રાણાયમ શીખવા માટે સત્યાર્થ પ્રકાશનું બીજુ ં પ્રકરણ વાંચો.) ૪. મનને બાહ્ય ખલેલ અને અશાંતિથી અલગ કરી નિયંત્રણમાં લાવ્યાં બાદ જ્યારે ઇન્દ્રીઓ પોતાનું કામ કરવાનું બંધ કરે ત્યારે મનને નાભી, હદય, ગળું, નેત્ર, શિખા, કે પીઠના મધ્ય ભાગ જેવા શરીરના કોઈ એક સ્થાન પર સ્થિર કરવું. ૫. પોતાની જીવાત્માનું અને પરમાત્માનું વિવેચન કરો. પરમાત્મા સાથે ભાવાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કરી પરમાત્માના આનંદમાં મગ્ન થાઓ. બાહ્ય જગતને ભૂલી જાઓ. જેમ સુંદર સંગીત સાંભળતી વખતે આપણે મચ્છરના ગણગણાંટની અવગણના કરીએ છીએ, તેમ ઉપાસના સમયે મનમાં ઉભરતા અનિયંત્રિત વિચારોની અવગણના કરો. ૬. મનની નબળાઈ અને પાપયુક્ત વિચારોને દુર કરી મનને વિશુદ્ધ કરવાનો સંકલ્પ કરો! પ્રશ્ન પ્રશ્ન: ઉપાસનાથી થતા લાભ સમજાવશો? ૧. જે કોઈ ઉપાસના કરે છે તેનો જીવાત્મા અને અંત:કારણ પવિત્ર થઇ સત્યથી પૂર્ણ થઇ જાય છે . અને સત્ય = આનંદ હોવાથી ઉપાસના કરનાર જીવાત્મા અન્ય જીવોની સરખામણીમાં જીવનનો વધુ આનંદ માણે છે . ૨. ધીરે ધીરે આ સત્ય સ્વરૂપ આંનદ ઉપાસકને મુક્તિ સ્વરૂપ પરમ આનંદ તરફ લઇ જાય છે કે જ્યાં કોઈપણ પ્રકારનું દુ:ખ હોતું નથી. પરમ આનંદની આ અવસ્થા જેવી બીજી કોઈ ઉત્તમ અવસ્થા નથી. ૩. જે ઉપાસક ૨૪-૭-૩૬૫ ઈશ્વર સમર્પિત રહે છે તે જીવનમાં વધુને વધુ સુખ અને આનંદને પ્રાપ્ત થાય છે . ઉપાસક ઉપાસના ન કરનારની સરખામણીમાં વધુ સક્ષમ, સચેત, ઉત્સાહી અને સફળ બને છે . ૪. ઈશ્વર જ ભૌતિક અને આધ્યાત્મિક સુખનો સ્ત્રોત હોવાથી ઈશ્વરનો ઉપાસક ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખુબ જ સફળ બને છે !

54

સંજીવ નેવર

૫. જેમ ઠંડીથી થર-થર ધ્રુજતો વ્યક્તિ અગ્નિ પાસે આવી ઠંડીથી નિવૃત થઇ જાય છે , તેમ પરમેશ્વરની સમીપ પ્રાપ્ત થવાથી જીવાત્મા સર્વ દોષ અને દુ:ખથી મુક્ત થઈ જાય છે . જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ પરમેશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ જેવા થાય છે અને જીવાત્મા પરમ આનંદયુક્ત પવિત્ર થઇ જાય છે . ૬. ઈશ્વરની ઉપાસના કરવાથી મનુષ્યનું આત્મબળ એટલું વધશે કે તે પર્વત સમાન દુ:ખ પ્રાપ્ત થવા છતાં ગભરાશે નહીં, એ સર્વ દુ:ખોને શાંતચિત્તે સહન કરશે અને તેમાંથી બહાર આવી જશે. મનુષ્ય જીવનમાં આનાથી વધારે અદ્દભુત બીજુ ં શું હોય શકે ! ૭. જે પરમેશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના નથી કરતાં તે મહામુર્ખ અને કૃ તઘ્ન હોય છે . કારણ કે પરમાત્માએ આ જગતના સર્વ પદાર્થોને જીવોના સુખ માટે આપી રાખ્યા છે , આથી ઈશ્વરની આ કૃ પા ભૂલી જવી અને ઈશ્વરને પણ ન માનવો, એ કૃ તઘ્નતા અને મૂર્ખતા છે . જરા વિચારો કે પોતાના માતા-પિતાને ત્યજી દેનાર કૃ તઘ્ન, સ્વાર્થી અને મહામુર્ખ વ્યક્તિઓ સાથે આપણે કે વો વ્યહવાર કરવો જોઈએ!

55

જીવાત્મા પરની પ્રશ્નોત્તરી

56

સંજીવ નેવર

પ્રશ્ન: “હું ” કોણ છું? તમે જીવાત્મા છો. તમે તમારા મન અને શરીરથી ભિન્ન છો. જયારે તમારા શરીરનો નાશ થાય છે ત્યારે તમારો, એટલે કે જીવાત્માનો, નાશ થતો નથી. કારણ કે જીવાત્મા અમર હોવાથી સમસ્ત બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તેનો નાશ કરી શકે . પ્રશ્ન: પણ ઈશ્વર અને જીવાત્મા બંને અવિનાશી અને અજન્મા છે તેનું પ્રમાણ શું? જો તમે ઊંડો વિચાર કરશો તો ખ્યાલ આવી જશે કે વાસ્તવમાં વર્તમાનનું જ અસ્તિત્વ છે . બીજા શબ્દોમાં કહીએ તો, વાસ્તવમાં ભૂતકાળ કે ભવિષ્ય જેવું કંઈ હોતું નથી. જો ભૂતકાળ કે ભવિષ્ય જેવું કંઈ છે જ નહીં તો પ્રશ્ન થાય કે આપણને સમયનું જ્ઞાન કે વી રીતે થાય છે ? પણ થોડો ઊંડો વિચાર કરવાથી ખ્યાલ આવી જશે કે સમયનું જ્ઞાન બદલાવ કે પરિવર્તનોનું સાપેક્ષ અવલોકન કરવાથી થાય છે . આમ ભૂતકાળ એ બીજુ ં કંઈ નહીં પણ આ બદલાવ કે પરિવર્તનોની “યાદ” માત્ર જ છે . અને ભવિષ્ય બીજુ ં કંઈ નહીં પણ જાણીતી હકીકત પરથી થનારી ઘટનાઓનું “અનુમાન” માત્ર જ છે . આમ જોવા જઈએ તો ભૂતકાળ કે ભવિષ્ય તો ખાલી મગજની રમત છે . વાસ્તવમાં વર્તમાનનું જ અસ્તિત્વ છે . આથી એ નિષ્કર્ષ નીકળે કે જો કોઈ તત્વનું વર્તમાનમાં અસ્તિત્વ હોય તો તે તત્વ હંમેશાથી અસ્તિત્વમાં હતું જ! એટલે કે આ તત્વનું કદી સર્જન થતું નથી કે કદી નાશ થતો નથી! હવે ઉર્જા અને દળ બંને ભૌતિક તત્વો છે . અને આ બે ભૌતિક તત્વો બીજા ભૌતિક તત્વોની અસરને કારણે અસ્તિત્વમાં છે . પણ જીવાત્મા અને ઈશ્વર ભૌતિક નથી. અને તે બીજી કોઈ ભૌતિક તત્વોની અસરને કારણે અસ્તિત્વમાં નથી આવ્યાં. જરા વિચાર કરો કે , મૃત્યુ કે વિનાશ ક્યારે સંભવ બને છે ? કોઈ તત્વનો વિનાશ ત્યારે જ સંભવ બને કે જયારે તે તત્વની વાતાવરણમાંના બીજા તત્વો સાથેની ક્રિયા-પ્રતિક્રિયા થતી બંધ થઈ જાય. પણ જો કોઈ તત્વ બીજા ભૌતિક તત્વો કે અન્ય બળોની અસર નીચે આવતો જ ન હોય તો તેનો વિનાશ કે વી રીતે શક્ય બને? કારણ કે જો વિનાશના કારણનું જ અસ્તિત્વ નથી તો પછી વિનાશ કે મ સંભવ બને! આથી જ ઈશ્વર અને જીવાત્માનું ક્યારે ય મૃત્યુ થતું નથી કે ક્યારે ય વિનાશ થતો નથી. સમયના અનંત વિસ્તારમાં, કોઈ તત્વનું વર્તમાનમાં હોવું તે સ્વયમ તે તત્વના નિત્ય અને અવિનાશી હોવાનું પ્રમાણ છે . કારણ કે સમયના અનંત વિસ્તારમાં, સમયની માપપટ્ટી પરના બધાં જ સમય બિંદુઓ સમતુલ્ય હોય 57

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

છે . આથી જ ભૌતિક તત્વોમાંથી બનતી વસ્તુઓનો આકાર અને પ્રકાર બદલાઈ શકે છે પણ મૂળભૂત તત્વોમાં ક્યારે ય બદલાવ આવતો નથી. પ્રશ્ન: જીવાત્માનું સર્જન કોણે કર્યું? ઉપર જણાવ્યા પ્રમાણે આ શ્રુષ્ટિમાં એવી કોઈ સત્તા નથી જે આતમનો વિનાશ કરી શકે . જીવાત્મા ઈશ્વરની જેમ અવિનાશી છે . આમ જીવાત્મા અમર અને અવિનાશી હોવાથી જીવાત્માનું કોઈ સર્જન કરી શકતું નથી. પ્રશ્ન: કે ટલાંક ધર્મગુરુઓ એવું માને છે કે ઈશ્વરે આપણું સર્જન એટલા માટે કર્યું કે જેથી કરીને આપણે ઈશ્વરની પૂજા કરી શકીએ. શું આ વાત સાચી છે ? જો આ વાત સાચી હોય તો, ઈશ્વર પોતાનું ગુણગાન કરાવતો એક શ્રેષ્ઠતાની માંનોગ્રંથીથી પીડાતો તાનાશાહ બની ને રહી જાય. આનાથી એ સાબિત થાય કે ઈશ્વર અસંગત છે . તે તેની આદતો બદલતો રહે છે . અને શ્રુષ્ટિ સર્જન સમયે તે એકલો હતો અને પછી અચાનક જ જીવાત્માઓનું સર્જન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન: પણ ઈશ્વર તો પરિપૂર્ણ છે . તો પછી તે અસંગત કે વી રીતે બની શકે ? આ ઈશ્વર પરુપૂર્ણ છે . એનો અર્થ એ થાય કે ઈશ્વર સમયના દરે ક બિંદુએ એક સમાન રીતે પરિપૂર્ણ હોવો જોઈએ અને એક સમાન અપરિવર્તનશીલ નિયમો અનુસાર કર્મ કરતો હોવો જોઈએ. પરિપૂર્ણ હોવાનો અર્થ એ છે કે , ઈશ્વર તેની આદત ક્યારે ય બદલતો નથી. હવે જો ઈશ્વરે આપણને કોઈ સમય T1 માં બનાવ્યાં હોય તો તેણે આગળ પણ આપણને બનાવતા રહે વું પડે . કારણ કે તે પરિપૂર્ણ છે અને તેની આદતો બદલતો નથી. પણ ઈશ્વર આપણને બે વાર બનાવી ન શકે . ઈશ્વરને આપણને ફરીથી બનાવતા પહે લાં આપણો નાશ કરવો પડે .

પણ જો ઈશ્વર આપણું સર્જન અને વિનાશ કરતો રહતો હોય તો જ્યારે આપણો વિનાશ થયેલો હોય ત્યારે ઈશ્વરની પૂજા કોણ કરે ? આનો અર્થ એ થાય કે ઈશ્વરનો મૂડ સમય સાથે બદલતો રહે છે , અથવા તો ઈશ્વર આપણને તેની પૂજા કરવા માટે સર્જાતો નથી.

58

સંજીવ નેવર

પ્રશ્ન: ઈશ્વરે જીવાત્માનું સર્જન કર્યું નથી એ વાત તો સમજાઈ ગઈ. પણ હું કે વી રીતે જાણી શકું કે હું (જીવાત્મા) મારા મન અને શરીરથી ભિન્ન છું? શું હું કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી? જીવાત્મા શરીર અને મનથી ભિન્ન છે તે સમજવું અત્યંત સરળ છે . જન્મથી લઈને મૃત્યુ સુધી માનવ શરીર અને વિચારોમાં નિરંતર પરિવર્તન આવતું રહે છે . પણ તમે સ્વયં અપરિવર્તનશીલ જ રહો છો. નિત્યક્રમમાં પણ તમે અનુભવ કર્યો હશે કે તમારા શરીર અને વિચારોમાં સતત પરિવર્તન આવતુ જ રહે છે . પણ આ પરિવર્તનનો તમારા પર કોઈ પ્રભાવ પડતો નથી. આથી તમે શરીર અને મનથી ભિન્ન છો તેમ પ્રમાણિત થાય છે . આ ચેતના અથવા તો સ્વયં (હું ) ની અનુભૂતિ એ જ તમારું સાચું સ્વરૂપ છે . આ હું (જીવાત્મા) જ અત્યારે પ્રશ્ન કરી રહી છે . આ ચેતના (જીવાત્મા) જ આ લેખ વાંચી રહી છે . આ જીવાત્મા જ છે કે જેને "સ્વયં" ના હોવાનું જ્ઞાન છે . આ જીવાત્મા જ છે કે જે આ લેખ વાંચી “જીવાત્મા” શું છે તે જાણવા માટે ઉત્સુક અને પ્રયત્નશીલ છે . જયારે તમે સ્વપ્ન રહિત નિંદ્રામાંથી જાગો છો ત્યારે પણ કહો છો કે “મને" સરસ નિંદ્રા આવી. અહીં જીવાત્મારૂપી ચેતન તત્વ એ જ નિંદ્રારૂપી શાંતિ અનુભવી. પ્રશ્ન: કે ટલાંક લોકો એવું માને છે કે જીવાત્માનું અસ્તિત્વ જ નથી અને "ચેતના" એ બીજુ ં કંઈ નહીં પણ “મગજમાં રહે લું રસાયણ" છે . તેઓ માને છે કે બધી જ લાગણીઓ, ભાવનાઓ અને સુખ-દુઃખની અનુભૂતિ એ માત્ર રાસાયણિક પ્રક્રીયા જ છે . આને સત્ય માની લેવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે . સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ એવા લોકોની હોય છે કે જેઓએ પોતાની સમજશક્તિ, વિચારશક્તિ અને બુદ્ધિ વિવિધ પ્રકારના અનૈતિક કાર્યોમાં રચ્યાપચ્યા રહીને નષ્ટ કરી નાખી હોય. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના ‘અંતરાત્માના અવાજને’ અવગણી નિરર્થક વાતોમાં પોતાનો સમય વેડફતી રહે છે . પણ જરા વિચાર કરો કે , જયારે તમને કોઈ તમાચો મારે છે તો એના પરિણામ સ્વરૂપે શરીર પ્રતિક્રિયા કરે છે અને મજ્જાતંતુઓ પીડાની લાગણી ઉત્પન્ન કરે છે . પણ આ પીડા “કોણ" અનુભવે છે ? આનાથી ઉલટું , જયારે તમારા વખાણ થાય છે , ત્યારે મજ્જાતંતુઓ ફરીથી પ્રતિક્રિયા કરી સુખ અને 59

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આનંદની લાગણી ઉત્પન્ન કરે છે . પણ આનંદ “કોને” થાય છે . આ આનંદની લાગણી “કોણ” અનુભવે છે ? આ સુખ અને દુ:ખની લાગણીનો અનુભવ કરનાર બીજુ ં કોઈ નહીં પણ જીવાત્મા જ છે . સત્ય તો એ છે કે “કંઈક અનુભવાય છે એ જ સૂચવે છે કે કોઈક અનુભવે છે .” દેખીતી રીતે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્ રોન, હાઈડ્ રોજનનાં અણુઓ, પાણીના અણુઓ કે અન્ય કોઈ જડ તત્વો સુખ અને દુઃખની અનુભૂતિ કરનાર “હું (જીવાત્મા)” ન હોય શકે . જે ચેતન તત્વ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે અને નિર્ણય લે છે તે આપણાં શરીરમાં સ્થિત “જીવાત્મા” છે . અને આ જીવાત્મા જ આપણી સાચી ઓળખ છે . જીવાત્મા જડ તત્વ ન હોવાથી એના ઉપર પાણી, અગ્નિ જેવા ભૌતિક પદાર્થોની અસર થતી નથી. આમ જીવાત્મા અવિનાશી છે . આમેય વિનાશ એટલે વિવિધ ઘટકોમાં થતું વિભાજન. પણ જેનો કોઈ ઘટક જ ન હોય એનું વિભાજન કે વી રીતે શક્ય બને? સ્થૂળ પદાર્થ કદી સુક્ષ્મ તત્વને તોડી ન શકે , જેમ કે તલવાર કદી અણુ કે પરમાણુને તોડી ન શકે . આમ બધાં ગ્રંથોમાં જણાવ્યાં પ્રમાણે જીવાત્મા “અવિનાશી” છે . પ્રશ્ન: પણ આપણે રસાયણિક પ્રક્રિયા જ છે તેવી બુમો પાડતા રહે તા બુદ્ધિજીવીઓના મો બંધ કે વી રીતે કરવા? આ “તથાકથિત (રાસાયણિક) બુદ્ધિજીવીઓ” ને પૂછીએ કે જો આ જીવાત્મા જેવું કશું હોતું જ નથી અને સુખ-દુઃખની અનુભૂતિ એ માત્ર રાસાયણિક પ્રક્રીયા જ છે , તો પછી જયારે તેમની આ માન્યતાઓનું ખંડન થાય છે અથવા તો તેમને ખોટી પુરવાર કરવનો પ્રયત્ન થાય છે , ત્યારે તેઓ વિરોધ શા માટે કરે છે ? કારણ કે રાસાયણિક બુદ્ધિજીવીઓ મત પ્રમાણે તેઓ સ્વયં અને તેમની માન્યતાઓનું ખંડન કરનાર એ બંને એક રાસાયણિક પ્રક્રીયા જ છે . જો આ બુદ્ધિજીવીઓ રાસાયણિક પ્રક્રિયા જ હોય તો પછી શા માટે તેઓ પ્રેમ કરે છે ? શા માટે તેઓ લાગણીઓના દુભાવાનો અનુભવ કરે છે ? શા માટે તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે ? શા માટે તેઓમાં જ્ઞાન પ્રચાર કરવાની અને અંધશ્રદ્ધાનોનું ખંડન કરવાની તીવ્ર ઈચ્છા હોય છે ? શા માટે તેઓ અપરાધ વિરોધી કાયદાઓનો વિરોધ કરતાં નથી? જો અપરાધીઓ પણ તેમના મતે રસાયણિક પ્રક્રિયા જ હોય તો શા માટે રાસાયણિક પ્રક્રિયાઓને સજા કરવી 60

સંજીવ નેવર

જોઈએ? ઉદાહરણ તરીકે , જયારે કોઈ કોઈના મોઢાં ઉપર એસીડ ફેં કે તો શું તમે એસીડને સજા કરશો કે એસીડ ફે કનાર અપરાધીને? આ ઉપરાંત, જો આ બધું રાસાયણિક પ્રક્રિયા જ હોય તો શા માટે આ રાસાયણિક પ્રક્રિયાઓને આટલું બધું મહત્વ આપવું જોઈએ? રાસાયણિક બુદ્ધિજીવીઓની માન્યતાઓના વિરોધમાં જે કાઈ બોલાય છે , લખાય છે , અથવા તર્ક કરાય છે , એ બધું જ, રાસાયણિક બુદ્ધિજીવીઓના મતાનુસાર ખલેલ ઉત્પન્ન કરતી અન્ય રાસાયણિક પ્રક્રિયા જ હોવી જોઈએ! જેમ કે પ્રયોગશાળામાં બે એસીડ ભેગા કરવાથી ખલેલ ઉત્પન્ન થાય છે તેમ. સારાંશમાં, જો આ બધું રાસાયણિક પ્રક્રિયા હોય અને આપણે ચેતન અવિનાશી તત્વ નહીં, જડ વિનાશી તત્વ હોઈએ તો કાયદો, સમાજ વ્યવસ્થા, પ્રેમ, લાગણીઓ, શિક્ષા, ચરિત્ર નિર્માણ, અપરાધ માટે નો દંડ, રમત-ગમત, મનોરંજન, દયા-કરુણા વગેરે અર્થવિહીન બની જાય. આપણાં જીવન અને અસ્તિત્વનો અર્થ કે ઉદ્દે શ જ ન રહે . આમ મનુષ્ય જીવન એક રસાયણિક પ્રક્રિયા જ છે તેવી માન્યતા એવાં નિરર્થક બુદ્ધિજીવીઓ માટે જ છે કે જેઓને પોતાની હત્યા સામે પણ કાઈ વાંધો નહીં હોય. કારણ કે એમનું જીવન નિરર્થક રાસાયણિક પ્રક્રિયા છે અને એમને માટે હત્યા પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે ! પ્રશ્ન: ચાલો આ નિરર્થક બુદ્ધિજીવીઓ અને તમને લગતા તર્ક અને વાદ-વિવાદને એક બાજુ એ મુકીએ. હવે મને કહો કે જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે કે ઈશ્વર આધીન છે ? જીવાત્મા પોતાના કર્તવ્ય કર્મોમાં સ્વતંત્ર અને ઈશ્વરની વ્યવસ્થામાં પરતંત્ર છે . શ્રુષ્ટિ-વિનાશ (પ્રલય) સમયે જે જીવાત્માઓને મોક્ષ મળી ચૂકયો છે એ સિવાયની બધી જ જીવાત્માઓ પોતાની સ્વતંત્ર ઈચ્છા વિના રહે છે . શ્રુષ્ટિનું સર્જન થયા બાદ જ્યારે જીવાત્મા પૂર્વ શ્રુષ્ટિચક્રમાં કરે લા પોતાના કર્મોના ફળ સ્વરૂપ જન્મ લે છે ત્યારે તેને કર્મ કરવા માટે મર્યાદિત સ્વતંત્રતા આપવામાં આવે છે . તેમ છતાં જીવાત્મા કે ટલી સ્વતંત્રતા મેળવી શકે છે તે સ્વયં જીવાત્માએ કરે લા કર્મો પર આધારિત છે . પ્રશ્ન: તમે આને ઉદાહરણ દ્વારા સમજાવશો? ઉદાહરણ તરીકે , મોટાભાગના ભારતીઓ પોતાની પ્રખ્યાત ગુલામીની માનસિકતાને કારણે દાયકાઓ સુધી વિદેશીઓના ગુલામ બની રહવાનું નક્કી

61

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

કરે છે . આ કારણે તેઓ મર્યાદિત સ્વતંત્રતાના ભોગ બને છે અને એમના જ દેશમાં તેઓ માનભંગનો સામનો કરતાં રહે છે . આવી મર્યાદિત સ્વતંત્રતાના ભોગ બની રહીં, ગુલામી સહન કરતાં રહે વી એ ન તો ઈશ્વરનો નિર્ણય છે કે ન તો જન્મથી ભારતીઓના ભાગ્યમાં લખેલું છે . પણ આ ગુલામી એ આપણાં ભારતીય સમાજની સામુહિક પસંદગી છે . આ જ વાત પ્રત્યેક જીવાત્માને પણ લાગુ પડે છે . જીવાત્માને કે ટલી સ્વતંત્રતા મળશે તે જીવાત્માના કર્મો પર આધારિત છે . બીજા શબ્દોમાં કહીએ તો, જીવાત્માના સામર્થ્ય અનુસાર ઈશ્વર પ્રત્યેક જીવાત્માને કાર્ય કરવા માટે એક સ્વતંત્રતાનું ક્ષેત્ર પૂરું પાડે છે , અને સમયાંતરે તે ક્ષેત્રમાં રહીને જીવાત્માએ કરે લા કર્મના ફળ સ્વરૂપ ઈશ્વર જીવાત્માના સ્વતંત્રતાના ક્ષેત્રને મોટું કે નાનું કરતો રહે છે . આપણે આપણાં બાળકોને જે રીતે સ્વતંત્રતા આપીએ છીએ તેની સાથે આ વાત ને સરખાવી શકાય. જન્મ પછીના અમુક સમય સુધી આપણે બાળકને પારણાં સુધી મર્યાદિત રાખીએ છીએ. જયારે બાળક ઘૂંટણ ટે કવીને ચાલતું થાય ત્યારે આપણે તે ઊંચા સ્થાનેથી પડી ન જાય તેની કાળજી લઈ બાળકનું હલનચલન મર્યાદિત રાખીએ છીએ. આ જ રીતે બાળક યુવાન અવસ્થામાં પહોચે ત્યાં સુધીમાં તેને આપણે વધુ ને વધુ સ્વતંત્રતા આપતા રહીએ છીએ. પણ જો આ સમય દરમિયાન બાળક જમીન પર પડે લી ગંદી વસ્તુ ખાવા જેવી કોઈ ખરાબ આદત કે ળવે તો માતા એને રોકવાના નવીન પ્રકારના રસ્તાઓ શોધે છે . આમ બાળકની સ્વતંત્રતા મર્યાદિત કરવામાં આવે છે . આનાથી ઊલટું , જો બાળક સારું વર્તન કરે , માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે અને વસ્તુઓ અવ્યવસ્થિત ન કરે તો બાળક ઝડપથી વધુ સ્વતંત્રતા મેળવે છે . ઈશ્વર, આપણાં માતા-પિતાની જેમ જ, જીવાત્માના કર્મ અને સામર્થ્ય આધારિત માપદંડ પ્રમાણે નિરંતર આવું જ કરતો રહે છે . ઈશ્વર આવું આપણાં માતા-પિતાની જેમ આપણાં કલ્યાણ માટે અને આપણને દુઃખથી દુર રાખવા માટે જ કરે છે . ટૂં કમાં, જીવાત્મા પોતાને કે ટલી સ્વતંત્રતા મળશે તે નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે . બીજા શબ્દોમાં કહીએ તો, જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે . પણ પોતાના સાત્કાર્મોનું સુખ સ્વરૂપ અને પાપ કર્મોનું દુઃખ સ્વરૂપ ફળ મેળવવા માટે પરતંત્ર (ઈશ્વર આધીન) છે .

62

સંજીવ નેવર

પ્રશ્ન: “સ્વતંત્ર" અને "કર્મના ફળ" નો શો અર્થ થાય છે ? ક્રિયાઓ જીવાત્માને આધીન હોવાથી જીવાત્મા સ્વતંત્ર છે . જો જીવાત્મા પોતાના કર્તવ્ય કર્મોમાં સ્વતંત્ર ન હોય તો તેને પાપ-પુણ્યના ફળ કદી પ્રાપ્ત થઇ શકે નહીં. કારણ કે જો જીવાત્મા ઈશ્વરની ઈચ્છાને આધીન થઇને કર્મ કરવામાં બાધ્ય હોય તો જીવાત્માને પાપ કે પુણ્ય ન લાગે. ઉલટાનું, જીવાત્માના કર્મોના ફળ ઈશ્વરે ભોગવવા પડે . ઉદાહરણ સ્વરૂપે, જો તમે કોઈને તલવાર વડે મારી નાંખો તો તમને સજા થાય છે , તલવારને નહીં. કારણ કે તલવાર તમને આધીન હતી. પ્રશ્ન: પણ એ સંપ્રદાયો વિષે શું કે જેઓ એવું માને છે કે આપણાં જન્મ પહે લાં જ ઈશ્વરે આપણાં બાધાનું ભવિષ્ય પુસ્તકમાં લખેલું છે જે ધાર્મિક સંપ્રદાયો એવું માને છે કે ઈશ્વરે , જન્મ લેતા પહે લાં જ બાધાનું ભવિષ્ય પુસ્તકમાં લખેલું છે ( જેમ કે અલ્લાહના સિંહાસન નીચે રાખેલું મુસ્લિમોનું પુસ્તક “લૌહે મહફૂઝ”) એ વાસ્તવમાં એમ કહી રહ્યાં છે કે ઈશ્વર/ અલ્લાહને આ સંસારમાં થતા બધાં જ દુષ્કર્મો માટે સજા થવી જોઈએ. પણ કોઇપણ બુદ્ધિજીવી વ્યક્તિ આવાં પરસ્પર વિરોધી સિદ્ધાંતોનો સ્વીકાર નહીં કરે . વેદ અનુસાર જીવાત્મા પોતાના મર્યાદાઓના ક્ષેત્રમાં રહીને શરીર, ઇન્દ્રિયો અને જીવનશક્તિનું સંચાલન કરવા માટે સ્વતંત્ર છે . પોતાના કર્મફળ પ્રમાણે જીવાત્માનું મર્યાદાક્ષેત્ર નાનું કે મોટું થતું રહે છે . જયારે જીવાત્મા ઉત્તમ કર્મો કરી તેના ફળ સ્વરૂપે પોતાના આ મર્યાદાક્ષેત્રને સંપૂર્ણપણે તોડી નાખે છે ત્યારે તે સંપૂર્ણ સ્વતંત્ર થઈ જાય છે . આ સંપૂર્ણ સ્વતંત્રતાની અવસ્થા “મુક્તિ અવસ્થા” છે . આ અવસ્થામાં જીવાત્મા ઈશ્વરના સાનિધ્યમાં રહે છે . આ “મુક્તિ અવસ્થા” પ્રાપ્ત કરવી એ જ જીવાત્માનું અંતિમ લક્ષ્ય છે . પ્રશ્ન: આ જ સત્યને ઉદાહરણ દ્વારા સમજાવશો? આ સત્યને એક વિદ્યાર્થીના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો વિદ્યાર્થીએ તબીબીશાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો તો તે વિદ્યાર્થી ડોક્ટર નહીં બની શકે . આહિત તેને સર્જરી કરવાની સ્વતંત્રતા નથી. પણ જો વિદ્યાર્થીએ અભ્યાસ કર્યો હોત અને ડોક્ટર બન્યો હોત તો તેને સર્જરી કરવાની સ્વતંત્રતા મળી શકી હોત. આમ સર્જરી કરવાની સ્વતંત્રતા વિદ્યાર્થીને મળશે કે નહીં તે સ્વયં વિદ્યાર્થીના કર્મો પર આધારિત છે . એટલે કે વિદ્યાર્થી સ્વયં પોતાની સ્વતંત્રતાનું ક્ષેત્ર નક્કી કરે છે . મનુષ્યોએ બનાવેલા કાયદા પ્રમાણે કદાચ 63

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અમુક ઉંમર વીતી ગયા પછી કોઈ વ્યક્તિ ડોક્ટર ન બની શકે . પણ ઈશ્વરની ન્યાય વ્યવસ્થામાં આમ નથી. ઈશ્વરના અપરિવર્તનશીલ નિયમ અનુસાર, જીવનની દરે ક ક્ષણમાં જીવાત્માને પોતાનામાં આમૂલ પરિવર્તન લાવવાનો, મોક્ષ સ્વરૂપ પરમ આનંદની પરાકાષ્ઠાએ પહોંચવાનો અને સર્વોત્તમ સામર્થ્યને પ્રાપ્ત કરવાનો અવસર છુપાયેલો હોય છે . તેનો આ અવસર જીવાત્મા પાસેથી સ્વયં ઈશ્વર પણ કદી છીનવી શકતો નથી. આપણે (જીવાત્માઓ) આદીકાળથી અત્યારની ક્ષણ સુધીમાં, અનેક જન્મ-જન્માંન્તરો દરમિયાન, શુભ અને પાપકર્મો દ્વારા આપણું જે સ્વતંત્રતાનું ક્ષેત્ર નિર્ધારિત કર્યું હોય છે તેની સામુહિક અસર જ આપણું આજનું આ વર્તમાન છે . આ વર્તમાન જ આપણાં એ સત્કર્મો અને પાપકર્મોનું ફળ છે . ઈશ્વરની કર્મફળ વ્યવસ્થા અનુસાર આ "કર્મોના ફળ" આપણને ઝડપથી નિત્ય આનંદ – મુક્તિ - સુધી પહોચાડવા માટે શ્રેષ્ઠ હોય છે . જીવાત્માનું "કર્મ ફળ" નિર્ધારિત કરવાનો વિભાગ ઈશ્વરના હાથમાં છે . જીવાત્માનું કર્મના ફળ પર કોઈ નિયંત્રણ હોતું નથી. સમયના કોઈ નિશ્ચિત બિંદુ પર આપણાં મર્યાદાક્ષેત્રની સામુહિક અસર અને સુખ-દુઃખની થતી અનુભૂતિ એટલે આપણાં "કર્મોના ફળ". બીજા શબ્દોમાં કહીએ તો આપણું વર્તમાન એ આપણાં પૂર્વ સંસ્કારોનું જ સર્જન છે . સરળ શબ્દોમાં કહીએ તો: જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે , પણ કર્મના ફળ મેળવવા માટે સંપૂર્ણપણે ઈશ્વર આધીન. પ્રશ્ન: જો ઈશ્વર જીવને ન બનાવત અને સામર્થ્ય ન આપત તો જીવાત્મા કાંઈ પણ કરી શકત નહીં, એટલા માટે ઈશ્વરની પ્રેરણાથી જ જીવ કર્મ કરે છે . આ એક યોગ્ય પ્રશ્ન છે . પણ આ પ્રશ્ન એ પાખંડી ધાર્મિક સંપ્રદાયો – ઈસાઈ અને ઇસ્લામ – સુધી જ સીમિત છે , કે જેઓ એવું માને છે કે ઈશ્વરે જીવાત્મોનું “સર્જન” કર્યું છે . વેદ અનુસાર જીવાત્માનું ક્યારે ય સર્જન કે વિનાશ થતો નથી. કારણ કે જેમ “ઈશ્વર” નિત્ય છે તેમ “જીવાત્મા” પણ નિત્ય છે . આ ઉપરાંત, ભૌતિક જગતનું મૂળ કારણ “પ્રકૃ તિ” એ ત્રીજી સત્તા છે કે જે ઈશ્વર અને જીવાત્માની જેમ જ નિત્ય છે . એવો ક્યારે ય સમય ન હતો કે જ્યારે આ ત્રણ સત્તોનું અસ્તિત્વ ન હતું. 64

સંજીવ નેવર

અને એવો સમય ક્યારે ય નહીં આવે કે જ્યારે આ ત્રણ સત્તાઓનું અસ્તિત્વ નહીં હોય. ઈશ્વરની એક મુખ્ય ભૂમિકા આ અચેતન પ્રકૃ તિમાંથી શ્રુષ્ટિનું સર્જન કરાવનું છે , કે જેથી કરીને ચેતન જીવાત્માઓ ઈશ્વરે સર્જેલી શ્રુષ્ટિમાં પોતાની ઈચ્છા સ્વતંત્રતાનો પ્રયોગ કરી ઉત્તમ કર્મો કરવામાં સક્ષમ બને અને નિત્ય આનંદ – મોક્ષ – પ્રાપ્ત કરી શકે . આમ, ઈશ્વર એક ઇજનેર ની જેમ પહે લેથી જ ઉપલબ્ધ કાચા માલસમાનમાંથી (પ્રકૃ તિ) શ્રુષ્ટિનું સર્જન કરે છે . ઈશ્વર, સત્ય સાઈબાબા કે અલ્લાહની જેમ હવામાંથી – અભાવમાંથી – કોઈ વસ્તુનું સર્જન કરતો નથી. જીવાત્માઓને શ્રુષ્ટિમાં મુક્યાં બાદ ઈશ્વર જીવાત્માઓના હાથમાં મન અને શરીરનું નિયંત્રણ સોપે છે . આમ જીવાત્મા કર્મ કરવા માટે સામર્થ્યવાન બને છે અને તેથી "કર્મોના ફળ" પણ ભોગવે છે . જયારે કોઈ વ્યક્તિ શસ્ત્રથી કોઈની હત્યા કરે છે , ત્યારે તે વ્યક્તિ સ્વયં દંડને પાત્ર બને છે . શસ્ત્ર બનવનાર, શસ્ત્ર વેચનાર કે પછી ખાણિયો, કે જેણે શસ્ત્ર બનાવવા માટે નું લોઢું ખોદકામ કરીને બહાર કાઢયું છે , આ ત્રણમાંથી એકપણ વ્યક્તિ દંડને પાત્ર નથી બનતા. માત્ર શસ્ત્રથી હત્યા કરનાર વ્યક્તિ જ દંડને પાત્ર છે . ઈશ્વર ક્યારે ય કર્મ-ફળ બંધનમાં આવતો નથી. ઈશ્વર ક્યારે ય “કર્મોના ફળ" ભોગવતો નથી. જીવાત્માના સત્કર્મ કે પાપકર્મ માટે ઈશ્વર ક્યારે ય જવાબદાર હોતો નથી. જો ઈશ્વર જીવાત્માને કર્મ કરવા માટે બાધ્ય કરતો હોત અને જો જીવાત્માને સ્વયંની કોઈ ઈચ્છા-શક્તિ ન હોત તો જીવાત્મા ક્યારે ય અધર્મયુક્ત કે પાપકર્મો કરતી ન હોત. કારણ કે ઈશ્વર સ્વયં પાપમુક્ત અને પવિત્ર છે . જે ઉન્નત અને ઉત્કૃષ્ટ જીવાત્માઓએ પોતાની અજ્ઞાનતાના બધાં જ બીજ બાળી દીધા હોય તે જીવાત્માઓ ઈશ્વરની જેમ પાપમુક્ત અને પવિત્ર બની જાય છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહી પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે . પ્રશ્ન: જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ કે વાં છે ? જીવાત્મા અને ઈશ્વર બંને ચેતન સ્વરૂપ છે . બંનેનો સ્વભાવ પવિત્ર છે . બન્ને અવિનાશી, અજન્મા અને અમર છે .

65

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પણ શ્રુષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, જીવાત્માને કર્મના ફળ આપવા, વેદ જ્ઞાનનો પ્રકાશ કરવો, આ બધાં ઈશ્વરના ધર્મયુક્ત કર્મો છે . નિત્યજ્ઞાન, અનંત બળ, નિત્ય આનંદ વગેરે ઈશ્વરના ગુણ છે . ન્યાય સૂત્ર ૧.૧.૧૦ પ્રમાણે જીવાત્માના ગુણ નીચે પ્રમાણે છે . ૧. ઈચ્છા – પદાર્થોની પ્રાપ્તિની અભિલાષા ૨. દ્વે ષ – દુ:ખ વગેરેની અનિચ્છા ૩. પ્રયત્ન – પુરુષાર્થ બળ ૪. સુખ – આનંદ ૫. દુઃખ – વિલાપ, અપ્રસન્નતા ૬. જ્ઞાન – વિવેક જાણવું વૈશેષિક સૂત્ર ૩.૨.૪ પ્રમાણે જ્યારે જીવાત્મા નશ્વર દેહમાં હોય છે ત્યારે તે નીચેના ગુણો પ્રકશિત કરે છે . ૧. પ્રાણ – પ્રાણવાયુને બહાર કાઢવો ૨. અપાન - શ્વાસ અંદર લેવો ૩. નિમેષ – આંખ મીચવી ૪. ઉન્મેષ – આંખ ઉઘાડવી ૫. જીવન – પ્રાણનું ધારણ કરવું ૬. મન – નિશ્ચય સ્મરણ અને અહંકાર હોવો ૭. ગતિ – ચાલવું ૮. ઇન્દ્રિય – સર્વ ઇન્દ્રિયોને ચલાવવી ૯. અન્તવિર્કાર – ભિન્ન-ભિન્ન તૃષા, હર્ષ, શોકાદિ યુક્ત હોવું. જેના હોવાથી જે હોય અને જેના ન હોવાથી ન હોય, તે ગુણ તેના હોય છે . જેમ દીપ અને સૂર્ય ન હોવાથી પ્રકાશનું ન હોવું, અને હોવાથી હોવું છે , તેમ

66

સંજીવ નેવર

જીવાત્મા અને પરમાત્માનું જ્ઞાન તેના ગુણ દ્વારા થાય છે . આમ, જ્યાં સુધી જીવાત્મા દેહમાં હોય છે ત્યાં સુધી ઉપયુક્ત ગુણો પ્રકાશિત થાય છે અને જયારે જીવાત્મા દેહનો ત્યાગ કરે છે ત્યારે આ ગુણો દેહમાં રહે તા નથી. વિદ્વાનો આ પ્રમાણે જીવાત્માના અસ્તિત્વનો નિષ્કર્ષ કાઢે છે . પ્રશ્ન: જીવાત્માનું કદ કે ટલું હોય છે ? શું તે આખા શરીરમાં પ્રસરે લી હોય છે ? જીવાત્મા સૂક્ષ્મ છે . તે અવકાશમાં રહે લા એક બિંદુ જેટલી હોય છે . જીવાત્મા અલ્પજ્ઞ એટલે કે માર્યાદિત જ્ઞાન ધરાવે છે . પરમાત્મા જીવાત્માથી પણ સૂક્ષ્મ છે પણ તે સર્વજ્ઞ છે . ઈશ્વર શરીરની બધી જ કાર્યપ્રણાલીનું સંચાલન કરે છે અને જીવાત્મા ઓફીસના કોઈ સી.ઈ.ઓની જેમ તેનું નિયંત્રણ કરે છે . કે ટલાંક લોકોની એવી માન્યતા છે કે હાથીની જીવાત્માનું કદ કીડીની જીવાત્માના કદ કરતાં મોટું હોય છે . પણ આ સત્ય નથી. દરે ક જીવાત્માનું કદ અને સામર્થ્ય એક સમાન હોય છે . પણ દરે ક જીવાત્મા પોતપોતાના કર્માનુસાર ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે યથાયોગ્ય કર્મફળ ભોગવે છે . આમ જીવાત્માનો વચ્ચે ભિન્નતા કદ અનુસાર નહીં પણ કર્મફળને લઈને હોય છે . જ્યારે જીવાત્મા એક શરીર છોડી બીજુ ં શરીર ધારણ કરે છે ત્યારે તેનું કદ બદલાતું નથી, પણ માત્ર તેના નિયંત્રણનું સ્થાન જ બદલાય છે . પ્રશ્ન: તો શું તમારું એવું કહવું છે કે ઈશ્વર જીવાત્માની અંદર અને બહાર વ્યાપ્ત છે ? પણ જે સ્થળમાં એક વસ્તુ હોય છે , તે સ્થળમાં બીજી વસ્તુ રહી શકતી નથી. આમ જ્યાં જીવાત્મા છે ત્યાં ઈશ્વર ન હોય શકે . કદાચ જીવાત્મા અને ઈશ્વરનો સંયોગ સંબંધ હોય શકે , પણ વ્યાપ્ય-વ્યાપક સંબંધ ન હોય શકે . બે વસ્તુઓ એક જ સ્થાને અસ્તિત્વમાં ન રહી શકે તે નિયમ સમાન કદ અને આકારવાળા પદાર્થો માટે લાગુ પડે છે , પણ અસમાન કદ ધરાવતા પદાર્થો માટે આ નિયમ લાગુ પડતો નથી. જેમ લોઢું સ્થૂલ અને અગ્નિ સૂક્ષ્મ હોય છે , તે કારણેથી લોઢામાં વિદ્યુત અગ્નિ વ્યાપક થઈને એક જ અવકાશમાં બંને રહી શકે છે . આવી જ રીતે, જીવાત્મા પરમેશ્વરથી સ્થૂલ અને પરમેશ્વર જીવાત્માથી સૂક્ષ્મ હોવાથી પરમેશ્વર

67

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

વ્યાપક અને જીવાત્મા વ્યાપ્ય છે . ઈશ્વર શ્રુષ્ટિના કણ-કણમાં વ્યાપક છે . જેમ આ વ્યાપ્ય-વ્યાપક સંબંધ ઈશ્વર અને જીવનો જ છે , તેમ સેવ્ય-સેવક, આધારા-અધેય, સ્વામી-ભૃત્ય, રાજા-પ્રજા અને પિતા-પુત્ર આદિનો પણ સંબંધ છે . પ્રશ્ન: શું જીવ અને ઈશ્વર કદી એક થાય છે ? કે પછી હંમેશા ભિન્ન જ રહે છે ? જીવાત્મા અને ઈશ્વર કદી એકબીજાથી અલગ હોતા નથી. કારણ કે , અગાઉ જણાવ્યાં પ્રમાણે, ઈશ્વર અને જીવાત્માનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે . ઈશ્વર જીવાત્માની અંદર અને બહાર વ્યાપ્ત છે . આમ જીવાત્મા ક્યારે ય પણ ઈશ્વરથી અલગ થઇ શકે નહીં. પણ એનો અર્થ એ નથી કે જીવાત્મા જ ઈશ્વર બની જાય છે . આમ માની લેવું એ ભૂલ છે . જો આમ થવું શક્ય હોત તો જીવાત્મા ક્યારનીય ઈશ્વર બની ગઈ હોત. કારણ કે છે વટે તો જીવાત્મા અને ઈશ્વર અનંતકાળથી સહઅસ્તિત્વ ધરાવે છે . પણ જ્યારે જીવાત્મા અજ્ઞાનતાના બધાં બીજ બાળી નાંખે છે ત્યારે તે ઈશ્વરના સાનિધ્યમાં રહે છે . ઠીક એવી રીતે કે જેમ, અગ્નિની જ્વાળામાં રહે લ લોખંડનો ટુ કડો સ્વયં અગ્નિની જ્વાળા બની જાય છે . આ સ્થિતિમાં જીવાત્મા સંપૂર્ણપણે ઈશ્વર કે ન્દ્રિત રહે છે . આ જ મુક્તિ અથવા તો પરમ આનંદની અવસ્થા છે . પણ જીવાત્મા તેનું અલગ અસ્તિત્વ ગુમાવતી નથી. જો આમ થાય તો મુક્તિ સ્વરૂપ પરમ આનંદ કોણ માણે? પ્રશ્ન: જીવાત્મા શું છે અને તેનો ઈશ્વર સાથેનો કે વો સબંધ છે તેનું જ્ઞાન તો થયું. પણ જીવાત્મા એટલે કે મારા જીવનનો ઉદ્દે શ શો છે ? જીવનનો ઉદેશ સત્કર્મો કરીને જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ “મુક્તિ એટલે કે પરમ આનંદને” પ્રાપ્ત થવાનો છે . પ્રશ્ન: સત્કર્મો કયા છે તે હું કે વી રીતે જાણી શકું ? ધર્મ અનુસારના કર્મો જ એટલે કે ધાર્મિક કર્મો જ સત્કર્મો છે . પણ એ વાતનું ધ્યાન રાખો કે “ધર્મ” એ “ધર્મ સંપ્રદાય” (રિલીજીયન) નથી. ધર્મ એટલે સહજવૃત્તિ. ઉદાહરણ તરીકે , બાળવું એ અગ્નિનો ધર્મ છે . ભીનું કરવું એ પાણીનો ધર્મ છે . આવી જ રીતે જીવાત્માઓનો પણ પોતાનો ધર્મ છે . પણ અજ્ઞાનતાના 68

સંજીવ નેવર

કારણે આપણાંમાં ધર્મ અને ધર્માનુસાર કર્મો કરવાની સમજ ઝાંખી થતી જાય છે . પણ ધ્યાન આપવાથી ખ્યાલ આવી જશે કે આપણી “આત્માનો અવાજ “ આપણને સતત માર્ગદર્શન આપતો રહે છે . જયારે આપણે આત્માના અવાજને અનુસરી કર્મો કરવાનું શરૂ કરીશું ત્યારે બાકીનું બધું જ આપમેળે બરાબર થઈ જશે. આપણે જોઈએ છીએ કે કોઈની સાથે દગો કરવો, નિર્દય બનવું, ચરિત્રહીન બનવું, દેશભક્ત ન રહે વું, આળસુ બની રહે વું વગેરે આપણાં માટે અસ્વાભાવિક છે . આ બધાં જ કર્મો જીવાત્માના અવાજના વિરુદ્ધના કર્મો છે . જેમ જેમ આપણે જીવાત્માના અવાજ ને અનુસરતા જઈશું તેમ તેમ આપણે વધુ ને વધુ સ્વાભાવિક બનીશું અને વધુ ને વધુ સત્કર્મો કરવા પ્રોત્સાહિત થઈશું. જેમ કે શિસ્તબદ્ધ રહે વું, શ્રમ કરવો, દયાળુ બનવું, સત્યનું આચરણ કરવું, દેશભક્ત બનવું, વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રમાણેનું આચરણ કરવું, અને પરમ આનંદ તરફ ઝડપથી આગળ વધવું, વગેરે. આ બધાં જ ધર્મયુક્ત કર્મો છે . ધર્મયુક્ત કર્મો કરી મુક્તિને પ્રાપ્ત થવા માટે એક કરતાં વધુ જન્મ પણ લેવા પડે છે . પણ મુક્તિ તરફની આપણી આ યાત્રા ક્યારે ય તૂટે નહીં તેનું ઈશ્વર સદા ધ્યાન રાખે છે . એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે વેદોનું જ્ઞાન એ સ્વયંસ્ફુરિત છે . આ જ્ઞાન ઈશ્વર સ્વરૂપે આપણાં અંતરાત્મામાં વ્યાપ્ત છે . આથી ખોટી માન્યતા અને અંધશ્રદ્ધા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. વેદ માટે પણ આમ જ છે . વેદમાં પણ ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. પણ અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે સામ્યવાદીની આપણી સંસ્કૃ તિ તરફની શંકાસ્પદ મનોવૃત્તિ, આપણી સંસ્કૃ તિની કરવામાં આવતી બિનજરૂરી આલોચના અને બધી જ વસ્તુઓને શકાસ્પદ નજરે જોવાની વૃતિ આપણી અધોગતિના કારણો બન્યા છે . એ બધાં જ ધર્મ સંપ્રદાયો કે જે કોઈ પુસ્તક, પેગંબર, કે દેવદૂતમાં આંધળો વિશ્વાસ રાખવાની માંગણી કરે છે અને નર્ક નો ડર અથવા તો સ્વર્ગની લાલચ આપે છે , તે બધાં નિશ્ચિતપણે તમને અધર્મના ખોટા રસ્તે વાળે છે . તેમનાથી દૂર રહો!

69

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી

70

સંજીવ નેવર

પ્રશ્ન: આ જગત પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે કે અન્યથી? આ જગતની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે . જેમ ઈજનેર યંત્રનું નિર્માણ કરે છે તેમ ઈશ્વરે પણ આ જગતનું નિર્માણ કર્યું છે . આથી ઈશ્વર આ જગતનો ઇજનેર છે . પણ જેમ ઇજનેરને યંત્ર નિર્માણ માટે પહે લેથી ઉપલબ્ધ એવા “કાચા માલસામાન” ની જરૂર પડે છે , તેમ ઈશ્વર પણ જગતની ઉત્પત્તિ માટે પ્રકૃ તિનો (દ્રવ્ય/ઊર્જા) નો ઉપયોગ કરે છે . આમ પરમાત્મા જગતનું નિમિત્ત કારણ છે , પણ તેનું ઉપાદાન કારણ પ્રકૃ તિ છે . પ્રશ્ન: બીગ બેંગ શું છે ? એવું કહે વાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે બીગ બેંગ બીજુ ં કંઈ નહીં પણ શ્રુષ્ટિસર્જન સમજાવતી વિવિધ ધારણાઓમાંની એક ધારણા છે . હવે જો આપણે આ બીગ બેંગની ધારણા સાચી માની પણ લઈએ તો પણ વૈજ્ઞાનિકો એ વાતનો તો સ્વીકાર કરે જ છે કે ગુરુત્વાકર્ષણને કારણે છે વટે સંકોચનની પ્રક્રિયા શરું થશે અને પૂર્ણ સંકોચન થઇ ગયા પછી ફરીથી બીગ બેંગ થઇ વિસ્તારની પ્રક્રિયા શરું થશે. આમ જો બીગ બેંગની ધારણાને સાચી માની લેવામાં આવે તો પણ બીગ બેંગની આ ધારણા વેદોમાં વર્ણવેલ શ્રુષ્ટિસર્જન અને વિનાશના નિરંતર ચાલતા ચક્રથી વિરુદ્ધ નથી. પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જનનો હે તુ શો છે ? અવલોકન અને વિશ્લેષણ દ્વારા આપણને શ્રુષ્ટિ સર્જનનો હે તુ પણ સમજાય જશે. આ સંસાર ઉપર દ્રષ્ટિપાત કરવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે એક અદભૂત શરીર છે . અને આપણાં જીવન નિર્ભાવ માટે આપણને અદભૂત પારિસ્થિતિક તંત્ર (ઇકો સિસ્ટમ) અને વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે . જ્ઞાનપૂર્વક કરવામાં આવેલ આ અદભૂત શારીરિક રચનાની પ્રયોગશાળામાં નકલ કરવી સંભવ નથી! આપણે જાણીએ છીએ કે આપણે આ સંસારની કે પછી આપણાં શરીરની રચના કરી નથી. હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે આ બધું જ આપમેળે થઇ શકે નહીં. આથી આ બધાંની પાછળ એક સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ સત્તા હોવી જ જોઈએ! આ સત્તાએ (ઇશ્વરે ) સંસારના બધાં પદાર્થોની રચના મનુષ્યોના કલ્યાણ માટે કરી છે . પર્યાવરણ, ભૌતિક વિજ્ઞાન અને જીવ

71

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાથી તમને આ સત્યનો વધુ ખ્યાલ આવી જશે. આમ સમગ્ર શ્રુષ્ટિ સર્જન કોઈને કોઈ રીતે આપણને પરમ આનંદ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થઇ રહ્યું છે . ઊંડું અંતઃ:અવલોકન કરવાથી આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે : • જીવાત્માનો (જીવન) ઉદેશ્ય પરમ આનંદ (મુક્તિ) પ્રાપ્ત કરવાનો છે . • આનંદ પ્રાપ્તિ માટે જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે . • પણ શરીર અને મન જેવી જડ વસ્તુઓ વગર જીવાત્મા કર્મ કરવા સક્ષમ નથી. • આથી કર્મના સિદ્ધાંત પ્રમાણે ઈશ્વરે દરે ક જીવાત્માને કર્મ કરવા માટે યોગ્ય શરીર આપ્યું. • પછી શ્રુષ્ટિ સર્જન કરી જીવાત્મા કર્મ કરી શકે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું. • શ્રુષ્ટિ સર્જન વગર બધી જ જીવાત્માઓ નિષ્ક્રિય બની રહે . પ્રશ્ન: તો શું ઈશ્વરે પ્રકૃ તિને પણ ઉત્પન્ન કરી છે ? ના. ઈશ્વરે પ્રકૃ તિને ઉત્પન્ન કરી નથી. ઈશ્વરની જેમ પ્રકૃ તિ પણ અનાદિ છે . ઈશ્વર અને પ્રકૃ તિ બંને અનાદિ હોવાથી તેમની ઉત્પત્તિ કે વિનાશનું કોઈ કારણ નથી. પ્રશ્ન: ઈશ્વર અને પ્રકૃ તિ સિવાય બીજી કંઈ સત્તા અનાદિ છે ? ઈશ્વર અને પ્રકૃ તિ સિવાય જીવ (જીવાત્મા) એ ત્રીજી અનાદિ સત્તા છે . પ્રશ્ન: ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ આ ત્રણ અનાદિ છે તેનું વેદોમાં શું પ્રમાણ છે ? ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ આ ત્રણ અનાદિ છે તેનું પ્રમાણ આપણાં સહજ જ્ઞાનનો એક ભાગ છે . તર્ક પૂર્ણ વિચાર કરવાથી પણ આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ ત્રણ અનાદિ સત્તા છે . કારણ કે આપણે જાણીએ છીએ કે “આપણી” (જીવાત્માની) સત્તા છે .

72

સંજીવ નેવર

આપણને એ પણ જ્ઞાન છે કે આપણી આસપાસ આપણાંથી ભિન્ન સ્થીતિશીલ અચેત “જગતની” સત્તા છે . અ સ્થીતિશીલ અચેત જગતમાં દ્રવ્ય અને ઉર્જાનો શમાવેશ થાય છે જે હંમેશા સચવાયેલી રહે છે , માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું રહે છે . આપણને એ પણ જ્ઞાન છે કે આખું જગત અને જગતના બધા પદાર્થોનું નિયંત્રણ ત્રીજી મહાન અનાદિ સત્તા “ઈશ્વર” દ્વારા થઇ રહ્યું છે . આમ, મૂળ ત્રણ અનાદિ સત્તાનું જ્ઞાન આપણાં અંત:કારણમાં સહજરીતે સ્થિર છે , જ્યારે અન્ય સિદ્ધાંતોની સમજ જ્ઞાનક્ષેત્રમાંના અને જ્ઞાનક્ષેત્રની બહારના વિષયો વિષે સતર્ક અનુમાન લગાવવાની માંગણી કરે છે . વેદોમાં ઘણાં મંત્રોમાં ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ એ ત્રણ અનાદિ સત્તાનું વર્ણન છે . વેદોમાંના લગભગ બધાં જ મંત્રો આ ત્રણ અનાદિ સત્તાને નિર્વિવાદ સત્ય માની ઈશ્વરની ઉપાસના કરે છે , જીવાત્માના ગુણોનું વર્ણન કરે છે અથવા તો જીવાત્માને જગતમાં ત્યાગપૂર્ણ ભોગ કરવાનો ઉપદેશ કરે છે . પણ અહીં ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ એ ત્રણ અનાદિ સત્તાનું પ્રમાણ આપતા મુખ્ય બે મંત્રો જોઈએ: ઋગ્વેદ ૧.૧૬૪.૨૦ ઈશ્વર અને જીવ બંને ચેતન, વ્યાપ્ય-વ્યાપક ભાવથી સંયુક્ત અને પરરસ્પર મિત્રતાયુક્ત અનાદિ છે . તેવી જ રીતે વૃક્ષ્રરૂપ સંસારનું મૂળ કારણ પ્રકૃ તિ ત્રીજો અનાદિ પદાર્થ છે . આ ત્રણેના ગુણ, કર્મ અને સ્વાભવ પણ અનાદિ છે . જીવ અને પરમેશ્વર આ બંને અનાદિ પદાર્થોમાંથી જીવ આ વૃક્ષ્રરૂપ સંસારમાં તેના પાપ અને પુણ્યોના ફળને ભોગવે છે , જ્યારે પરમેશ્વર તે કર્મોના ફળોને ન ભોગવતો ચારે તરફ અર્થાત અંદર બહાર સર્વત્ર પ્રકાશમાન છે . જીવથી ઈશ્વર, ઈશ્વરથી જીવ અને એ બંનેથી પ્રકૃ તિ ભિન્ન સ્વરૂપ છે . આ મંત્રથી જ્ઞાન થાય છે કે ઈશ્વર, જીવ અને પ્રકૃ તિ, આ ત્રણેય અનાદિ છે . એ પણ જ્ઞાન થાય છે કે ઈશ્વર ક્યારે ય અવતાર લેતો નથી કે શરીર ધારણ કરતો નથી. જો આમ થાય તો ઈશ્વર સંસારના બંધનમાં આવી જાય. યજુર્વેદ ૪૦.૮ અનાદિ સનાતન જીવરૂપ પ્રજા માટે વેદ દ્વારા પરમાત્માએ સર્વ વિદ્યાઓનો બોધ કર્યો છે .

73

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

શ્વેતાશ્વતરોપનિષદ ૪.૫ પ્રકૃ તિ, જીવ અને પરમાત્મા એ ત્રણેય “અજ” છે . એટલે કે આ ત્રણેયનો કદિ જન્મ થતો નથી. આ ત્રણેય સર્વ જગતના કારણ છે , પણ તેમનું કોઈ કારણ નથી. અનાદિ જીવ અનાદિ પ્રકૃ તિનો ભોગ કરતો કરતો તેમાં ફસાય છે , પણ અનાદિ ઈશ્વર ક્યારે ય અનાદિ પ્રકૃ તિનો ભોગ કરતો નથી અને તેમાં ફસાતો નથી. પ્રશ્ન: શ્રુષ્ટિચક્ર સમજાવતા કે ટલાંક વેદ મંત્રો જણાવશો? ઋગ્વેદ ૧૦.૧૨૯.૭ જેથી આ શ્રુષ્ટિ પ્રકાશિત થઇ છે , જેણે આ શ્રુષ્ટિને ધારણ કરી છે , અને જે આ શ્રુષ્ટિનો પ્રયલકર્તા છે , જે આ જગતનો સ્વામી છે , જેના વ્યાપકત્વની અંદર આ સર્વ જગત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રયાલને પ્રાપ્ત થાય છે , તે જ પરમાત્મા છે . હે મનુષ્ય! તેને તું જાણ અને તે પરમાત્માથી ભિન્ન કોઈને શ્રુષ્ટિકર્તા ન માન. ઋગ્વેદ ૧૦.૧૨૯.૩ શ્રુષ્ટિની ઉત્પત્તિ પૂર્વે સર્વ જગત તેના કારણરૂપમાં, અંધકારથી આવૃત રાત્રીરૂપમાં, જાણવાન અયોગ્ય અને અનંત પરમેશ્વરની સન્મુખ એક્દેશી (તુચ્છ) હતું. પછી પરમેશ્વરે સ્વ:સામર્થે કારણરૂપમાંથી કાર્યરૂપ જગતનું નિર્માણ કર્યું. ઋગ્વેદ ૧૦.૧૨૧.૧ હે મનુષ્યો! સર્વ સૂર્યાદિ જેવા તેજસ્વી ગ્રહોનો આધાર અને જે આ જગત છે , અને ભવિષ્યમાં થશે, તેનો એક અદ્વિતીય પતિ પરમપિતા પરમાત્મા જ છે . પરમાત્મા આ જગતની ઉત્પત્તિ પૂર્વે વિદ્યમાન હતો, જેણે પૃથ્વીથી લઈને સૂર્ય પર્યન્ત આ જગતને ઉત્પન્ન કર્યું છે , તે પરમાત્માની પ્રેમથી ઉપાસના કરો, અન્ય કોઈની નહીં. યજુર્વેદ ૩૧.૨ હે મનુષ્યો! જે સર્વમાં પૂર્ણ પુરુષ છે , જે નાશરહિત કારણ અને જીવોનો સ્વામી છે , જે જડ પૃકૃતિ અને જીવથી પૃથક છે , તે જ પુરુષ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જગતનો બનાવનાર છે .

74

સંજીવ નેવર

પ્રશ્ન: પ્રકૃ તિના ગુણ વિષે જણાવશો? વ્યાપક દ્રષ્ટીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો સત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ સૂક્ષ્મતમ ઘટકોનું સમ્મલિત નામ એટલે “મૂળ પ્રકૃ તિ”. આ ત્રણ ઘટકોની “સામ્યાવાસ્થાને” પ્રકૃ તિ કહે છે . આ ત્રણે ઘટકો જડ છે . એટલે કે “જ્ઞાન રહિત” છે . આ ત્રણે ઘટકો નિત્ય છે . એટલે કે ક્યારે ય ઉત્પન્ન થતા નથી કે નષ્ટ થતા નથી. શ્રુષ્ટિ સર્જન પહે લાં મૂળ પ્રકૃ તિ એક અને એકસમાન હોય છે . શ્રુષ્ટિ સર્જન સમયે ઈશ્વર મૂળ પ્રકૃ તિને નિમ્ન ત્રણ ઘટકોમાં વિભાજીત કરે છે . સત્વ – પ્રકાશશીલ રજસ્ – ક્રીયાશીલ તમસ્ – સ્થિતિશીલ સત્વ, રજસ્ અને તમસ્ જીવાત્મા પર પ્રભાવ પાડે છે . આથી આ ત્રણ, આ સંસારના અતિસૂક્ષ્મ ઘટકોનું નિર્માણ કરે છે . સંસારના દરે ક જડ પદાર્થ, ભાવના, માહિતીઓ વગેરે બીજુ ં કાઈ નહીં પણ આ ત્રણ ગુણોનું ઓછાવત્તા પ્રમાણમાં થયેલું મિશ્રણ છે . જેમ કે નિંદ્રા અવસ્થામાં તમસનું વર્ચસ્વ વધારે હોય છે . કોઈપણ કાર્ય કે ગુસ્સો કરતી વખતે રજસનું વર્ચસ્વ વધારે હોય છે . અને શાંતિ, આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ જેવી અવસ્થામાં સત્વનું વર્ચસ્વ વધારે હોય છે . સત્વ, રજસ્ અને તમસ્ ગુણોમાંથી મહત્તત્ત્વ એટલે કે બુદ્ધિ તત્વ બને છે . મહત્તત્વમાંથી અહંકારની, અહંકારમાંથી દસ ઇન્દ્રિયો, મન અને પાંચ તન્માત્રાઓની ઉત્પત્તિ થાય છે . પાંચ તન્માત્રાઓમાંથી પૃથ્વી વગેરે પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે . એ પાંચ ભુતોમાંથી મનુષ્ય વગેરે શરીરની ઉત્પત્તિ થાય છે . આ બધાં જ પદાર્થો સત્વ, રજસ્ અને તમસ્ ગુણોના કાર્ય છે . જે કાંઈ સંસારમાં ઉત્પન્ન થયેલા પદાર્થો છે , તે બધાં આ ત્રણ ગુણોના જ રૂપાંતર છે . આ ત્રણ, બુદ્ધિ, અહં, મન, ઇન્દ્રીયો, કાર્યઅંગો અને મૂળભૂત પંચતત્વો - અગ્નિ, પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ - બનાવે છે . પછી આ બધું

75

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

જીવાત્માઓ સાથે સંપૂર્ણ રીતે એકીકૃ ત થઇ જેને આપણે સાંભળી, અનુભવી, વિચારી અને જેમાં કર્મ કરી શકીએ એવી આપણી દુનિયા બનાવે છે . છે .

પણ ઈશ્વર એક ઇજનેરની જેમ પ્રકૃ તિરૂપી કાચા માલસમાનથી અલગ રહે

પ્રશ્ન: જગતના કારણ કે ટલાં છે ? જગતના ત્રણ કારણ છે . એક નિમિત્ત કારણ, બીજુ ં ઉપાદાન કારણ અને ત્રીજુ ં સાધારણ કારણ. નિમિત્ત કારણ – નિમિત્ત કારણ તેને કહે છે કે જેના બનાવવાથી કંઈ બને, ન બનાવવાથી ન બને. નિમિત્ત કારણ એ છે કે જેમાં રૂપાંતરણ ન થાય પણ તે બીજાને રૂપાંતર કરી દે. ઉપાદાન કારણ – ઉપાદાન કારણ તેને કહે છે કે જેના વિના કંઈ બને નહીં. ઉપાદાન કારણ એ છે કે જેની અવસ્થામાં રૂપાંતર થાય. સાધારણ કારણ – નિમિત્ત કારણ દ્વારા ઉપાદાન કારણની અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે અન્ય સાધનોની જરૂર પડે છે તે. નિમિત્ત કારણ બે પ્રકારના છે . મુખ્ય નિમિત્ત કારણ અને સામાન્ય નિમિત્ત કારણ. સર્વ શ્રુષ્ટિને ઉપાદાન કારણથી બનાવવા, ધારણ કરવા અને તેનો પ્રલય કરવા, તથા તે સર્વેની વ્યવસ્થા રાખવાવાળો મુખ્ય નિમિત્ત કારણ છે પરમાત્મા. પરમેશ્વરની બનાવેલ શ્રુષ્ટિમાંથી પદાર્થો લઈને પોતાના કર્યો સિદ્ધ કરનાર સામાન્ય નિમિત્ત કારણ છે જીવ. જીવ વિના શ્રુષ્ટિનું સર્જન પ્રયોજન સિદ્ધ થતું નથી. ઉપાદાન કારણ પ્રકૃ તિ છે . પ્રકૃ તિને પરમાણું કે સર્વ સંસાર બનાવવાની સામગ્રી કહે છે . પ્રકૃ તિ જડ હોવાથી તેમાંથી યોજનાબદ્ધ રીતે આપોઆપ શ્રુષ્ટિનું સર્જન થતું નથી. પ્રકૃ તિમાંથી યોજનાબદ્ધ રીતે શ્રુષ્ટિ સર્જન કરવા માટે મુખ્ય નિમિત્ત કારણ પરમાત્માની જરૂર રહે છે . સાધારણ કારણમાં જ્ઞાન, બળ, સમય અને આકાશ વગેરેનો સમાવેશ થાય છે . 76

સંજીવ નેવર

ઈશ્વર દ્વારા થતા શ્રુષ્ટિ સર્જન માટે , કે પછી શ્રુષ્ટિમાં વસતા જીવો દ્વારા કરવામાં આવતા કોઈપણ સર્જન માટે આ ત્રણ પ્રકારના કારણોની જરૂર રહે છે . પ્રશ્ન: જેમ કરોળિયો બહારથી કોઈ પદાર્થ ન લેતાં, પોતાનામાંથી જ તંતુઓ કાઢીને તેનું જાળું બનાવી તેમાં બેસે છે , તેમ ઈશ્વર પણ પોતાનામાંથી શ્રુષ્ટિનું સર્જન કે મ ન કરે ? તમે જે દ્રષ્ટાંત આપ્યું છે તે યોગ્ય છે પણ તેના પરથી તમે જે નિષ્કર્ષ પર આવવા ઈચ્છો છો તે યોગ્ય નથી. કરોળિયાનું જડરૂપ શરીર એ તંતુઓનું ઉપાદાન કારણ છે અને કરોળિયાનો જીવ એ નિમિત્ત કારણ છે . તંતુઓ બનાવવા માટે ની સામગ્રી કરોળિયાના શરીરમાં પહે લેથી જ હાજર છે . પણ જો કરોળિયાનું શરીર ક્ષતિગ્રસ્ત થઇ જાય તો કરોળિયો તેમાંથી તંતુઓ ન બનાવી શકે . આવી જ રીતે ઈશ્વર પણ પોતાની અંદર વ્યાપ્ત પ્રકૃ તિમાંથી (ઉપાદાન કારણ) શ્રુષ્ટિનું સર્જન કરે છે . પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિવાન છે . તો પછી તે કે મ પ્રકૃ તિનો ઉપયોગ કર્યા વિના પોતાના માંથી જ શ્રુષ્ટિનું સર્જન નથી કરતો? આ શ્રુષ્ટિ પણ ઈશ્વરનું “ભ્રમિત” સ્વરૂપ હોય શકે . સર્વશક્તિવાનનો અર્થ એ નથી કે ઈશ્વર કંઇપણ કરશે. સર્વશક્તિવાનનો અર્થ એ છે કે ઈશ્વર જે યોગ્ય હોય તે જ કરશે અને એ પણ સ્વતંત્ર રીતે અને કોઈની સહાય લીધા વગર. તમે પણ ઘણું બધું કરી શકો છો. તો શું તમે શક્તિશાળી છો એ વાતની સાબિતી તમે તમારા હાથે તમારા કપડાં ફાડીને કે પછી કાદવ ખાઈને આપશો? આવો માણસ તો ગાંડો કહે વાય. આથી, બધાથી બુદ્ધિવાન એવો ઈશ્વર સર્વશક્તિવાન હોવાં છતાં “શ્રેષ્ઠત્તમ” કાર્ય જ કરશે. ઈશ્વર બધા જ ભ્રમ દૂર કરી સત્યની શોધ કરવામાં આપણને મદદ કરે છે આથી તે ભ્રમ પેદા ન કરી શકે . ભ્રમ પેદા કરવો એ પરોપકારી ઈશ્વરનો ગુણ કે સ્વાભવ નથી. જો આ શ્રુષ્ટિ ઈશ્વરમાંથી બની હોત તો શ્રુષ્ટિમાં ઈશ્વરના ગુણ દેખાત. ઉદાહરણ તરીકે , જો હું માટીમાંથી પૂતળું બનવું, તો પૂતળામાં માટીના ગુણ આવે. પણ આ શ્રુષ્ટિ જડ છે , જયારે ઈશ્વર ચેતન છે . શ્રુષ્ટિમાં અજ્ઞાનતા છે , જયારે ઈશ્વર જ્ઞાની છે . ઈશ્વર સર્વવ્યાપી છે , જયારે શ્રુષ્ટિમાં વસ્તુઓ અમુક 77

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

સ્થાન પુરતી જ સીમિત છે . ઈશ્વર અપરિવર્તનશીલ છે , જયારે શ્રુષ્ટિ નિરંતર બાદલાતી રહે છે . આથી ઈશ્વર જીવાત્માઓના કલ્યાણ માટે શાશ્વત પ્રકૃ તિના ઉપયોગથી આ શ્રુષ્ટિનું સર્જન કરે છે . પ્રશ્ન: જગતને બનાવવા પાછળ ઈશ્વરનું હે તુ શો છે ? જગત ન બનાવવા પાછળ ઈશ્વરનો હે તુ શો હોત? પ્રશ્ન: જો ઈશ્વરે શ્રુષ્ટિનું સર્જન ન કર્યું હોત તો ઈશ્વર પોતે આનંદમાં રહે ત અને જીવો પણ જન્મ-મરણના ચક્રમાંથી છુટી સુખ-દુઃખ પ્રાપ્ત ન કરત. આળસુ અને દરિદ્ર લોકો આવી વાત છે . પોતાના કર્મ માટે પોતાને જવાબદાર ન ગણનાર લોકો જ આમ કહે છે . સાહસી અને પુરુષાર્થી લોકો આવી ખોટી દલીલમાં પડતા નથી. પોતાના કર્મ માટે પોતાને જવાબદાર ગણનાર બુદ્ધિમાન લોકો તો શ્રેષ્ઠ કર્મોના ફળ સ્વરૂપ જીવવાનો આનંદ માંણતા રહે છે . આ સંસારમાં સુખદુ:ખની તુલના કરવામાં આવે, તો સુખ કે ટલાય ગણું વધારે છે . જો આમ ન હોત તો મોટા ભાગના લોકો આત્મહત્યા કરવા માટે તત્પર હોત. પણ આમ થતું જોવા મળતું નથી. માત્ર થોડા બુદ્ધીશુન્ય લોકો આત્મહત્યા કરવા પ્રેરિત થાય છે . જ્યારે બાકીના બધા જ લોકો જીવ રક્ષા માટે બનતું બધું જ કરી છુટવા તત્પર રહે છે . આ એ વાતનું પ્રમાણ છે કે તેઓને જીવનપ્રત્યે અનહદ પ્રેમ છે અને તેઓ જીવનનો ભરપુર આનંદ માંણે છે . ઈશ્વર આળસુ નથી પણ પુરુષાર્થી છે . જો ઈશ્વર શ્રુષ્ટિનું સર્જન ન કરે તો ઈશ્વરમાં શ્રુષ્ટિ સર્જન કરવાનું જે સામર્થ્ય, જ્ઞાન અને ક્રિયા છે તેનો કશો જ અર્થ ન રહે ! આ ઉપરાંત, પરમાત્માના ન્યાય, દયા, શ્રુષ્ટિ સચાલન, પ્રલયનું સામર્થ્ય વગેરે ગુણો પણ ત્યારે જ સાર્થક થઇ શકે કે જ્યારે તે શ્રુષ્ટિનું સર્જન કરે . આપણે પણ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ટત્તમ કર્મો કરતાં રહી આ સંસારમાં આપણાં અસ્તિત્વને સાર્થક કરવું જોઈએ. જો કોઈ તમને એવું પૂછે કે આંખ હોવાનું કારણ શું? તમે કહે શો કે જોવાનું. પણ જો જોવા માટે કાંઈ હોય જ નહીં તો આંખનું હોવું નિરર્થક છે . આવી જ રીતે ઈશ્વર, જીવ અને પ્રકૃ તિના બધા જ ગુણો ઈશ્વરના સામર્થ્યથી થતા શ્રુષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રયલચક્રની સુનિયોજિત વ્યાવસ્થા વગર નિરર્થક છે .

78

સંજીવ નેવર

જેમ પરમેશ્વરનો સ્વાભાવિક ગુણ જગતની ઉત્પત્તિ કરીને બધી જીવાત્માઓને અસંખ્ય પદાર્થો આપીને પરોપકાર કરવાનો છે , તેમ આપણે પણ આપણાં સ્વાભાવિક ગુણ અનુસાર ઉત્તમ કર્મો કરી પરોપકારી બનવું જોઈએ. પ્રશ્ન: તો, પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ઈશ્વર શ્રુષ્ટિ સર્જન કરે છે . આનો અર્થ એ થયો કે ઈશ્વર સ્વાર્થી છે ! ઈશ્વર તેના ગુણ અને સ્વભાવ વિરુધ્ધ કશું જ કરતો નથી. સ્વાર્થીપણું ઈશ્વરનો ગુણ નથી. આથી ઈશ્વર સ્વાર્થી બની ન શકે . જીવાત્માના પણ કે ટલાંક ગુણ છે . જીવાત્મા ચેતન છે પણ તેનામાં આનંદનો અભાવ હોય છે . આનંદ પ્રાપ્તિ માટે જીવાત્માને કર્મ કરવા પડે છે . જો ઈશ્વર શ્રુષ્ટિનું સર્જન ન કરે તો, જીવાત્મા કર્મ કરવા સક્ષમ ન બની શકે અને તે આનંદ વિહીન જ રહે . એટલે કે જીવાત્મા મુક્તિ માટે પ્રયાસ ન કરી શકે . આથી ઈશ્વર જીવાત્મા અને શ્રુષ્ટિનું સંયોજન એવી રીતે કરે છે કે જેથી કરીને જીવાત્મા કર્મના સિધ્ધાંત અનુસાર કર્મ કરી શકે . જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર હોવાથી તે પોતાના આનંદનું સ્તર વધારી કે ઘટાડી શકે છે . આ એક માઈક્રોપ્રોસેસર જેવું છે કે તે ત્યારે જ કામ કરી શકે કે જ્યારે તેને પાવર સોર્સ અને મધરબોર્ડ સાથે જોડવામાં આવે. ઈશ્વર પણ શ્રુષ્ટિરૂપી કમ્પ્યુટર સિસ્ટમ બનાવે છે કે જેમાં માઈક્રોપ્રોસેસર (જીવાત્મા) કર્મ કરી મુક્તિ મેળવી શકે . આમ, શ્રુષ્ટિ સર્જન પાછળ ઈશ્વરનો કોઈ સ્વાર્થ નથી. જીવાત્મા કર્મ કરી મુક્તિ મેળવી શકે તે માટે જ ઈશ્વર શ્રુષ્ટિનું સર્જન કરે છે . પ્રશ્ન: તો પછી ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ જીવાત્માઓને સીધો જ મોક્ષ નથી આપતો? આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી લીધી છે . તેમ છતાં નીચેના વધારાના મુદ્દાઓ આ પ્રમાણે છે : જો ઈશ્વર શ્રુષ્ટિ સર્જનની ક્રિયા બંધ કરી દે તો, અગાઉના શ્રુષ્ટિ સર્જનથી લઇ અત્યાર સુધી બધી જ જીવાત્માઓએ કરે લા કર્મોના યોગ્ય ફળ ઈશ્વર તે જીવાત્માઓને કે વી રીતે આપી શકે ? જો આમ થાય તો ઈશ્વર અન્યાયી બનશે. કે ટલીક જીવાત્માઓ બીજી

79

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

જીવાત્માઓની સરખામણીમાં યોગ્ય પ્રયત્નો કર્યા સિવાય મોક્ષ મેળવી લેશે. વૈદિક ધર્મમાં કોઈપણ કાયમી સ્વર્ગ કે નર્ક ન હોવાથી જો શ્રુષ્ટિનું માત્ર એક જ વાર સર્જન થતું હોય તો તે ઈશ્વરમાં રહે લા ન્યાય, દયા જેવા સ્થાયી અને સહજ ગુણનો માત્ર મજાક બની ને રહી જાય. ઈશ્વરના નિત્ય નિયમો કે કર્મનો સિધ્ધાંત સંપૂર્ણપણે લાયકાત પર આધારિત છે . તેમાં કોઈ છૂટછાંટ કે ટૂં કા રસ્તાઓને સ્થાન નથી. એવા બધા જ ધર્મ સંપ્રદાયો કે જેઓ લાયકાતને નહીં પણ છૂટછાંટ કે ટૂં કા રસ્તાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે . આથી બધા બુદ્ધિ સંપન્ન લોકોએ આવાં ધર્મ સંપ્રદાયોનો ત્યાગ કરવો જોઈએ. પ્રશ્ન: જ્યારે ઈશ્વર સર્વશક્તિમાન છે , ત્યારે તે કારણને અને જીવને પણ ઉત્પન્ન કરી શકે છે , જો ન કરી શકતો હોય તો ઈશ્વર સર્વશક્તિમાન કે વી રીતે કહે વાય? આપણે અગાઉ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો સાચો અર્થ સમજ્યાં. સર્વશક્તિમાનનો અર્થ એ નથી કે ઈશ્વર અસંભવને સંભવ કરી બતાવે. ઈશ્વરના નિયમ સત્ય અને પરીપૂર્ણ છે . એટલા માટે ઈશ્વર તેમાં પરિવર્તન નથી કરતો. આમ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો અર્થ એટલો જ છે કે , ઈશ્વર કોઈની સહાય વિના પોતાના બધા કાર્યો પૂર્ણ કરવામાં સર્વસમર્થ છે . ઈશ્વર સર્વશક્તિમાન છે તેનો અર્થ એ નથી કે તે ગાંડા માણસની જેમ વર્તશે. એનો અર્થ એ પણ નથી કે ઈશ્વર તેની પોતાની હત્યા કરીને બીજો ઈશ્વર બનાવશે, પોતે અચેત બનશે, મૂર્ખ બનશે, રડશે, અપરાધ કરશે વગેરે. ઈશ્વર ખુબ જ બુદ્ધિશાળી હોવાથી તે તેના ધર્મ (પ્રાકૃ તિક ગુણ) મુજબ જ કાર્ય કરશે. તે તેનું કાર્ય શ્રેષ્ઠત્તમ રીતે કરશે કારણ કે શ્રેષ્ઠતા એ પણ તેનો સહજ ગુણ છે . ઈશ્વર તેના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે . આ તેની આત્મનિર્ભરતા દર્શાવે છે . આમ ઈશ્વર જીવાત્મા કે પ્રકૃ તિનું સર્જન કરતો નથી, કારણ કે તે પહે લેથી જ અનાદી છે . બધી જ જીવાત્મોના સંપૂર્ણ વિકાસ અને કલ્યાણ માટે ઈશ્વર જીવાત્મા અને પ્રકૃ તિનું એક સાથે સંચાલન કરતો રહે છે . ઈશ્વર પહે લેથી જ શ્રેષ્ઠ અને પરિપૂર્ણ હોવાથી તેને નવું સર્જન માટે નવા વિચાર, નવું જ્ઞાન કે નવી યુંક્તિની જરૂર નથી. કારણ કે સર્વજ્ઞ ઈશ્વર માટે

80

સંજીવ નેવર

કશું જ નવું નથી. ઈશ્વરમાં ફે રફાર કે બદલાવ આવતો નથી. તે હંમેશા પરિપૂર્ણ જ રહે છે . કે ટલાંક ધર્મ સંપ્રદાયો એવું માને છે કે અલ્લાહને અચાનક જ પ્રેરણા મળી અને તેને નવા શ્રુષ્ટિ સર્જનનો વિચાર આવ્યો. આમ અચાનક અલ્લાહની ખાલીપણા માંથી ઉત્ક્રાંતિ થઇ. આવાં સિદ્ધાંતો પરિપૂર્ણ ઈશ્વરનું અપમાન છે . બીજા શબ્દોમાં કહીએ તો, જો ઈશ્વર કોઈ કાર્ય કરે છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તે કાર્ય હંમેશાથી કરતો આવ્યો છે અને આગળ પણ હંમેશા આવું જ કરતો રહે શે. જેમનું એવું માનવું છે કે ઈશ્વર જીવાત્માઓનું સર્જન કરે છે , તેઓ ઈશ્વરને અર્થવિહીન કાર્યો કરતો ગાંડો નાટકીય કલાકાર બનાવી દે છે . જો ઈશ્વરે જીવાત્માઓનું સર્જન કર્યું હોત તો શ્રુષ્ટિ સર્જનની ક્રિયા નિરર્થક બની જાય. કારણ કે આવતી કાલે કદાચ ઈશ્વર આ બધી જ જીવાત્માઓનો નાશ કરવાનું પણ વિચારી શકે છે . શ્રુષ્ટિ સર્જનની ક્રિયા અને ઈશ્વરના બધા કર્મો જ ત્યારે જ સાર્થક બને કે જયારે જીવાત્મા અને પ્રકૃ તિ ઈશ્વર સાથે સમકાલીન હોય અને ઈશ્વર જીવાત્માને મુક્તિમાર્ગ પર આગળ વધવામાં મદદ કરતો રહે . જરા વિચાર કરો, દયાળુ હોવું એ સારો ગુણ છે . પણ જો આ સંસારમાં તમારા સિવાય એકપણ વ્યક્તિ ન હોય તો તમે કોના પર દયા કરશો? માનીલો કે તમને એક દિવસ માટે એકાંતમાં રહે વા માટે દબાણ કરવામાં આવ્યું છે . તો શું તમે તમારી દયા બતાવવા માટે કોઈ પુતળાનું સર્જન કરશો? હા, બાળકો કોઈક વાર આવું કરે છે . પણ જો બુદ્ધિ સંપન્ન વ્યક્તિ આમ કરો તો લોકો તેને માટે માનસિક સારવારની ભલામણ કરશે. તો જરા વિચાર કરો કે શું શ્રેષ્ઠત્તમ બુદ્ધિ ધરાવનાર સર્વજ્ઞ ઈશ્વરને આવી કોઈ માનસિક ચિકિત્સાસંબંધી સમસ્યા હોઈ શકે ? ઇસ્લામ અને ઈસાઈ જેવા પાંખંડી ધર્મ સંપ્રદાયોની આ મોટામાં મોટી ખામી છે . પ્રશ્ન: મનુષ્યના માતા-પિતા સાકાર છે આથી તેમના સંતાન પણ સાકાર ઉત્પન્ન થાય છે . જો માતા-પિતા નિરાકાર હોય તો સંતાન પણ નિરાકાર ઉત્પન્ન થાત. આમ ઈશ્વરે બનાવેલું જગત સાકાર છે આથી ઈશ્વર પણ સાકાર જ હોવો જોઈએ. આપણે આગળ જોયું કે નિરાકાર પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, 81

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પણ નિમિત્ત કારણ છે . સ્થૂળ પ્રકૃ તિ જગતનું ઉપાદાન કારણ છે અને પ્રકૃ તિ સર્વથા નિરાકાર નથી. નિરાકાર પરમેશ્વરે સ્થૂળ પ્રકૃ તિમાંથી જગતની ઉત્પત્તિ કરી હોવાથી જગત સાકાર છે . અલ્ફ્રેડ નોબલે બોમ બનાવ્યો એનો અર્થ એ નથી કે અલ્ફ્રેડ નોબલ પોતે બોમ છે . પ્રશ્ન: શું કારણ વિના પરમેશ્વર કાર્યને નથી કરી શકતો? નહીં, કે મ કે જેનો અભાવ છે તેનો ભાવ થવો અસંભવ છે . ઉદાહરણ તરીકે , જો કોઈ એમ કહે છે તેણે વંધ્ય સ્ત્રીના પુત્રનું લગ્ન જોયું, તો તમે એને મુર્ખ ગણશો. કારણ કે જો સ્ત્રીને સંતાન હોય તો તે સ્ત્રી વંધ્ય ન હોય શકે અને જો સ્ત્રી વંધ્ય હોય તો તેને સંતાન ન હોય શકે . આમ કારણ વિના કાર્ય ન થઇ શકે . દરે ક કાર્યનું કારણ તો હોય જ. હું જીવિત નથી પણ તમને મળવા આવ્યો છું, મારા માતા-પિતા ન હતા, હું એમ જ ઉત્પન્ન થયો છું, હું બોલી નથી શકતો પણ હું મંત્રમુગ્ધ કરી દે તેવા પ્રવચનો આપી શકું છુ, આવી અસંભવિત વાતો કરવી નિરર્થક છે . પ્રશ્ન: જો દરે ક કાર્યનું કારણ હોય છે જ, તો કારણનું શું કારણ હોય છે ? સાંખ્ય દર્શન ૧.૬૭: મૂળનું મૂળ અર્થાત કારણનું કોઈ કારણ હોતું નથી. જેનું કારણ નથી, તે સર્વ કાર્યોનું કારણ બને છે . આથી તેને અનાદિ કારણ કહે વામાં આવે છે . કોઈપણ કાર્યના આરંભ સમયની પહે લાં ત્રણ કારણો અવશ્ય હોય છે . પહે લું કારણ કાર્ય કરનાર સર્જક, બીજુ ં કારણ કાર્ય કરવા માટે ના જરૂરી પદાર્થો અને ત્રીજુ ં કારણ કાર્ય કરવા પાછળનો ઉદ્દે શ. જો આ ત્રણમાંથી એક પણ કારણ ન હોય તો કાર્ય સંભવ થઇ શકે નહીં. આવી જ રીતે જગતની ઉત્પત્તિ પૂર્વે પરમેશ્વર, પ્રકૃ તિ અને જીવ, આ ત્રણ અનાદિ કારણો હોવાથી આ જગતની ઉત્પત્તિ થાય છે . જો એમાંથી એક પણ કારણ ન હોય તો જગત કદી બને નહીં.

82

સંજીવ નેવર

પ્રશ્ન: આ બધું જ શૂન્ય અથવા તો ખાલીપણામાંથી શરુ થયું હતું અને અંતે આ બધું શૂન્ય અથવા તો ખાલીપણામાં જ પરિણમશે. જેનું હાલમાં અસ્તિત્વ છે તે શરૂઆતમાં શૂન્ય જ હતું અને અંતે પાછું શૂન્ય જ બનશે. આકાશ, અદ્રશ્ય, અવકાશ અને બિંદુને પણ “શૂન્ય” કહે છે . અહીં શૂન્યનો અર્થ છે બિંદુ. આથી આપણે જો શૂન્યને એક બિંદુ તરીકે જોઈએ તો ઉપર કહે લી વાત સાચી છે . કારણ કે જયારે શ્રુષ્ટિનું વિઘટન થઇ તે તેના પ્રારંભિક સ્વરૂપમાં પાછી આવે છે ત્યારે તે એક બિંદુ જ હોય છે . પણ જો શૂન્યનો અર્થ ઝીરો તરીકે લેવામાં આવે તો આ વાત ખોટી છે . કારણ કે શૂન્ય એ જડ અને અચેત છે . આથી ચેતના આ શૂન્યમાં કે વી રીતે આવી શકે ? શૂન્યને જાણનાર પોતે જ શૂન્ય ન હોય શકે ! આથી જે લોકો આવાં અર્થવિહીન તર્ક આપે છે તેઓ વર્તમાનની અટલ વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે . જાણીતી હકીકત પરથી અજાણ હકીકત વિશે અનુમાન લગાવવાનું ત્યારે જ શક્ય બને છે કે જયારે તે વસ્તુનું અસ્તિત્વ હોય. પણ આવાં શૂન્યપ્રેમીઓ જે વસ્તુ અસ્તિત્વમાં છે તેની અવગણના કરી માત્ર કાલ્પનિક અનુમાનોમાં રાચતા રહે છે . જો આપણે ઇતિહાસ જોઈએ તો, આવી આંખ આડા કાન કરવાની વૃત્તિએ આપણાં સમાજ અને દેશને ખુબ જ નુકશાન પહોચાડ્યું છે . આમ થવાથી આપણે સમાજ તરફ વધુ ને વધુ બેદરકાર થતા ગયા. ભૂતકાળમાં ઘુસણખોરોના આક્રમણો સામે દેશની રક્ષા કરવાને બદલે, આવાં બેદરકાર અને બેજવાબદાર સિદ્ધાંતવાદીઓ બધું શૂન્ય અને અર્થહીન જ છે એવું વિચારીને હાથ પર હાથ ધરી બેસી રહ્યાં. “શૂન્યવાદ” માત્ર પોતાની જવાબદારીઓ માંથી ભાગી છુટનારા અને આળસી લોકો માટે જ છે . બાકીના કર્મશીલ, શિષ્ટ અને સમર્પિત લોકો પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી સામે આવનાર પરિસ્થિતિનો નિર્ભય બની સામનો કરે છે .

83

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: અભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે . જેમ કે , બીજને તોડીને જોઈએ તો અંકુરનો અભાવ હોય છે . બીજનું મર્દન કર્યા પછી જ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે . જે બીજનું ઉપમર્દન કરે છે તે ઉપમર્દક બીજમાં પહે લેથી જ હોય છે . જો ન હોત, તો બીજનું ઉપમર્દન કોણ કરત? પાણીના સંપર્ક માં આવ્યાં પછી બીજમાં રહે લ ઉપમર્દક માત્ર તેનો આકાર જ બદલે છે . આમ વૃક્ષ અભાવમાંથી બનતું નથી. વિજ્ઞાનના અભ્યાસુઓને જાણ હશે કે દ્રવ્ય-ઉર્જા હંમેશા સચવાયેલી રહે છે અને અભાવમાંથી કશું જ આવતું નથી. આમ આ દલીલ અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે . પ્રશ્ન: કશું જ કાયમી નથી. બધું જ ક્ષણિક છે . જેનું અસ્તિત્વ છે તેનો પણ નાશ થવાનો છે . આથી છે વટે , જીવાત્મા, પ્રકૃ તિ અને ઈશ્વર પણ નાશ પામશે. જો બધું જ ક્ષણિક હોય તો વિનાશ પણ ક્ષણિક છે . જે અસ્તિત્વમાં છે તે બધાનો નાશ થવાનો હોય તો, આ વિનાશનો પણ નાશ થવો જોઈએ. વાસ્તવમાં દ્રવ્ય કે પદાર્થનું માત્ર રૂપ જ બદલાતું રહે છે . તેમનું સર્જન કે નાશ થતો નથી. વિજ્ઞાનના અભ્યાસુઓ આ વાતને બરાબર સમજતા હશે. પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જનનો કોઈ સર્જક નથી. આ બધું આપમેળે જ દ્રવ્ય અને ઉર્જાના અચોક્કસ સંયોજનથી થતું રહે છે . જો શ્રુષ્ટિ સર્જન આપમેળે જ થતું હોત તો વિનાશ કે વી રીતે થાય છે ? જો વિનાશ આપમેળે જ થતો હોય તો શ્રુષ્ટિ સર્જન કે વી રીતે થાય છે ? જો શ્રુષ્ટિનું સર્જન અને વિનાશ આપમેળે જ થતા હોય તો શ્રુષ્ટિ સર્જન અને વિનાશના આ ચક્રનું આયોજન અને સંચાલન કોના દ્વારા થાય છે ? હવે જો તમે એમ કહો કે કોઈ એક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં શ્રુષ્ટિ સર્જન થાય છે અને બીજી કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં વિનાશ થાય છે , તો અહીં તમે એવું સ્વીકારો છો કે કોઈ બાહ્ય પરિબળોનો સમૂહ શ્રુષ્ટિ સર્જન કે વિનાશ માટે જવાબદાર છે . આમ, પરોક્ષ રીતે તમે સ્વીકારો જ છો કે શ્રુષ્ટિ સર્જન કે વિનાશ વખતે કોઈક (ચેતન સત્તા) પરિસ્થિતિઓનું નિયંત્રણ કરે છે . બીજા શબ્દોમાં, તમે સંમત થાવ છો કે શ્રુષ્ટિ સર્જન અને વિનાશ માટે જવાબદાર એવી પરિસ્થિતિઓનું સંચાલન કોઈના (ચેતન સત્તા) દ્વારા થતું રહે છે . આ ચેતન સત્તાને અમે “ઈશ્વર” કહીએ છીએ. એક સામાન્ય સાયકલ બનાવવા માટે પણ પૂરતા આયોજનની જરૂર 84

સંજીવ નેવર

છે . જેમ કે , સાયકલના નાના-મોટા બધા જ ભાગ બનાવવા માટે કાચી ધાતુમાંથી જરૂરી ધાતુ છૂટી પાડવી, સાયકલની રુપરે ખા તૈયાર કરવી, તે પ્રમાણે આ ભાગોને યોગ્ય રીતે જોડવા વગેરે. તો આવી આંખ સામેની આટલી મોટી અને જટિલ શ્રુષ્ટિના સર્જન પાછળ ખુબ જ મહાન આયોજક (ઈશ્વર) છે તેમ અમારા કહે વા પાછળ તમને શું વાંધો છે ? શું તમે કોઈપણ સર્જક વિના આપમેળે જ સર્જન થતું હોય એવી કોઈ વસ્તુ બતાવી શકો છો? ઈશ્વરના માર્ગદર્શક રહ્યાં સિવાય કોઈપણ જડ અને અચેત અણુઓ આપમેળે જ એકત્રિત થયી, રાસાયણિક પ્રક્રિયા કરી વૃક્ષનું પાંદડું કે શરીરના કોઈ અંગ જેવી નાની કે જટિલ વસ્તુ બનાવી શકતા નથી. મનુષ્યના મગજ જેવી જટિલ યંત્રની તો વાત જ જવા દો. આમ છતાં લોકો એવો દાવો કરતાં ફરે છે કે શ્રુષ્ટિ સર્જન જેવી વિશાળ અને જટિલ પ્રક્રિયા આપમેળે જ થાય છે ! આ માત્ર બાળકો જેવી વાતો જ છે , બીજુ ં કંઈ નહીં. પ્રશ્ન: શું કલ્પ-કલ્પાન્તરમાં ઈશ્વર શ્રુષ્ટિ અલગ-અલગ બનાવે છે કે એક સરખી જ? ઋગ્વેદ ૧૦.૧૯૦.૩: ઈશ્વરે જેમ પૂર્વ કલ્પમાં સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, પૃથ્વી, અંતરીક્ષ આદિ બનાવ્યાં હતા, તેમ હમણાં પણ બનાવ્યાં છે અને આગળ પણ એમ જ બનાવશે. ઈશ્વર સર્વજ્ઞ છે . તે સર્વશ્રેષ્ઠ છે . તે સર્વશક્તિવાન અને સર્વથી બુદ્ધિશાળી પણ છે . આથી ઈશ્વર જે શ્રુષ્ટિનું સર્જન કરે છે તે શ્રુષ્ટિ સર્વશ્રેષ્ઠ જ હોય છે . તેમાં કશો જ સુધારો-વધારો કરવાની જરૂર રહે તી નથી. દરે ક શ્રુષ્ટિચક્રમાં એક શ્રેષ્ઠ શ્રુષ્ટિ વારંવાર બનતી રહે છે . ઈશ્વર આમાંથી કશું જ નવું શીખતો નથી કારણ કે ઈશ્વર બધું જ જાણે છે . પણ દરે ક નવા શ્રુષ્ટિ સર્જનમાં થોડી વિવિધતાઓ રહે લી હોય છે . કારણ કે જુદી-જુદી જીવાત્માઓના સંસ્કારો અથવા તો તેમના ભૂતકાળના કર્મોનો ભાર જુદો-જુદો હોય છે . આથી તેમને કર્મો કરવા માટે અલગ અલગ સ્તરની સ્વતંત્રતાની અને પરિસ્થિતિઓની જરૂર પડે છે . આમ થવાથી ભૂતકાળનું પુનરાવર્તન થતું નથી.

85

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: પણ એક નાની પૃથ્વી માટે શા માટે આટલા વિશાળ બ્રહ્માંડની જરૂર પડે છે કે જેમાં ખુબ જ ખાલી જગ્યા અને બીજા અનેક ગ્રહો અને તારાઓ હોય છે ? આ ગ્રહો અને તારાઓનો શો ઉપયોગ છે ? આપણાં દ્રષ્ટિકોણથી આ બ્રહ્માંડ ખુબ જ વિશાળ હશે પણ ઈશ્વર માટે નહીં. માત્ર પૃથ્વી પર જીવન છે એવું નથી. આ બ્રહ્માંડમાં બીજી ઘણી બધી પૃથ્વીઓ છે અને જીવાત્માઓ તેના કર્મો પ્રમાણે એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર ફરતી રહે છે . જીવન ટકાવી રાખવા માટે અને શ્રુષ્ટિ સર્જન, સંચાલન અને વિનાશ માટે આ બધા જ તારાઓ અને ગ્રહો જરૂરી છે . આથી તેઓને “વસુ”જીવાત્માઓના વાસ માટે આધાર આપનારા - કહે વામાં આવે છે . આ બ્રહ્માંડ ઈશ્વરનું સર્જન હોવાથી તેમાં કશું જ નિરર્થક નથી. પ્રશ્ન: જો ઈશ્વરે જીવાત્મા અને પ્રકૃ તિનું સર્જન ન કર્યું હોય અને આ બંને ઈશ્વર સાથે જ સહઅસ્તિત્વ ધરવતા અનાદિ તત્વ હોય તો પછી ઈશ્વરનો તેમના પર અધિકાર પણ ન હોવો જોઈએ. ઈશ્વરનો તેમના પર અધિકાર શું જીવાત્મા અને પ્રકૃ તિના અધિકારોનું ઉલ્લંઘન નથી? સહઅસ્તિત્વનો અર્થ એ નથી કે જીવાત્માઓ પર ઈશ્વરની સત્તા ન હોવી જોઈએ. આ વિશ્વમાં પણ શાસક અને પ્રજા સહઅસ્તિત્વ ધરાવે છે . તો શું એનો અર્થ એવો થાય કે શાસકે પ્રજા ઉપર શાસન ન કરવું જોઈએ? અથવા તો શું તમે પ્રકૃ તિનો તમારા લાભ માટે ઉપયોગ કરવાનો ઇનકાર કરશો કારણ કે પ્રકૃ તિ તમારા જન્મ પહે લાંથી જ અસ્તિત્વમાં છે ? આ પ્રકારનો વાંધો ત્યારે જ ઉઠાવવો જોઈએ કે જયારે ઈશ્વર બાઈબલમાનાં જીજસ કે કુ રાનમાનાં અલ્લાહની જેમ આ બધું અન્યાયી રીતે કરતો હોય કે જેનામા ગુસ્સો, આળસ, ધૂન, ડર જેવી વૃત્તિઓ હોય. જો શાસક સર્વશ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠ રીતે બધાનું કલ્યાણ કરતો હોય અને પ્રજામાંથી બીજા કોઈની શાસન કરવાની ક્ષમતા ન હોય તો, માત્ર મૂર્ખ લોકો જ શાંત દેશને સોમાલિયા અથવા તો અફઘાનીસ્તાનમાં ફે રવી દે. પણ ઈશ્વરના ન્યાયપૂર્ણ સામ્રાજ્યમાં પ્રજાને, એટલે કે જીવાત્માને, તેની ઈચ્છા પ્રમાણે કર્મ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે . જીવાત્માને ઈશ્વર કર્મો માટે યોગ્ય ઇનામ કે સજા (કર્મફળ) તેના કલ્યાણ માટે આપતો રહે છે . મનુષ્યના શાસનમાં ઇનામ જાહે ર થાય તેની રાહ જોવી પડે છે , પણ ઈશ્વરના શાસનમાં તો તરત જ ન્યાય મળતો રહે છે . 86

સંજીવ નેવર

આ ઉપરાંત મનુષ્યના શાસનમાં અપરાધીઓને સજા થતા અને ભોગ બનેલા વ્યક્તિને નુકસાન ભરપાઈ મળતા સમય લાગે છે . આ વાત એવા પાખંડી ધર્મ સંપ્રદાયો માટે પણ સાચી છે કે જેઓ એવું માને છે કે અલ્લાહ એક મુંગા દર્શકની જેમ અહીં આપણી પરીક્ષા લઇ રહ્યો છે અને કયામતના દિવસે શ્રુષ્ટિનો વિનાશ કર્યા પછી તે આપણને કાયમ માટે સ્વર્ગ કે નર્ક માં મોકલી દેશે. પણ વૈદિક ઈશ્વરના શાસનમાં આમ બનતું નથી. આ ઉપરાંત, વૈદિક ઈશ્વરના શાસનમાં પાપકર્મ માટે તત્કાળ સજા અને સત્કર્મ માટે તત્કાળ ઇનામ (કર્મફળ) મળવાની શરૂઆત થાય છે . માત્ર મૂર્ખ લોકો જ ઈશ્વરના આવાં ન્યાયી, દયાળુ, સમૃદ્ધ અને લાયકાતી શાસનતંત્રમાં રહે વાનો પસ્તાવો કરે . પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા સારાંશમાં સમજાવશો? વેદો પ્રમાણે: • શ્રુષ્ટિ સર્જન પહે લાં સમગ્ર પ્રકૃ તિ તેની પ્રાથમિક અવસ્થામાં હોય છે . બધી જ જીવાત્માઓ (જે જીવાત્માઓને મુક્તિ મળી ગઈ છે તે સિવાયની) અચેત અવસ્થામાં રહે છે . • પછી ઈશ્વર પ્રકૃ તિમાં પરિવર્તન સક્રિય કરે છે . આમ થવાથી પ્રકૃ તિ તેની પ્રાથમિક અવસ્થામાંથી વિસ્તૃત અવસ્થામાં (વધુ સ્થૂળકાય અવસ્થામાં) પરિવર્તન પામે છે . (વિસ્તાર પામે છે .) • આમ થવાથી મન, અહં, ઇન્દ્રિયો, કર્મવૃત્તિઓ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ વગેરેનું સર્જન થાય છે . ઈશ્વરના અપરિવર્તનશીલ નિયમ પ્રમાણે આ બધી પ્રક્રિયા ક્રમશ: થતી રહે છે . • શ્રુષ્ટિ સર્જન પૂર્ણ થાય અને જીવાત્માઓ માટે જરૂરી વાતાવરણ બની જાય પછી જીવાત્માઓને જુદી-જુદી પ્રાણી યોનીમાં (અગાઉના શ્રુષ્ટિ ચક્રમાં કરે લા કર્મોના ફળ અનુસાર ) જુદી જુદી પૃથ્વીઓ પર, જુદાં જુદાં સમયાંતરે જન્મ આપવામાં આવે છે . • અંતે મનુષ્યોને જન્મ આપવામાં આવે છે . વેદો અનુસાર મનુષ્યો સ્ત્રી અને પુરુષ એમ બંને જાતિમાં જન્મ લે છે . પ્રચલિત માન્યતા અનુસાર આમાં આદમ-ઇવ જેવું કંઇ હોતું નથી. આમ લૈંગિક ભિન્નતાને કારણે તેઓ લગ્ન કરી શકે છે . આમ માનવ સંસ્કૃ તિની શરૂઆતના લાંબા સમય પછી પણ નીકટના સગા 87

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

કે ભાઈ બહે નના અંદરોઅંદર લગ્નોને પ્રોત્સાહન મળતું રહે તો તે માટે અલ્લાહને દોષ ન આપવો જોઈએ. • આમાંના સૌથી ઉન્નત મનુષ્યોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે . • આ ઉન્નત લોકો બીજા મનુષ્યોને વૈદિક વિદ્વતા શીખવે છે અને આમ માનવ સંસ્કૃ તિની શરૂઆત થાય છે . • જીવાત્માઓ પણ તેણે કરલા કર્મોના ફળ સ્વરૂપે જુદી-જુદી પૃથ્વીઓ પર, જુદી-જુદી પ્રાણી યોનીમાં અને જુદાં જુદાં વાતાવરણોમાં જન્મ લેતી રહે છે . • કર્મ દ્વાર જે જીવાત્માઓ પોતાની અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરી દે છે તે જીવાત્માઓને ફરી વાર પૃથ્વી પર જન્મ લેવાની જરૂર રહે તી નથી. કારણ કે અજ્ઞાનતા દુર થવાથી જન્મ લેવા માટે નો તેમનો ઉદ્દે શ પુરો થઇ જાય છે . આવી જીવાત્માઓ ઘણાં શ્રુષ્ટિ સર્જન અને વિનાશના ચક્રો સુધી મુક્તિ અવસ્થામાં રહે છે અને ઈશ્વરીય આનંદ માંણે છે . • આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન શ્રુષ્ટિમાં ધીરે ધીરે પરિવર્તન આવતું રહે છે અને તે વિનાશ તરફ આગળ વધતી રહે છે . • અંતે શ્રુષ્ટિના વિનાશની પ્રક્રિયા શરુ થાય છે . આ વિનાશકાળ દરમિયાન જીવાત્માઓ અચેત અવસ્થામાં રહે છે . શ્રુષ્ટિ વિનાશની પ્રક્રિયાનું જ્ઞાન માત્ર ઈશ્વર અને મુક્તિ મેળવી ચુકે લી જીવાત્માઓને જ હોય છે . • વિનાશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફરીથી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે . અને પાછલા શ્રુષ્ટિ સર્જનમાં કરે લા કર્મોના ફળ અનુસાર જીવાત્માઓ જન્મ લે છે . આ રીતે શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે . • શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા રાત અને દિવસની જેમ નિરંતર અનંતકાળથી ચાલતી જ આવી છે અને અનંતકાળ સુધી ચાલતી જ રહશે. આ પ્રક્રિયા પણ શાશ્વત છે .

88

કર્મના સિધ્ધાંત પરની પ્રશ્નોત્તરી

89

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે ? ૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે . ૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજુ ં કંઈ નહીં પણ આજ દિન સુધી તમે જે વિચારો અને કર્મો કર્યા હતા તેનું પરિણામ છે . આમાં જાણતા અને અજાણતા કરે લા એવા બંને પ્રકારના વિચારો અને કર્મોનો સમાવેશ થાય છે . ૩. આ પરિસ્થિતિઓનો ઉદ્દે શ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવામાં સહાય કરવાનો છે . તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતા બદલી શકો છે અને જીવનમાં વધુ આનંદ ઉમેરી શકો છો. આમ, આપણું જીવન એ કોઈ અનિયોજિત અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણાં જીવનને આનંદથી ભરી દેવા માટે ઈશ્વરે શ્રુષ્ટિની સુનિયોજિત વ્યવસ્થા કરી છે . આપણાં વિચારોને આનંદની પ્રાપ્તિ તરફ વળવાથી આપણે આ સુનિયોજિત વ્યવસ્થાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકવામાં શક્ષમ બનીએ છીએ. પ્રશ્ન: તો શું એનો અર્થ એ છે કે પરમ આનંદની પ્રાપ્તિ એ જ જીવનનો એક માત્ર ઉદ્દે શ છે ? હા! પરમ આનંદની પ્રાપ્તિ એ જ જીવનનો એક માત્ર ઉદ્દે શ છે . જ્યારે આપણે જીવનરૂપી સુનિયોજિત વ્યવસ્થાની કાર્યપદ્ધતિને બરાબર સમજીને આપણાં વિચારોને આ વ્યવસ્થાનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા તરફ વાળીને છીએ ત્યારે આપણેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે . પ્રશ્ન: પણ એ લોકો વિષે શું કે જેઓ બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે ? હકીકતમાં આવાં પરોકારી લોકો પોતાની સુખનો ત્યાગ ક્યારે ય કરતાં નથી. કારણ કે પરોપકારમાં જ સાચું સુખ રહે લું છે . આવાં લોકો માત્ર પોતાની ટૂં ક સમય માટે ની સગવડો અને ક્ષણિક વ્યક્તિગત આનંદનો શ્રેષ્ઠ અને સ્થાયી આનંદ મેળવવા માટે ત્યાગ કરે છે . આવી નિ:સ્વાર્થતામાંથી મળતો આનંદ પોતાના સ્વાર્થ ખાતર કરે લા કાર્યોમાંથી મળતા આનંદ કરતાં ઘણો વધારે હોય છે . તમે આ વાસ્તવિકતાને તમારા જીવનમાં પણ જોઈ શકો છો. બાળ અવસ્થામાં આપણને ધૂળ ખાવામાંથી પણ આનંદ આવતો હોય છે . પણ 90

સંજીવ નેવર

જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે વધુ શ્રેષ્ઠ આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈપણ સંજોગોમાં આવાં ઉચ્ચ સ્તરીય આનંદને બાળપણના આનંદથી બદલવા માંગતા નથી. જેવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે તેનું અવલોકન કરવાથી આપણને એ વાસ્તવિકતાનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે જેમ તળાવમાંના પાણીના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે તેમ આપણે પણ આ સંસારમાં પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણને એ વાતનું પણ ભાન થશે કે એકબીજા પર આધાર રાખ્યા સિવાય જીવન જીવવું શક્ય નથી. આથી આ સમાજ અને વિશ્વના આનંદમાં વૃદ્ધિ કર્યા સિવાય આપણે આપણાં વ્યક્તિગત આનંદમાં વૃદ્ધિ ન કરી શકીએ. આથી જ બુદ્ધિશાળી લોકો પોતાની ટૂં ક સમય માટે ની સગવડો અને ક્ષણિક વ્યક્તિગત આનંદનો ત્યાગ કરી સમાજ અને વિશ્વનાં કલ્યાણ માટે કર્મ કરે છે કે જેથી કરીને તેઓ શ્રેષ્ઠ અને સ્થાયી આનંદને પ્રાપ્ત કરી શકે . પ્રશ્ન: શું વિચારો જ બધું છે ? કર્મો વિષે શું? વિચારો જ બધું નથી. પણ કંઈપણ કર્મની શરૂઆત વિચારોથી જ થાય છે . વિચારો પર આપણું નિયંત્રણ હોય છે . આપણાં દરે ક વિચારથી શરું થતી પ્રક્રીયાનો બીજો તબક્કો આપણાં કર્મો છે . કંઈપણ કરવાની કે મેળવવાની શરૂઆત આપણાં મનના વિચારથી જ થાય છે . કર્મના સિદ્ધાંત અનુસાર, “કર્મમાં ન પરિણમતો કે કર્મમાં પરિણમતો દરે ક વિચાર” આપણાં દ્વારા લેવાયેલો એક નિર્ણય છે . અને આ નિર્ણયના પરિણામો આપણે ભોગવવાના જ રહે છે . સામાન્ય રીતે, જે વિચારો કાર્યમાં પરિણમતા નથી તે વિચારો આપણને આનંદથી દુર લઈ જાય છે . આપણી વિચાર પ્રક્રિયામાં જ્ઞાન, કાર્ય અને ચિંતનનો સમાવેશ થયેલો હોવો ખુબ જ જરૂરી છે . અને આ ત્રણેય સાથે જ ચલતા હોવાં જોઈએ. આ ત્રણેનો અલગ-અલગ અભ્યાસ કરવો નિરર્થક છે . પ્રશ્ન: કયા વિચારોથી આપણને આનંદ મળે છે અને કયા વિચારોથી દુઃખ? કયા વિચારો તમને આનંદ આપશે અને કયા વિચારો તમને દુઃખ આપશે તે નક્કી કરવાના ઘણાં રસ્તાઓ છે . પણ મૂળ સિદ્ધાંત છે “સત્ય = આનંદ”. આપણાં જીવનમાં ‘જ્ઞાન’ અને ‘અજ્ઞાનતા’ એવા બે બળો સતત કાર્યરત

91

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

હોય છે . જ્ઞાન આપણને સત્ય તરફ લઇ જાય છે અને અજ્ઞાનતા સત્યથી દુર લઇ જાય છે . આપણે વિચારને ઈચ્છાશક્તિ (સંસ્કૃ તમાં જેને સંકલ્પ કહે છે ) દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ. આ સંકલ્પ આગળ બીજા નવા વિચારોને જન્મ આપે છે જે કર્મમાં પરિણમે છે અને આ કર્મો જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે . આથી જો આપણો સંકલ્પ સત્યની શોધ માટે હોય તો આપણે આનંદ તરફ જઈએ છીએ. અને જો આપણો સંકલ્પ સત્યની શોધ માટે ન હોય તો આપણે આનંદથી દુર જઈએ છીએ. પ્રશ્ન: પણ સત્ય શું છે તેનો નિર્ણય આપણે કે વી રીતે લઇ શકીએ? સત્ય શું છે તેનો નિર્ણય કરવા માટે ના ઘણાં રસ્તાઓ છે . સત્યની નિર્ણાયકતા આંધળી માન્યતાઓને બાકાત કરવાની અને નવી અને સાચી માહિતીઓ અને હકીકતનો સ્વીકાર કરવા માટે ખુલ્લા મનની માંગણી કરે છે . પણ સત્યનો સ્વીકાર કરવાના વિવિધ રસ્તાઓમાં સત્ય સ્વીકાર કરવાની “ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ” સૌથી મોટો ભાગ ભજવે છે . આમાં નીચેની રીતોનો સમાવેશ થાય છે : ૧. રદ કરવાની પ્રક્રિયા. કે ટ કે જીમેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીની જેમ તર્ક અને હકીકતનો આઘાર લઇ સ્પષ્ટ દેખાતા એવા ખોટા વિકલ્પોને તરત જ રદ કરવા જોઈએ. ઉદાહરણ તરીકે , આપણને ખબર છે કે પૃથ્વી ગોળ છે , તો પછી પૃથ્વી સપાટ છે તેમ કહે તી બધી જ ધાર્મિક પુસ્તકો અને પૂર્વધારણા પર આધારિત માન્યતાઓને આપણે રદ કરવી જોઈએ. ૨. ધારણાઓ પરસ્પર વિરોધી છે કે નહીં તેની ચકાસણી. ઉદાહરણ તરીકે , કોઈ એમ કહે કે ઈશ્વર ન્યાયી છે , અને પછી એમ પણ કહે કે ઈશ્વર પુરુષોની સરખામણીમાં વધારે સ્ત્રીઓને નર્ક માં મોકલે છે , તો આ બંને વાક્યો પરસ્પર વિરોધી છે . આથી આવી પરસ્પર વિરોધી માન્યતાને પણ રદ કરવી જોઈએ. ૩. વિશ્લેષણ અને તર્ક નો ઉપયોગ કરવાથી પણ સત્ય જાણી શકાય છે . ૪. પ્રસ્તુત હકીકત સાચી છે કે નહીં તેની ચકાસણી કરવાથી પણ સત્ય જાણી શકાય છે . સત્યની શોધ એ પોતાનામાં જ એક એવું વિજ્ઞાન છે જે વિશ્લેષણ અને આત્મચિંતન માંગી લે છે . પણ આ બધાનાં મૂળમાં “સત્યને પામવા માટે નો

92

સંજીવ નેવર

સંકલ્પ” હોવો ખુબ જ જરૂરી છે . પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત કે વી રીતે કામ કરે છે ? વિચાર આવતાની સાથે જ કર્મનો સિદ્ધાંત કામ કરવાનું શરું કરી દે છે . • દરે ક વિચાર આપણાં મગજમાં ખાસ પ્રકારની ન્યુરોલોજીકલ પેટર્ન તૈયાર કરે છે . • આમ થવાથી દૈહિક બદલાવ શરું થાય છે . જેમાં અંત:સ્ત્રાવના સ્તરમાં વધ-ઘટ, હૃદયના ધબકારના દરમાં વધ-ઘટ, જેવા બદલાવોનો સમાવેશ થાય છે . • આ ન્યુરોલોજીકલ પેટર્ન વિચારને અનુકૂળ થવાનું શરું કરી દે છે . આથી, જો તમે કોઈ એક વસ્તુ પર વારંવાર વિચાર કર્યા કરો તો ન્યુરોન એવી પેટર્ન તૈયાર થાય છે કે જેથી ભવિષ્યમાં આ વિચાર પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે . આ જ કારણેથી લોકોને સારી કે ખરાબ આદતોની લત લાગેલી હોય છે . • વિચારો વ્યક્તિની વિચારસરણી નક્કી કરે છે . અને આ વિચારસરણી તેનું વ્યક્તિત્વ, આરોગ્ય અને કર્મો નક્કી કરે છે . • આમ, દરે કેદરે ક વિચાર આપણાં સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે . પણ આ વિચારો બદલીને આપણે આપણું વ્યક્તિત્વ પણ બદલી શકીએ છીએ. • આ પ્રક્રિયા બધા જ વ્યક્તિઓ સાથે થતી હોય છે . અને આપણી વિચારસરણી પ્રમાણે, જયારે આપણે બીજા લોકો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરીએ છીએ ત્યારે ઘણી મોટી સામાજિક વિચારસરણી અને વર્તણૂક ઉત્પન્ન થાય છે . આ સામાજિક વિચારસરણી અને વર્તણૂક પણ આપણાં સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે . • માત્ર મનુષ્યો અને સમાજ સુધી મર્યાદિત ન રહે તા આનો પ્રભાવ પ્રકૃ તિમાં પણ વિસ્તરે લો હોય છે . કારણ કે આપણે દ્રવ્ય અને ઉર્જાનો પ્રકૃ તિ સાથે સતત વિનિમય કરતાં રહીએ છીએ. આથી જ આપણે ઘણી વાર મેડીકલ સાયન્સમાં માત્ર ઈચ્છા-શક્તિના પ્રયોગથી ચમત્કારો થતા જોઈએ છીએ.

93

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ



આમ આપણાં વિચારો આપણું ભવિષ્ય બને છે . આપણે (જીવાત્માઓ), આપણાં શરીર અને મનથી અલગ છે . જયારે આપણે મૃત્યુ પામીએ છે ત્યારે આપણું શરીર અને મન પ્રકૃ તિ સાથે દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું બંધ કરી દે છે . આથી શરીર ક્ષીણ બની મૃત્યુ પામે છે . પણ જીવાત્મા, કે જે આ વિનિમય વ્યવસ્થાનું નિયંત્રણ કરતી હતી, તેનાં પર શરીરના મૃત્યુની કંઈ જ અસર થતી નથી.

• શરીરના મૃત્યુ પછી જીવાત્મા બીજી નવી વ્યવસ્થામાં (મન અને શરીર) પ્રવેશ મેળવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ રાખે છે . • આપણી યાદો મગજનો જ ભાગ હોવાથી જીવાત્માના આ સ્થળાંતર દરમિયાન યાદો નષ્ટ પામે છે . પણ જીવાત્મા સંસ્કારોનું સ્થૂળ શરીર તેની સાથે લઇ જાય છે . • ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે કે આ નવી વ્યવસ્થા (મન અને શરીર) જીવાત્મા માટે સર્વશ્રેષ્ઠ હોય અને જીવાત્માની નિરંતર ચાલતી મુસાફરીમાં અવરોધ ન બને. • પૂર્વ જન્મના સંસ્કારોની સાથે નવા મન અને શરીરમાં રહી, કર્મો કરી જીવાત્મા ફરીથી તેનું વ્યક્તિત્વ વિકસાવે છે . તે પહે લાંની જેમ જ પ્રકૃ તિ સાથે દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું શરું કરે છે અને મુક્તિ માર્ગમાં આગળ વધે છે . મોક્ષ માટે જીવાત્માની આ મુસાફરીમાં ઈશ્વર દરે ક ક્ષણે એ વાતનું ધ્યાન રાખે છે કે આ સંસારમાં આપણને જે કંઈપણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તે આપણને મોક્ષ મેળવવા માટે નિમિત બને. આ શ્રેષ્ઠતાનુંરૂપ નિરંતર ચાલતી પ્રક્રિયા છે . જયારે આપણે ઈચ્છાશક્તિનો ઉપયોગ મૂર્ખાતાપૂર્ણ કર્મો કરવા માટે કરીએ છીએ ત્યારે દુઃખદ પરિસ્થિતિઓ ઉદ્દભવે છે અને આપણી દુ:ખ તરફ અધોગતિ થાય છે . અને જયારે આપણે ઈચ્છાશક્તિનો ઉપયોગ સત્યની શોધ માટે કરીએ છીએ ત્યારે આપણી પ્રગતી થાય છે . આ પ્રક્રિયાને મૃત્યુ પણ રોકી શકતી નથી.

94

સંજીવ નેવર

પ્રશ્ન: પ્રાણીઓ અને બીજી નીચી યોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ વિષે શું? તેઓ તેમની ઈચ્છાશક્તિનો ઉપયોગ કે વી રીતે કરે છે ? માત્ર મનુષ્યયોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય છે . પ્રાણીયોનીમાં જન્મ લીધેલી જીવાત્માઓ પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરી શકતી નથી. તેમનામાં પરસ્થિતિઓને બદલવાની ક્ષમતા હોતી નથી. તેમણે સામે આવતી પરિસ્થિતિઓનો માત્ર સ્વીકાર જ કરવો પડે છે . જયારે પાપકર્મો કરતાં રહે વાથી કુ સંસ્કારો અમુક હદ કરતાં વધી જાય છે ત્યારે મૃત્યુ પછી જીવાત્મા પ્રાણીયોનીમાં જન્મ લે છે . પ્રાણીયોનીમાં જીવાત્મા તેની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવા માટે સક્ષમ રહે તી નથી. પ્રાણીયોનીમાં જીવાત્માના પૂર્વજન્મના કુ સંસ્કારો દુર થતા રહે છે . જન્મથી અસ્થિર મગજવાળા લોકોની બાબતમાં પણ આમ જ થાય છે . એ વાતની નોંધ લો કે આ સંસાર બહુ-પરિમાણીય છે . આથી આ વિવિધ પરિમાણોમાં વિચારો અને કર્મોથી પેદા થતી પરિસ્થિતિઓનું સંભવનીય મિશ્રણ લગભગ અનંત છે . આથી દરે ક જીવાત્માના જન્મ સમયની પરિસ્થિતિઓ – યોની, દેશ, ધર્મ, સમાજ, વાતાવરણ, આરોગ્ય - અલગ-અલગ હોય છે . પ્રશ્ન: તો પછી અકસ્માતો અને બીજી એવી ઘટનાઓ વિષે શું કે જેમાં આપણાં વિચારો પર આપણું નિયંત્રણ હોતું નથી? જો આપણે ઘ્યાનથી વિશ્લેષણ કરીએ તો, એ વાતનો ખ્યાલ આવી જશે કે આમાંની મોટા ભાગની ઘટનાઓ પર આપણું સામુહિક નિયંત્રણ તો હોય છે . બીજા શબ્દોમાં કહીએ તો સામુહિક રીતે આપણે બધા જ આતંકવાદ અને વાતાવરણના નુકસાન માટે જવાબદાર છીએ. આપણે વ્યતિગત રીતે પણ આના માટે ઘણું બધું કરી શકીએ છીએ. કર્મના સિદ્ધાંત અનુસાર, આપણે એકલા જ છે તેમ માનવાથી આપણે આપણી કોઈપણ જવાબદારી માંથી મુક્ત નહીં થઇ શકીએ. આપણાં પૂર્વ જન્મના સંસ્કારો અનુસાર આપણને આ પૃથ્વી પર જે પરિસ્થિતિઓ અને વાતાવરણમાં જન્મ મળ્યો છે તે આપણાં આગળના વિકાસ માટે શ્રેષ્ઠત્તમ જ છે . આમાં સામાજિક કાર્યોમાં આપણી ઈચ્છાશક્તિના પ્રયોગનો પણ સમાવેશ થાય છે . આથી આપણે જે પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ તે આપણાં જ કર્મોનું પરિણામ છે . 95

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

એવી ઘણી ઘટનાઓ હોય છે કે જેના થવા પર આપણું કોઈ દેખીતું નિયંત્રણ હોતું નથી. તે આપણાં પાછલા કર્મોના ફળ છે . પણ કોઈપણ સ્થિતિમાં, આમાંની કોઈપણ ઘટના મુક્તિ મેળવવાની આપણી યોગ્યતાને અવરોધતી નથી. કર્મના સિદ્ધાંત અનુસાર, આમાં થોડો વિલંબ આવી શકે છે . પણ આ વિલંબનો ઉપયોગ આપણે જીવનનાં બીજા ક્ષત્રોને સુધારવા માટે કરી શકીએ છીએ. યાદ રાખો કે , આ જુદા-જુદા ક્ષત્રો ધરાવતું બહુ-પરિમાણીય વિશ્વ છે . પ્રશ્ન: આપણને પાછલો જન્મ કે મ યાદ નથી રહે તો? કારણ કે મોક્ષ મેળવવા માટે માટે પાછલો જન્મ યાદ રહે વો જરૂરી નથી. એ વાત યાદ રાખો કે કર્મફળનોનો સિદ્ધાંત અને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા એક શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે . તેમાં કોઈપણ પ્રકારની નિરર્થકતાને સ્થાન નથી. જો આપણને પાછલો જન્મ યાદ રહે તો હોય તો આપણે મુક્તિ માર્ગમાં આગળ વધી ન શકત. પાછલા જન્મની વાત જ જવા દો, આપણને આ જન્મની પણ ઘણી બધી ઘટનાઓ યાદ રહે તી નથી. જેટલું જરૂરી હોય તેટલું જ આપણને યાદ રહે એ પ્રાકૃ તિક નિયમ અને ઈશ્વરની ન્યાય વ્યસ્થાનો એક ભાગ છે . એનું એક ઉદાહર એ છે કે ભૂતકાળમાં જીવીને લોકો જયારે આ પ્રાકૃ તિક નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના આ અપ્રાકૃ તિક વલણને લીધે તેમને ઘણી બધી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે . ખરું જીવન તો વર્તમાનમાં જ જીવાય. વર્તમાનમાં રહી ઉત્તમ ભવિષ્યનાં નિર્માણ તરફ આપણાં વિચારો અને કર્મોને વાળીને જ આપણે સૌથી વધુ આનંદ મેળવી શકીએ છીએ. આથી જ કદાચ “ઘોસ્ટ“ અને “પાસ્ટ” શબ્દોનો અર્થ સંસ્કૃ તમાં ‘ભૂત’ એવો થાય છે . નોંધ: કર્મના સિદ્ધાંત અનુસાર ભૂત (ઘોસ્ટ) જેવું કશું હોતું નથી. પ્રશ્ન: આપણને પાછલો જન્મ યાદ નથી રહે તો તો પછી આપણને પૂર્વ જન્મના કર્મોની સજા કે મ મળે છે ? કર્મના સિદ્ધાંતમાં સજા કે ઈનામ જેવું કંઈ હોતું નથી. તેમાં માત્ર કર્મફળ જ હોય છે . કર્મનો સિદ્ધાંત આપણને નિરંતર આનંદ આપવા માટે કોઈપણ પ્રકારના અવરોધ કે અંતરાલ ચાલતી શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે . લોકોના જીવનમાં ક્યારે ય કોઈ આફત અચાનક આવી પડતી નથી.

96

સંજીવ નેવર

ઉદાહરણ તરીકે , ડાયાબીટીસનો રોગ. ડાયાબીટીસનો રોગ કોઈને એક રાતમાં જ થઇ જતો નથી. આનાથી ઉલટું , ખરાબ દિનચર્યા અને મીઠાઈઓ ખાવાની ખોટી આદતોને લીધે તે ધીમે ધીમે થતો જાય છે . જયારે અમુક ઉંમર પછી તેના લક્ષણો સ્પષ્ટ દેખાવા લાગે છે ત્યારે આપણે પોતાને રોગી માનીએ છીએ. પણ વાસ્તવમાં, આ બધું કોઈ એક જ દિવસમાં થતું નથી. જ્યારે સ્વાસ્થ્ય વિરોધી કોઈ ક્રિયા આપણે પહે લી વાર કરીએ છીએ ત્યારથી જ આપણી રોગી બનવાની શરૂઆત થઇ જાય છે . અને જયારથી આપણે આરોગ્ય સુધારવાની ટે વો પાડવા લાગીએ છીએ ત્યારથી આપણું આરોગ્ય સુધરતું જાય છે . રોગના અંતિમ લક્ષણો તો આ આખી મુસાફરી દરમિયાન એકત્રિત થયેલા સ્વાસ્થ્ય માટે હાનીકારક કર્મોના કર્મફળ છે . પણ સમજવા જેવી વાત એ છે કે ડાયાબીટીસ માટે જવાબદાર આપણાં કર્મોમાંથી ૧% કર્મો પણ આપણને યાદ નહીં હોય. આપણને એ યાદ નથી હોતું કે આપણે શું ખાધું, કે ટલું ખાધું, ક્યારે ખાધું. પણ તેમ છતાં આપણે ડાયાબીટીસના રોગી બનીએ છીએ. આ જ પ્રમાણે, આપણને આપણો પૂર્વ જન્મ યાદ ન હોવાં છતાં એ વાત તો નક્કી છે કે આપણાં આ જન્મની પરિસ્થિતિઓ આપણાં પૂર્વ જન્મનું કર્મફળ છે . કર્મની વિગત યાદ રહે તે અગત્યનું નથી. આપણી વર્તમાનની પરિસ્થિતિ, જેને આપણે સજા કહીએ છીએ, એ ભૂતકાળમાં કરે લા આપણાં જ દુષ્કર્મોનું ફળ છે . આમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળ છે . તમારી વિચારસરણીને શુદ્ધ કરો. જયારે આપણી વિચારસરણી શુદ્ધ થાય છે અને આપણે વધુ આનંદ મેળવવા માટે સત્કર્મો કરવા માટે આપણી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરતાં શીખીએ છીએ ત્યારે દુષ્કર્મોથી પેદા થતા સંસ્કારો ઘટે છે અને આપણી સજા (દુષ્કર્મોનું ફળ) ઓછી થતી જાય છે . પ્રશ્ન: જો આપણે માંફી માગીએ તો શું ઈશ્વર આપણાં ભૂતકાળના પાપકર્મો માફ કરી દે છે ? જરા વિચાર કરો, શું આવું વાસ્તવિક જીવનમાં બને છે ? જયારે બેપરવાહ રીતે વાહન ચલાવવાથી આપણો અકસ્માત થાય છે ત્યારે શું માંફી માગવાથી આપણાં ઘા નું નિદાન થઇ જાય છે ? જો કોઈ આમ માંફી માંગીને છટકી જતું હોય તો, લોકો બહુ આળસુ બની જાય અને મુશ્કે લીઓમાં માત્ર માંફી માગી તેમાંથી બહાર આવી જાત. પ્રકૃ તિ

97

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અને તેના અપરિવર્તનશીલ નિયમો બીજુ ં કંઈ નહીં પણ ઈશ્વરની વ્યવસ્થાનું ભૌતિક સ્વરૂપ છે . અહીંયા જે કાયદાઓ લાગુ પડે છે તે બીજા સ્થાને પણ લાગુ પડે છે . વેદોની ભાષામાં તેને “યત પિંડે તત બ્રહ્માંડે ” કહે છે . એટલે કે ઈશ્વરના જે અપરિવર્તનશીલ નિયમો સુક્ષ્મ સ્તરે કામ કરે છે તે અપરિવર્તનશીલ નિયમો વિશાળ સ્તરે પણ કામ કરે છે .” કર્મના સિદ્ધાંતમાં માંફીને સ્થાન નથી. તેમાં માત્ર સુધરવાનો જ વિકલ્પ છે . આ વર્ષો પછીની આળસ પછી કસરત કરવા જેવું છે . તેમાં શરૂઆતમાં થોડી પીડા થાય છે . અને શરીરને તેને અનુકુળ થતા થોડી વાર લાગે છે . પણ કસરત કરવાનો જેટલો વધારે પ્રબળ આપણો સંકલ્પ હશે તેટલું વધારે ખડતલ આપણું શરીર બનશે. આમ કર્મના સિદ્ધાંતમાં કોઈપણ ચમત્કાર કામ કરતો નથી માત્ર પ્રબળ ઇચ્છાથી જ પ્રગતિ થાય છે . પ્રશ્ન: સારા લોકોના વિચારો અને કર્મો સારા હોવાં છતાં શા માટે તેઓને આટલું બધું દુ:ખ સહન કરવું પડે છે ? સુખ એ મનોસ્થિતિ છે . જેને આપણે દુ:ખ સમજી બેસવાની ભૂલ કરીએ છીએ તે ટૂં ક સમય માટે ની અગવડો છે . આપણે મોટા સુખ કે આનંદ માટે થોડી અગવડોનો ભોગવવા રાજી થઇ જઈએ છીએ. ઉદાહરણ તરીકે , જયારે આપણે કોઈ રમત રમતા હોઈએ છીએ ત્યારે આપણે હાંફીએ છીએ, થાકી જઈએ છીએ, કોઈક વાર આપણને વાગે પણ છે . પણ તેમ છતાં આપણે રમવાનું બંધ નથી કરતાં. કારણ કે રમવાનો આનંદ આવી સામાન્ય તકલીફો, પીડા કે અગવડોની સરખામણીમાં ઘણો વધારે હોય છે ! આવાં લોકોના જીવનમાં આવતા મોટા ભાગના દુઃખ તેનામાં પાછલા કર્મોના કર્મફળનું જ રૂપ હોય છે . બીજા ઘણાં દુ:ખ કસરત કરવાને લીધે થતા દુખાવા જેવા હોય છે . એટલે કે આપણાંમાં દુઃખ સહન કરવાની શક્તિ હોતી નથી. જેમ કે આપણે જ્યારે નવી-નવી કસરત કરવાનું ચાલુ કરીએ છીએ ત્યારે શરીરમાં ઘણો દુખાવો થાય છે . પણ જો આપણે નિયમિત કસરત કરતાં રહીએ તો થોડા સમય પછી દુખાવો થતો નથી. ઉલટાનું, કસરત કરવાથી શરીર મજબુત અને ખડતલ થયાનો આનંદ મળે છે . ક્યારે ક એવા દુઃખ પણ જીવનમાં આવે છે કે જેનું નિવારણ શક્ય હોતું નથી. આવી પરિસ્થિતિમાં પ્રબળ ઈચ્છાશક્તિના પ્રયોગથી પરિસ્થિતિઓ 98

સંજીવ નેવર

આપણાં પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે . બીજા કે ટલાંક દુ:ખોનું કારણ એ પણ છે કે સારા લોકો બધી જ રીતે સારા હોતા નથી. જેમકે કોઈ વ્યક્તિ ખુબ જ પ્રમાણિક હોય પણ તે સશક્ત અને ખડતલ ન હોવાથી ગુંડાઓ સામે આત્મરક્ષણ કરી શકતો નથી. આ પાછળનું કારણ શરીર મજબુત બનાવવાની અને આત્મરક્ષણ કરવાની બાબતમાં તેની ઈચ્છાશક્તિનો અભાવ છે . યાદ રાખો, સત્ય અને શક્તિ સિવાય આનંદ મળવો શક્ય નથી. પ્રશ્ન: આપણે ખરાબ લોકોને શક્તિશાળી બનતા કે મ જોઈએ છીએ? મોટા ભાગે સત્ય આનાથી ઉલટું હોય છે . આવાં લોકોને ક્યારે ય માનસિક શાંતિ મળતી નથી. ઈશ્વરે ભ્રષ્ટ, અપરાધી કે કપટી બનવા માટે આપણને આ પૃથ્વી પર જન્મ નથી આપ્યો. તેઓ ભલેને આવાં અવગુણોની અવગણના કરે પણ આ અવગુણો તેની આડઅસરો ઉત્પન્ન કરીને જ રહે છે . તેમની પાસે ભૌતિક સંપત્તિ અને સત્તા હોવા છતાં આ લોકો ખુબ જ દુ:ખી હોય છે . કારણ કે તેઓ હંમેશા પોતાને અસુરક્ષિત અનુભવતા હોય છે . તેઓ સહે લાયથી કોઈના પર વિશ્વાસ મૂકી શકતા નથી. તેમનું જીવન માનસિક તણાવથી ઘેરાયેલું હોય છે આ વિશ્વ બહુ-પરિમાણીય છે . આથી સારું કે ખરાબ એ કોઈના માટે વપરાતા એકવચની વિશેષણ નથી. એટલે કે કોઈ વ્યક્તિ બધી જ રીતે ખરાબ કે સર્વગુણ સંપન્ન ન હોય શકે . વ્યક્તિ તેના જીવનના કે ટલાંક ક્ષેત્રોમાં ખરાબ હોય શકે પણ જો તેનામાં આત્મવિશ્વાસ, વ્યવહારિકતા, વાત ચાતુર્ય જેવા સારા ગુણો હોય તો તે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં સફળતા મેળવે છે . પ્રશ્ન: કર્મના સિદ્ધાંતનો શો ઉદ્દે શ છે ? કર્મનાં સિદ્ધાંત આપણને મુક્તિ માર્ગમાં આગળ વધારવા માટે કર્મ કરવાનું કહે છે . કર્મનાં સિદ્ધાંતમાં માત્ર લાયકાતને જ સ્થાન છે . તેમાં પક્ષપાત કે લાગવગને કોઈ સ્થાન નથી. આપણાં વિચારો જ આપણું વ્યક્તિત્વ નક્કી કરે છે . બધું જ આપણાં વિચારોની દશા અને દિશા પર આધારિત છે . જો આપણે જીવનનું બારીકાઈથી અવલોકન કરીએ તો કર્મનાં સિદ્ધાંત ખુબ જ અસરકારક રીતે કામ કરતાં હોવાના ઘણાં પુરાવા મળશે. અને એ પણ ખ્યાલ આવી જશે કે આપણે પરિસ્થિતિઓના ગુલામ નથી. આપણી પરિસ્થિતિઓ આપણું કર્મફળ છે . 99

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: જીવનનો ઉદ્દે શ શું છે ? છે .

જીવનનો ઉદ્દે શ કર્મના સિદ્ધાંત અનુસાર સત્કર્મો કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો

પ્રશ્ન: કામવાસના, વ્યસન વગેરે પણ આનંદ આપે છે . તો શું આમ કરવું એ કર્મના સિદ્ધાંત અનુસાર યોગ્ય છે ? ના. આ બધી વસ્તુઓ આપણને આનંદ આપતી નથી. આ બધી વસ્તુઓ આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને મંદ પાડી આનંદ આપ્યા હોવાનો ભ્રમ પેદા કરે છે . જે વસ્તુ કે વ્યક્તિ આપણને બુદ્ધિનો પ્રયોગ કર્યા વગર કામ કરવા માટે ઉત્તેજિત કરે છે તે અંતે ચોક્કસ દુ:ખ આપે છે . આપણેને ખરો આનંદ ત્યારે જ મળે છે કે જ્યારે આનંદ માટે આપણે બહારની ભૌતિક વસ્તુઓ પર આધાર ન રાખવો પડે . આ ત્યારે જ શક્ય બને છે કે જયારે આપણી પાસે પૂરતું જ્ઞાન હોય અને આપણી ઇન્દ્રિયો પર આપણાં નિયંત્રણમાં હોય. આ જ સત્યને બીજી રીતે જોઈએ તો દરે ક કર્મ કરતાં પહે લાં આપણે આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આ કર્મનો ઉદ્દે શ શો છે ?” અને જો આ પ્રશ્નનો જવાબ તમને ખોટા મનોરંજન માટે , ખોટી આદતની પુરતી કરવા માટે કે પછી કામ વાસના સંતોષવા જેવા બહાનાઓના રૂપમાં મળે તો કર્મના સિદ્ધાંત અનુસાર તે યોગ્ય કર્મ નથી. તેનાથી માત્ર દુઃખ જ મળશે. જીવનનો ઉદ્દે શ આવી બહાનેબાજીમાંથી બહાર નીકળી જ્ઞાનમાં વૃદ્ધિ કરી મુક્તિ તરફ આગળ વધવાનો છે . જે કર્મો આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને મંદ કરે છે તે આપણી અધોગતિને નોતરે છે . પ્રશ્ન: ઈચ્છાનો યોગ્ય ઉપયોગ કે વી રીતે કરવો તે સમજવા માટે નું કોઈ માળખું છે ? આના માટે વૈદિક યોગનું માળખું છે . પણ વૈદિક યોગને હાલમાં પ્રચલિત શારીરિક કસરતો અને મુદ્રાઓ સાથે કોઈ સંબંધ નથી. વૈદિક યોગ સ્વયમને (જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવને) સમજવાની કળા છે . વૈદિક યોગ કર્મના સિદ્ધાંતને અનુસરીને જીવનની દરે ક ક્ષણને આનંદમય બનાવવાનું વિજ્ઞાન છે . આ એક સહજ જ્ઞાન છે . દરે ક વ્યક્તિ જેનું મૂલ્યાંકન અને અનુભૂતિ કરી 100

સંજીવ નેવર

શકે તેવા ગાઢ સિદ્ધાંતો પર વૈદિક યોગ આધારિત છે . માત્ર આ જ વ્યવહારિક, વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન છે જેનો વિજ્ઞાનના વિષયોની જેમ અભ્યાસ કરવો પડે છે . વૈદિક યોગ સહજ જ્ઞાન હોવાથી તેની અનુભૂતિ કરવાની હોય છે . આથી કોઈ ગુરુ કે બાબા તમને આ વિષયનું સંપૂર્ણ જ્ઞાન નહીં આપી શકે . તે માત્ર તમને માર્ગદર્શન આપી શકે . પણ વૈદિક યોગના માર્ગ પર અંતે તો તમારે તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને જ આગળ વધવાનું હોય છે . યાદ રાખો કે કર્મના સિધ્ધાંતમાં જવાબદારીઓની આપ લે થતી નથી.

101

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

102

સંજીવ નેવર

પ્રશ્ન: મુક્તિ અથવા તો મોક્ષ કોને કહે છે ? મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. મુક્તિ એટલે એ સ્વતંત્રતા કે જેની તીવ્ર ઈચ્છા દરે ક જીવાત્મા કરે છે . બીજા શબ્દોમાં કહીએ તો દરે ક પ્રકારના દુઃખ, પીડા અને બંધનોમાંથી મુક્ત થવાથી મળતી સંપૂર્ણ સ્વતંત્રતા એટલે “મુક્તિ.” પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્મા કોને પ્રાપ્ત થાય છે અને ક્યાં રહે છે ? મુક્તિ મળ્યાં પછી જીવાત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહે છે . જીવાત્મા માટે આનાથી અધિક સુખદાયક અને સંતોષકારક અવસ્થા બીજી કોઈ ન હોઈ શકે . ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે . પણ વાસ્તવમાં મુક્તિ એ નિંદ્રાથી તદ્દન વિરુદ્ધ એવી સર્વોત્તમ સ્તરની ચેતનાની અવસ્થા છે . પ્રશ્ન: પણ ઈશ્વર તો આમેય હંમેશાથી આપણાંમાં જ વસેલો છે . આથી આપણે ઈશ્વરના સાનિધ્યમાં પહે લેથી રહે તા આવ્યાં છીએ. તો પછી આ મુક્તિ વિષે એવું તો ખાસ શું છે ? જો તમે જીવાત્મા અને ઈશ્વર વિષે કરે લી પહે લાંની ચર્ચા યાદ કરો તો આપણે એ નિષ્કર્ષ પર આવ્યાં હતા કે જીવાત્મા પાસે ઈચ્છાની સ્વતંત્રતા હોય છે અને મર્યાદિત જ્ઞાન હોય છે . જેમ જેમ જીવાત્મા તેની ઈચ્છાશક્તિના યોગ્ય ઉપયોગથી અજ્ઞાનતા દૂર કરતી રહે છે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દે શની સાથે સુમેળ થઇ કર્મ કરતી રહે છે , તેમ તેમ તે વધુ ને વધુ આનંદ મેળવતી જાય છે . આથી દરે ક જીવાત્મા (અહીં મનુષ્ય) ઈશ્વરના દિવ્યગુણોને પોતાના જીવનમાં ઉતારી તે પ્રમાણે કર્મ કરે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દે શને સાર્થક બનાવવામાં સહયોગી બને તેની ભલામણ વેદમાં કરવામાં આવી છે . જીવનનો ઉદ્દે શ જીવાત્માને એવા ઉત્તમ કર્મો કરવા માટે સક્ષમ બનાવવાનો છે કે જે કર્મો જીવાત્માને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દે શને સાર્થક બનાવવામાં સહાયતા કરે . જયારે આ ઉત્તમ કર્મો તેની ચરમ સીમાએ પહોચે છે ત્યારે જીવાત્મા પાસે બીજો જન્મ લેવાનું કોઈ કારણ બાકી રહે તું નથી. જીવાત્મા જન્મ-મરણ અને સુખ-દુઃખના ચક્રમાંથી મુક્ત થઇ પરમ આનંદને પ્રાપ્ત કરે છે . આમ, મુક્તિનો અર્થ શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દે શને સાર્થક કરવા માટે કર્મ કરવાનો છે . આમ કરવા માટે ઈશ્વર આપણને આત્માના અવાજ રૂપે હંમેશા 103

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રેરણા આપતો રહે છે . અને જ્યારે આપણે આત્માના અવાજ રૂપી ઈશ્વરની પ્રરણા અનુસાર કર્મો કરીએ છીએ ત્યારે આપણને મુક્તિ મળે છે . પ્રશ્ન: પણ આ જ ક્ષણે આપણને મુક્તિ મેળવતા કોણ રોકી રહયું છે ? ઈશ્વર આપણને મુક્તિ હમણાં જ કે મ નથી આપી દેતો? બીજા પ્રશ્નનો પહે લાં જવાબ આપું છુ: ઈશ્વર હંમેશા શ્રેષ્ઠત્તમ કર્મ જ કરે છે . તે નિયમ વિરુધ્ધ કે મનફાવે તેમ વર્તન કરતો નથી. અજ્ઞાનતાને દૂર કરીને મુક્તિ મેળવવી એ જીવાત્માની પ્રકૃ તિ છે . સત્કર્મો એ અજ્ઞાનતા દૂર કરવા માટે નો એક માત્ર રસ્તો છે . પણ આપણે સત્કર્મો ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપાણને જન્મ લેવાની તક અને યોગ્યતા પ્રમાણેનું વાતાવરણ મળે. જ્યાં સુધી આપણે સત્કર્મો કરવામાં નિપુણ થઇ મુક્તિ ન મેળવી લઈએ ત્યાં સુધી ઈશ્વર આપણને કર્મ કરવા માટે યોગ્ય વાતાવરણ આપતો રહે છે . આમ ઈશ્વર આપણને ઝડપથી મુક્તિ મળે તે માટે ઉત્તમ રીતે કાર્ય કરતો રહે છે . પહે લાં પ્રશ્નનો જવાબ: જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવની સરખામણી ઈશ્વર અને પ્રકૃ તિના ગુણ, કર્મ અને સ્વભાવ સાથે કરીએ. પ્રકૃ તિ સત્) છે . – પ્રકૃ તિની સત્તા છે . જીવાત્મા સત્ અને ચિત્ છે – જીવાત્માની સત્તા છે અને તે ચેતન છે . ઈશ્વર સત્, ચિત્ અને આનંદ છે – ઈશ્વરની સત્તા છે , તે ચેતન છે અને પરમ આનંદનો સ્ત્રોત પણ છે . આથી જ આપણે ઈશ્વરને સચ્ચિદાનંદ કહીએ છીએ. આનંદ જીવાત્માનો સહજ સ્વભાવ કે ગુણ નથી. જીવાત્માએ આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડે છે . હવે જ્યારે ઈશ્વર જ આનંદનો સ્ત્રોત છે આથી જીવાત્માએ ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરવો પડે છે . વૈદિક તત્વજ્ઞાનનો બીજો પાયાનો સિદ્ધાંત છે , “સત્ય જ્ઞાન = આનંદ”. ઈશ્વર સર્વજ્ઞ હોવાથી, તે પરમ આનંદનો સ્ત્રોત છે . પણ જીવાત્મા પાસે તો સીમિત સામર્થ્ય ને મર્યાદિત જ્ઞાન છે . જીવાત્માની આ મર્યાદા, ઈશ્વર દ્વારા સંચાલિત કર્મના સિદ્ધાંત અનુસાર, જીવાત્માએ કરે લા કર્મ પ્રમાણે વધતી-ઘટતી રહે છે . 104

સંજીવ નેવર

આમ, જીવાત્મા માટે પરમ આનંદ મેળવવાનો એક માત્ર રસ્તો એ જ છે કે તે સત્કર્મો દ્વારા પોતાનું જ્ઞાન વધારતી રહે અને પોતાની સીમાઓ દૂર કરતી રહે . પ્રશ્ન: આ આખી પ્રક્રિયાને વિસ્તારમાં સમજાવશો? કર્મો સંસ્કારનું સર્જન કરે છે અને સંસ્કાર જીવાત્માના સામર્થ્યની સીમા નક્કી કરે છે . તમે જે ક્ષણે કોઈ કર્મ કરો છો એ જ ક્ષણે સંસ્કારનું સર્જન થાય છે . સંસ્કાર શું છે ? સંસ્કાર એટલે એક સરખી પરિસ્થિતિઓમાં એકખાસ પ્રકારનું કર્મ વારંવાર કરતાં રહે વાની વધતી જતી સંભાવના. આમ, તમે જો તમે છે તરપીંડી કે ચોરી જેવા પાપકર્મો કરો તો ભવિષ્યમાં આવાં પાપકર્મો કરવાની તમારી સંભાવના વધે છે . આમ થવાથી તમારી જીવાત્માના સામર્થ્યમાં ઘટાડો થાય છે અને જીવાત્મા જ્ઞાનથી દુર અજ્ઞાનતા તરફ ધકે લાય છે . એટલે કે જીવાત્મા પરમ આનંદ મુક્તિથી દૂર જાય છે . પણ જ્યારે તમે દયા દાખવવી, સત્યની શોધ કરવી, ચરિત્રનું નિર્માણ કરવું જેવા સત્કર્મો કરો છો ત્યારે ભવિષ્યમાં આવાં સત્કર્મો કરવાની તમારી સંભાવના પણ વધે છે . આમ થવાથી તમારૂ આત્મબળ વધે છે . જીવાત્મા અજ્ઞાનથી દુર જ્ઞાન તરફ આગળ વધે છે . એટલે કે જીવાત્મા પરમ આનંદ સ્વરૂપ મુક્તિની વધુ નજીક પહોચે છે . આ પ્રક્રિયામાં તમારા દરે ક કર્મોની સાથે સાથે તમારા વિચારો અને લાગણીઓનો પણ સમાવેશ થાય છે . એ વાત યાદ રાખો કે જયારે તમે કોઈ કર્મ પહે લી વાર જ કરો છો ત્યારે તે કર્મ ફરી કરવાની સંભાવનાની સાથે સાથે તમારા વધારે જ્ઞાની કે અજ્ઞાની બનવાની સંભાવના પણ વધે છે . એક સાધારણ જીવાત્મા દરે ક ક્ષણે સારા અને ખરાબ કર્મોની વચ્ચે લોલકની જેમ ડોલતી રહે છે . તે થોડાં સત્કર્મો કરે છે અને થોડા પાપકર્મો કરે છે . એટલે કે તે મુક્તિ તરફ બે ડગલાં આગળ વધે છે અને એક ડગલું પાછું ભારે છે . આથી મુક્તિ મળતા તેને જન્મો-જન્માંતર લાગી જાય છે . પણ યોગી તેની ઈચ્છાશક્તિના ઉપયોગથી કોઈપણ પાપકર્મ કરવાથી દુર જ રહે છે . તે હંમેશા સત્કર્મો જ કરે છે . આમ થવાથી તેના પાપકર્મોથી બનેલા ખરાબ સંસ્કારો નબળા પડતા જાય છે અને તેનું સ્થાન સત્કર્મોથી બનેલા સારા સંસ્કારો લે છે . ધીરે ધીરે તેના સારા સંસ્કારોના એટલા પ્રબળ બની જાય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં પાપકર્મ કરતો નથી. તે પાપકર્મો માટે પ્રેરિત કરતાં ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે અને કુ સંસ્કારોની જાળમાંથી 105

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

હંમેશના માટે મુક્ત થાય છે . આમ યોગી એક સૈનિકની જેમ પીછે હઠ કર્યા વિના મુક્તિમાર્ગ પર સતત આગળ વધતો રહે છે . તે ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇ પરમ આનંદ મેળવે છે . પાપકર્મ કરવા માટે પ્રેરિત કરતાં કુ સંસ્કારોના બીજ બાળી નાંખવાની આ પ્રક્રિયા ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વકનો સતત અભ્યાસની સાથે સાથે ઈશ્વરમાં શ્રદ્ધા માંગી લે છે . કુ સંસ્કારોને બાળી નાખવાની આ આખી પ્રક્રિયાનું નિયંત્રણ આપણી “ઈચ્છાશક્તિ” દ્વારા થતું રહે છે . મોટા ભાગના લોકો પોતાની ઈચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરતાં નથી અને આથી જ તેઓને કઠપૂતળીની જેમ પરિસ્થિતિઓને આધીન થઈને બેસી રહે વું પડે છે . આથી તેઓ પોતે જ પોતાની પ્રગતિ અવરોધે છે . પણ યોગી આનાથી વિરુદ્ધ રીતે કાર્ય કરે છે . આથી જ ગીતામાં કહયું છે કે સાધારણ મનુષ્ય માટે જે દિવસ છે તે યોગી માટે રાત છે અને સાધારણ મનુષ્ય માટે જે રાત છે તે યોગી માટે દિવસ છે . જેટલી વધારે દ્રઢતાથી તમે ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો, તેટલી વધારે ઝડપથી તમને મુક્તિ મળશે. પ્રશ્ન: તમે કહ્યું કે મુક્તિ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે . તો શું એનો એ અર્થ છે કે મુક્તિ મેળવવા માટે આ સંસારમાં જે શક્ય છે તે બધાનું જ્ઞાન મને હોવું જોઈએ? જીવાત્મા ઈચ્છે તો પણ તમે બધું જાણી ન શકે . કારણ કે જીવાત્મા પરમાત્માની જેમ સર્વજ્ઞ નથી. અહીં જ્ઞાનનો અર્થ છે અનુભૂતિ અને નહીં કે ભૌતિક જ્ઞાન. અહીં જ્ઞાનનો અર્થ છે અન્તઃભૂર્ત અને સ્વાભાવિક જ્ઞાન તરફ લઇ જતા મૂળભૂત સિદ્ધાંતો અને નહીં કે પુસ્તકોનું ગોખણીયું જ્ઞાન. યાદ રાખવાનું કે ગોખવાનું ત્યારે જ સાર્થક છે કે જ્યારે તે કોઈ સિદ્ધાંતને સમજવામાં મદદરૂપ થાય. યજુર્વેદ ૪૦.૧૪ આ વાતને ખુબ જ સુંદર રીતે સંક્ષિપ્ત કરે છે : જે વ્યક્તિ વિદ્યા અને અવિદ્યાના સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજે છે તે કર્મો દ્વારા પોતાને જનમ-મૃત્યુના બંધનમાથી મુક્તિના પરમ આનંદ તરફ દોરી જાય છે . 106

સંજીવ નેવર

પ્રશ્ન: વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ સમજાવશો? યોગ દર્શન ૨.૫ વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપને ખુબ જ સુંદર રીતે સમજાવે છે : વિદ્યા અને અવિદ્યાના ચાર ભાગ છે . ૧. અનિત્ય પદાર્થોને નિત્ય જાણવા, નિત્ય પદાર્થોને અનિત્ય જાણવા. ઉદાહરણ તરીકે , મનુષ્ય શરીર અનિત્ય છે . તે કાયમ રહે વાનું નથી. અવિદ્યાને કારણે મનુષ્ય તેને નિત્ય માને છે . તે એવી ઈચ્છા રાખે છે કે મારું આ શરીર અનંતકાળ સુધી બની રહે . મનુષ્ય ધન-સંપતિ, પરિવાર તથા પૃથ્વી, સૂર્ય જેવા પદાર્થોને નિત્ય માની બસે છે તે અવિદ્યાનો જ ભાગ છે . આજ પ્રમાણે અવિદ્યાને કારણે મનુષ્ય જીવાત્મા અને પરમાત્માની નિત્ય સત્તાને અનિત્ય માની બસે છે . એમ માનવું કે આપણું શરીર અને આ શ્રુષ્ટિ કાયમ રહે વાની છે અને કાયમ રહે તી જીવાત્મા અને પરમાત્માને ક્ષણિક (અનિત્ય) સમજવા એ અજ્ઞાનતા છે . મોટા ભાગના લોકો આવુ માનીને જ કર્મો કરે છે અને આથી તેઓ અવિદ્યામાં જકડાયેલા રહે છે . ૨. શુદ્ધ પદાર્થોને અશુદ્ધ માનવા, અશુદ્ધ પદાર્થોને શુદ્ધ માનવા. ઉદાહરણ તરીકે , લોહી, માંસ, અને મળ-મૂત્રથી ભરે લા આપણાં શરીરને શુદ્ધ ગણી તેની તરફ વાસના, મોહ કે આકર્ષણ રાખવું, અને સત્ય, બ્રમ્હચર્ય, નૈતિકતા અને આત્મસંયમ જેવા ગુણોને અશુદ્ધ સમજવા. ૩. સુખને દુ:ખ સમજવું, દુ:ખને સુખ સમજવું. ઉદાહરણ તરીકે , વાસના, ગુસ્સો, લોભ, ભ્રમ, મોહ, ઈર્ષ્યા, શોક, પસ્તાવો, દ્વે ષ, આળસ, અજ્ઞાનતા વગેરે આપણને સુખ આપશે એવી ખોટી આશા રાખીને કર્મ કરતાં રહે વું. અને આત્મસંયમ, દયા-કરુણા, શાંતિ, ઉદ્યમશીલતા, નિષ્ઠા, સાદગી જેવા ગુણો દુ:ખના મૂળ કારણો છે તેમ માની તેમને ગ્રહણ ન કરવા. ૪. ચેતન પદાર્થને જડ માનવો, જડ પદાર્થને ચેતન માનવો. 107

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

ઉદાહરણ તરીકે , શરીર અને મન જેવા જડ પદાર્થોને ચેતન સમજવા. અને ચેતન જીવાત્મા અને ઈશ્વરની અવગણના કરવી. અવિદ્યાનો વિરોધી શબ્દ વિદ્યા(જ્ઞાન) એવો થાય છે .

જયારે વિદ્યા સ્પષ્ટપણે ગ્રંથિત થઇ જાય છે ત્યારે જીવાત્માને જન્મ અને મૃત્યુના બંધનમાં રહે વાની કોઈ જરૂર રહે તી નથી. આથી જીવાત્મા સંપૂર્ણ સ્વંત્રત બને છે અને મુક્તિ એટલે કે અપાર આનંદ મેળવે છે . પ્રશ્ન: દુ:ખ અથવા તો પીડાનો અર્થ શો થાય છે ? યોગ દર્શન ૨.૩-૯ દુ:ખને તેના કારણો સહીત સંક્ષિપ્તમાં સમજાવે છે . તે કહે છે પાંચ પ્રકારના કલેશ અથવા તો દુઃખ હોય છે . ૧. અવિદ્યા: અવિદ્યા એટલે કે અજ્ઞાનતા. અવિદ્યા બીજા બધા જ દુઃખોનું મૂળ છે . બીજા બધા દુ:ખો અવિદ્યાને કારણે પેદા થાય છે . ૨. અસ્મિતા: પોતે જ મન, બુદ્ધિ અને શરીર છીએ તેમ માની તેના પર ખોટું અભિમાન રાખવું અને સર્વોપરીતા અથવા તો લઘુતાગ્રંથી હોવી. અભ્યાસ, વિવેક અને વૈરાગ્યથી આ અજ્ઞાનતાનો નાશ કરી શકાય છે . ૩. રાગ: ઇન્દ્રિયો દ્વારા ભોગ કરી અસ્થાયી આનંદ મેળવવાની વૃત્તિ હોવી અને આમ કરવાનો લોભ હોવો. ૪. દ્વે ષ: જે પરિસ્થિતિઓ અને વસ્તુઓએ આપણને ભૂતકાળમાં દુઃખ આપ્યું છે તેના માટે તિરસ્કાર હોવો. ૫. અભિનિવેષ: અમર રહે વાની તીવ્ર અભિલાષા હોવી. દરે ક જીવને મૃત્યુનો ડર હોય છે . મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે લોકો હંમેશા પ્રયત્ન કરતાં રહે છે . અહીં જ પુનઃજન્મનું પ્રમાણ મળે છે . જયારે મનુષ્ય એ વાત સમજી લે કે માત્ર શરીર જ મૃત્યુ પામે છે અને જીવાત્મા ઈશ્વરના આશીર્વાદથી સદા સુરક્ષિત રહે છે ત્યારે આ દુઃખનો નાશ થાય છે . પ્રશ્ન: તો આપણે મુક્તિ કે મોક્ષ કે વી રીતે મેળવી શકીએ? મુક્તિના સિદ્ધાંતને અને તેના તથ્યને આપણે અગાઉ જાણી ચુક્યા છીએ. પણ ટૂં કમાં કહીએ તો, 108

સંજીવ નેવર

• “આત્માના અવાજ” રૂપી ઈશ્વરના માર્ગદર્શનને અનુસરીને અને અહંને બાજુ પર મૂકી પ્રમાણિકતાથી સત્યની શોધ કરવાથી, • પાપકર્મો, ગુસ્સો, હતાશા, રંજ, ખરાબ સંગત, ખરાબ આદતો, નશો, વ્યસન જેવી ખરાબ વૃત્તિઓથી દૂર રહે વાથી, • દયા દાખવવાથી, બધાનું કલ્યાણ ઈચ્છવાથી, શિસ્તબદ્ધ અને સ્વસ્થ રહે વાથી, ઈશ્વરની પૂજા અને ઉપાસના કરવાથી, ધ્યાન કરવાથી, • પ્રમાણિક અને નિખાલસ રહે વાથી અને પક્ષપાતી ન બનવાથી, • સમાજ અને દેશ તરફની આપણી જવાબદારીઓ માંથી ભાગી ન છૂટવાથી મુક્તિનો માર્ગ ખુલે છે . પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્માની અવસ્થા શી હોય છે ? શું તે સમુદ્રમાંના પાણીની બુંદની જેમ તેની ઓળખ ખોઈ બેસે છે ? જો મુક્તિ અવસ્થામાં જીવાત્મા તેની ઓળખ કાયમ માટે ગુમાવતી હોત તો આવું ક્યારનુંય બની ગયું હોત અને આપણે આજે અરસપરસ એકબીજા સાથે ક્રિયા-પ્રતિક્રિયા ન કરી રહ્યાં હોત. હવે સમયની કોઈ શરૂઆત નથી. આથી અનંત સમય પસાર થવા છતાં જીવાત્માએ (આપણે) પોતાની ઓળખ ગુમાવી નથી. આથી ભવિષ્યમાં જીવાત્મા પોતાની ઓળખ ખોઈ દેશે તેની શક્યતા સંપૂર્ણ શૂન્ય છે . જે રીતે અગ્નિની જ્વાળામાં લોખંડનો ગરમ ટુ કડો પોતે અગ્નિની જ્વાળા બની જાય છે , તેવી રીતે મુક્તિ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વરના સાનિધ્યમાં રહે છે પણ પોતાની ઓળખ ગુમાવતી નથી. જ્યારે આપણે કોઈ કામમાં ધ્યાનથી પરોવાયેલા હોઈએ છીએ ત્યારે આપણે પોતાને પણ ભૂલી જઈએ છીએ, પણ આપણો નાશ થતો નથી. ઠીક આવી જ રીતે જીવાત્મા પણ મુક્તિ મળ્યાં પછી ઈશ્વરમાં લીન થઇ જાય છે પણ જીવાત્માની ઓળખનો સંપૂર્ણ નાશ થતો નથી. પ્રશ્ન: મુક્તિની અવસ્થામાં જીવાત્મા ક્યાં રહે છે ? મુક્તિ મળ્યાં પછી જીવાત્મા સર્વવ્યાપી ઈશ્વરના સાનિધ્યમાં રહે છે . આ અવસ્થામાં જીવાત્મા સર્વજ્ઞ ઈશ્વરના સંપૂર્ણ માર્ગદર્શન હે ઠળ હોવાથી તેના સ્થાન અને અવરજવર માટે કોઈ બંધન હોતા નથી.

109

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પ્રશ્ન: મુક્તિ સમયકાળ દરમિયાન શું જીવાત્મા શરીર ધારણ કરે છે ? મુક્તિની અવસ્થામાં જીવાત્માને શરીરની કોઈ જરૂર રહે તી નથી. માત્ર મુક્તિ મેળવવા માટે કર્મ કરવા માટે જ જીવાત્માને શરીરની જરૂર પડે છે , મુક્તિ મળ્યાં પછી નહીં. પ્રશ્ન: તો પછી શરીર વગર જીવાત્મા ઈશ્વરીય આનંદ કે વી રીતે માંણી શકે ? મુક્તિ મળ્યાં પછી પણ શરીરની કર્મ ઈન્દ્રિયોને ઉપયોગમાં લાવતી એવી જીવાત્માની મૂળ શક્તિ જીવાત્મા પાસે જ રહે છે . જીવાત્મા માત્ર તેની ઈચ્છાશક્તિથી જ સાંભળી શકે છે , સ્પર્શ કરી શકે છે , જોઈ શકે છે , સ્વાદ માંણી શકે છે અને વિચારી શકે છે . જેણે મુક્તિ મેળવવા માટે જેને સત્કર્મો કરી જીવનના બધા જ બંધનો તોડી નાખ્યા હોય તે જીવાત્માને મુક્તિ પછી શરીરરૂપી બંધનની જરૂર રહે તી નથી. પ્રશ્ન: શું મુક્તિ કાયમી અથવા તો અનંતકાળ માટે છે ? ના. મુક્તિ કાયમી નથી. જો મુક્તિ કાયમી હોત તો આપણે બધાએ ક્યારનીય મુક્તિ મેળવી લીધી હોત અને આ પૃથ્વી પરની એકપણ જીવાત્મા મુક્તિ મેળવવા માટે પ્રયત્ન ન કરી રહી હોત. જો મુક્તિ અનંતકાળ માટે હોય તો શ્રુષ્ટિ સર્જનની સમગ્ર પ્રક્રિયા નિરર્થક નીવડે . અને જો અત્યાર સુધીમાં આપણે મુક્તિ મેળવવામાં અસમર્થ રહ્યાં તો, ભવિષ્યમાં મુક્તિ મેળવવાનું પણ અશક્ય બની જાય. કારણ કે જીવાત્મા અજન્માં છે અને સમયની કોઈ શરૂઆત નથી. વેદો, ગીતા, ઉપનીષદો જેવા ગ્રંથો પ્રમાણે આપણે (જીવાત્માઓ) અનંતકાળથી અસ્તિત્વમાં છીએ. આથી જો આપણે અનંતકાળથી મુક્તિ નથી મેળવી શકતા, તો આપણે ક્યારે ય મુક્તિ ન મેળવી શકીએ. આથી, મુક્તિનો સમયગાળો પુરો થયા પછી જીવાત્મા આ શ્રુષ્ટિમાં પાછી આવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ફરીથી શરુ કરે છે . આમ મુક્તિ એ કાયમી કે અનંતકાળ માટે નથી. પ્રશ્ન: જીવાત્મા મુક્તિ અવસ્થામાં કે ટલા સમય સુધી રહે છે ? મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય છે . મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે . અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે 110

સંજીવ નેવર

૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ. જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે , ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી જીવાત્મા જન્મ અને મૃત્યુ ચક્રના બંધનમાં આવતી નથી. પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું પ્રમાણ વેદોંમાંથી મળશે? ઋગ્વેદ ૧.૨૪.૧-૨: પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે ? આ શ્રુષ્ટિમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે ? આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ શ્રુષ્ટિમાં ફરી વાર આપણને માતા-પિતા કોણ આપે છે ? ઉત્તર: સ્વયમ તેજસ્વી, અનંત, હંમેશા મુક્ત એવો ઈશ્વર જ અતિ શુદ્ધ છે . માત્ર તે જ આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ શ્રુષ્ટિમાં ફરી વાર માતા-પિતા આપે છે . શંકરાચાર્યએ તેમના ગ્રંથ, છાન્દોગ્ય ઉપનિષદ (૮.૧૫.૧ અને ૪.૧૫.૧)માં કહયું છે કે , જ્યાં સુધી મુક્તિનો સમયગાળો પુરો ન થાય ત્યાં સુધી જીવાત્મા બ્રહ્મલોકમાં જ રહે છે . ૬.૨.૧૫ ના વર્ણનમાં તે કહે છે કે જીવાત્મા મુક્તિ અવસ્થામાં ઘણાં વર્ષો રહે છે . શતપથ બ્રાહ્મણ ૧૪.૬.૧.૧૮ તે વિગતવાર ખુલાસો કરે છે કે “જો જીવાત્મા મુક્તિ મેળવ્યા પછી શ્રુષ્ટિમાં પાછી ન આવે તો મંત્રમાનો “Iha” શબ્દનો કોઈ અર્થ ન રહે .” પ્રશ્ન: મુક્તિમાંથી જીવાત્માની પુનરાવૃત્તિ ન માનવામાં કયા દોષ છે ? ઘણાં દોષ છે : ૧. ઉપર જણાવેલા સંદર્ભ અનુસાર જીવાત્માનું મુક્તિ અવસ્થામાંથી સંસારમાં પાછું ન ફરવું એ વેદ વિરુદ્ધ છે . ૨. જીવાત્મા અજન્મા અને અનાદિ હોવાં છતાં પણ જો મુક્તિ ન મેળવી શકે , તો પછી જો મુક્તિ કાયમી હોત તો મુક્તિ મેળવવી આપમેળે જ અશક્ય બની જાય. સંસારમાં જીવાત્માનું અસ્તિત્વ જ જીવાત્મા માટે મુક્તિની અવધી સીમિત હોવાનું શ્રેષ્ઠ પ્રમાણ છે . ૩. મુક્તિ જીવાત્માના જ્ઞાન, કર્મ અને ઉપાસનાનું ફળ છે . અને આ બધાં (જ્ઞાન, કર્મ અને ઉપાસના) સીમિત છે . આથી જીવાત્માના કર્મનું ફળ પણ 111

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

સીમિત હોવું જોઈએ. જો ઈશ્વર જીવાત્માના સીમિત કર્મોનું અસીમિત કર્મફળ આપે તો ઈશ્વરનો ન્યાય ભંગ થાય. ૪. જો મુક્તિની અવધી અસીમિત હોય અને જીવાત્મા અનંતકાળ સુધી મુક્તિમાં જ રહે તી હોય તો આ સંસાર જ ન રહે . કારણ કે જીવાત્માની સંખ્યા નિશ્ચિત છે . જો એક-એક કરીને બધી જ જીવાત્મા મુક્ત થઇ જાય તો સંસાર બનવાનું બંધ થઇ જાય. આ ઉપરાંત જીવાત્મા અજન્મા અને અનાદિ હોવાથી નવી જીવાત્માઓનું સર્જન શક્ય નથી. જો નવી જીવાત્માઓનું સર્જન કરવામાં આવે તો જીવાત્મા અવિનાશી અને અજન્મા ન રહે . ૫. જો મુક્તિ અનંતકાળ સુધી હોત તો મુક્તિ એક એવું કે દખાનું બની જાય કે જ્યાંથી કોઈ જીવાત્મા પછી ફરી ન શકે . ૬. જો જીવાત્મા માટે મુક્તિસ્વરૂપ આનંદ અનંતકાળ માટે હોય તો તે જીવાત્મા માટે મુક્તિસ્વરૂપ આનંદનું કાંઈ મહત્વ ન રહે . કારણ કે દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય સમજાતું નથી. આ ઉપરાંત જે જેટલો ભાર ઉપાડી શકે , તેટલો જ ભાર તેના પર મુકવો તે બુદ્ધિમત્તા છે . આથી અલ્પજ્ઞ અને અલ્પ સામર્થ્યવાળી જીવાત્માઓ પર અનંત સુખનો ભાર મુકવો તે ઠીક નથી. આથી મુક્તિની અવધી પૂર્ણ થયા બાદ જીવાત્માને સંસારમાં પાછી મોકલવી એ જ તેના માટે શ્રેષ્ઠ ન્યાય છે પ્રશ્ન: જો મુક્તિની અવધી પૂરી થયા બાદ સંસારમાં જીવાત્માની પુનરાવૃત્તિ થતી હોય, તો જીવાત્માએ મુક્તિ મેળવવા શ્રમ કરવો જ શા માટે ? જીવાત્મા અલ્પજ્ઞ અને અલ્પ સામર્થ્યવાન છે . આથી જીવાત્મા માટે મુક્તિ અવસ્થામાં પહોંચી, જ્યાં સુધી ૩૬૦૦૦ વાર શ્રુષ્ટિની ઉત્પત્તિ અને પ્રલયનો સમય ન વીતે, ત્યાં સુધી મુક્તિના આનંદમાં રહે વું, અને દુ:ખ ન થવું એ કાંઈ નાની વાત નથી. આ સંસારમાં જીવ એક કલાક, એક દિવસ, થોડા મહિનાઓ કે વર્ષો સુધી ખુશ રહે વા ઘણાં પ્રયત્નો કરતો રહે છે . માત્ર ૧૦૦ જેટલા આયુષ્યમાં પણ આપણે સુખની પ્રાપ્તિ માટે કે ટલું બધું આયોજન કરીએ છીએ. આપણે આજે ખાધું હોય તો પછી કાલે ક્યારે ખાઈશું તેનું પણ આયોજન કરી લઈએ છીએ. જો આપણે ખુશ થવા માટે આવાં નાના અને ટૂં કા ગાળાના લક્ષ્ય માટે પણ શ્રમ કરતાં હોઈએ તો, દીર્ધકલીક મુક્તિસ્વરૂપ અપાર આનંદની અવસ્થાએ પહોચવા માટે શ્રમ કે મ ન કરવો?

112

સંજીવ નેવર

પ્રશ્ન: બરાબર છે . પણ મુક્તિ માટે નો મારો સિદ્ધાંત અલગ છે . જેમ કે , મને હજી પણ માનવામાં આવતું નથી કે મુક્તિ અનંતકાળ સુધી નથી. હું એવું માનું છું કે જીવાત્મા અને ઈશ્વર એક જ છે . મને બીજા મતભેદો પણ છે . તો મારે શું કરવું? મુક્તિ જેવા સિદ્ધાંતો સમજવામાં મતભેદો ઉભા થાય તે સ્વાભાવિક છે . કારણ કે આવાં સિદ્ધાંતોને સમજાવવા માટે અલગ-અલગ શબ્દાવલી અને રૂપકોનો પ્રયોગ થાય છે . આ ઉપરાંત, આ જટિલ સિદ્ધાંતો સમજવા માટે મન અને ઇન્દ્રિયો નિયંત્રણમાં રહે તે ખુબ જ જરૂરી છે . મુક્તિ વાસ્તવમાં કે વી હોય છે એ તો મુક્તિ મળ્યાં પછી જ સ્પષ્ટપણે સમજી શકાશે. પણ એ વાત ખુબ જ સ્પષ્ટ અને નિશ્ચિત છે કે આપણી દુનિયા આ સંસાર પુરતી સીમિત નથી. આપણી દુનિયા આ સંસારથી પણ પરે છે . એટલે કે આપણું અસ્તિત્વ આ જીવન મૃત્યુના ચક્રની બહાર પણ છે . આથી મુક્તિ મેળવવા માટે દરે ક જીવાત્માએ પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રયત્નો દ્વાર સ્વયમની અનુભૂતિ થયા પછી જ આપણે આ સત્યને આગળ વધારે સમજી શકીશું. આથી તમારા મત ભિન્ન હોય તો પણ કોઈ ફરક પડતો નથી. મુક્તિની અવસ્થા કે વી હશે તે વિષે આપણને ભલે ને ગમે તેટલા મતભેદ હોય પણ મુક્તિ મેળવવા માટે આપણે બધા એ એક સરખા જ કર્મો (સત્કર્મો) કરવા પડે છે . મુક્તિ માટે આપણે બધા એ જ પ્રયત્નો દ્વારા અજ્ઞાનતા દુર કરવાની રહે છે . આથી મુક્તિ તરફ વધવા માટે નો માર્ગ આપણાં બધા માટે એક સરખો જ છે ભલેને પછી મુક્તિની અવસ્થાને લઇ આપણાં વિચારો અલગ અલગ હોય. પ્રશ્ન: મુક્તિ એક જન્મમાં જ મળી જાય છે કે તેના માટે અનેક જન્મો લેવા પડે છે ? મુક્તિ મેળવવા માટે ઘણાં જન્મો લેવા પડે છે . કારણ કે કુ સંસ્કારોના બીજ બાળ્યાં સિવાય મુક્તિ મળતી નથી. અને દરે ક કુ સંસ્કાર દુર કરવા માટે પુરતા સમય અને પ્રયત્નોની જરૂર પડે છે . હવે આપણને એ વાતની ખબર હોતી નથી કે આપણે આ માટે અગાઉથી કે ટલા જન્મો લઇ ચુક્યા છે . આથી આપણે આ જન્મમાં જ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે પ્રયત્નનોની તીવ્રતાની ગણતરી 113

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આપણાં સત્કર્મોમાં સૌથી વધારે થાય છે . પ્રશ્ન: જો જન્મ અનેક છે , તો પૂર્વજન્મ અને મૃત્યુની વાતો આપણને કે મ યાદ નથી રહે તી? જીવાત્મા અલ્પજ્ઞ છે , ત્રિકાળદર્શી નથી. આથી જીવાત્માની યાદશક્તિ પણ સીમિત છે . પૂર્વજન્મની વાત તો જવા દો, આ જ શરીરીમાં જ્યારે જીવ ગર્ભમાં હતો, શરીર બન્યું, પછી જન્મ્યો, પાંચમાં વર્ષની પહે લાં જે જે વાતો બની હતી, તે યાદ કે મ નથી રહે તી? વર્ષો પહે લાંના આપણાં બધાં જ સ્વપ્નો અને કર્મો આપણને યાદ રહે તા નથી. કોઈ તમને પૂછે કે , બાર વર્ષ અગાઉ તેરમા વર્ષના પાંચમાં મહિનાના નવમે દિવસે દસ વાગ્યે પહે લી મિનિટમાં તમે શું કર્યું હતું, તો તેનો જવાબ તમે નહીં આપી શકો. તો શું એનો અર્થ એ થાય કે તે સમયે તમારું અસ્તિત્વ ન હતું? આપણને પૂર્વજન્મનું કશું યાદ નથી રહે તું તે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. કારણ કે આપણને પૂર્વજન્મનું કશું યાદ નથી રહે તું એટલા માટે જ આપણે સુખી છીએ. આપણે આ જ જન્મના આપણાં દુઃખદ અનુભવો, વિચારો અને કર્મોને ભૂલી જવાનો પ્રયત્ન કરતાં રહીએ છીએ. આથી જરા વિચાર કરો કે જો આપણે પૂર્વજન્મોના દુ:ખદ અનુભવોને ભુલાવી ન શકતા હોઇએ તો આપણી આ જન્મમાં શી દશા થાય! આ ઉપરાંત, જીવાત્માનું જ્ઞાન અને સ્વરૂપ અલ્પ છે . જીવાત્માના પૂર્વજન્મના કર્મો યાદ રાખવાનું કામ ઈશ્વરનું છે . જીવાત્મનું કામ તો પોતાની ઈચ્છાશક્તિના પ્રયોગથી સત્કર્મો કરી અજ્ઞાનતા દુર કરવાનું છે . પ્રશ્ન: પાછલા કર્મો યાદ ન હોવાં છતાં ઈશ્વર આપણને તેના માટે સજા શા માટે કરે છે ? તમને જયારે તાવ આવે છે ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો. તે સમયે તમને તાવ આવવાનું કારણ ખબર હોતું નથી. પણ એ વાતનો તો તમે જરૂરથી સ્વીકાર કરશો કે ભૂતકાળમાં કશીક ભૂલ થઇ જ હશે કે જેના લીધે મને તાવ આવ્યો.

આવી જ રીતે, ઈશ્વરનો કર્મનો સિદ્ધાંત સમજવા માટે પાછલા જન્મના કર્મોને યાદ રાખવાની જરૂર હોતી નથી. આપણે આ સંસારમાં ઘણી વિવિધતાઓ, સામાજિક સ્તરો અને અનેક પ્રકારના જીવોને જોઈએ છીએ. 114

સંજીવ નેવર

તેના પરથી આપણને ખ્યાલ તો આવી જ જાય છે કે આ બધું અત્યંત જટિલ હોવાં છતાં તેનું સચાનલ ખુબ જ આયોજનપૂર્વક થઇ રહ્યું છે . આધુનિક વિજ્ઞાને મોટા મોટા દાવાઓ કર્યા હોવાં છતાં પણ તેઓ આ જટિલતા અને તેની પાછળના આયોજનને ૧% પણ સમજી શક્યા નથી. આ સંસારની અગણિત વિવિધતાઓ અને તેનું સુનીયોજિત સંચાલન આપણને એ નિષ્કર્ષ કાઢવા માટે વિવશ કરે છે કે આ બધાની પાછળ એક મહાન સંચાલક (ઈશ્વર) છે જે આપણને આપણાં કર્મો પ્રમાણે વિવિધ પરિસ્થિતિઓ આપે છે . બુદ્ધિ સંપન્ન લોકો કે જેઓ આત્મનિરીક્ષણ અને બાહ્ય અવલોકન કરી શકે છે તેઓ નજીકના જ ભવિષ્યમાં સત્કર્મોથી થતા લાભ અને પાપકર્મોથી થતા નુકશાનને જોઈ શકે છે . તો પછી આપણાં કર્મફળનો વિસ્તાર આ જન્મની બહાર પણ કે મ ન હોય શકે ? આથી ભલે ને આપણને પાછલો જન્મ યાદ ન રહે તો હોય, પણ આ સંસારમાં દેખાતી વિવિધતા એ વાતનું પ્રમાણ છે કે ઈશ્વર આ જન્મના કર્મફળ સ્વરૂપ આપણને બીજા જન્મમાં કર્મ કરવા માટે યોગ્ય વાતાવરણ આપતો જ રહે છે . પ્રશ્ન: જો મુક્તિ જન્મજન્માંતર પછી જ મળતી હોય તો મારે મુક્તિ મેળવવા માટે આ જન્મમાં શા માટે ઉતાવળ કરવી? એમ.બી.એ કરી નવો-નવો બહાર આવેલ સ્નાતક તર્ક કરતો હોત તેમ લાગે છે . આ સંસારનો અપરિવર્તનશીલ નિયમ એ પણ છે કે “કા તો તમે પ્રગતિ કરો છો અથવા તો ક્રમશ: તમારી અધોગતિ થાય છે .” પ્રગતિ વગરની સ્થિરતા પણ અધોગતિ જ છે . ઉદાહરણ તરીકે , આપણે પ્રેમાળ અને સુંદર બાળક સાથે રમવાનો આનંદ માંણીએ છીએ. પણ આપણને તેનું આકર્ષણ માત્ર થોડાં મહિનાઓ સુધી જ રહે છે . કલ્પના કરો કે જો આ બાળક વર્ષો પછી પણ નાનું જ રહે તો શું થાય? આપણને એ ચિંતા થવા લાગશે કે બાળકને કોઈ ગંભીર રોગ તો નથી થયો ને? આપણે એવી પ્રાર્થના કરવા લાગીશું કે આ બાળક સ્વસ્થ રીતે વૃદ્ધિ પામે. ઈશ્વર પણ આપણને આ સંસારમાં સ્વસ્થ રીતે વૃદ્ધિ પામવાનું જ કહે છે . ધંધામાં પણ આમ જ બને છે . જો કોઈ કંપનીનો વૃદ્ધિ દર અમુક વર્ષો સુધી અટકે લો રહે તો તે કંપનીનું મૂલ્ય બજારમાં ખુબ જ ઘટી જાય છે . 115

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આ જ રીતે, આપણે સત્કર્મોમાં વૃદ્ધિ ન કરી મુક્તિ તરફ આગળ ન વધીએ તો આ સંસારમાં આપણું મૂલ્ય પણ ઘટતું જાય છે . આથી આપણો આવનારો જન્મ આપણાં આ જન્મ કરતાં પણ વધારે ખરાબ બને છે . માત્ર મનુષ્ય યોનીમાં જ મુક્તિ મળવી સંભવ છે . અને ઈશ્વરે આપણને મનુષ્ય યોનીમાં જન્મ આપી આપણાં પર અપાર દયા કરી છે . ઈશ્વરની આ દયાને ન્યાય આપવા માટે પણ આપણે સત્કર્મો કરી મુક્તિ તરફ આગળ વધવું જોઈએ. પ્રશ્ન: શું પ્રાણીઓ મુક્તિ મેળવી શકે છે ? હા. પ્રાણીઓ પણ મુક્તિ મેળવી શકે છે . કારણ કે દરે ક યોનીમાં જીવાત્મા એક સમાન જ હોય છે . પણ પ્રાણીયોનીમાંની જીવાત્મા જ્યારે મનુષ્યયોનીમાં જન્મ લે છે ત્યાર બાદ જ તે જીવાત્મા મુક્તિ માટે પ્રયત્ન કરી શકે છે . એ વાત યાદ રાખો કે માત્ર મનુષ્યયોનીમાં જ જીવાત્મા તેની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ બની મુક્તિ તરફ આગળ વધી શકે છે . મનુષ્યયો સિવાયની બીજી બધી યોનીઓ નિદાન કે ન્દ્રો જેવી હોય છે કે જેમાં જીવાત્માએ ભૂતકાળના તેના પાપકર્મોથી ઊંડે ઉતરે લા કુ સંસ્કારોને દુર કરવાના હોય છે . પ્રાણીયોનીમાં જીવાત્મા મુક્તિ તરફ આગળ વધવા પ્રયત્ન કરી શકતી નથી. આમ, જે લોકોને કોઈ ખાસ પ્રકારની ખરાબ લત કે આદત લાગેલી હોય છે અને તેઓ આ ખરાબ આદતના સંસ્કારોને દુર કરવા માટે પ્રયત્ન નથી કરતાં તે લોકો આગલા જન્મમાં એવી પ્રાણીયોનીમાં જન્મ લે છે કે જ્યા રહી તેનો તેમના કુ સંસ્કારો દુર કરી શકે . અને જયારે તેમના કુ સંસ્કારો સંપૂર્ણપણે દૂર થઇ જાય છે ત્યારે તેઓ ફરીથી મનુષ્યયોનીમાં જન્મ લઇ મુક્તિ માટે પ્રયત્નો કરવાને લાયક બને છે . આથી દરે ક મનુષ્યે તેના આવનારા દરે કે દરે ક જન્મમાં મનુષ્યયોની જ મળે અને મુક્તિ તરફનો તેનો પ્રવાસ અટકે નહીં તે માટે સતત શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્ય જન્મથી અમૂલ્ય બીજુ ં કંઈ જ નથી. આ એક સુવર્ણ તક છે . આથી આપણે આવી સુવર્ણ તકનો મુકરી મેળવવા શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ.

116

સંજીવ નેવર

પ્રશ્ન: અજ્ઞાનતા પણ આનંદ આપે છે . કારણ કે શ્રીમંત માણસ આરામદાયક પલંગમાં સુઈને પણ સુખી નથી. અને એક મજુ રને પથ્થર પર પણ ગાઢ નિંદ્રા આવી જાય છે . પ્રાણીઓ મનુષ્યોની સરખામણીમાં અજ્ઞાન છે . પણ તેમ છતાં જગ ં લમાં પ્રાણીઓ ખુશ રહે તા હોય છે જયારે મનુષ્યો ચિંતા કરતાં રહે છે . આ એક બાળક જેવું તર્ક છે : તમે શ્રીમંતને મજુ ર બનવાનું કહો અને મજુ રને ખુબ પૈસા આપી શ્રીમંત બનાવાનો વિકલ્પ આપો. તમે જોશો કે શ્રીમંત ક્યારે ય સહમત નહીં થાય અને મજુ ર આ તક તરત જ ઝડપી લેશે. જો બંનેના જીવનમાં સરખો જ આનંદ હોય તો એકને પણ પોતાની હાલની પરિસ્થિતિ બદલવાની સહે જ પણ ઈચ્છા ન થાય. કોઈપણ સમજુ માણસને પ્રાણી બનવાની ઈચ્છા ક્યારે ય નહીં થાય કારણ કે મનુષ્યો જે ઉચ્ચ સ્તરનો આનંદ માણી શકે છે તે આનંદ પ્રાણીઓ માટે સંભવ નથી. શ્રીમંત માણસના દુઃખનું કારણ પૈસો નથી પણ તેની નકારાત્મક વિચારસરણી છે . તેની આ નકારાત્મક વિચારસરણી તેના કર્મોનું જ ફળ છે . અજ્ઞાનતા એ આનંદ મેળવવામાં સૌથી મોટી બધા છે . અલ્પજ્ઞાનથી ઉચ્ચજ્ઞાન તરફ આગળ વધવું એ જીવાત્માનો સ્વભાવ છે . ઉદાહરણ તરીકે , ૧ વર્ષના નાના બાળકની રમતોનો આનંદ તમે લાંબો સમય માંણી નહીં શકો. જે લોકોનું એમ કહે વું કે “અજ્ઞાનતા એ જ આનંદ” છે તેઓ પોતાની અજ્ઞાનતાનું જ પ્રદર્શન કરે છે . વિદ્યાપ્રાપ્તિ સિવાય પરમ આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. પ્રશ્ન: સ્વર્ગ અને નર્ક શું છે ? સ્વ નો અર્થ થાય છે આનંદ. આનંદપ્રાપ્તિ એટલે સ્વર્ગ. અને દુ:ખ મળવું એટલે નર્ક . સ્વર્ગ અને નર્ક એ કોઈ કાલ્પનિક સ્થાન નથી. આપણાં વિચારો અને કર્મો દ્વારા આપણે જે પરિસ્થિતિઓનું સર્જન કરીએ છીએ તે જ આપણું સ્વર્ગ કે નર્ક છે . જયારે આપણે દરે ક ક્ષણે સ્વર્ગનું સર્જન કરવા માટે અથાગ સત્કર્મો કરતાં

117

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

રહી, અજ્ઞાનતાના બીજને બાળતા રહીએ છીએ ત્યારે જ આપણને પરમ આનંદ (ઈશ્વર) મળે છે . આથી મૃત્યુ પછી અલ્લાહ કે જીજસ આપણને કાયમ માટે સ્વર્ગ કે નર્ક માં મોકલી દે છે તેવા ભ્રમમાં ન રહે વું જોઈએ. એવું પણ નથી એ આ સંપ્રદાયોને માનનારા જ કાયમ માટે સ્વર્ગમાં જશે અને બાકીના કાયમ માટે નર્ક માં. આવાં ધર્મ સંપ્રદાયોને આપણે ત્યાં સુધી જ સહન કરવા જોઈએ કે જ્યાં સુધી તે આતંકવાદને જન્મ ન આપે. પૃથ્વીને સ્વર્ગ બનાવવા માટે અને મુક્તિરૂપી ઈશ્વરનો પરમ આનંદ મેળવવા માટે બધી જ જીવાત્માઓ માટે પ્રેમભાવ હોવો જરૂરી છે . પ્રશ્ન: મને એ સમજાય ગયું કે અજ્ઞાનતા દુર કરવાથી જ મુક્તિ મળે છે . શું આ કારણે મોક્ષ મેળવવા માટે આપણે કોઈ દુર એકાંત સ્થાને જઈને ધ્યાન કરવું જોઈએ? વૈદિક જ્ઞાનનો અર્થ એ નથી કે અમુક મંત્રોને યાદ રાખવા અને કે ટલાંક વૈદિક સિદ્ધાંતો સમજી લેવા. વૈદિક જ્ઞાનના માળખામાં જ્ઞાન, કર્મ અને મનનનો સમાવેશ થાય છે . આથી જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે કર્મ કરવામાં ન આવે ત્યાં સધી મુક્તિ મળવી શક્ય નથી ઉદાહરણ તરીકે , સાયકલની રુપરે ખા જોતા રહે વાથી કે તેના પર લખાયેલી કોઈ પુસ્તક વાંચી સાઈકલનું જ્ઞાન મેળવી લેવાથી આપણને સાઈકલ ચલાવતા આવડવાની નથી. એ જ્ઞાન પ્રમાણે જ્યાં સુધી આપણે પોતે સાઈકલ ચલાવવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને સાઈકલ ચલાવતા આવડવાની નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન અનુસાર કર્મ કરવું જ પડશે. ત્યાર પછી જ આપણને સાઈકલ ચલાવવાનો સાચો આનંદ મળશે. આમ કામ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ જ પ્રમાણે મુક્તિ મેળવવા તમારે આ કાદવરૂપી સંસારમાં કમળની જેમ રહે વું પડશે. જેમ કમળ કાદવમાં ખીલી ને પણ ગંદુ થતું નથી તેમ આપણે પણ આ સંસારની ગંદકી (અન્યાય, ગરીબી, આતંકવાદ, વગેરે..) સાફ કરીને કમળની જેમ ખીલવું પડશે. જયારે આ સમાજ અને દેશને આપણી જરુરુ હોય ત્યારે જવાબદારીમાંથી ભાગી છુટી એકાંતમાં ધ્યાન કરવાથી મુક્તિરૂપી સ્વર્ગ તો નહીં મળે, ઉલટાનું આપણે દેશ અને સમાજ ને નર્ક બનાવવામાં આપણે ભાગીદાર બનીશું. હા મનોબળ વધારવા માટે એકાંતમાં થોડા સમય માટે ધ્યાન કરીએ તે વાત 118

સંજીવ નેવર

અલગ છે . પણ મુક્તિ તો બીજી જીવાત્માઓના સહયોગ વિના શક્ય નથી. વેદમાં ઘણાં સૂક્ત મુક્તિ માટે સહયોગ અને સહકારીતાનું મહત્વ સમજાવે છે . જે લોકો વેદોના આ મૂળભૂત સિદ્ધાંતોની અવગણના કરી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તે દુઃખ અને ઉદાસીનતાના અંધકારમાં ખોવાય જાય છે . પ્રશ્ન: તો પછી જગ ં લમાં તપ કરતાં સન્યાસીઓ અને મુનીઓનું શું? શું તેઓ પલાયનવાદી છે ? જે સન્યાસીઓ કે મુનીઓ પોતાની શારીરિક શક્તિનો સંચાર કરવા કે પછી આત્મબળ વધારવા માટે ધ્યાન કરવા માટે થોડા સમય જગ ં લમાં જતા હોય, અથવા ઘરડાં આયુષ્યને કારણે દેશ કે સમાજના હિતમાં કર્મ કરવા માટે સક્ષમ ન હોવાને કારણે જગ ં લમાં જતા હોય તો તેમાં કશું ખોટું નથી. પણ જો તેઓ સશક્ત હોવાં છતાં પોતાની જવાબદારીઓમાંથી છુટકારો મેળવવા માટે કાયમી એકાંતવાસ શોધતા હોય તો હા તેઓ પલાયનવાદી અને મૂર્ખ છે . તેઓ વૈરાગી નથી. કારણ કે વૈરાગ્યનો અર્થ છે મોહથી દુર રહે વું અને નહીં કે કર્મોથી. આવો બનાવટી એકાંતવાસ એ ઈશ્વરનું અપમાન છે . જો ઈશ્વરને એવું લાગ્યું હોત કે જીવાત્મા માત્રા માટે એકાંતવાસમાં રહી ને મુક્તિ મેળવી શકે તો, ઈશ્વરે જીવાત્મઓને કોઈ એકલવાયા ગ્રહ પર જન્મ આપ્યો હોત, અને નહીં કે પૃથ્વી જેવા ગ્રહ પર કે જ્યાં બધી જ જીવાત્માઓને કોઈને કોઈ સમસ્યાઓનો અને પડકારોનો સામનો કરવાનો હોય છે . વધુમાં, આ સંસારમાં જ્ઞાનની પ્રાપ્તિ પણ અન્ય જીવાત્માઓના પરસ્પર સહકાર અને સહયોગ વગર શક્ય નથી. આથી મુક્તિ માટે એકાંતમાં રહે વાથી બીજી જીવાત્માઓ સાથેની તમારી ક્રિયા-પ્રતિક્રિયા બંધ થઇ જાય. આથી તમે જ્ઞાન વૃદ્ધિની તક પણ ગુમાવો અને એટલે મુક્તિ પણ ન મળે. જો તમે કોઈ આદર્શ સમાજ કે દેશમાં જન્મ્યા હોત કે જ્યાં દરે ક જીવાત્મા પોતપોતાની જવાબદારીઓ યોગ્ય રીતે પૂરી કરતી હોય અને જ્યાં કોઈ પડકાર કે અન્યાય ન હોય, ત્યારે લોકોની ચહે લપહે લથી દુર જઈ ધ્યાન અને સાધના માટે જગ ં લમાં જતા રહે વું યોગ્ય ગણાય. પણ આજે જ્યાં આપણો દેશ ભ્રષ્ટાચાર, અસહિષ્ણુતા, વેરભાવ, ગરીબી, દુ:ખ, અનૈતિકતા, આતંકવાદ જેવા રોગથી પીડાય છે ત્યાં કોઈ અસ્થિર મગજવાળો, નપુંસક કે કોઈ દેશ્ધ્રોહી જ આવાં પડકારોમાંથી ભાગી છૂટવાનો વિચાર કરે . વાસ્તવમાં, વૈરાગી થઇ આ પડકારો સામે લડવાથી 119

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

(કર્મ કરવથી) મુક્તિનો માર્ગ ખુલે છે . એ ખુબ જ શરમજનક વાત છે કે આધ્યાત્મિકતાના નામ પર આપણાં કર્મયોગી દેશના મોટા ભાગના લોકો રાષ્ટ્ર અને સમાજ તરફની પોતાની ફરજોમાંથી નાસી છુટે છે . આમ કરવાથી તેઓ માત્ર મુર્ખ બની પોતાની પ્રગતિ જ નથી અવરોધતા પણ દેશ અને સમાજને મોટું નુકસાન પહોચાડે છે . દેશદ્રોહનો આ ખુબ જ પીડાદાયક ચહે રો છે . જો તમે ભારતીય ઇતિહાસના પાનાં પલટાવો તો, ખ્યાલ આવી જશે કે જ્યારે ભારત વિદેશી આક્રન્તોના હુમલાથી લોહીલીહાણ હતું ત્યારે દેશના દંભી બાબાઓ, સાધુઓ અને ગુરુઓ એકાંતવાસમાં મનની શાંતિ શોધવામાં વ્યસ્ત હતા અથવા તો આધ્યાત્મિકતાના નામે જાદુઈ યુક્તિઓ કરી રહ્યાં હતા. આમ કરી તેઓને આધ્યાત્મિકતાના ખુબ જ ખોટા દ્રષ્ટાંતો સ્થપિત કર્યા હતા. દુર્ભાગ્યે આપણાં દેશમાં આવાં દંભી બાબો ગલીએ ગલીએ જોવા મળે છે . આ લોકોની કરતુતોને કારણે જગતગુરુ ગણાતો એક સમયનો આપણો ભારત દેશ હજારો વર્ષોથી આક્રન્તાઓના પગ નીચે કચાડતો આવ્યો છે . પ્રશ્ન: તો પછી આપણાં આદર્શ કોણ હોવાં જોઈએ? રાષ્ટ્ર અને સમાજ સામે આવી પડે લી ચુનોતીઓનો જે મહાપુરુષોએ હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને દેશ રક્ષા માટે જેઓએ પોતાના પરિવાર અને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું એ મહાપુરુષો જ આપણાં સાચા આદર્શો છે . તેઓ જ સાચા અર્થમાં મુક્તિના હકદાર છે . કારણ કે તેમણે જ વિદ્યા અને વૈરાગ્યના અટલ સિદ્ધાંતોને પોતાના કર્મોમાં ઉતારી આપણાં માટે આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા હતા. તેઓ જ સાચા અર્થમાં યોગી છે . હું અહીં શિવાજી, રાણા પ્રતાપ, રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લા ખાન, નેતાજી, આઝાદ અને સ્વામી દયાનંદ જેવી મહાનાત્માઓ વિષે વાત કરી રહ્યો છું. સ્વામી દયાનંદ દરરોજ ઘણાં માઇલ સુધી દોડતા હતા. તે કસરત કરતાં અને મગદળનો અભ્યાસ કરતાં. તેઓ જીવનભર સખત તાલીમ લેતા રહ્યાં હતા. અહીં મારો કહે વાનો અર્થ એ છે કે મુક્તિ માત્ર મજબુત માનોબળવાળા કર્મયોગી માટે જ છે .

120

સંજીવ નેવર

પ્રશ્ન: પણ મુક્તિ તો ઘણાં યુગો પછી મળે છે . અને ત્યાં સુધી આપણાં બધાએ ખુબ જ દુઃખ અને પીડા સહે વા પડે છે . મારામાં આટલી બધી ધીરજ નથી. હું શું કરું ? ઘણાં દુઃખ અને તખલીફો સહન કર્યા પછી જ મુક્તિ મળે છે એ વાત ખોટી છે . ઘણાં લાંબા સમય સુધી દુઃખ અને પીડાઓ સહન કરીને મૃત્યુ પામ્યાં પછી જ તમને કાલ્પનિક સ્વર્ગની પ્રાપ્તિ થશે એમ માની લેવું પણ યોગ્ય નથી. આનાથી ઉલટું , મુક્તિ માટે ની કે ટલીક રીતો અહીં સૂચવવામાં આવી છે તે સુખના ભંડારની ચાવી છે . આ રીતો તમને સુખના ભંડારમાં અધિકારપૂર્વક પ્રવેશ આપશે. સંસારમાં બનતી કોઈપણ ઘટના તમને સુખના ભંડાર સુધી જતા અટકાવી નહીં શકે . હું અહીં એવા બિનશરતી આનંદની વાત કરી રહ્યો છું કે જે આનંદ તમે જ્યાં સુધી તમે મુક્તિરૂપી અપાર આનંદના ભંડારમાં સંપૂર્ણ પ્રવેશ ન મેળવી લો ત્યાં સુધી વધતો જ જાય છે . આમ, મુક્તિમાર્ગ પર તમારું સ્વર્ગ દરે ક ક્ષણે તમારી સાથે રહે શે. મુક્તિ પ્રાપ્તિની પ્રક્રિયા શરુ કરતાં જ આનંદ આવવા લાગે છે અને આ આનંદ જ્યાં સુધી મુક્તીરુપી અપાર આનંદ ન મળે ત્યાં સુધી નિરંતર વધતો જ રહે છે . સંસારની બીજી કોઈપણ વસ્તુમાંથી આવો આંનદ મળવો શક્ય નથી. યજુર્વેદ ૩૧.૧૮ ખુબ જ સુંદર રીતે કહે છે કે : સંપૂર્ણ અને સ્થાયી આનંદ મેળવવા માટે નો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી! વાસ્તવમાં આધ્યાત્મિકતા, પરોપકાર, સત્કર્મો વગેરે વિષે સૌથી મોટી ગેરસમજ એ છે કે આનંદ ઘણી બધી નિષ્ફળતાનો સામનો કર્યા પછી અને ઘણાં દુઃખ સહન કર્યા પછી જ મળે છે . ઘણીવાર કે ટલાંક લોકો એવું તર્ક પણ આપે છે કે આવો આનંદ મળે છે કે નહીં તે જોવા માટે આપણે જીવતા પણ રહે તા નથી. પણ વાસ્તવમાં આધ્યાત્મિકતા, પરોપકાર, સત્કર્મો વગેરે વિષેના આવાં તર્ક (મારા મતે વિતર્ક ) ખામી ભરે લા છે . આપણે આવી નિરર્થક વાતો અને નિરર્થક લોકોથી દૂર રહે વું જોઈએ. ઈશ્વરનો ન્યાય તત્કાળ જ મળે છે . ઈશ્વરની આ ન્યાય પ્રક્રિયામ કોઈ અંતરાલ નથી. એટલે કે ઈશ્વર ન્યાય આપવામાં તે સહે જ પણ મોડું કરતો નથી. તમે જયારે કોઈ સત્કર્મ કરો છો ત્યારે આનંદ અને સંતોષના રૂપમાં તરત જ તમને તે કર્મનું ફળ મળે છે . આવાં જ આનંદ અને સંતોષની શોધમાં 121

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

સત્કર્મો કરતાં રહી તમે આગળ વધતા રહો છો અને અંતે મુક્તિ રૂપી પરમ આનંદ પ્રાપ્ત કરો છો. યજુર્વેદ ૧૯.૩૦ ખુબ જ સરસ વાત કહે છે : “જયારે તમે સત્કર્મો કરવાનો દ્રઢ સંકલ્પ કરો છો તે જ ક્ષણે તમે તે સંકલ્પ પૂર્ણ કરવાની યોગ્યતા મેળવો છો. જયારે સત્કર્મો દ્વારા તમે તમારી યોગ્યતા જાળવી રાખો છો ત્યારે તેનું પરિણામ સુખ, સમૃદ્ધિ અને સંતોષના રૂપમાં મળે છે . જ્યારે તમે આવાં સુખદ પરિણામો જુ ઓ છો ત્યારે ઈશ્વર અને કર્મના સિદ્ધાંતમાં તમારી શ્રદ્ધા વધે છે અને તમે વધુ સત્કર્મો કરવા પ્રેરિત થાવ છો. જયારે તમારી આ શ્રદ્ધા વિચલિત થયા વગર દરે ક પરિસ્થતિમાં અડગ રહે છે ત્યારે તમે પરમ સત્ય એટલે કે પરમ આનંદ એટલે કે ઈશ્વરને પામો છો.” પ્રશ્ન: તો પછી સ્વતંત્રતા સેનાનીઓ, મહાપુરુષો કે પછી મુક્તિ મેળવવા માટે પ્રયત્નો કરતાં બીજા લોકોને શા માટે આટલું બધું દુઃખ સહન કરવું પડે છે ? આમાં બને છે એવું કે જ્યારે કોઈ વ્યક્તિ મુક્તિ માર્ગમાં આગળ વધવાની શરૂઆત કરે છે ત્યારે આ સંસારની પ્રતિકુ ળ પરિસ્થિતિઓની તેના પર કોઈ અસર થતી નથી. તે આ પ્રતિકુ ળ પરિસ્થિતિઓની સ્વતંત્ર રહી કર્મ કરે છે . આથી જે નાની નાની અગવડો અને સમસ્યાઓ સામાન્ય લોકોને ચિંતામાં નાખી દે છે , તે નાની નાની સમસ્યાઓની મુક્તિ પર ચાલનાર પર કોઈ જ અસર થતી નથી. તે વ્યક્તિ સ્વયંમાં રહે લ આનંદના ભંડારને પ્રાપ્ત કરે છે અને આમ થવાથી તેને આનંદ માટે બહારની દુનિયા પર આધાર રાખવો પડતો નથી. કારણ કે મુક્તિ માર્ગ પર ચલાવતી તેનું મનોબળ વધારે મક્કમ બની ચૂકેલું હોય છે . તેનામાં શક્તિનો સાચાર થયેલો હોયે છે . તેનો આત્મવિશ્વાસ પણ વધેલો હોય છે . મુક્તિ પ્રાપ્તિની તેની તીર્વ ઈચ્છા અને મહત્વાકાંક્ષાને કારણે કે બીજા સામાન્ય લોકોની સરખામણીમાં તે ઘણાં મોટા પડકારોને ઝીલી શકે છે . બીજા લોકોને આ વાત આશ્ચર્યજનક લાગે છે . કારણ કે મુક્તિ માર્ગનો પથિક તેનો માર્ગ પોતે જ નક્કી કરે છે . તે બીજા લોકોનું આંધળું અનુકરણ કરતો નથી. બીજી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ તેના માટે સમસ્યાઓ અને અવરોધો પેદા કરવાનો પ્રયાસ કરે છે . પણ જેમ આગમાં ઘી હોમવાથી આગ વધુ ભડકે છે તેમ આ બધી સમસ્યાઓ તેના હદયમાં લાગેલી મુક્તિ મેળવવાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે . અંતે મુક્તિ માર્ગના પથિકને આ સંસાર અને શરીર છોડવાનો સમય આવે છે . તે આ સંસાર અને શરીર છોડી મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ

122

સંજીવ નેવર

રાખવા ફરીથી જન્મ લે છે . મુર્ખ લોકો એમ સમજે છે કે તેને આટલું બધું દુઃખ અને પીડાઓ સહન કરીને શું મળ્યું? પણ કર્મફળ સિદ્ધતને સાચા અર્થમાં સમજનારા લોકો જાણે છે કે મુક્તિ માર્ગનો પથિક, તેના જીવનકાળ દરમિયાન, હસતું મોઢું રાખી, કર્મફળની ચિંતા કર્યા વગર અને વર્તમાન પરિસ્થિતિઓને પોતાના પર હાવી થયા દેવા વગર સફળતાના માર્ગ (મુક્તિ માર્ગ) પર આગળ વધતો રહ્યો. આમ સાચો યોગી, મુક્તિ મેળવવા માટે , ઈશ્વર તેને જે પરિસ્થિતિમાં મુકે છે તે તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરે છે . સાચો યોગી મુક્તિ તરફની તેની મુસાફરી નિરંતર ચાલુ રાખી આપણાં માટે એક આદર્શ સ્થાપિત કરતો જાય છે . એ વાત સાચી નથી કે મુક્તિ-અભિલાષીને હંમેશા બીજા લોકો કરતાં વધારે દુ:ખ સહન કરવું પડે છે . અંતર માત્ર એટલું જ છે કે મુક્તિ માર્ગનો પથિક બીજા સામાન્ય લોકોની સરખામણીમાં વધારે મોટા પડકારો ઝીલી શકે છે . પડકાર ઝીલવાની તેની આ ક્ષમતા બીજાને આશ્ચર્યમાં પાડી દે છે . વાસ્તવમાં, મુક્તિ માર્ગનો પથિક બીજા સામાન્ય લોકોની સરખામણીમાં જીવનની દરે ક ક્ષણેનો ૧૦૦૦ ઘણો વધારે આનંદ માણે છે . અને આ આનંદ જ તેને મુક્તિ તરફ ઝડપથી આગળ વધવા માટે પ્રેરિત કરતો રહે છે . નાનું બાળક તો એક મચ્છર કરડવાથી રડે છે . પણ એક ખડતલ અને શક્તિશાળી શરીર કરાટે કે કુ સ્તીબાજીમાં માર સહન કરીને પણ આનંદ મેળવે છે . મુક્તિ મેળવવા માટે ની પ્રક્રિયા તમને નાની નાની વસ્તુઓ માટે રડતાં કમજોર બાળકમાંથી આ સંસારરૂપી યુદ્ધભૂમિમાં હંમેશા વિજય થનાર એક શક્તિશાળી યોધ્ધો બનાવી દે છે ! પ્રશ્ન: આ ખુબ જ રોમાંચક લાગે છે ! મારે પણ મુક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો શું કરવું પડે ? કષ્ટદાયી કંઈ નહીં! જો તમે મુક્તિ મેળવવાનો સંકલ્પ કરી લીધો છે હોય તો મુક્તિ મેળવવાની તમારી પ્રક્રિયા શરું થઇ ગઈ છે . બાકીનું બધું હવે એકદમ સરળ છે . બસ મુક્તિના મૂળ સિદ્ધાંતને ધ્યામાં રાખી સત્કર્મો કરતાં રહો. મૂળ સિદ્ધાંત હંમેશા યાદ રાખો: “સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ”. કારણ કે અસત્ય એ દુ:ખનું કારણ છે અને સત્યએ આનંદનું. પાપકર્મો (અધર્મ) દુ:ખને આમંત્રણ આપે છે જયારે સત્કર્મોથી (ધર્મ) સુખ મળે છે . 123

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

કારણ કે અસત્ય એ દુઃખનું કારણ છે અને સત્ય એ સુખનું મૂળ છે . સત્કર્મો (ધર્મ) મુક્તિ તરફ લઇ જાય છે જ્યારે પાપકર્મો (અધર્મ) મુક્તિથી દુર પ્રશ્ન: સત્ય અને અસત્યનો નિર્ણય કે વી રીતે કરી શકું ? નીચે કે ટલાંક સૂચનો આપ્યા છે જેના પરથી સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકાય: ૧. તે વિસંગત એટલે કે પરસ્પર વિરોધી ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે , જો કોઈ એવું કહે કે ઈશ્વર કસોટી કરે છે અને એમ પણ કહે કે ઈશ્વર બધું જ જાણે પણ છે તો આ બે વાતો પરસ્પર વિરોધી છે . ૨. તે કારણ-અસરની તાર્કિક પ્રક્રિયા અનુસરતું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે , જો કોઈ એવું કહે કે સ્ત્રીનો જન્મ પુરુષની પાંસળીમાંથી થયો હતો તો આ વાતમાં કોઈ તર્ક નથી. ૩. તે સામાન્યકરણનો સિદ્ધાંત અનુસરતું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે , જો કોઈ મને નુકસાન પહોચાડે તો મને દુઃખ થાય છે . આથી બીજાને નુકસાન પહોંચાડવાથી તેને પણ આમ જ દુઃખ થતું હોવું જોઈએ. આથી આપણે કોઈને નુકસાન પહોચાદનું ન જોઈએ. ૪. તે આદર્શોપુરુષો એ જે દ્રષ્ટાંતો સ્થાપિત કરે લા હોય તે પ્રમાણેનું હોવું જોઈએ. પણ અહીં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે , વ્યક્તિ આદર્શ છે કે નહીં તે તેના કર્મો સત્યની કસોટીના માપદંડ પર ખરા ઉતરે છે કે નહીં તેના પરથી નક્કી થવું જોઈએ, અને નહીં કે તેની લોકપ્રિયતા પરથી. ૫. તે વિવેકબુદ્ધિ અને આત્માના અવાજ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે કે જો કોઈ કામ કરવાથી શરમ કે પસ્તાવો થતો હોય તો તે કામ સત્કર્મ નથી. ૬. તે પ્રમાણ, તર્ક અને સરખામણીની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. આ જ પ્રમાણે સત્યની કસોટી કરવાના બીજા માપદંડ પણ હોય શકે છે . પણ એ વાત સમજી લેવી જોઈએ કે કોઈ વાત સાચી છે કે ખોટી તેનો નિર્ણય સત્તા કે લોકપ્રિયતાની લાલચમાં કે પછી કોઈપણ જાતના દબાણમાં આવીને ન થવો જોઈએ. જો કોઈ વ્યક્તિ સત્યની શોધમાં તેના પ્રમાણિક પ્રયત્નો મુકે તો તેની પ્રગતિ ઈશ્વર નિશ્ચિત કરે છે .

124

સંજીવ નેવર

પ્રશ્ન: બરાબર છે . મને સત્ય કે વી રીતે શોધવું અને તેને કે વી રીતે અનુસરવું તેનો ખ્યાલ આવી ગયો. હવે પછી શું? તમારા મન, વચન અને કર્મમાં સત્યનું અનુસરણ કરો. સ્વાધ્યાય, અભ્યાસ અને ચિંતન દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરો. આમ થવાથી તમારી પાસે સફળતાની એક રૂપરે ખા તૈયાર થાય છે . પણ સફળતાની રૂપરે ખા તૈયાર કરવા માટે નીચેલી કે ટલીક બાબતોનો ખ્યાલ આવવો બહુ જરુરી છે . જેમ કે ૧. એવી શક્યતા જ નથી કે આ સંસારનો કોઈ સર્જક કે સંચાલક નથી અને સંસારની ઉત્પત્તિ અને તેનું સંચાલન આપમેળે અનિયંત્રિત રીતે થયા કરે છે . ૨. તમે આ શ્રુષ્ટિનું સર્જન, સંચાલન કે વિનાશ કરતાં નથી. ૩. એક સર્વોચ્ચ શક્તિ (સત્તા) આ શ્રુષ્ટિનું સર્જન, સંચાલન કે વિનાશ કરે છે અને તે સત્તા (ઈશ્વર) સમગ્ર માનવજાતિને શ્રુષ્ટિના ઉત્પત્તિ સમયથી જ માર્ગદર્શન આપી રહી છે . ૪. વેદો સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે અને તે કોઈપણ પ્રક્ષેપ વગર આદિકાળથી સુરક્ષિત રખાયા છે . ૫. વેદના જ્ઞાન (માર્ગદર્શન) વગર માત્ર તમારી બુદ્ધિથી મુક્તિમાર્ગ પર આગળ વધવું શક્ય નથી. ૬. ઈશ્વર ભૌગોલિક સ્થાનના ભેદ વિના બધા જ લોકો પર એક સરખી દયા અને કૃ પા રાખે છે . આથી વેદોનું જ્ઞાન માત્ર મંત્રો ગોખવાથી નહીં મળે. વેદના જ્ઞાનને જીવનમાં ઉતારવું પડશે. વેદનાં ઉપદેશો અનુસાર કર્મો કરવા પડશે. ગોખેલું કે વાંચેલું જ્ઞાન જો વેદ અભ્યાસને આગળ વધારવામાં સહાયરૂપ ન બને તો તે ગોખેલા જ્ઞાનનો કશો અર્થ નથી. આમ આ બાબતોનો ખ્યાલ આવી જવાથી તમારી પાસે ઝડપથી સફળતા (મુક્તિ) મેળવવાની એક રૂપરે ખા તૈયાર થઇ જશે. પ્રશ્ન: તો પછી મારે વેદને અનુસરવા કે મારા આત્માના અવાજ ને? એક તરફ તો સત્યને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે તમારે તમારી આત્માના અવાજને અનુસરવું જોઈએ. અને બીજી તરફ વૈદિક સિદ્ધાંતોને

125

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

આત્મસાત્ કરવા માટે અભ્યાસ અને અધ્યયન કરવું જોઈએ. આ વૈદિક સિદ્ધાંતોને આત્માના અવાજની સાથે (સુમેળમાં) લાવી કર્મ કરવા જોઈએ. આમ કરવાથી આત્માનો અવાજને વધુ પ્રબળ બને છે . જ્યારે વૈદિક જ્ઞાન અને આત્માનો અવાજ એક બને છે ત્યારે સમજવું કે તમારો ધ્યેય સિદ્ધ થઇ ગયો. પણ જો કોઈ કારણવશ તમને વેદ ન મળી શકતા હોય અથવા તો તમારી હાલની ફરજો તમને વેદોનો ગહન અભ્યાસ કરતાં રોકતી હોય તો એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. આવી પરિસ્થતિમાં બસ તમારા આત્માના અવાજને અનુસરતા રહી મુક્તિ માર્ગ પર આગળ વધતા રહો. પણ જ્યારે વેદનું જ્ઞાન મેળવવાની તક મળે ત્યારે આળસુ કે શંકાશીલ ન બની એ તકને તરત જ ઝડપી લો. વેદના અભ્યાસની તક ને ઝડપી લેવાની આદત તમારા વ્યક્તિત્વનો એક ભાગ હોવો જોઈએ. એક વાર જો આપણે મુક્તિના આ મૂળભૂત સિદ્ધાંતો અને તેની રૂપરે ખાને સમજી લઈએ તો મુક્તિ તરફની આપણી મુસાફરી ખુબ સરળ બની જાય છે . પ્રશ્ન: મોક્ષ મેળવવા માટે તરત જ અનુસરી શકાય એવું પાયાનું માળખું કયું? ૧. વિવેક – સત્ય અને અસત્યને ઓળખવાની બુદ્ધિ ૨. વૈરાગ્ય – મોહ અને બંધનનો ત્યાગ ૩. ષષ્ટ સંપતિ– છ ગુણોનો વિકાસ (શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા) ૪. મુમુક્ષુત્વ – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા પ્રશ્ન: વિવેક શું છે ? સત્ય અને અસત્યને જુદાં પાડવાની ક્ષમતા એટલે વિવેક. જો તમે વિદ્યા પર કરે લી ચર્ચા યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે વિવેક એ વિદ્યા ગ્રહણ કરવાની ક્ષમતા છે . વિવેક દ્વારા મનન અને આત્મનિરીક્ષણ કરી વ્યક્તિએ સ્વયમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે ઋષિ મુનિઓએ પંચો કોષ, ત્રણ અવસ્થા, પાંચ શરીર જેવા સંકેતો આપ્યા છે . જો સંકેતો ને સમજવામાં

126

સંજીવ નેવર

મુશ્કે લી આવતી હોય તો ચિંતા કરવા જેવું કાઈ નથી. કારણ કે આ જ્ઞાન ગોખવાથી નહીં પણ અભ્યાસ કરવાથી આપમેળે જ સમજાશે. પ્રશ્ન: પણ મારે પાંચ કોષ વિષે ટુ કમાં જાણવું છે . પંચકોષ જીવાત્માથી અલગ તેની ઉપરના પાંચ સ્તરો છે . અન્નમય કોષ – ચામડી, માંસ અને હાડકાનું બનેલું બાહ્ય શરીર. પ્રાણમય કોષ – પ્રાણવાયુના અવરજવરની માટે જવાબદાર વ્યવસ્થા. આમાં ૧૦ પ્રકારના પ્રાણનો સમાવેશ થાય છે . મનોમય કોષ – મન, અહં, બોલવાની, સમજવાની, ઉત્સર્જંન અને પ્રજનન જેવા કાર્યો કરવાની સહજ શક્તિ. વિજ્ઞાનમય કોષ – બુદ્ધિ, ચિત્ત (સ્મરણશક્તિ), દ્રષ્ટિ, શ્રવણ-શક્તિ, સ્પર્શ, સુગંધ અને સ્વાદ માણવાની સહજ શક્તિ. આનંદમય કોષ – આનંદની અનુભુતી અને લાગણીઓ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જીવાતમા આ પાંચેય કોષોથી કે વી રીતે ભિન્ન છે અને ઈશ્વર આ પાંચેય કોષોને જીવાત્મા સાથે કે વી રીતે એકીકૃ ત કરે છે કે જેથી કરીને જીવાત્મા કોઈપણ પ્રકારના અવરોધ વગર નિરંતર તેની પ્રવૃત્તિઓ કરતી રહે . આપણે એ પણ સમજવું જોઈએ કે મુક્તિ મેળવવા માટે આપણે આ જ્ઞાન અને સિદ્ધાંતોનો કે વી રીતે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણ અવસ્થાઓ પણ છે . પ્રશ્ન: ચાર શરીરો કયા છે ? સ્થૂલ શરીર – જે દેખાય છે તે સ્થૂલ શરીર. સુક્ષ્મ શરીર – આ શરીર પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રીયો, પાંચ સુક્ષ્મભૂત, મન અને બુદ્ધિ એમ સત્તર તત્વોનો “સમુદાય” છે . આ સૂક્ષ્મ શરીર મૃત્યુ પછી પણ બીજા જન્મમાં જીવાત્મા સાથે રહે છે . જયારે મૃત્યુ સમયે સ્થૂલ શરીરનો નાશ થાય છે ત્યારથી જ બીજા જન્મમાં મોક્ષ તરફ આગળ વધવામાં જીવાત્મા આ સૂક્ષ્મ શરીરનો પ્રયોગ કરે છે .

127

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

સુક્ષ્મ શરીરનો અમુક ભાગ પ્રકૃ તિનો બનેલો હોય છે અને અમુક ભાગ જીવાત્માના સહજ ગુણોનો બનેલો હોય છે . મુક્તિ સમયે સુક્ષ્મ શરીરમાંથી પ્રકૃ તિનો ભાગ અલગ થઇ જાય છે અને માત્ર જીવાત્માના સહજ ગુણો જ બાકી રહે છે . આમ મુક્તિ અવસ્થામાં જીવાત્મા તેના “સંકલ્પથી” જ કાર્ય કરે છે . કારણ શરીર – આ શરીર ગાઢ નિંદ્રા માટે જવાબદાર છે . આ શરીર પ્રકૃ તિમાંથી ઉત્પન્ન થયેલંુ હોય છે અને બધી જીવાત્માઓ માટે એક સરખું જ હોય છે . તુરીય શરીર – આ શરીર આપણને ઈશ્વર સાથે જોડવા માટે ઉપયોગી છે અને ઈશ્વરીય આનંદમાં પ્રવેશ આપે છે . મુક્તિ અવસ્થામાં આ શરીર જીવાત્મા સાથે રહે છે અને ઈશ્વરીય સુખનો ભરપુર આનંદ માણે છે . પણ આ બધું જ જડ છે અને જીવાત્માથી ભિન્ન છે . જયારે ઈશ્વર આ શરીરોને જીવાત્મા સાથે સાથે જોડે છે ત્યારે જ તે કાર્યરત બને છે . વ્યક્તિએ તેના વિવેકનો ઉપયોગ કરી આ બધા જડ શરીરોથી અલગ જીવાત્મા તરીકે ની તેની સાચી ઓળખની સમજ કે ળવી લેવી જોઈએ. આથી વ્યક્તિએ, શરીરને નહીં પણ જીવાત્માને બધા જ કર્મોનો કર્તા સમજાવી જોઈએ. જે આ પાંચ શરીરો અને જીવાત્મા વિષેનું જ્ઞાન સમજી શકે છે તે આત્માના અવાજના રૂપમાં મળતું ઈશ્વરનું માર્ગદર્શન પણ સમજી શકે છે . ઈશ્વરનું માગદર્શન જીવાત્મા સાથે હંમેશા રહે છે . જયારે જીવાત્મા સત્કર્મ કરે છે ત્યારે તેને આનંદ, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો અનુભવ થાય છે . જયારે જીવાત્મા પાપકર્મ કરે છે ત્યારે તે શંકા, ડર અને શરમ અનુભવે છે . આ ઈશ્વર દ્વારા જીવાત્માને નિરંતર અપાતું માર્ગદર્શન જ છે . જે જીવાત્મા ઈશ્વરના માર્ગદર્શન, એટલે કે આત્માના અવાજ, અનુસાર કર્મ કરે છે તે જીવાત્મા આ જ ક્ષણથી મુક્તિ સુધી અપાર આનંદનો અનુભવ કરતી રહે છે . અને જે જીવાત્મા આત્માના અવાજની અવગણના કરે છે જીવનભર બંધન અને દુ:ખમાં રહે છે . આ બધી વાતનું પુનરાવર્તન થતું હોય તેમ કદાચ તમને લાગતું હશે. પણ આ સિદ્ધાંતો મુક્તિ મેળવવાની ચાવી છે . આથી આ વાતોનું પુનરાવર્તન થાય તે યોગ્ય જ છે . આ જ પ્રમાણે વ્યક્તિએ જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃ તિનો એકબીજા 128

સંજીવ નેવર

સાથે સંબંધ કે વો છે તે સમજવા માટે પણ વિવેકનો પ્રયોગ કરવો જોઈએ અને તે અનુસાર કર્મો કરવા જોઈએ. વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ જ્ઞાનને વ્યવહારમાં ઉતારવું જોઈએ. અને ચિંતન કરી બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. પ્રશ્ન: વૈરાગ્ય શું છે ? જે કાઈપણ ક્ષણિક (અનિત્ય) છે , અશુદ્ધ છે , અચેત છે , અને દુઃખનું કારણ છે તેને મેળવવાની ઈચ્છા ન રાખીને ઉત્સાહપૂર્વક જે કાયમી (નિત્ય) છે , શુદ્ધ છે , ચેતન છે અને અપાર આનંદનો સ્રોત છે તેને વિવેક દ્વારા મેળવવાનો સંકલ્પ એટલે વૈરાગ્ય. પ્રશ્ન: ષષ્ટ સંપતિ શું છે ? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા આ છ ગુણો ષષ્ટ સંપતિ કહે વાય છે . વિવેક અને વૈરાગ્ય પછી વ્યક્તિએ આ ૬ ગુણોને આધાર બનાવી કર્મો કરવા જોઈએ. વાસ્તવમાં જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો છે તેના જેવો ધનવાન વ્યક્તિ બીજો કોઈ નથી. જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો નથી તેના જેવો દુર્ભાગ્યશાળી બીજો કોઈ નથી. આથી મુક્તિની ઈચ્છા રાખનારી જીવાત્માઓ આ ૬ ગુણો ગ્રહણ કરવા જોઈએ. શમ – જીવાત્મા અને બુદ્ધિને અધર્મથી (મુક્તિ તરફ ન લઇ જતા કર્મો) સતત દુર રાખવાની વૃત્તિનું નિર્માણ. દમ – ઇન્દ્રિયો અને અંગો દ્વારા પાપકર્મોનો (મુક્તિ તરફ ન લઇ જતા કર્મો જેવા કે વાસના, દંભ, અધમતા, ધ્રુણા, હતાશા વગેરે) ત્યાગ અને આત્મ-સંયમ, શાંતિ, લાગણી જેવા સત્કર્મોની કે ળવણી. ઉપરતિ – પાપી, કપટી, અને અનૈતિક લોકોથી દૂર રહે વું તે. તિતિક્ષા – લાભ-હાની, માન-અપમાન, સુખ-દુઃખ વગેરેથી વિચલિત થયા વગર મુક્તિ માર્ગ પર અડગતાથી ચાલવું. શ્રદ્ધા – વિવેક દ્વારા મૂલ્યાંકન કર્યા પછી આત્માના અવાજમાં, ઈશ્વરમાં, વેદોના જ્ઞાનમાં, વૈદિક સાહિત્યોમાં અને મહાપુરુષોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી. શ્રદ્ધાનો અર્થ માન્યતાઓમાં આંધળો વિશ્વાસ કરવો એવો નથી. પણ સત્યનું જ્ઞાન થયા પછી તેના તરફ ઉત્સાહ પૂર્વક આગળ વધવું એવો થાય

129

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

છે . બિનજરૂરી શંકાઓ એ વિનાશની નિશાની છે . ભલેને તમને અંતિમ લક્ષ્ય (અહીં મુક્તિ) ની અવસ્થા વિષે શંકા હોય પણ મુક્તિ પ્રાપ્ત કરવા માટે ના સિદ્ધાંતો અને મુક્તિ માટે જરૂરી સત્કાર્મોને શંકાની નજરે ન જોવા જોઈએ. કારણ કે મુક્તિ તરફ લઇ જતા આ રસ્તાઓ અને કર્મો પણ આપણાં માટે કલ્યાણકારી જ છે . જયારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ છીએ ત્યારે સ્નાતક બન્યા પછી આપણી કારર્કીર્દી કે વી હશે તેનું જ્ઞાન હોતું નથી. પણ એનો અર્થ એ કે નથી આપણે પ્રાથમિક શાળામાં પ્રમાણિકતાથી અભ્યાસ કરવો ન જોઈએ. સમાધાન – મન નિયંત્રણ માટે નો અભ્યાસ. પ્રશ્ન: મુમુક્ષુત્વ શું છે ? જે વ્યક્તિએ તેના વિવેકનો થોડો પણ યોગ્ય ઉપયોગ કર્યો છે તેના માટે મુક્તિ સિવાયની બધી જ ઇચ્છાઓ નિરર્થક છે . પણ મુક્તિ માટે ની તીર્વ ઈચ્છાને દ્દઢતાપૂર્વક વળગી રહે વું ખુબ જ જરૂરી છે . મુક્તિ માટે ની આ તીર્વ ઈચ્છા મુક્તિ-અભિલાષીના દરે કેદરે ક વિચારો અને કર્મોને બળ આપે છે . આથી જેમ ભર ઉનાળામાં ઘણાં દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા માણસને ભોજન અને પાણીની તીર્વ ઈચ્છા હોય છે તેવી જ તીર્વ ઈચ્છા આપણને મુક્તિ માટે હોવી જોઈએ. કોઈ વ્યક્તિ જ્યારે પાણીમાં તેનું માથું થોડી વાર ડુ બાડી રાખે છે ત્યારે થોડા સમય પછી તે વ્યક્તિને શ્વાસ લેવાની તીર્વ ઈચ્છા જાગે છે . તેને શ્વાસ લેવા સિવાય આ દુનિયામાંથી કંઈ જ મેળવવાની ઈચ્છા બાકી રહે તી નથી. મુક્તિ માટે આવી જ તીર્વ ઈચ્છા જાગે ત્યારે જ જીવાત્માને મુક્તિ મળે છે અને પરમ આનંદના સ્ત્રોતના દ્વાર તેના માટે ખુલે છે . મુમુક્ષુત્વ તમારી જીવાત્મા અને વ્યક્તિત્વને એટલું બળ આપે છે કે તે બીજા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે . મુમુક્ષુત્વ પોતે જ એક અદ્દભુત અવસ્થા છે . અને તેનું નિર્દિષ્ટ સ્થાન (મોક્ષની અવસ્થા) તેનાથી પણ વધુ અદ્દભુત છે ! પ્રશ્ન: મુક્તિ મેળવવાનું માળખું હજુ સરળતાથી સમજાવી શકાય? મુક્તિ મેળવવાનાં માળખાને કંપનીના વિધાનની જેમ લખીએ: દૂરદર્શિતા – પરમ આનંદનો સ્ત્રોત ઈશ્વરના સાનિધ્યમાં રહે વું. એટલે કે મુક્તિ મેળવવી. 130

સંજીવ નેવર

લક્ષ્ય – બધા જ દુ:ખો અને બંધનોમાંથી મુક્ત થઇ આ જ ક્ષણેથી પરમ આનંદ મેળવવાની શરૂઆત કરવી. યોગ્યતા – એ વ્યક્તિ કે જેનામાં વિવેક, વૈરાગ્ય, ષષ્ટ સંપતિ અને મુમુક્ષુત્વ જેવા ગુણ હોય. કાર્યનીતિ – મુક્તિ સિદ્ધાંતોને સમજીને ઉદ્યમશીલતાથી વેદનાં ઉપદેશો અનુસાર સત્કર્મો કરવા. પ્રશ્ન: મુક્તિ માટે હું કે વી રીતે અભ્યાસ કરી શકું ? આ માટે શ્રવણ ચતુષ્ટયનું જ્ઞાન હોવું જરૂરી છે . આમ તો કોઈપણ વિષયના અભ્યાસ માટે શ્રવણ ચતુષ્ટયનું જ્ઞાન જરૂરી છે . પણ મુક્તિનો સિદ્ધાંત સમજવા માટે શ્રવણ ચતુષ્ટય પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવો જરૂરી છે . શ્રવણ – વિષયને કોઈપણ પ્રકારની ખલેલ વગર ખુબ જ ધ્યાનથી સાંભળવો કે વાંચવો. મનન – સાંભળી કે વાંચીને જે જ્ઞાન ગ્રહણ કર્યું છે તેનું વિશ્લેષણ કરવું. જો કોઈ શંકા હોય તો તેનું સમાઘાન કરવું. શ્રવણ અને મનન એક સાથે જ ચાલતા હોવાં જોઈએ. નિદિધ્યાસન – જે જ્ઞાનનો અભ્યાસ કે વિશ્લેષણ કર્યું છે જ્ઞાનનું ધ્યાન અવસ્થામાં ચિંતન કરવું. આના માટે મન પર નિયંત્રણ હોવું બહુ જરૂરી છે . આ અવસ્થામાં જ્ઞાનની અનુભૂતિ થાય છે અને વિષય વધુ ઊંડાણમાં સમજાય છે . સાક્ષાત્કાર – ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓની ઊંડી સમજણ અને તેનું વ્યવહારિક જીવનમાં આચરણ. પ્રશ્ન: મુક્તિ મેળવવા માટે ની બીજી કોઈ ઉપયોગી રીતો? ઉપર જણાવેલી રીતો અને સિદ્ધાંતોને બીજા દ્રષ્ટિકોણથી સમજવા અને તેનો અભ્યાસ કરવા માટે પતંજલિ યોગનો અભ્યાસ કરો. અહીં પતંજલિ યોગનો અર્થ યોગના નામ પર કરાવવામાં આવતી કસરતો અને શ્વાસોશ્વાસના નિયંત્રણની રીતો એવો થતો નથી. તમોગુણથી (ક્રોધ, મેલા વિચારો, આળસ, નિષ્ક્રિયતા) અને રજોગુણથી (ઈર્ષા, વાસના, ખોટો અહં, દ્વે ષ) દુર રહો અને સત્વગુણને (શાંતિ, મિત્રતા, 131

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

શુધ્ધતા, નિર્ભયતા, બુદ્ધિ, કર્મયોગ) જીવનમાં ઉતારો. સુખી અને આનંદી લોકો સાથે મિત્રભાવ રાખો. દુ:ખી અને પીડિત લોકો પ્રત્યે દયા રાખી તમને મદદરૂપ બનો. કર્તવ્યનિષ્ઠ ઉમદા લોકો માટે આનંદ અનુભવો અને ખુશ રહો અને દુષ્ટ લોકો પ્રત્યે દ્વે ષ ન રાખી માત્ર તેમની દુષ્ટતા દુર કરવા માટે પ્રયત્નો કરો. મન નિયંત્રણની શક્તિ ખુબ જ અદ્દભુત છે . સામાન્ય લોકો આ શક્તિનો ૧% જેટલો લાભ પણ ઉઠાવતા નથી. મુક્તિ માટે વ્યક્તિએ દિવસમાં ઓછામા ઓછા ૨ કલાક ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી તેની વિવેકી બુદ્ધિ વધે છે અને તેની ઈચ્છાશક્તિ પ્રબળ બને છે . જો ૨ કલાક બહુ વધારે લાગતા હોય તો તમારી યોગ્યતા અને સમય અનુસાર (પણ ઓછામાઓછી ૧૫ મીનીટ સુધી) ધ્યાન કરવાનું શરું કરો અને પછી ધીમે ધીમે ધ્યાનનો સમય વધારતા જાઓ. પ્રયત્નથી જ પરિપૂર્ણ બનાય છે . પણ ધ્યાન કરવું એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે કોઈના પર થોપી ન શકાય. આથી ધ્યાનના સમય કરતાં ધ્યાનની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો. મુક્તિ સંસારમાં રહીને જ મળી શકે છે . દેશ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓમાંથી ભાગી એકાંતવાસમાં જઈ મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવો મૂર્ખતા છે . આથી મુક્તિ માટે દેશ અને સમાજમાં સકારાત્મક પરીવર્તન લાવવા માટે કર્મ કરો. મુક્તિ માટે ની તમારી કાર્ય કુ શળતા વધારવા માટે દેશ અને સમાજ સામે આવેલા પડકારોને ઝીલો અને અન્યાય, અનૈતિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે લડો. પોતાની ક્ષમતાને સંકુચિત કે સીમિત ન રાખી પોતાની જાતને વધારે મજબુત બનાવો કે જેથી કરીને દેશ અને સમાજના મોટામાં મોટા પડકારોને ઝીલી શકો. પણ તમારી લડાઈની પસંદગી હોશિયારીથી કરો. હોશિયાર મુક્તિ-અભિલાષી બધું જ કરવાનો પ્રયત્ન કરતો નથી. તે તેના કાર્યક્ષેત્રની પસંદગી પરિસ્થિતિની માંગ અને તેના સ્વભાવ અને ક્ષમતા અનુસાર કરે છે . પછી તે અભ્યાસ અને મન નિયંત્રણ દ્વારા તેની ક્ષમતા વધારતો રહે છે . અને સમગ્ર માનવજાતિ આર્ય (આદર્શ મનુષ્ય) બને તે પ્રાર્થના સાથે મુક્તિ તરફ આગળ વધતો રહે છે .

132

સંજીવ નેવર

પ્રશ્ન: એ વાતની શી સાબિતી છે કે તમે જે કહ્યું એ બધું સાચું જ છે ? હું કે મ વિશ્વાસ મુકું કે આના સિવાય બોજો કોઈ સિદ્ધાંત નથી. વિશ્વાસ વૈદિક કર્મફળના સિદ્ધાંત અનુસાર કર્મ કરવાથી આવશે. હું તમારી એ પ્રક્રિયામાં દખલ ઉભી ન કરી શકું . હું એ આગ્રહ રાખું કે સંસારના બીજા સિદ્ધાંતોનું પણ અવલોકન અને વિશ્લેષણ કારો. પછી તમારી જાતેને પૂછો કે મારે આ સિદ્ધાંતોમાં કે મ માનવું જોઈએ. નાસ્તિકવાદના સિધ્ધાંતનું પણ વિશ્લેષણ કરો. પછી આ સિદ્ધાંતો વૈદિક સિદ્ધાંતોથી વધુ યોગ્ય કે મ છે તેનું મૂલ્યાંકન કારો. એ પણ જુ ઓ કે જો કોઈ એક સિધ્ધાંત વધુ આકર્ષિત લાગતો હોય તો બીજો કે મ નહીં? એ પણ ચકાસો કે કોઈ સિધ્ધાંતની પસંદગી પાછળ તર્ક છે કે નહીં? જીવનનું અવલોકન કરવાથી પણ ઘણી સહજ રીતે વૈદિક સિદ્ધાંતોનું જ્ઞાન થઇ જાય છે . આપણને જ્ઞાન છે કે આપણું અસ્તિત્વ છે . આપણને એ પણ જ્ઞાન છે કે આ સંસાર અને આપણાં શરીરનું સંચાલન એક મહાન સત્તા કરી રહી છે . આપણે જાણીએ છીએ કે સત્કર્મો આનંદ આપે છે . જેમ જેમ સત્કર્મો કરી આપણે કુ સંસ્કારોને બળતા જઈએ છીએ તેમ તેમ આ સિદ્ધાંતો વધુ સહજ બનતા જાય છે . વૈદિક સિદ્ધાંતો અત્યંત સહજ છે . જીવનનું ઉપરછલ્લુ અવલોકન કરવાથી પણ આ સિદ્ધાંતો કામ કરતાં જોવા મળશે. વૈદિક સિદ્ધાંતો આંખ બંધ કરીને જાદુઓનો આંધળો સ્વીકાર કરવાનું કહે તા નથી. કર્મનો સિદ્ધાંત બધી જ જગ્યાએ કાર્ય કરતો જોઈ શકાય છે . આના માટે કશે દૂર જવાની જરૂર નથી. માત્ર ૩૦ દિવસ સકારાત્મક, પ્રસન્ન અને ઉત્સાહી બનીને જુ વો. નકારાત્મક અને પાપકર્મોથી દુર રહો. અને પછી જુ વો કે તમને કે વું લાગે છે . આ નાના પ્રયોગથી જ તમારા આનંદનું સ્તર ઘણું વધી જશે. જેમને કોઈએ કદી જોયા નથી એવા ચમત્કારોની વાતોથી કે પછી ઉત્ક્રાંતિવાદના વિવાદાસ્પદ સિદ્ધાંતથી સરખામણીમાં વૈદિક સિદ્ધાંતો વધુ વિશ્વાસનીય છે . જે તત્વ જ્ઞાન (વૈદિક સિદ્ધાંતો) એવું કહે તા હોય કે “ઈશ્વર હંમેશાથી આપણું રક્ષણ અને પાલન કરતો આવ્યો છે અને કરતો રહે શે. ઈશ્વર આપણી ઈચ્છા-સ્વતંત્રતાનું માન રાખીને અને તેના ગુણ, કર્મ અને સ્વભાવ બદલ્યા વગર આપણાં કલ્યાણ માટે હંમેશા કાર્ય કરે છે ”, તેનાથી વધારે તાર્કિક, સહજ અને પ્રેરણાદાયક જ્ઞાન બીજુ ં કોઈ ન હોય શકે તે વાત સાથે તો તમારે સહમત થવું જ પડશે.

133

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અંતમાં, હું વેદોનો કે વૈદિક સિદ્ધાંતોમાં આંધળો વિશ્વાસ કરવાનું કહે તો નથી. આથી જ્ઞાનપૂર્વક સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરી આગળ મુક્તિ માર્ગ પર વધતા રહો. પ્રશ્ન: વૈદિક સિદ્ધાંતનો સાર ટુ કમાં વર્ણવશો? ઈશ્વર, પ્રકૃ તિ અને જીવાત્મા આ ત્રણેય શાશ્વત છે . તે હંમેશાથી હતી અને હંમેશા રહે શે. આ ટ્ રીનીટીનો સિદ્ધાંત છે . ઈશ્વર, પ્રકૃ તિ અને જીવાત્મા એકબીજા ઉપર પ્રભાવ પાડે છે . આ ત્રણમાંથી એકપણ સત્તાનું સર્જન કે વિનાશ થતો નથી. છે .

પ્રકૃ તિ સત્ છે . જીવાત્મા સત્ અને ચેતન છે . ઈશ્વર સત્ ચિત અને આનંદ

ઈશ્વર સર્વ આનંદનો સ્ત્રોત છે . ઈશ્વરના દિવ્ય ગુણ ક્યારે ય બદલાતા નથી. ઈશ્વર સર્વવ્યાપી છે . આકાશમાં તેનું કોઈ સિંહાસન નથી. તે આપણી અંદર અને બહાર એમ સર્વત્ર વ્યાપેલો છે . ઈશ્વર શૂન્યમાંથી શ્રુષ્ટિનું સર્જન કરતો નથી. ઈશ્વર સર્જક છે તેનો અર્થ એ છે કે ઈશ્વર મૂળ પ્રકૃ તિમાંથી શ્રુષ્ટિનું સર્જન કરે છે . તે જીવાત્માઓને તેના પૂર્વ જન્મના કર્મફળ અનુસાર શ્રુષ્ટિ પર જન્મ આપે છે . જીવાત્માઓ કર્મ કરી શકે તે માટે ઈશ્વર શ્રુષ્ટિનું પાલન પણ કરે છે . અને અંતે તે શ્રુષ્ટિનો વિનાશ કરી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયા ફરીથી શરું કરે છે . જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ આ શ્રુષ્ટિમાં સર્જન, પાલન અને વિનાશનું ચક્ર નિરંતર ચાલતું જ કરે છે . એવો કોઈ સમય ન હતો કે જયારે આ પ્રક્રિયા થતી ન હતી અને આ પ્રક્રિયા થતી બંધ થઇ જશે એવો કોઈ સમય આવશે પણ નહીં. આ જ કારણે તે બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (પાલનહાર) અને મહે શ (પ્રલયકર્તા) કહે વાય છે . ઈશ્વર પ્રકૃ તિ કે જીવાત્માનું સર્જન કે વિનાશ કરતો નથી. ઈશ્વર માત્ર એક ઉત્કૃ ષ્ઠ પ્રબંધકની જેમ કાર્ય કરે છે . તે જીવાત્મા અને પ્રકૃ તિનું સંયોજન એવી રીતે કરે છે કે જેથી જીવાત્મા કર્મ કરવા માટે સક્ષમ બને અને પરમ આનંદના માર્ગ (મુક્તિ માર્ગ) પર આગળ વધે. આપણે (જીવાત્મો) અવિનાશી અને ચેતન છે . આપણે આપણાં મન, શરીર, બુદ્ધિ, જ્ઞાન અને કર્મ ઇન્દ્રીયો અને પ્રકૃ તિથી અલગ છે . આપણો ઈશ્વર

134

સંજીવ નેવર

સાથે સીધો અને નિત્ય સંબંધ છે . આપણી અને ઈશ્વરની વચ્ચે કોઈ અવતાર કે દેવદૂત નથી. જીવાત્મા પાસે ઈચ્છાની સ્વતંત્રતા હોય છે . આ સ્વતંત્રતા તેના જ્ઞાન પર આધારિત છે . અને જ્ઞાન તેના કર્મો પર આધારિત છે . આ જ્ઞાન, કર્મ અને સ્વતંત્રતા કર્મના સિદ્ધાંતનો મૂળ આધાર છે . જીવાત્માનો ઉદ્દે શ કર્મના સિદ્ધાંત અનુસાર સત્કર્મો કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો છે . આપણું ભાગ્ય ઈશ્વર લખતો નથી. આપણી સાથે જે બને છે અને આપણાં જીવનમાં જે પરિસ્થિતિઓ પેદા થયા છે તે આપણાં કર્મોનું જ ફળ છે . આપણું ભાગ્ય આપણાં કર્મો દ્વારા બદલી શકાય છીએ. મૃત્યુ પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ છે . મૃત્યુ પછી જીવાત્માની મુક્તિ તરફની મુસાફરી પાછી શરું થાય છે . સંસારિક અને લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે અને મુક્તિ મેળવવા માટે જે જ્ઞાની જરૂર પડે છે તે જ્ઞાન છે વેદ. પણ ઈશ્વર વેદમાં આંધળો વિશ્વાસ રાખવાનું કહે તો નથી. પણ મુક્તિ માટે પ્રમાણિક રીતે પ્રયત્ન કરતી કોઈપણ જીવાત્મા તર્ક અને વિશ્લેષણ દ્વારા એ જ નિષ્કર્ષ પર આવશે કે વેદ જ ઈશ્વરીય જ્ઞાન છે . ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે અને મુક્તિનું લક્ષ્ય પામવામાં આપણી સહયતા કરતો રહે છે . આપણે હંમેશા આત્માના અવાજને (ઈશ્વરનું માર્ગદર્શન) અનુસરવો જોઈએ અને દરે ક ક્ષણે સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરતાં રહે વું જોઈએ. સત્યની શોધ એ જ દરે ક જીવાત્માનો સ્વાભાવ છે . સત્યની શોધથી જ જીવન અને શ્રુષ્ટિ સર્જનનો ઉદ્દે શ સિદ્ધ થાય છે . અને જ્યારે આપણે સત્યની શોધ માટે કર્મો કરીએ છીએ ત્યારે આપણે પરમ આનંદ - મોક્ષ - તરફ ઝડપથી આગળ વધીએ છીએ. જે ક્ષણથી આપણે જીવાત્માના ગુણ, કર્મ અને સ્વાભાવને સમજીને સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરવાનું શરુ કરીએ છીએ, તે જ ક્ષણેથી આપણો આત્મવિશ્વાસ, ઉત્સાહ, આનંદ અને સંતોષ વધતો જાય છે . આપણે દુનિયાને ચકિત કરી દે તેવા મહાન કર્મો કરીએ છીએ. આપણે સમાજ અને દેશ સામેના પડકારો ઝીલવામાં સક્ષમ બનીએ છીએ. આપણી સિદ્ધિ, ખ્યાતિ, સમૃદ્ધિ અને આનંદમાં વધારો થતો રહે છે .

135

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

પણ આ પ્રક્રિયા ક્યારથી શરુ કરવી તે આપણાં પર છે . આ માટે આપણે કોઈના સમર્થન કે મંજુરીની રાહ જોવાની હોતી નથી. સત્યની શોધ જેટલું ઉપયુક્ત દુનિયામાં બીજુ ં કશું જ કામ નથી. સત્યની શોધે જ રામ અને કૃ ષ્ણ જેવા આદર્શ મહાપુરુષોનું સર્જન કર્યું. સત્યની શોધ દ્વારા આપણે પણ આવાં આદર્શ મહાપુરુષ બની શકીએ છીએ. આપણે આ ચર્ચા પૂરી કરીએ તે પહે લાં ઋગ્વેદના ઐતરે ય બ્રાહ્મણ ૭.૧૫ માંથી બધી જ જીવાત્માઓ માટે એક ઉત્તમ સંદેશ: જે મનુષ્ય ઉત્તમ કર્મો કરવા માટે નિરંતર અને અથાગ પ્રયત્ન કરતો નથી તે મનુષ્ય કીર્તિ અને સમૃદ્ધિને પામતો નથી. આળસુ મનુષ્ય કે જે માત્ર વિચારશીલ જ રહે છે અને મહત્વપૂર્ણ અને સાર્થક કર્મો કરતો નથી તે તેના આળસરૂપી પાપને કારણે એક દિવસ નાશ પામે છે . ઈશ્વર તેને જ સહાય કરે છે જે નિરંતર ઉત્તમ પ્રયાસ કરતો રહે છે . આથી ચાલતા રહો, ચાલતા રહો. પુરુષાર્થી મનુષ્ય પોતાનું શરીર મજબૂત બનાવે છે . તેની જીવાત્મા સુખરૂપી કર્મ ફળનો ભોગ કરવાની અધિકારી બને છે . અથાગ પુરુષાર્થ જીવનપથની બધી જ બધાઓને દુર કરે છે . આથી ચાલતા રહો, ચાલતા રહો. ભાગ્ય શું છે ? જે મનુષ્ય બેઠેલો રહે છે એનું ભાગ્ય પણ બેઠેલું રહે છે . જે મનુષ્ય ઊંઘતો રહે છે એનું ભાગ્ય પણ ઊંઘતું રહે છે . પણ જે મનુષ્ય જીવનપથ પર ચાલતો રહે છે એ તેના ભાગ્યને પણ આગળ ધપાવતો રહે છે . આથી ચાલતા રહો, ચાલતા રહો. જ્યારે મનુષ્ય ઊંઘતો રહે છે , ત્યારે તેના માટે કળયુગ છે , જયારે તે જાગે છે ત્યારે તેના માટે દ્વાપરયુગ છે , જયારે તે કર્મ કરવા માટે ઉભો થાય છે ત્યારે તેના માટે ત્રેતાયુગ છે , પણ જ્યારે મનુષ્ય ઉત્તમ કર્મો કરે છે ત્યારે તે સતયુગનું સર્જન કરે છે . આથી ચાલતા રહો, ચાલતા રહો. નિરંતર કર્મ કરવામાં મગ્ન રહે નાર મનુષ્યને જ કર્મફળરૂપી આનંદ પ્રાપ્ત થાય છે . સૂર્યને જુ વો, તે કયારે ય થોભતો નથી.

136

સંજીવ નેવર

આથી ચાલતા રહો, ચાલતા રહો. હે ઈશ્વર! મારો દેશ અને માનવમાત્ર ધર્મયુક્ત કર્મોની સાચી દિશામાં આગળ વધે, સૂર્યની જેમ તેઓ પ્રકાશિત થાય અને સતયુગનું નિર્માણ કરે . હે ઈશ્વર! અમારો આ ધ્યેય ઝડપથી પરિપૂર્ણ કરવા અમને પ્રયત્નશીલ અને કાર્યક્ષમ બનાવ. … હે ઈશ્વર, જે ધર્મનું પાલન કરી રામ અને કૃ ષ્ણ આદર્શ મહાપુરુષો બન્યા તે વૈદિક ધર્મનું પાલન અમે કરી શકીએ એ માટે અમને વિદ્વતા આપ. અને ખાસ કરીને અમારા ભાઈ બહે નો કે જેઓ અંધશ્રધ્ધાઓથી ભરે લા એવા બીજા ધર્મ સંપ્રદાયોને અનુસરે છે તેઓને મૂળ ધર્મ - વૈદિક ધર્મ - તરફ પાછા વળવા પ્રેરતી કર. આપણે સાથે મળીને આ દેશને એટલો શક્તિશાળી બનાવીએ એ તે આ સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે . આ માટે ઈશ્વરની સાચી પૂજા પદ્ધતિ અપનાવીએ. આના સિવાય બોજો કોઈ માર્ગ નથી. દ્વે ષ ભાવ રાખ્યા વગર પૃથ્વી પરની બધી જ જીવાત્માઓ એકબીજા સાથે મૈત્રીભાવ રાખી કલ્યાણકારી ઈશ્વરની ઉપાસના કરે . … હે નિત્યાનંદ સ્વરૂપ ઈશ્વર! તું અનંત વિદ્યાવાન છે . તું સર્વ જગ પ્રકાશક છે . તું જ શ્રુષ્ટિનો સર્જક છે . અમારી બુદ્ધિને દુઃખ અને દુઃખના કારણ એવાં દુર્ગુણોથી દૂર રાખ. અમારી બુદ્ધિને સત્યનિષ્ઠ અને કલ્યાણકારી સત્કર્મો તરફ વાળ.

… તારી સત્યસ્વરૂપ વિદ્યાના પ્રકાશથી અમે અમારી બુદ્ધિને શુદ્ધ કરીએ અને તારી પ્રેરણાથી નિરંતર સત્કર્મસ્વરૂપ પુરુષાર્થ કરી અમેં શક્તિશાળી અને ન્યાયકારી રાષ્ટ્ર નું નિર્માણ કરીએ. અમે નીરોગી રહી સંસારના ભૌતિક સુખ અને મોક્ષરૂપી આધ્યાત્મિક સુખને પાપ્ત કરીએ.



137

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

હે ઈશ્વર! અમે તારો આભાર માનીએ છીએ. હે ઈશ્વર તારા ન્યાયકારી સામ્રાજયની જેમ અમે પણ આ દેશ અને વિશ્વમાં અમારા શ્રેષ્ઠ કર્મો દ્વારા એક આદર્શ ન્યાયકારી સામ્રાજયની સ્થાપના કરીએ. અમે દેશમાંથી ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી નાખીએ. દેશમાં એકપણ આતંકવાદી, ભ્રષ્ટાચારી કે દેશદ્રોહી ન રહે . હે ઈશ્વર! ઉચ્ચ ચરિત્ર, ન્યાય, ઉદ્યમશીલતા, નિખાલસતા, વચનબધ્ધતા, દૃઢ વિશ્વાસ, નિષ્કામ કર્મો જેવા તારા ગુણોને અમે આત્મસાત કરી અમે પણ તારી જેમ આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કરીએ! … આપણે બધા જ ઉત્સાહપૂર્વક મુક્તિના લક્ષ્ય તરફ આગળ વધીએ. સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત માટે મુક્તિની કામના કરીએ. આ માટે ઈશ્વર આપણને શક્તિ, ઉત્સાહ અને ચરિત્રની શુદ્ધતા પ્રદાન કરે ! …

ॐ શાંતિ શાંતિ શાંતિ

138

સંજીવ નેવર

લેખક પરિચય

આજના સમયમાં વેદ, ગીતા અને હિન્દુધર્મના મર્મને સમજનાર થોડા લોકોમાંના એક. વેદ, આધ્યત્મિકતા, હિન્દુધર્મ અને યોગ જેવા વિષયો પર ફે લાયેલી ખોટી ધારણા અને માન્યતાઓ, અને હિન્દુધર્મ વિરોધીઓના એક એક આરોપોનો મુહતોડ જવાબ આપનાર એક માત્ર ધર્મરક્ષક. દેશ અને વિદેશોમાં ઘણાં લોકોને પ્રેરિત કરનારી અગ્નિવીર સંસ્થાના સંસ્થાપક. અગ્નિવીરના માધ્યમથી દેશમાં જાતિ, ઘર્મ અને લિંગના આધાર પર થતા અન્યાય અને ધર્મ પરિવર્તન પર આધાત કરી સમાનતા અને ન્યાય માટે કામ કરનાર. જાતિઓની એકતા અને દેશ ભરમાં અગ્નિવીરના “હિન્દુ-દલિત યજ્ઞ” કાર્યક્રમના પ્રેરણાં સ્ત્રોત. જીવન બદલી નાખનારી ઘણી પુસ્તકોના લેખક, કવિ, વક્તા, દાર્શનિક અને યોગી. પ્રેરણા ભર્યા શબ્દોથી આત્મહત્યા માટે તૈયાર થઇ ચુકે લા યુવાનોને મોતના મોઢામાંથી બહાર ખેચી લાવનાર જાદુગર. વિશ્વ પ્રસિદ્ધ આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમના સ્નાતક, વૈજ્ઞાનિક અને વિશ્વના ૨૦ સૌથી પ્રતિષ્ઠિત રિસ્ક-મેનેજમેન્ટ ગુરુઓમાંના એક. સંજીવ નેવર દમ તોડી રહે લા ધર્મમાં પ્રાણ ફૂકાનાર એક કર્મયોગી પણ છે .

139

૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

અગ્નિવીર પરિચય

અગ્નિવીરની સ્થાપના શ્રી સંજીવ નેવરે કરી હતી. શ્રી સંજીવ નેવર આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમ નાં સ્નાતક, ડે ટા સાઈન્ટીસ્ટ અને એક યોગી પણ છે . વ્યક્તિના સંસારિક અને આદ્યાત્મિક જીવનની ઉન્નતિના માટે ઉપાયલક્ષી, આધ્યાત્મિક અને પ્રમાણીક અભીગમ વિકસાવવાના હે તુથી અગ્નિવીરની સ્થાપના કરવામાં આવી છે . અગ્નિવીર વેદો, ગીતા અને યોગના શાશ્વત જ્ઞાનનો રોજીંદા જીવનમાં શ્રેષ્ટત્તમ ઉપયોગ કરી જીવનમાં આવતા પડકારો નિર્ભયતાથી ઝીલવાનું શીખવે છે . જેઓ અપરાધી બનવાની કગાર પર હતા, જેઓ હતાશામાં ડૂ બેલાં હતા, જેમનું જીવન દિશાહીન અને ઉદ્દે શહીન હતું, જેઓ જીવનમાં મુજવણ અનુભવતા હતા, અને જેઓ સામાજિક અન્યાયનો સામે લડવામાં અસમર્થ હતા, તેવા લોકોના જીવનમાં અગ્નિવીરના સંપર્ક માં આવ્યાં બાદ ધરમૂળથી સકારાત્મક પરીવર્તન આવ્યું. આવાં હજારો લોકો આજે અગ્નિવીરની પ્રશંસા કરતાં થાકતા નથી. તુષ્ટિકરણની રાજનીતિ અથવા તો અજ્ઞાનતાને કારણે દેશહિત અને સમાજ કલ્યાણ માટે જે મહત્વના પણ તકલીફદેહ મુદ્દાઓની અવગણના કરવામાં આવતી હતી તે મુદ્દાઓને જાહે રમાં ઉઠાવવાનો યશ અગ્નિવીરને ફાળે જાય છે . અગ્નિવીર ભારતમાં સામાજીક સમાનતાનો અધિવક્તા છે અને જાતપાતના બંધનો તોડી હિન્દુ સમાજને એક સૂત્રમાં જોડવા માટે ‘દલિત યજ્ઞ’ કાર્યક્રમોનો અગ્રીમ પણ છે . રૂઢીચુસ્ત અને કટ્ટરપંથી તત્વોના પ્રતીઘાતો સામે અડગ ઉભા રહી મુસ્લિમ સ્ત્રીઓના અધીકાર માટે ચાલતા અભિયાનોનું અગ્નિવીરે નેતૃત્વ કર્યું છે . હલાલા, સેક્સ-સ્લેવરી, બહુપત્નીત્વ, ત્રણ-તલાક અને લવ-જીહાદ જેવાં ધ્રુણાસ્પદ અને અમાનવીય માન્યતાઓ અને રીવાજોને ખુલ્લા પાડી તેમની વિરુદ્ધ સર્વસંમતી વિકસાવી છે . અગ્નિવીર કટ્ટરવાદનો શિકાર બનેલી સ્ત્રીઓ માટે ની હે લ્પલાઈન ચલાવે છે . તેમના કિસ્સાઓ સંભાળે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન કરી તેમને નવું જીવન આપવાની કોશિશ કરે છે . દેશના ઘણાં સંવેદનશીલ વિસ્તારોમાં નિ:શસ્ત્ર લડાઈના (માર્શલ આર્ટ સ) વર્ક શોપની શરૂઆત અગ્નિવીરે કરી, જેનાથી અસામાજિક તત્વો, અપરાધીઓ અને કટ્ટરપંથીઓ સામે લડી શકે એવી કુ શળ ટીમ તૈયાર થઈ. કટ્ટરવાદી વિચારોથી પ્રભાવિત થઇ આતંકવાદી બનવા તૈયાર થઇ ચુકે લા અસંખ્ય યુવાઓને અગ્નિવીરે ફરીથી સાચો રસ્તો બતાવ્યો. આજે અગ્નિવીર

140

સંજીવ નેવર

દ્વારા ભારતનો જે સાચો ઈતિહાસ બહાર લવાયો છે તેને કારણે રાજકીય દબાણવશ સ્કુ લ અને કોલેજોમાં જે ઈતિહાસ ભણાવવામાં આવે છે એના પર પ્રશ્ન ચિન્હ લાગી ગયું છે . અગ્નિવીરે જાતિવાદ, માનવાધિકાર, કટ્ટરપંથી વિચારધારાઓ, અને ભારતીય ઈતિહાસ પર અનેક પુસ્તકો પ્રકાશિત કરી છે . આ ઉપરાંત, સેલ્ફ-હે લ્પ, યોગ, હિંદુત્વ અને વેદ જેવાં વિષયોને પણ અગ્નિવીરની પુસ્તકોમાં આવરી લેવાયા છે . આ પુસ્તકોનું જ્ઞાન અસલ, સચોટ, ઉપાય-લક્ષી, વ્યવહારું અને વિચારોમાં સકારાત્મક પરીવર્તન લાવે તેવું હોવાથી વાંચકોની પ્રશંસાને પાત્ર બન્યું છે . જીવનને સાર્થક કરવા ઉત્સુક કોઈપણ વ્યક્તિ અગ્નિવીર સાથે જોડાઈ શકે છે . અગ્નિવીર વિષે વધુ જાણવા: Website: www.agniveer.com Facebook: www.facebook.com/agniveeragni Youtube: www.youtube.com/agniveer Twitter: www.twitter.com/agniveer અગ્નિવીરમાં સભ્ય બનવાં: www.agniveer.com/membership-form/ અગ્નિવીરમાં યોગદાન આપવા: Payment page: www.agniveer.com/pay Paypal: [email protected] અગ્નિવીરના પુસ્તકો ખરીદવા: www.agniveer.com/books

અગ્નિવીર દેશની સેવા | ધર્મની રક્ષા 141